Main Menu

Thursday, June 6th, 2019

 

ખાંભાના બોરાળા ગામે આદમખોર દીપડાનો હુમલો

ખાંભા,(રૂચિત મેહતા)ખાંભા તાલુકાના બોરાળા ગામે રણછોડ ભાઈ મકવાણા નામના વ્યક્તિને દીપડા એ હુમલો કર્યા હતો. પ્રાપ્ત વિગત અનુસાર રણછોડભાઈ પોતાની વાડી પર પોતાના પશુને પાણી પાવા જતા હતા ત્યારે અચાનક દીપડા એ તમના પર હુમલો કર્યો હતો ત્યારે બાજુની વાડી ના લોકો આવી જતા દીપડો નાસી છૂટ્યો હતો અને રણછોડભાઈને લોહી લુહાન હાલતમાં 108 ની મદદ થી સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાયા હતા અને જેમને દીપડા એ હાથ અને પગના ભાગે ગંભીર ઇજા કારેલ હતી જ્યારે અંગે વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળ પર જઈ ને તપાસ હાથ ધરી હતી અને દીપડાને પકડવા એક પાંજરું મુકવાની કાર્યવાહી હાથ ધરેલ હતી


પીપાવાવમાં વોલપેપરના બદલે કાગળો એક્સપોર્ટ કરવાનું 7 કરોડનુ કૌભાંડ ઝડપાયું

રાજુલા, અમરેલી જીલા ના દરિયા કાંઠે આવેલ પીપાવાવ પોર્ટ વિસ્તાર મા અનેક કરોડો ના કૌભાંડ બહાર આવી રહ્યા છે અહીં દેશ વિદેશ મા માલસામાન એક્સપોર્ટ અને આયાત કરવા મામલે ગોલમાલ સતત પકડાતી રહે છે જોકે તેની સામે હવે કસ્ટમ વિભાગ એ લાલ આંખ કરી છે અહીં પીપાવાવ પોર્ટ મા જામનગર કસ્ટમ વિભાગ અને પીપાવાવ કસ્ટમ વિભાગ ના અધિકારી ઓ દ્વારા સતત 3 દિવસ થી મોટુ ઓપરેશન ચાલતુ હતુ અને ગઈ કાલે સાંજે તેમને સફળતા મળી છે સૂત્રો પાસે થી મળતી વિગતો મુજબ અહીં વોલપેપર એક્સપોર્ટ કરતા હતા જેમા કેટલાક કૌભાંડી ઓ દ્વારા અહીં વોલપેપર ના બદલે માત્ર વેસ્ટ કાગળો એક્સપોર્ટ કરતા હતા અને કુલ આઈ.જી.એસ.ટી.7 કરોડ 18 લાખ ઉપરાંત ની ભરપાય કરી નોહતી તેને લઈ ને કસ્ટમ વિભાગ દ્વારા 7 કરોડ ના કૌભાંડ સાથે 1 ઈસમ ની અટકાયત કરી છે અને તે ઈસમ ને રાજુલા કોર્ટ મા ગઈ કાલે સાંજે રજૂ કરતા કોર્ટ એ જેલ હવાલે કર્યો છે સાથે સાથે સમગ્ર મામલે આ ઈસમ દ્વારા 7 કરોડ ની ટેક્સ ચોરી કર્યા નું કસ્ટમ વિભાગ ના રેકડ પર ખુલ્યુ છે તેને લઈ ને પીપાવાવ પોર્ટ ઉધોગ ગૃહો મા ફફડાટ વ્યાપી ગયો છે જોકે અટકાયતી મૂળ મુંબઇ નો રહેવાસી કેટલાય સમય થી રાજુલા શહેર મા રહેતો હતો અને આ પ્રકાર નુ કૌભાંડ આચર્યું હોવાનુ જાણવા મળી રહ્યુ છે જોકે હજુ પણ આ મામલે પીપાવાવ કસ્ટમ વિભાગ દ્વારા તપાસો શરૂ છે અને સૂત્રો ના જણાવ્યા પ્રમાણે હજુ પણ 2 કરતા વધુ લોકો ના નામ ખુલે તેવી શકયતા મનાય રહી છે જોકે સમગ્ર મામલે કસ્ટમ વિભાગ ના અધિકારી ઓ મીડિયા સમક્ષ મોન રહ્યા હતા સમગ્ર કૌભાંડ મા જામનગર કમિશન ની સૂચના અને માર્ગ દર્શન હેઠળ તપાસ ચાલી રહી છે પરંતુ કેટલોક મુદ્દામાલ પણ કબ્જે કર્યો હોવાની વિગતો મળી રહી છે જેમાં કાગળો જેવી ચીજ વસ્તુ ઓ કસ્ટમ વિભાગ દ્વારા કબ્જે કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે અને સતત 3 દિવસ થી ચાલતી કાર્યવાહી ગઈ કાલે સાંજે કસ્ટમ વિભાગ ને સફળતા મળી છે જોકે પોર્ટ ઉધોગ ની સિક્યુરિટી સહિત ચકિંગ એજન્સી ઓ પણ એલર્ટ થય હોવાના સમાચાર મળી રહ્યા છે


