Main Menu

Monday, June 3rd, 2019

 

કેન્દ્રીય કૃષિમંત્રી તરીકે પોતાનો ચાર્જ સંભાળતા શ્રી પરસોતમભાઇ રૂપાલા

નવી દિલ્હી,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે 57 કેન્દ્રીય પ્રધાનોેએ હોદો અને ગુપ્તતાના શપથ લીધા હતા ત્યારબાદ સૌ પ્રધાનોને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી.રાજયસભાના સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલાને એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર વિભાગ ના રાજયકક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ આજે કૃષિભવન નવી દિલ્હી ખાતે શ્રી રૂપાલાએ ચાર્જ સંભાળી લીધો હતો.


અમ2ેલી જિલ્લા સહકા2ી સંઘના ચે2મેનપદે મનિષ સંઘાણી ની વ2ણી

અમરેલી,યુવા શક્તિ એક એવી શક્તિ છે જે ને યોગ્ય પથ અને માર્ગદર્શન મળતા વિકાસમા અગ્રેસ2 બની શક્તિને સમાજકલ્યાણના કાર્ય ત2ફ વળે છે. સહકા2ી ક્ષેત્રમા યુવાશક્તિને જોત2વાનો પ્રયાસ ચી2તાર્થ થતો હોય તેમ દિલીપભાઈ સંઘાણી એ આ ક્ષેત્ર ત2ફ યુવા શક્તિને વાળવા બાગડો2 સોપવા ક2ેલ અનુ2ોધ અમ2ેલી જિલ્લા સહકા2ી સંઘની ડેપ્યુટી કલેકટ2 વ પ્રાંતઅધિકા2ીની અધ્યક્ષતામા યોજાયેલ પ્રથમ બોર્ડ મીટીંગમા જોવા મળેલ જેમા ચે2મેન ત2ીકે મનિષ સંઘાણી ની વ2ણી ક2ીને યુવાનોને આગળ વધવા સમગ્ર બોર્ડ એ પ્રોત્સાહન આપેલ.
મનિષ સંઘાણી ખુબ જ નાની વયે સહકા2 સાથે જોડાયેલા છે તદ્ઉપ2ાંત પ્રદેશ યુવા ભાજપમા વિવિધ જવાબદા2ીઓ, અમ2ેલી જિલ્લા બેંકના ડી2ેકટ2, સ2દા2 પટેલ (એસ.પી.) ગૃપ ગુજ2ાત પ્રદેશ પ્રમુખ ત2ીકે સેવા આપતા સંઘાણી સહકા2ી ક્ષેત્ર અને તેના લાભો નાનામા નાની વ્યક્તિ સુધી પહોચાડવા પ્રયત્નશીલ છે તેવા સમયે વિશિષ્ટ જવાબદા2ી સૌના સહકા2 થી વહન ક2ીશ તેવો આશાવાદ વ્યક્ત ર્ક્યો હતો. બોર્ડ મીટીંગમા જિલ્લા સહકા2ી સંઘના ચે2મેન ત2ીકે મનિષ સંઘાણીના નામની દ2ખાસ્ત ભાવનાબહેન ગોંડલીયા એ 2જુ ક2ેલ જેને જયંતિભાઈ વઘાસીયા એ અનુમોદન આપેલ તેવી જ 2ીતે વાઈસ ચે2મેન ત2ીકે હ2જીભાઈ ના2ોલાના નામની દ2ખાસ્ત દિલીપભાઈ સંઘાણી એ 2જુ ક2ેલ જેને ભાવનાબહેન ગોંડલીયા એ અનુમોદન આપેલ.
જિલ્લા સહકા2ી સંઘના નવનિયુક્ત પ્રતિનિધિ મંડળમા ચે2મેન મનિષ ડી. સંઘાણી, વા.ચે2મેન હ2જીભાઈ ના2ોલા, માનદમંત્રી કાંતિભાઈ પટોળીયા જયા2ે ડી2ેકટ2 ત2ીકે દિલીપભાઈ સંઘાણી, જયંતિભાઈ વઘાસીયા, જીણાભાઈ બા2ૈયા, લાલજીભાઈ નાક2ાણી, અરૂણભાઈ બુટાણી, મનુભાઈ ક્સવાળા, સુનિલ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, બાવાલાલ મોવલીયા, બાબુભાઈ સાવલીયા, ના2ણભાઈ ધંધુકીયા, 2શ્વિનભાઈ ડોડીયા, બાબુભાઈ હિ2પ2ા, ધીરૂભાઈ વાળા સહિતનુ નવુ બોર્ડ કાર્ય2ત થશે તેમ જિલ્લા સહકા2ી સંઘની અખબા2ી યાદીમા જણાવાયેલ છે.


