Main Menu

Thursday, April 25th, 2019

 

બાબરા નજીક ધરાઈ ગામે બાલમુકુંદજીની હવેલીમાં છપ્પન ભોગ બડોમનોરથ યોજાશે

બાબરા,
બાબરા તાલુકા માં બાલમુકુંદજી પ્રભુ નામ થી ઓળખાતા ધરાઈ ગામે વૈષ્ણવ પરિવારો ના આસ્થા ના કેન્દ્ર શ્રી બાલમુકુંદજી ની હવેલી માં ભારે આસ્થા પૂર્વક મુખ્યાજી પરિવાર દ્વારા શ્રી નો બડોમનોરથ તેમજ છપ્પનભોગ ના ધાર્મિક કાર્યક્રમ નું તા.27 થી 29/4/19 સુધી ભવ્ય આયોજન કરવા માં આવ્યું છે ધાર્મિક કાર્યકર્મ માં દેશ વિદેશ માંથી મોટી સંખ્યા માં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહેશે
ધરાઈ ગામે ગો.શ્રી 108 રઘુનાથલાલજી મહારાજશ્રી (વિરમગામ જુનાગઢ અમદાવાદ કામવન) ની આજ્ઞા થી ધાર્મિક આયોજન થયું છે જેમાં તા.27 ના નિત્યદર્શન પ્રસાદ સાથે બપોરે 2 કલાકે વ્રજકમલ મનોરથ સાંજે 8 વાગે શ્રીના વિવાહ ખેલ તા 28 ના બપોરે 2 વાગે છપ્પનભોગ મનોરથ બડોમનોરથ તા 29 બપોરે કુનવારો મનોરથ યોજવા માં આવેલ છે
ધાર્મિક કાર્યકર્મ અંગે મુખ્યાજી જશુભાઈ જોષી તેમજ ભાસ્કરભાઈ જોષી ના જણાવ્યા મુજબ બહારગામ થી આવનાર વૈષ્ણવ પરિવારો માટે રહેવા ની વ્યવસ્થા હવેલી પરીસર માં હાથ ધરવા માં આવી છે અને મનોરથ પ્રસંગે ગો.શ્રી 108 રઘુનાથલાલજી મહારાજશ્રી જનાના સાથે ઉપસ્થિત રહી દર્શન આપશે દરેક વૈષ્ણવ પરિવારો ને દર્શન પ્રસાદ નો લાભ લેવા જાહેર આમંત્રણ આપવા માં આવ્યું છે.


દેશના બહાદુર બેટા માટે સૌએ કરેલી પ્રાથર્ના ફળી : અમરેલીથી રાજકોટ લઇ જવાયેલા મીલીટરીના જવાને પાંચમાં દિવસે આંખો ખોલી

અમરેલી,
સાવરકુંડલામાં કોબરા સાપના દંશનો ભોગ બનનારા બહાદુર જવાને પાંચ પાંચ દિવસ સુધી મોતની સામે મોરચો માંડી અને મોતને પણ પછડાટ આપતા દેશના આ બહાદુર બેટા માટે સૌએ કરેલી પ્રાથર્ના ફળી હતી અમરેલીથી રાજકોટ લઇ જવાયેલા પેરા મીલીટરીના જવાને પાંચ દિવસે આંખો ખોલતા આ જવાનની સારવાર અને પ્રાર્થના કરનારા શાંતાબા જનરલ હોસ્પિટલના ચારેય કુશળ ડૉકટરો જવાન નરેશકુમારને મળવા રાજકોટ સિવિલમાં ગયા હતા તેને જોઇ આનંદની લાગણી વ્યકત કરી દેશના જવાનની સારવાર કરી તેને બચાવવા નિમીત બન્યાનો આનંદ અવધ ટાઇમ્સ સમક્ષ વ્યકત કર્યો હતો.
ગયા શુક્રવારે સાવરકુંડલામાં ચૂંટણી ફરજ બજાવવા માટે આવેલ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસની કંપનીના જવાનો કુંડલાની એક જ્ઞાતિ સમાજની વાડીમાં સુતા હતા ત્યારે તે પૈકીના બે જવાનોને કોબરા સાપે દંશ દેતા એક જવાનનું સ્થળ ઉપર જ મૃત્યું નિપજયું હતુ જયારે એક જવાન નરેશકુમારને અતિગંભીર હાલતમાં અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં ખસેડાયેલ જયા અનુભવી એવા તબીબો ડૉ. ગોવિંદભાઇ ગજેરા, ડૉ. વિજયભાઇ વાળા, ડૉ. યાદવ,ડૉ. નિશીત પટેલ અને નર્સીગ સ્ટાફે આ જવાનને બચાવવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા.અહી આવે સૌ કોઇ સીનીયર ડૉકટર ગોવિંદભાઇ ગજેરા પાસે ચિંતા વ્યકત કરતા હતા ત્યારે તેમણે સારવારની સાથે ઇશ્ર્વરને પ્રાથર્ના કરવાની પણ સૌને સલાહ આપતા સૌએ સેકડો કિલોમીટર દુર યુપીના સરહાનપુરના વતની અને દેશ માટે જીંદગી સર્મપિત કરનારા આ જવાનમાટે સૌએ ભગવાનને પ્રાથર્ના પણ કરી હતી પણ અહી તેની હાલત કથળી રહી હતી ફેફસાને અસર થઇ હતી અને ઝેર ફેલાઇ રહયું હતું.
આવા સમયે તેને આગળની વધુ સારવાર મળે તેના માટે રાજકોટ લઇ જવાનો નિર્ણય લઇ અને અમરેલી જિલ્લા કલેકટર તથા એસપી એ રાજકોટ સુધી આ જવાનને લઇ જતી આઇસીયુ વાનને ગ્રીન કોરીડોરની સગવડતા કરાવી હતી.અને માત્ર 70 મીનીટમાં તેને રાજકોટ પહોંચાડાયેલ ત્યારે માગર્માં જ તેનું બ્લડપ્રેસર ડાઉન થવા લાગેલ પણ સાથે ગયેલ અનુભવી એવા ડૉ. યાદવે બાજી સંભાળી તેને સલામત રાજકોટ સુધી લઇ ગયેલ.શુક્રવારના આ જવાનની રાજકોટમાં સારવાર ચાલુ હતી ત્યારના બેભાન એવા આ બહાદુર યુવાન નરેશકુમારે મોતને ળડત આપી હતી શુક્રવારથી સોમવાર સુધી સાથે ચાલેલી આ લડતમાં યમરાજ હારી ગયા હતા અને સૌની પ્રાર્થના તથા મહેનત ફળી હતી અને નરેશકુમારે કાલે મંગળવારે પાંચમાં દિવસે ભાનમાં આવી આંખો ખોલી હતી.
આજેે બુધવારે આ જવાનને રાજકોટ મળવા ગયેલા અને તેની મોતની સામેની લડતમાં મદદરૂપ થનારા અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલના તબીબો ડૉ. ગોવિંદભાઇ ગજેરા, ડૉ. વિજયભાઇ વાળા, ડૉ. યાદવ,ડૉ. નિશીત પટેલ રાજકોટ સિવિલમાં ગયા હતા જયા સ્વસ્થ બની ગયેલા આ જવાનને જોઇ આનંદની લાગણી અનુભવી હતી.


25-04-2019


error: Content is protected !!