અમરેલીમાં પુ.શ્રી 108 દ્વારકેશલાલજી મહારાજનો પ્રાગટયોત્સવ ઉજવાયો

અમરેલી,અમરેલી મોટી હવેલીમાં આજે પુ.પા.ગો. 108 દ્વારકેશલાલજી મહારાજના 56 માં પ્રાગટય પ્રસંગે સવારે 7:30 થી 8:30 મંગળા દર્શન, સવારે 9:30 કલાકે પલના નંદમહોત્સવ, સવારે 11:00 કલાકે રાજભોેગ તિલક, સાંજે 5:00 કલાકે ઢાઢી લીલા, ભોગ આરતી ભીતર શયન આમ્રકુંજનો મનોરથ સાંજે 7:00 પછી યોજાયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા આયોજન સમિતી દ્વારા જહેમત ઉઠાવી હતી.
પ્રાગટયોત્સવ ઉજવવા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. સવારના વૈષ્ણવો દ્વારા ગીરીરાજજીની પરીક્રમા કરી હતી.


લાઠીના ધોળિયા કુવાનું પીવાનું પાણી બારોબર પગ કરી જતું હોવાની રજુઆત

અમરેલી,લાઠી શહેર ના ગ્રામજનો ને પીવા ના ઉપયોગ માં લેવાનું પાણી સતાધિકારી ની મિલીભગત કે શસમપોશી થી બારોબાર પગ કરી જતું હોવાની રજુવાત બે દિવસ પહેલા ગ્રામ્ય આગેવાન ભરતભાઈ કેરાશીયા દ્વારા લોકો સમક્ષ મૂકી અને ગત તા.31 ના ઉચ્ચ વર્તુળ માં રજુવાત કરવા છતાં પાણી નું બરોબર પગ કરી જવું બંધ નહી થયા નું જાણવા મળી રહ્યું છે કેન્દ્રીય માનવ અધિકાર સંસ્થા ના અમરેલી જીલ્લા ઉપધ્ય્ક્ષ શ્રી કેરાશીયા પોતાની અરજ માં જણાવ્યા મુજબ લાઠી ના ધોળિયા કુવે થી શહેર વિસ્તાર માં પીવાનું પાણી વિતરણ કરવા માં આવે છે અમુક વિસ્તાર માં ત્રણ કે ચાર ચાર દિવસ પાણી વિતરણ થતું નથી ત્યારે ગ્રામ્ય રજુવાત ના જવાબ માં પાણી ની અછત નું બહાનું આગળ ધરી દેવાય છે પરંતુ ધોળિયા કુવા પાણી માંથી ખાનગી ટેન્કર ચાલકો આડેધડ પાણી પોતાના પ્રાઈવેટ વપરાશ માટે ઉપાડી રહ્યા છે જેનો પોતે પોતાની કલાપી ટુડે નામની ફેશબુક આઈડી માં રૂબરૂ લાઈવ વિડીયો રજુ કરી સ્થાનિક જનતા ની આંખ ઉઘાડવા પ્રયત્ન કર્યા નું મીડિયા સમક્ષ જણાવ્યું છે તેમના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તાર ના સરકારી કામ ના કોન્ટ્રાકટરો પોતાના કામ માટે ના ઉપયોગ માં પોતાના ખર્ચે પાણી લાવવા ના બદલે સ્થાનિક જનતા ના હક્ક નું પાણી દિવસ ભર ટેન્કરો મારફત ઉપાડી રહ્યા છે પત્ર ના અંત માં પીવા નું પાણી ખાનગી લોકો ને વેચનારા કર્મી અને નગરપાલિકા ના સંડોવાયેલા કર્મચારી વિરુદ્ધ પાણી ચોરી નો ગુનો દાખલ કરવા માંગ ઉઠાવી છે


error: Content is protected !!