Main Menu

May, 2019

 

અમરેલીમાં ગઢની રાંગ વાળા રોડમાં અવાર નવાર ઉભરાતી ગટર ગંગા..!

અમરેલીઅમરેલીમાં ગઢની રાંગ તરીકે ઓળખાતા વિસ્તાર એવા નદી કાંઠામાં પાણી દરવાજા રોડની હાલત દિવસે દિવસે બદતરબનતી જાય છે. નીચાણ વાળો રોડ હોવા ઉપરાંત આજુ બાજુના વિસ્તાર માંથી ગંદુ પાણી મહત્વના ગણાતા આ રોડ ઉપર ભરાય છે. અને ડામરનું પણ ધોવાણ કરી નાખે છે. અગાઉ રૂપમના ઢાળમાં આવી સમસ્યા હતી. પરંતુ રોડ ઉંચો લેવાતા મુશ્કેેલી દુર થઇ છે. પરંતુ તે રોડ ને જોડતા શહેરના મુખ્ય રોડ ગણાતામાં નીચાણ હોવાને કારણે ચોમાસા ઉપરાંત આડા દિવસે પણ ગંદુ પાણી રોડ ઉપર વળે છે. લોકોએ ફરજીયાત ગંદકી માંથી પસાર થવુ પડે છે. જોકે આ રોડ સરકરના આર એન્ડ બી વિભાગમા આવે છતા પણ કોઇ દરકાર લેવાતી નથી. નગરપાલીકાની અંડરમાં નથી. અને સરકારમાં કોઇને દરકાર નથી તેથી લોકોએ મુંંગા મોઢે સહન કરવુ પડે છે.


અમરેલીમાં પુરાતન ગઢના કાંગરા ખરવા લાગ્યા

અમરેલી, અમરેલીમાં ગઢની રાંગતરીકે ઓળખાતા પુરાતનકાળના કાળમીઢ પથ્થર માંથી બનાવલી મહાકાય રાંગ માથી લોકો હવે પથ્થરા પણ કાઢીને લઇ ગયા હોઇ કે પછી જે થયુ હોઇ તે પણ હાલ સરકારની ઉપેક્ષાના કારણે ભાતીગઢ ઇતિહાસ ધરાવતો ગઢ આગામી સમયમાં વિલિપ્ત થઇ જાય તેવી સ્થિતી છે.રાજા સાહી વખતે કોટની અંદર લોકોની સુરક્ષા જળવાઇ તે માટે અને નદીના પાણીથી સન રક્ષણ મળી રહે તે માટે નીર્માણ થયેલુ પરંતુ સરકારે કોઇ જાતની સંભાળ ન લેતા હવે રાંગના પથ્થરા પણ નીકળવા લાગ્યા છે. મોટા ભાગની રાંગ તુટી પડી છે. બાકી જે ભાગ રહયો છે.તેની ઉપર લોકો એ સીધ્ાુ ચણતર કરી મકાનો પણ ઉભા કરવા લાગ્યા છે. જોકે આ સરકારી મીલકત ગણાય પણ જાણેકે નોધણીયાતી હોઇ તેવી સ્થિતી છે. સરકારના જવાબદાર વિભાગોએ ગંભીરતા દાખવવી જરૂરી બની છે.


અમરેલીમાં અકબરી એન્ટરપ્રાઇઝના માલીકે આત્મહત્યા કરી

અમરેલી,અમરેલી સમસ્ત બ્રાહ્મણ બોર્ડીંગમાં અકબરી એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા દીનેશભાઇ લાલજીભાઇ અકબરી ઉ.વ.45 રહે. અમરેલી આજે બપોરના બ્રાહ્મણ બોર્ડીગ અંદર આવેલ દાદર ઉપર ઓરડીમાં ગળા ફાંસો ખાઇ જતા તેમનું ધટના સ્થળે મોત નીપજયુ હતુ. આ બનાવ ધંધાકીય આર્થીક સંકળામણ કે પછી બીજા કોઇ કારણોસર ગળાફાંસો ખાધો તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. આ ધટનાની જાણ થતા પોલીસ દોડી આવી લાશનો કબજો લઇ પી.એમમાં મોકલી તપાસ શરૂ કરી છે.


નાયરોબીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીતની ભવ્ય ઉજવણી કરાઇ

નાયરોબી,ભારતમાં નરેન્દ્રભાઇ મોદીની જીતનો જશ્ન લોકોએ મનાવ્યો તેમા દેશની બહાર દુર દુર વસતા ભારતીયો પણ બાકાત નહોતા રહયા સાત સમંદર પાર આફ્રીકાના કેન્યા દેશના પાટનગર નાયરોબીમાં પણ મે ભી ચોકીદાર ના નારા સાથે ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ ભારતીય જનતા એશોસિએશન કેન્યા દ્વારા શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીતની ભવ્ય ઉજવણી કરાઇ હતી.અહી નાયરોબીના પરજીયા સોની સમાજના આગેવાન અને હીન્દુ મહાસભા ઓફ કેન્યાના લીડર શ્રી સુર્યકાંતભાઇ ચલ્લા તથા શ્રી સોનલબેન ચલ્લા પણ ડૉ. વિજય ચોથાઇવાલેના નેતૃત્વમાં યોજાયેલા ભવ્ય સેલીબ્રેશનમાં જોડાયા હતા વર્લ્ડ ફોર નમોના સુત્ર સાથે ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ ભારતીય જનતા એશોસિએશન કેન્યા દ્વારા નાયરોબીમાં વસતા ભારતીયો અને સંસ્થાઓ દ્વારા શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીતની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી તેમા દરેક ભારતવાસીઓ ઉમંગભેર જોડાયા હતા.


જિલ્લા બેંકના દિલીપસિંહ ઠાકુ2 વિજેતા : બેંક ડી2ેકટ2 મનિષ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા

અમરેલી,યોગ એ પ્રાકૃતિક શક્તિનુ પ્રતિક અને જીવન ધડત2ની જડીબુટૃી છે. થાઈલેન્ડ મુકામે યોજાયેલ 7-મા ઈન્ટ2નેશન યોગા ફેેસ્ટીવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત ક2ના2 અમ2ેલી જિલ્લા બેંકના કર્મચા2ી દિલીપસિંહ ઠાકુ2ને અભિનંદન પાઠવતા બેંક ડી2ેકટ2 અને યુવા અગ્રણી મનીષ સંઘાણીએે જણાવેલ છે. જોગાનુ જોગ મનિષ સંઘાણી પણ થાઈલેન્ડ મુકામે સહકા2ી પ્રવાસે હોય, ઠાકુ2ને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમ2ેલી જિલ્લા બેંક 2ાજય કક્ષાએ યોજાયેલ અનેક ખેલકુદમા પણ આગવુ સ્થાન મેળવી ચુકેલ છે તે નોંધનીય બાબત છે.


અવધ મંડળીની ધારી બ્રાંચના કર્મચારીનો જન્મદિવસ ઉજવાયો

ધારી,(ઉદય ચોલેરા)ધારીના વિવિધ ક્ષેત્રના આગેવાનો, ડાયરેકટરો તથા અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણની ઉપથિતિમાં કેક કાપી અને અવધ મંડળીની ધારી બ્રાંચના કર્મચારી શ્રી જયદીપ ગોંડલીયાનો જન્મદિવસ ઉજવાયો હતો.અવધ મંડળીના ધારી શાખાના કર્મચારી શ્રી જયદીપ ગોંડલીયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારીના સરપંચ શ્રી જિતુભાઇ જોષી,ઉપસરપંચ શ્રી જીજ્ઞેશગીરી ગોસાઇ, શ્રી મધ્ાુબેન જોષી, અવધ મંડળીના સીનીયર ડીરેકટર શ્રી બીએલ હીરપરા, પટેલ ડાયનીંગ હોલવાળા શ્રી અશ્ર્વીનભાઇ ગજેરા ધારી શાખાના કલાર્ક શ્રી ધ્ાૃવિન અંટાળા, શ્રી ઉદય ચોલેરા, શ્રી રાજ ચોલેરાની ઉપસ્થિતિમાં શ્રી જયદીપ ગોંડલીયાને સૌએ શુભકામનાઓ પાઠવી હતી. અત્રે એ ઉલેખનીય છે કે અવધ શરાફી સહકારી મંડલી લી.માં પ્યુન હોય કે મેનેજર હોય નાના મોટા તમામ કમર્ચારીઓના જન્મદિવસ હોંશભેર ઉજવાય છે.