અમદવાદ એરપોર્ટ ઉપર શ્રી પરસોતમભાઇ રૂપાલાનું ભવ્યાતીભવ્ય સ્વાગત

અમરેલી,
સૌના લાડીલા નેતા અને માર્ગદર્શક શ્રી પરશોત્તમભાઈ રૂપાલા રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે, દેશની પ્રજાના હૃદય સમ્રાટ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનપદે રચાનાર ભારતના મંત્રી મંડળના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત જ ગુજરાત આવી રહયા હોય શ્રી રૂપાલાના સ્વાગત માટે રાજયભર ઉપરાંત અમરેલી જિલ્લામાંથી પણ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અંગત મિત્ર અને રાજકીય જોડીદાર તથા દેશના મોટા ગજાના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી તથા અમુલના ડાયરેકટર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા સહિત મોટી સંખ્યામાં લોકો અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા હતા અને પરશોત્તમભાઈ રૂપાલાનું મો મીઠું કરાવી ભવ્યાતીભવ્ય સ્વાગત કર્યુ હતુ.
અમરેલીના પનોતાપુત્ર અને ભાજપના સ્ટાર પ્રચારક તથા સંગઠનના આદરપાત્ર આગેવાન શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રીપદ માટેના શપથ ગ્રહણ કર્યા બાદ તેમના વિભાગનો વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
આજે શ્રી પરશોત્તમભાઈ રૂપાલા ગુજરાત આવતા અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવા માટે ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંંઘાણી, અમુલના ડાયરેકટર અને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા, શ્રી અરૂણ પટેલ,શ્રી ભુપેન્દ્રભાઇ બસિયા, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી વી.ડી. નાકરાણી, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી શરદ પંડયા, શ્રી તુષાર જોષી, શ્રી ભાવેશ ગોંડલીયા, શ્રી સામતભાઇ ભરવાડ, શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી કાળુભાઇ રામાણી, શ્રી રણજીતભાઇ વાળા, શ્રી કીરીટ વામજા, શ્રી ધીરુુભાઇ વાળા, શ્રી ઘનશ્યામભાઇ ત્રાપસીયા, શ્રી હીરેન વાળા મદદ કાર્યાલય અમરેલી,શ્રી શૈલેશ પરમાર સહિતના આગેવાનોએ એરપોર્ટ ઉપર મો મીઠા કરી અને શ્રી પરસોતમભાઇ રૂપાલાને ફુલહાર કરી ભવ્ય સ્વાગત કર્યુ હતુ.


