Main Menu

Friday, April 12th, 2019

 

અમરેલીમાં સભા સંબોધતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી

અમરેલી લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડીયાના સર્મથમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કયું હતું અને ભાજપને જંગી લીડ આપવા અનુરોધ કર્યો હતો.


અમરેલીમાં સંઘાણી પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

અમરેલી,પુર્વમંત્રી અને નાફસ્કોબનાં ચેરમેન દિલીપભાઇ સંઘાણીનાં માતૃશ્રીનું નિધન થતા આજે અમરેલીમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી દિલીપભાઇ સંઘાણીનાં પરિવારને તેમના નિવાસ સ્થાને જઇ સાંત્વના પાઠવી હતી અને ઘેરા શોકની લાગણી વ્યકત કરી હતી.


અમરેલીમાં મુખ્યમંત્રીના આગમનની તડામાર તૈયારી : સજજડ બંદોબસ્ત

અમરેલીમાં મુખ્યમંત્રીના આગમનને લઇ શહેરમાં સજજડ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. પોલીસ દ્વારા વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામા આવી છે.


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે અમરેલીમાં સંવાદ

અમરેલી,
આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અમરેલી સંસદીય મતવિસ્તારમાં ભરચક કાર્યક્રમ ગોઠવાયા હોવાનું જાણવા મળેલ છે.
ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાના સર્મથનમાં આજે સવારે સાડા નવ કલાકે જાફરાબાદના ઉના રોડ ઉપર જીએચસીએલ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની વિશાળ જાહેરસભા યોજાશે અને બપોર સુધી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાનાર છે.
જાફરાબાદ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી બપોર 3 વાગ્યે અમરેલીના શ્રી દિલીપ સંઘાણી ટાઉનહોલ ખાતે અમરેલી શહેરના પ્રતિષ્ઠત વેપારીઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શહેરના અગ્રણી નાગરીકોની સાથે સવાંદ કરશે અને ત્યાર બાદ સાંજે શ્રી વિજયભાઇ રૂપાણી મહુવા ખાતે જાહેરસભાને સંબોધવાના હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


રાજુલામાં સોમવારે રાહુલ ગાંધી જાહેરસભા સંબોધશે

અમરેલી,આઝાદી પછી રાષ્ટ્રએ અનેક ચૂંટણીઓ જોઈ છે. પરંતુ લોકસભા 2019ની ચૂંટણી આ રાષ્ટ્ર માટે અતી મહત્વની છે.
રાષ્ટ્ર સામે અનેક પડકારો ઉભા થયા છે. જેમાં યુવાનો, ખેડુતો, વેપારીઓ, મધ્યમવર્ગ, ગરીબો, મહિલાઓ અને કર્મચારીઓ અજંપો અને અસુરક્ષીતતા અનુભવી રહ્યા છે.
સમૃધ્ધ ભારત, સુરક્ષીત ભારત સંવાદી ભારત અને અખંડ ભારતના નિર્માણ માટે શુસાનની સ્થાપના થાય અને પ્રજાની સરકાર બને એવા સંકલ્પ સાથે શ્રી રાહુલ ગાંધીના વિચારો જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસપક્ષ દ્વારા તા.15-4 સોમવાર બપોરના 2:00 કલાકે આસરાણા ચોકડી રાજુલા જેસર હાઈવે સભાનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેના પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, અમરેલી લોકસભાના ઉમેદવાર પરેશભાઇ ધાનાાણી, પ્રદેશ કોંગ્રેસ અ્રણી ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઇ પટેલ, શકિતસિંહજી ગોહિલ, જુનાગઢ લોકસભાના ઉમેદવાર પુંજાભાઇ વંશ, ભાવનગર લોકસભાના ઉમેદવાર મનહરભાઇ પટેલ, અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસા, ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ, ગીરસોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઇ બારડ તેમજ ત્રણ જીલ્લામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.