રાજુલામાં ટાસ્ક ફોર્સ ત્રાટકી : 12 બાળમજુરોને છોડાવ્યા

અમરેલી,
જિલ્લાના રાજુલાના ડુંગર રોડ ઉપર આવેલા ડીહાઇડ્રેશનના કારખાના ઉપર ત્રાટકીને અમરેલીની ટાસ્ક ફોર્સે બાળમજુરી કરી રહેલા 12 સગીરોને બચાવી અમરેલી લાવી અને કારખાનેદારની સામે રાજુલા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.તાજેતરની સુરતમાં બનેલી ઘટનાને પગલે રાજયભરમાં તંત્ર સજાગ થયું છે અને આવા સમયે અમરેલીના લેબર વિભાગને બાતમી મળી હતી કે, રાજુલાના ડુંગર રોડ ઉપર આવેલા દક્ષ ફુડસ પ્રા.લી. નામના કારખાનામાં નાના નાના બાળકો પાસે મજુરી કામ કરાવાય છે આથી અમરેલી આસિ. લેબર કમીશનરના ચાર્જમાં રહેલા જિલ્લા શ્રમ અધિકારી શ્રી જેડી પટેલ તથા લીગલ કમ પ્રોબેશન ઓફીસર જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલીના શ્રી સંજય રાજકોટીયા તથા શ્રમ વિભાગના સીનીયર કલાર્ક શ્રી સી.આર. ચોવટીયાની ટીમે રાજુલામાં નગર પાલિકાના ચીફઓફીસર શ્રી ઉદય નશીત અને રાજુલા પોલીસ સાથેની ટાસ્ક ફોર્સે ચેકીંગ હાથ ધરતા આ કારખાનામાં કડીયાળી અને રાજુલા વિસ્તારના 12 નાની ઉમરના મજુરો મળી આવ્યા હતા આ બાળ મજુરોને કારખાનામાંથી 12 કલાક કામ કરવાના રોજના રૂ. 230 અપાતા હોવાનું ખુલતા 13થી 17 વષર્ની વયજુથના ત્રણ કિશોરો અને નવ કિશોરીઓ મળી બારેયને અમરેલી લાવવામાં આવ્યા હતા અને કિશોરીઓને વિકાસ ગૃહમાં અને કિશોરોને પ્રતાપપરા ચીલ્ડ્રન હોમમાં મુકવામાં આવ્યા હતા.
બીજી તરફ આસિ. લેબર કમીશનર શ્રી જેડી પટેલે ફરિયાદી બનીે રાજુલા પોલીસમાં કારખાનેદારની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અમરેલીમાં ચીલ્ડ્રન હોમ અને વિકાસ ગૃહમાં મુકાયેલા બારેય સગીરોના વાલીઓને અમરેલી બોલાવીને ચાઇલ્ડ વેલફેર સોસાયટીના ચેરમેન ડૉ. પિયુષ ગોસાઇની કમીટીએ સગીરોને ભણાવવા તથા બાળમજુરી ન કરાવવાની સમજ આપી તે ફરી મજુરી કરવા નહી મોકલે તેવી બાહેંધરી મેળવીને તેના વાલીઓને સોંપ્યા હતા.


શ્રી પરેશ ધાનાણીના રાજીનામાથી તેમના અંગત ટેકેદારોમાં રોષ

અમરેલી,કોંગ્રેસનું ધોવાણ દેશભરમાં છે તે જવાબદારી શું કામ સ્વીકારે છે ? તેવી લાગણી સાથે શ્રી પરેશ ધાનાણીના વિરોધપક્ષના નેતાપદના રાજીનામાથી તેમના અંગત ટેકેદારોમાં રોષછવાયો છે અમરેલી કોંગ્રેસના ફાયર બ્રાંડ આગેવાન શ્રી પંકજ કાનાબારે જણાવેલ કે, કોઇ ઉમેદવારથી માત્ર 23 દિવસના સમયમાં લોકસભા જેવી મોટી ચૂંટણી ન લડી શકાય ઉમેદવારને સમય મળવો જોઇએ પણ આમ છતા કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપનો એક બનીને સામનો કર્યો છે.


શ્રી પરેશ ધાનાણીનું વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામુ

(જી.એન.એસ)ગાંધીનગર,
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદૃ ચાખ્યા બાદૃ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહૃાું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહૃાા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદૃે ચઢ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલીના ઉમેદૃવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદૃવાર નારણ કાછડીયાથી હાર્યા બાદૃ વિપક્ષ નેતા પદૃ પરથી રાજીનામું આપી દૃીધુ હતું ત્યારે આકંલવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદૃેશ પ્રમુખ પરથી રાજીનામું આપી દૃીધુ છે. પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદૃ પરથી તો અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદૃેશ પ્રમુખના પદૃ પરથી હાઇકમાન્ડને ઇ-મેલ કરીને પોતાનું રાજીનામું આપી દૃીધુ છે. આમ કોંગ્રેસનાં બે દિૃગ્ગજ નેતાઓના રાજીનામાંથી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બંન્ને કદ્દાવર નેતાઓએ રાજીનામાં તો આપી દૃીધા છે પરંતુ હાઇકમાન્ડ તેનો સ્વાકાર કરે છે કે નઇ તે જોવાનું રસપ્રદૃ બની પહશે. પરંતુ ત્યાં જ હાઇકમાન્ડમા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના પદૃ પરથી રાજીનામું આપી દૃેવા માટે હઠે ચઢ્યા છે. તો ત્યાં એ પણ જોવાનું રહેશે કે રાહુલ ગાંધી બાદૃ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદૃે કોણ બિરાજમાન થાય છે. પરંતુ હાલમાં તો સ્પષ્ટ નજર આવી રહૃાું છે કે, ગુજરાતમા કોંગ્રેસ તૂટી રહી છે.


error: Content is protected !!