બાબાપુર આશ્રમના 24 બાળકોને હવાઇ સફર કરાવી

અમરેલી લાઠીના મતિરાળા માં સેવાભાવી સંસ્થા સ્વ. કસ્તુરબેન ગોવિંદભાઇ મેતલીયા ટ્રસ્ટ મતિરાળા દ્વારા શ્રી અનિલભાઇ પાટીદારે ગત વર્ષ ચલાલાના અનાથ એવા 20 બાળકોને પ્રવાસ કરાવ્યો હતો અને બાળકોને મોજ પડી ગઇ હતી. તે મુજબ આ વર્ષ પણ બાબાપુર સર્વોદય આશ્રમના 24 અનાથ બાળકોને વિનામૂલ્યે બાય પ્લેન પ્રવાસ કરાવ્યો હતો. જેમાં તા.23-5-19ના રોજ અમદાવાદથી દિલ્હી એરપોર્ટ પર ઉતરીને રાત્રી રોકાણ કર્યા બાદ તા.24ના હરિદ્રાર અને તા.25 બપોર બાદ દર્શન કરી હરિદ્રાર રાત્રી રોકાણ અને તરીખ 26ના દહેરાદુન મશુરી બાદ રાત્રી રોકાણ હરિદ્રાર અને સવારે 7:00 વાગ્યે વરામજુલા લક્ષમણજુલા તા.27ના બપોર બદ રોપવેનો આનંદ અને તા.28 વૃંદાવન ગોકુલ બાદ રાત્રી રોકાણ વૃંદાવનમાં તા.29 વૃંદાવન આગરા, મથુરા, અને તાજમહેલની મુલાકાત તથા કૃષ્ણ જન્મ ભુમી દર્શન અને પ્લે દ્વારા મથુરા, ઉદયપુર બાદ તા.30ના ઉદયપુરથી અમદાવાદ પ્રસ્થાન કર્યુ હતુ. બાબાપુર થી અમદાવાદ અને અમદાવાદથી દિલ્લી ફલઇડ અને ત્યાથી હરિદ્વાર, દિલ્લી દર્શન, દહેરાદુન , આગરા પ્રવાસનો લાભલીધો હતો. દહેરાદુન , આગરા એસી બસ પ્રવાસ કરી નવ દિવસ ના રોકાણ બાદ બાળકો બાબાપુર આવ્યા હતા. પ્રથમ વખત જેણે કદી વિમાન જોયુનોતું તેવા અનાથ બાળકોને વિમાન પ્રવાસ નો લાભ મળતા. બાળકો પણ જુમી ઉઠયા હતા. ચલાલા બાદ બાબાપુર આશ્રમના બાળકોને હવાઇ સફર કરાવનાર અનિલભાઇ પાટીદારની પણ વિવિધ આગેવાનો એ અને સમાજ સેવકોએ પ્રસંશા કરી હતી.


અમરેલી ની મેડીકલ કોલેજ ની મંજુરીમાં યશના ભાગીદાર શ્રીગજેરા સિવિલમાથી નિવૃત થયાં

અમરેલી,ઘણા સમયની રાહ જોયા પછી અંતે અમરેલીને મેડીકલ કોલેજની મંજુરી મળી આ માટે વસંતભાઈ ગજેરાની અથાગ મહેનત અને ઈચ્છાશકિત અને અમરેલીને-પોતાના વતનને કાંઈક આપવાની ભાવનાએ મોટા ભાગ ભજવ્યો.આ માટે ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે. હું આ કોલેજ ચાલુ કરવા માટેનાં પ્રયત્નોેમાં પહેલેથી વસંતભાઈની સાથે જોડાયેલ હતા.મને આ કોલેજ અમરેલીમાં આવે તેમાં ખુબજ રસ હતો. આ કોલેજ આવવાથી હોસ્પીટલમાં વ્યસસ્થા ખુબ જ વઘવાની છે. અને એ રીતે અમરેલી જીલ્લાનાં દુરદુરનાં છેવાડાના ગામડાનાં અભણ,પછાત અને ગરીબ માણસો ને ખુબજ ખર્ચાળ સારવાર વિનામુલ્યે મળવાની છે. જે વસંતભાઈને આશિર્વાદરૂપ થશે એમાં બેમત નથી.મને આનંદ છે.કે વસંતભાઈની સાથે મને પણ દર્દીઓનાં થોડાઘણાં આર્શિવાદ મળશે.હવે કોલેજને મંજુરી આવી ગયેલ છે. એટલે મને સંતોષ થઈ ગયેલ છે. અને મારા હદયમાં ખુબજ આનંદ છે. કે આ ભગીરથ કાર્યમાં હું સહભાગી થયો છું. આ કામ પુરૂ થયેલ હોવાથી અને હવે મારી ઉંમર પણ થઈ ગયેલ હોવાથી હવે હું સીવીલ હોસ્પીટલમાંથી આ તા.1-6-19થી નિવૃત જાહેર કરૂછું.હવેથી હું મારી હોસ્પીટલે દરરોજ નિયમિત સવાર-સાંજ મળીસ એમ.ડો.ગજેરાની યાદી જણાવેલ છે.


error: Content is protected !!