પ્રથમ તબક્કાનું વોટિંગ પૂર્ણ, સરેરાશ 53.06 ટકા મતદાન

(જી.એન.એસ)ન્યુ દિૃલ્હી,દૃેશમાં પ્રથમ ચરણના ૯૧ લોકસભા બેઠકનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. જેમાં ૧૮ રાજ્ય અને ૨ કેન્દ્રશાસિત પ્રદૃેશોનું મતદાન યોજાયું હતું. ટકાવારી પ્રમાણે સરેરાશ ૫૩.૦૬ ટકા મતદાન થયું હતુ૫ વાગ્યા સુધીમાં બિહારમાં ૫૦.૨૬ ટકા, ઉત્તર પ્રદૃેશમાં ૫૯.૭૭ ટકા, આસામમાં ૬૮ ટકા, તેલંગણામાં ૬૦.૫૭ ટકા, મેઘાલયમાં ૬૨ ટકા, મણિપુરમાં ૭૮.૨૦ ટકા, લક્ષ્યદ્વિપમાં ૬૫.૯ ટકા મતદાન થયું હતું.ઉત્તર પ્રદૃેશમાં સાત રાઉન્ડમાં મતદૃાન થવાનું છે. ત્યાં આજે આઠ સીટ પર મતદૃાન થયું છે. બિહારમાં ચાર, આસામમાં પાંચ, મહારાષ્ટ્રમાં સાત, ઓડિશામાં ચાર અને પશ્ર્ચિમ બંગાળની બે સીટ માટે આજે મતદૃાન થયું છે.
મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદૃેશ, અરુણાચલ પ્રદૃેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તર પ્રદૃેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ બંગાળ, અંદૃામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં પ્રથમ તબક્કાનું મતદૃાન યોજાયું હતુંબંગાળમાં કૂચબિહારના દિૃનહાટામાં લોકોએ પહેલી વાર ભારતીય મતદૃારો તરીકે મતદૃાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બાંગ્લાદૃેશ સાથે થયેલા એંકલેવ સમજૂતી અંતર્ગત ૯,૭૭૬ લોકોને ૨૦૧૫ની મતદૃાર યાદૃીમાં ભારતીયો તરીકે સામેલ કરાયા હતા.આંધ્રપ્રદૃેશમાં આજે ૨૫ લોકસભા અને ૧૭૫ વિધાનસભા સીટ પર મતદૃાન થઇ રહૃાાં છે. સત્તારૂઢ તેલુગુ દૃેશમ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મુખ્ય વિપક્ષ રૂજીઇ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયું છે. અનંતપુરમ જિલ્લાના તડીપાત્રા વિધાનસભા વિસ્તારમાં એક ગામમાં રૂજીઇ કાર્યકર્તાના મોતના સમાચાર મળ્યા હતાજે ઉમેદૃવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે, એમાં કેન્દ્રીય મંત્રી જનરલ(નિવૃત) વી. કે. િંસહ, નીતિન ગડકરી, કૉંગ્રેસનાં રેણુકા ચૌધરી, એઆઈએમઆઈએમના અસદૃુદ્દીન ઔવેસી સામેલ છે.


પહેલી લોકસભામાં અમરેલી જિલ્લો બે રાજયોમાં વિભાજીત હતો

અમરેલી,આજે અમરેલી લોકસભાની બેઠકને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે અને અમરેલીએ કેન્દ્ર સરકારમાં બે બે વખત પ્રતિનિધિત્વ પણ કર્યુ છે આઝાદી મળ્યા પછી બે બે ચુંટણી સુધી અમરેલી લોકસભા બેઠકનું અસ્તિત્વ પણ ન હતું.પણ આઝાદી પછીની પહેલી ચુંટણીમાં ગોહીલવાડ-સોરઠ અને બરોડા વેસ્ટમાં એમ બે બે બેઠકો ઉપર અમરેલી જિલ્લાનું મતદાન થયુ હતુ.
આઝાદી પહેલા અમરેલી ગાયકવાડી રાજમાં પ્રાંત એટલે કે જિલ્લાનો દરજજો ભોગવતુ હતુ પણ વિલીનીકરણ બાદ અમરેલીનો દસકો નબળો ગયો તે પ્રાંત તો ન રહયો પણ જિલ્લાનો દરજજો પણ ન મળ્યો 1951માં યોજાયેલી પહેલી લોકસભામાં અમરેલી જિલ્લો બે રાજયોમાં વિભાજીત હતો 1951ની પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર રાજયમાં ઝાલાવાડ,હાલાર,સોરઠ,મધ્ય સૌરાષ્ટ્ર (રાજકોટ),ગોહીલવાડ અને ગોહીલવાડ-સોરઠ બેઠકો આવતા હતા ત્યારે ગુજરાત રાજયનો જનમ નહોતો થયો અને બોમ્બે રાજય હતુ એે બોમ્બે રાજયની બરોડા ઇસ્ટ બેઠકમાં ગાયકવાડી શાસન હેઠળના અમરેલી, ખાંભા, ધારી, દામનગર, કોડીનાર દેરડી અને ગોહીલવાડ-સોરઠ બેઠકમાં લીલીયા,લાઠી બગસરા વડીયા બાબરા સાવરકુંડલા સહિતના ભાગો આવતા હતા. પહેલી ચુંટણીમાં ગોહીલવાડ-સોરઠ બેઠકમાં કોંગ્રેસના શેઠ ચીમનલાલ ચકુભાઇ ચૂંટાયા હતા.અમરેલી લોકસભા સીટ 1951ની પહેલી લોકસભામાં બોમ્બે અને સૌરાષ્ટ્ર એમ બે રાજયોમાં હતી તો 1957ની બીજી લોકસભા આવી ત્યારે પણ અમરેલીને બદલે આ બેઠકનું નામ ગીરનાર હતુ અને ત્યારે મહીલા સાંસદ શ્રીમતી જયાબહેન શાહ ચૂટાયા હતા અમરેલીના સપુત ડૉ. જિવરાજ મહેતાને ગુજરાત રાજયની સ્થાપના થઇ અને 1962માં અમરેલી સંસદીય બેઠક અસ્તિત્વમાં આવી હતી.


