Main Menu

Saturday, April 20th, 2019

 

કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર શ્રી ધાનાણીના ચુંટણી પ્રચારમા જોડાતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

વિજપડી,
14 લોકસભા અમરેલી બેઠકના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીના ચુંટણી પ્રચારમા આજે ધારાસભ્યશ્રી પ્રતાપભાઇ દુધાત સાવરકુંડલા તાલુકાના ખડસલી લુવારા ગોરડકા રામગઢ અને જાબાળ ગામે લોક લાડીલા ઉમેદવારશ્રી પરેશભાઇ ધાનાણી માટે ચુંટણી પ્રચાર કરેલ પ્રચારમાં તેમની સાથે અમરેલી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઇ કાનાણી,બાબુદાદા પાટીદાર તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનુભાઇ ડાવરા. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાધવભાઇ સાવલીયા તાલુકા પંચાયતના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ ધામેેલીયા ભાભલુભાઇ ખુમાણ અને આ બધા ગામના આગેવાનો હાજર રહયા હતા.
તેમ સમીર ખોખરે અખબારી યાદીમાં જણાવેલ છે.


અમરેલી કોંગ્રેસના શ્રી પરેશભાઇ ધાનાણીએ સેવા આપી પદયાત્રીઓને તરબુચ ખવડાવ્યા

અમરેલી લોકસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ અમરેલી લાઠી હાઇવે ઉપર આવેલા ભુરખીયા હનુમાનજી એ હનુમાન જયંતી નિમિત્તે દર્શન કરવા જતાં પદયાત્રીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ તરબુચ ખવડાવવાની સેવા આપી હતી.


બાબરામાં પોલીસ સ્ટેશન પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા બેના મોત

બાબરા,
બાબરામાં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ ફરી રક્તરંજીત બન્યો છે અહીં હનુમાનજીની જન્મ જ્યંતી નો પ્રસાદ ગ્રહણ કરી પરત આવી રહેલા બે વ્યક્તિઓ ને અજાણ્યા ડમ્પર ચાલકે ઠોકર મારી કચડી નાખતા બને વ્યકિતું ઘટના સ્થળે મોત નીપજ્યું છે
અકસ્માતની જાણ થતાં બાબરા પોલિસ તેમજ માલધારી સમાજ અને કોળી સમાજના અગ્રણીઓ અને લોકો દવાખાને દોડી આવ્યા હતા
બાબરામાં જીવનપરા વિસ્તારમાં રહેતા અને દૂધની ડેરી તેમજ પશુપાલન નો વ્યવસાય કરતા માલધારી સમાજના સુરેશભાઈ રતાભાઈ સુવાણ ઉવ 35 તેમજ તેની સાથે ખેતી કામમાં મજૂરી કામ કરતા અને બાબરામાં રહેતા જગાભાઈ બાવદિનભાઈ રાઠોડ ઉવ 48 જાતે કોળી સુરેશભાઈનું બાઈક નંબર જી.જે.14 એફ.3576 માં આ બને વ્યક્તિ અહીં વાંડલિયા રોડપર આવેલ બોડીયા હનુમાનજીની જગ્યામાં મહાપ્રસાદ ગ્રહણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અહીં રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડપર પોલીસ સ્ટેશન નજીક પસાર થઈ રહયા હતા ત્યારે પાછળ થી પુરપાર ઝડપે આવી રહેલ ડમ્પરના ચાલકે આ ડબલ સવારી બાઈક ચાલક ને જોરદાર ઠોકર મારી કચડી નાખતા બને વ્યક્તિને જોરદાર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે અકસ્માતની જાણ થતાં બાબરા પીએસઆઇ ગીતાબેન આહીર તાત્કાલિક અસર થી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બને વ્યક્તિઓ ને બાબરાના સરકારી દવાખાને પોસ્ટમાંર્ટમ માટે ખેસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં માલધારી સમાજ અને કોળી સમાજના અગ્રણીઓ દવાખાને દોડી આવ્યા હતા મરનાર માલધારી સમાજના યુવાન સુરેશભાઈ ને સંતાનમાં ત્રણ દીકરી છે બાબરામાં હનુમાનજીની જ્યંતી પર ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત નિપજતા શહેરમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે લીંબાભાઈ સુવાણ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદના આધારે બાબરા પોલીસ દ્વારા ડમ્પર ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે બાબરામાં રાજકોટ ભાવનગર ગોઝારો રોડ બન્યો છે અવાર નવાર નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે
જેમાંથી અમુક અકસ્માત જીવલેણ સાબિત થાય છે તેમ છતાં તંત્ર ની ઊંઘ ઊડતી નથી અહીં સ્ટેટ હાઇવે રોડ હોવાથી વાહનો ની અવરજવર ખુબજ રહે છે અને ગતિ પણ ભારે હોવાથી અકસ્માતમાં સર્જાવાની શકયતા વધુ રહે છે ત્યારે વાહનો ની ગતિ ને કાબુ કરવા અહીં રોડપર એકપણ સ્પીડ બ્રેકર નથી જેના કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થતો રહે છે ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે


