Main Menu

Saturday, June 1st, 2019

 

શપથ સમયે ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગઈકાલે દિલ્હી ખાતે સંસદ ભવન ખાતે વડાપ્રધાનરાષ્ટ્ર શપથ સમયે ગુજરાત કોળી સેના ના પ્રમુખ અને માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા . તેમજ ઓમ માથુર અમરેલી જિલ્લાનું ગૌરવ પરસોતમ રૂપાલા તેમજ અન્ય મંત્રીઓ સાથે હીરાભાઈ સોલંકી જોવા મળ્યા છે આમ હીરાભાઈ સોલંકી દિલ્હી હોય કે મુંબઈ હોય વિદેશ હોય એ ભાજપના કાર્યક્રમ ગમે ત્યાં તેમની હાજરી અચૂક હોય છે


કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાને આવકારતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા

અમરેલી,શ્રી નરેન્દ્રભાઇ મોદીની નવી ટીમના સાથીદાર અને અમરેલીના સપુત કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાને આવકારતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાએ જણાવ્યું હતુ કે, 2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના કરવાના શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને ધરતીપુત્ર શ્રી પરસોતમભાઇ રૂપાલા સફળ બનાવશે.
નવી કેન્દ્ર સરકારમાં કૃષિરાજય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા પોતાની દીર્ધદ્રષ્ટીથી કૃષિ આધારીત દેશના અર્થ તંત્રને વેગવંતુ બનાવશે તેમા કોઇ શંકા નથી તેમ શ્રી અશ્ર્વીન સાવલીયાએ જણાવેલ છે.


લેભાગુઓ નિવૃત એસટી કર્મચારીઓને ગુમરાહ કરે છે : શ્રી દુધાત્રા

ગુજરાત એસન્ટી ુનવૃત કર્મચારી સંઘ કે જેની મેમ્બરશીપ 16 હજારથી વઘુ છે.તે સમ્રગ ભારત દેશમાં નિવૃત સંગઠનો મા સૌથી વઘારે સભ્યો સંખ્યા ઘરાવતું પ્રથમ નંબર નું સંગઠન છે.આ સંગઠનનાં પ્રદેશઉપ પ્રમુખ કુવરજીભાઈ કે હરખાણી જણાવે છે. કે એસ.ટી.ના મોટાભાગના કમર્ચારી ને પેન્શન લડત અંગે જાણકારી નથી.જેથી તેઓને અગસંગઠીત આગેવાનો એસ.ટીના નિવૃત કર્મચારી ના ભોળપણનો ગેરલાભ ઉઠાવે છે. બની બેઠેલા આગેવાનો કર્મચારી ને સત્ય હકિકત જણાવતા નથી.આજથી દશ ર્વષ પહેલા જામનગર-કાલાવડ-ઉપલેટા-જુનાગઢ-અમરેલી-અમદાવાદ-બોટાદ-સાવરકુંડલા ના નિવૃત કર્મચારીઓ પાસેથી એક હજાર રૂપિયા ઉઘરાવી છઠા પગાર પંચના 27 મહીના નું એરીયર્સ લેવા માટે કોર્ટર્કેઈસ માટે લડતફિ ઉઘરાવેલ.તેનો આજે કોઈ હિસાબકે લડત કયા પહોચી તે અંગે એસ.ટી ના નિવૃત ભાઈઓને જણાવતા નથી આ માંહેના ઘણા કર્મચારી અવસાન પામેલ છે.આ લેભાગુ હાલ નિવૃત કર્મચારીને છેલ્લા ચાર વર્ષ થી પેન્શનમાટે ગુમરાહ બનાવે છે. ગુજરાત ભરમાં એક માત્ર કે.કે.દુઘાત્રાભાઈનું ગુજરાત એસ.ટી નિવૃત કર્મચારી સંઘે નિવૃતો પાસેથી શુલ્ક લડત ફી ઉઘરાવી ફોર્મ ભરાવી ગત વર્ષ સુપ્રીમ કાર્ડમા કેઈસ દાખલ કરેલ છે઼જે અંગેનો ફેસલો ટુંક સમય માં કેન્દ્રના ઘોરણે પગારના 50 ટકા પેન્શન મળે તેવો આવનાર છે. અસંગઠીત આગેવાનો સંકટ નો ભાર શ્ર્વાન તાણે તે પ્રમાણે નિવૃતો ને ગેરસમજ આપે છે.એસ.ટી ના નિવૃત કર્મચારી ભાઈઓ ગાડરીયા પ્રવાહમાં ન તણાય તેમ કુવરજીભાઈ હરખાણી જણાવે છે. પેન્શન અંગેવઘુ માહિતી માટે મો.ન.9426136757 સંપર્ક કરવો.