ડો. મોહનજી ભાગવતએ મતદાન કર્યુ

નાગપુરમાં આજે મતદાન નિમિતે આર.એસ.એસ.ના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત અને સહકાર્યવાહક શ્રી ભયાજી જોષીએ નાગપુર ખાતે મતદાન કરી રાષ્ટ્રધર્મ નિભાવ્યો હતો. તે વેળાએ તસ્વીરમાં નજરે પડે છે.


2014માં શ્રી મોદી વડાપ્રધાન બન્યા પહેલા તેમની છેલ્લી સભા અમરેલીમાં યોજાઇ હતી

અમરેલી,2014માં શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લી સભા અમરેલીમાં હતી આ સભા પુર્ણ થયા બાદ ચુંટણી યોજાઇ અને તેના આવેલા પરીણામે નરેન્દ્રભાઇ સાથે અમરેલીની લેણાદેવી હોવાનું સાબીત કરી દીધ્ોલુ કારણ કે 2014માં અમરેલીમાં છેલ્લી સભા કર્યા પછી શ્રી નરેન્દ્રભાઇ દેશના વડાપ્રધાન બન્યા હતા અને આ વખતે પણ અમરેલીમાં સભા કર્યા પછી અમરેલી નરેન્દ્રભાઇને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છે છે તેમ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં ડૉ. ભરતભાઇ કાનાબારે જણાવ્યું હતુ.


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમરેલીમાં 18મીએ સભા

અમરેલી,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાની હોમપીચ ગુજરાતમાંં જરા પણ કચાશ નહી રાખે તેમ લાગી રહયું છે કારણ કે જુનાગઢમાં ગઇકાલે સભા યોજયા પછી તે પાસેના જ અમરેલીમાં સભા ન રાખે તેમ સૌ માનતા હતા પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની અમરેલીમાં આગામી 18મીએ સભા યોજાનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.
લોકસભાની અમરેલી બેઠક ઉપર રાજયના વિરોધપક્ષના નેતા અને જાયન્ટ કીલર કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણીની સામે ભાજપમાંથી પંચાયતથી લઇ પાલાર્મેન્ટ સુધીની તમામ ચૂંટણીઓમાં અપરાજીત રહેલા ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાના સર્મથનમાં આજે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જાફરાબાદમાં અને મહુવામાં સભા ઉપરાંત અમરેલીમાં બુધ્ધીજીવી નાગરીકો અને આગેવાનો સાથે સવાંદ કરવાના છે.
ત્યાર પછી અમરેલી સીટ ઉપર ભાજપને વધ્ાુ મજબુત કરવા માટે 56ની છાતીનું બિરુદ પામેલા અને અમરેલી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી મેદાનમાં આવી રહયા છે.
આગામી 18મીએ સવારના નવ વાગ્યે અમરેલીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભા યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું અને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહના ઘોડાપુર ઉમટયા હોવાનું જાણવા મળેલ છે.


error: Content is protected !!