પ્રચારકાર્ય પડતું મુકી શ્રી પરેશ ધાનાણી તથા ભાજપના શ્રી કૌશિક વેકરીયા સહિતના આગેવાનો દોડી ગયા

અમરેલી,
આઈ. ટી. બી. પી. એફ.ના જવાનને બચાવવા ચાલતી મહેનતની જાણ થતા પ્રચારકાર્ય પડતું મુકી શ્રી પરેશ ધાનાણી તથા ભાજપના મહામંત્રી શ્રી કૌશિક વેકરીયા શ્રી હિતેશ સોલંકી, શ્રી પીન્ટુ કુરુંદલે સહિતના આગેવાનો ખડેપગે રહયા હતા શ્રી પરેશ ધાનાણીએ પણ ડૉકટરો સાથે ચર્ચા કરી તેની હાલત જાણી દરેક પ્રકારની મદદની તૈયારી દર્શાવી હતી.અને શહીદ જવાનપ્રત્યે સંવેદના વ્યકત કરી સારવાર લઇ રહેલ જવાન માટે પ્રાર્થના કરી હતી.


ઓન ડયુટી મોતને ભેટેલા શહિદ હેમરાજના પરિવારના આક્રંદથી સૌની આંખો ભીની થઇ ગઇ

અમરેલી,આઈ. ટી. બી. પી. એફ.ના જવાન હેમરાજનું અકાળે અણધાર્યુ અવસાન થતાં તેના માતા-પિતા, ભાઈ-પિતરાઈ વગેરે સ્વજનો ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં, જવાનની માતા લાભુબેનના આક્રંદથી હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પોસ્ટ મોર્ટમ કર્યા બાદ શહીદ હેમરાજના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના વતન કડાયા (ગીર) તા. માળિયા (હાટીના) જીલ્લો જૂનાગઢ રવાના કરવામાં આવ્યો : જવાનના સ્વજનો અમરેલી પહોંચ્યાં ત્યાં સુધી માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપના સભ્યો ખડે પગે રહ્યા હતાં. સંસ્થાના પ્રમુખ વિપુલ ભટ્ટી, ધર્મેન્દ્ર લલાડિયા, દિલીપ રંગપરા, પરેશ પરમાર, જયેશ લીંબાણી, રાજુભાઈ વગેરે યુવાનોએ હેમરાજ ચુડાસમાના પરિવારજનોને સાંત્વના પાઠવી, શહીદ જવાનને સજળ નયને શ્રદ્ધાંજલિ આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાંતાબા મેડિકલ કોલેજ સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ જવાનના સાથી જવાનોએ પુરા માન-સન્માન સાથે સલામી આપી હતી.


જવાનના મોતના પગલે હેલ્થની 15 ટીમો દ્વારા જિલ્લાભરમાં ઉતારાની જગ્યાઓની ચકાસણી કરાશે

અમરેલી,
આઈ. ટી. બી. પી. એફ.ના જવાન હેમરાજનું અકાળે નિધન થતા આ જવાનના મોતના પગલે હેલ્થની 15 ટીમો દ્વારા જિલ્લાભરમાં ઉતારાની જગ્યાઓની ચકાસણી કરાશે તેમ અમરેલી કલેકટરશ્રી આયુષકુમાર ઓકે પત્રકારને વિગતો આપી હતી તેમણે જણાવેલ કે, તંત્ર દ્વારા તાકીદના સાવચેતીના પગલાઓ લેવાયા :છે અને સાવરકુંડલામાં આવા ઝેરી સર્પ હોય છે નહી ? ની તપાસ કરાવાઇ હતી.
જેમા આ પ્રકારના બનાવો ત્યા બનતા હોવાનું સામે આવ્યું હતુ. કલેકટરશ્રીની સાથે સીડીએચઓ શ્રી એચ.એફ પટેલ તથા સીવીલ સજર્ન ડૉ. રાઠોડ અને સહાયક માહીતી નિયામક શ્રી ભરતભાઇ બસિયા ઉપસ્થિત રહયા હતા.


જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા જવાનને બચાવવા કલેકટર ખડેપગે રહયા એસપીએ આઇસીયુ વાનને એસ્કોર્ટીંગ અપાવ્યુ

અમરેલી,
વતનથી દુર દુર દેશની રક્ષા માટે જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા અને સાવરકુંડલામાં સર્પ દંશનો ભોગ બનેલા જવાનને અમરેલી ખસેડાયો ત્યારે તેને હાલત સતત કથળી રહી હતી અને તે સમયે અમરેલીની શાંતાબા જનરલ હસ્પિટલના ડૉ. ગજેરા તથા ડૉ. વિજયભાઇ વાળા, ડૉ. ડાભી સહિત સૌએ તેની હાલતને બગડતી અટકાવી વધ્ાુ સારવાર માટે રાજકોટ ખસેડવાની સલાહ આપી હતી.
પણ તેને રાજકોટ ખસેડવાનું પણ જોખમ હતુ જો માગર્માં તબીયત વધારે બગડે તો ? આથી અમરેલીના કલેકટર શ્રી આયુષકુમાર ઓક તથા એસપી શ્રી નિર્લિપ્તરાયએ તેના માટે પ્લાન બનાવ્યો હતો.
આ જવાનની કંપની સાથે સંપકર્માં રહી કલેકટરશ્રી આયુષકુમાર ઓકે સતત મોનીટરીંગ કર્યુ હતુ અને આ જવાનનું લાઇફ સપોર્ટીંગ સીસ્ટમ સાથેની આઇસીયુ વાનમાં રાજકોટ લઇ જવાની સુચના આપી હતી તો એસપી શ્રી રાયે ક્રાઇમ બ્રાંચના શ્રી ડી.કે. વાઘેલા પીએસઆઇ શ્રી કડછા, તથા સીટીના પીઆઇ શ્રી મહેષ મોરીને તથા પોલીસ તંત્રને આ જવાનની આઇસીયુ વાન ને એર્સ્કોટીંગ આપવાની સુચના આપી હતી જેના કારણે તે વગર અવરોધ્ો ઝડપભેર સમયસર રાજકોટ પહોંચે અને સારવાર શરૂ થઇ જાય.
તો ડૉ. ગજેરા તથા સીવીલ સજર્ન ડો. રાઠોડે પણ આઇસીયુવાનમાં તમામ સગવડતા ચકાસી અને સાથે બે નિષ્ણાંત ડોકટરોને મોકલ્યા હતા અને તે સારુ પણ થયું કારણ કે માર્ગ માં તેની હાલતે ફરી ઉથલો માર્યો પણ સાધનો અને ડોકટરોએ તેને સંભાળી લઇ રાજકોટ પહોંચાડતા ત્યા તેની સારવાર શરૂ થઇ હતી અને હાલમાં તેની હાલત સ્થીર હોવાનું જાણવા મળેલ છે.


અમરેલી જિલ્લામાં કાળચક્ર ફર્યું : 24 કલાકમાં પાંચના અપમૃત્યુ

અમરેલી,
અમરેલી જિલ્લામાં પુરજોશમાં ચાલી રહેલી ચુંટણી વચ્ચે છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના બનાવોમાં પાંચ માનવજીંદગીઓનો ભોગ લેવાયો હતો.બાબરાના પોલીસ સ્ટેશન પાસે હનુમાન જંયંતીનો મહાપ્રસાદ લઇ બાઇક ઉપર પરત ઘેર જઇ રહેલા માલધારી અને ખેતમજુરને માતેલા સાંઢની જેમ દોડી રહેલા ડમ્પરે હડફેટે લેતા બન્નના સ્થળ ઉપર જ મૃત્યું નિપજયા હતા આજ પ્રકારે સાવરકુંડલાના હાથસણી ગામે કુવામાંથી માટી કાઢી રહેલા હાથસણીના બે શ્રમીકોના દોરડુ તુટી જતા કુવામાં પટકાવાને કારણે મોત નિપજયા હતા જયારે સાવરકુંડલામાં ચૂંટણી ફરજમાં આવેલા ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સના બે જવાનો સુતા હતા ત્યારે બન્નેને સર્પે દંશ દેતા તેમાંથી એક જવાનનું મૃત્યુ થયું હતુ.આમ હનુમાનજયંતિ અને ગુડફ્રાઇડે જેવા તહેવારના દિવસે જ જિલ્લામાં પાંચ પાંચ માનવજીંદગીઓનો અકાળે ભોગ લેવાતા અરેરાટી પ્રસરી છે.


20-04-2019


error: Content is protected !!