અમરેલીમાં 10 ટયુશન કલાસીસો ને સીલ કરાયા

અમરેલી, સુરતમાં ટયુશન કલાસીસમાં આગની દુર્ઘટના બન્યા બાદ સરકારના આદેશ અનુસાર ફાયર સેફટીના સાધનો વગર વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા થતા ચાલતા ટયુશન કલાસીસોને સીલ કરવાનો આદેશ કરવામાં આવતા. અમરેલી જિલ્લા  કલેકટરશ્રી આયુષ કુમાર ઓક.ના આદેશ અનુસાર અમરેલી નગર પાલીકાની ટીમ દ્વારા.  અમરેલી શહેરમાં ચાલતા અને ફાયર સેફટીના સાધનો વગરના શ્યામ કોમ્પ્યુટર કલાસીસ, અરોમા ઇન્સ્ટીટયુટ, ભાનુ ઇન્ફોટેક,રેન્કર કલાસીસ, બ્રહ્મદિપ કલાસીસ, ગોલ્ડન જીમ કલાસીસ, આર.સી. સાયન્સ કલાસીસ, સાંદીપની એકેડમીને પાલીકાના રશ્મીનભાઇ ત્રીવેદી, મનોજભાઇ કાબરીયા, કિશોરભાઇ પટેલ,ડી.કે. રીબડીયા, ભરતભાઇ ધાનાણી, નરહરદાન ગઢવી સહિતની ટીમે ટયુશન કલાસીસોને સીલ મારેલ છે. અને હજુ પણ શહેરમાં ફાયર સેફટીના સાધનો વગર ચલાવાતા ટયુશન કલાસીસોને સીલ કરવામાં આવશે.

 


બગસરામાં ફાયર સેફટી વગરના હિરાના નવ કારખાના સીલ

અમરેલી,બગસરામાં ફાયર સેફટી વગર ચાલતા હીરાના નવ કારખાનાઓને પાલિકા તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યા હતા. સુરતમાં ટયુસન કલાસીસમાં આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકારના આદેશ અનુસાર ફાયર સેફટી ના સાઘનો વગરના શૈક્ષણીક સંસ્થાઓ,ટયુસન કલાસીસ હોસ્પીટલો,હીરાના કારખાના, કોમર્શીયલ બીલ્ડીંગ,હોટલ સહીતની તપાસના આદેશો થતા અમરેલી જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા ભરમાં પાલીકાઓને તપાસના આદેશ કરવામાં આવતા બગસરા નગપાલીકાના કર્મચારીઓ સી.સી. દેવલુક સેનેટરી ઈન્સ્પેકટર, બી.આર.બાબરીયા ફુડ ઈન્સ્પેકટર, આર.ડી.ગોહેલ શોપ ઈન્સ્પેકટર, એસ.એસ.ખાંદલ ફાયર/સેની ઈન્સ્પેકટર, બી.એમ.સોલંકી મદદનીશ સેનીટરી ઈન્સ્પેકટરની ટીમ દ્વારા બગસરા સ્ટેશન રોડ ઉપર હીરાના કારખાને ઘારકો ભોલેનાથ ડાયમંડ માલીક બાબુભાઈ દુદાભાઈ ખોખર,ચકલેશ્ર્વર ડાયમંડ માલીક ચંદુભાઈ મનુભાઈ ધાડીયા,જીતુભાઈ ભીખાભાઈ વણપરીયા નુ કારખાનું, શિવશકિત ડાયમંડ માલીક લાલજીભાઈ ભીખુભાઈ પાંભર,મારૂતી ડાયમંડ માલીક નરેશગીરી ભીખુગીરી ગૌસ્વાામી,મારૂતી ઈન્ફોશ માલીક અશોકભાઈ મનસુખભાઈ સુરાણી,રવી ડાયમંડ વિપુલભાઈ રવજીભાઈ મેનેજર,સાંઈ શિવમ ડાયમંડ માલીક પ્રવિણભાઈ ઘીરૂભાઈ ભેસાણીયા,માટેલ ડાયમંડ માલીક કડવાભાઈ વિરજીભાઈ મોલીયા ના હીરાના કારખાના ઓને ફાયર સેફટીના સાઘનો ઘરાવતા ન હોવાથી સીલ કરવામાં આવેલ છે.


error: Content is protected !!