Main Menu

Saturday, June 8th, 2019

 

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા-વરસાદના કારણે 26 લોકોના મોત,48 ઘાયલ

(જી.એન.એસ)લખનૌ,
ઉત્તરપ્રદૃેશમાં ગઈ કાલે મોડી રાત્રે આંધી અને વરસાદૃનાં કારણે થયેલી દૃુર્ઘટનાઓ અને વીજળી પડવાનાં કારણે ૧૯ લોકોનાં મોત થયા છે જ્યારે ૪૮ લોકો ઘાયલ થયા છે. તેમાં મૈનપુરીનાં છ, એટા અને કાસગંજનાં ત્રણ-ત્રણ, મુરાદૃાબાદૃ, મહોબા, હમીરપુર, ફર્રુખાબાદૃ, બદૃાયુંના એક-એક લોકોનો સમાવેશ થાય છે. આખો દિૃવસ સખત ગરમી પડ્યાં બાદૃ સાંજે સાત વાગ્યાથી હવામાન ઓિંચતું પલટાઈ ગયું હતું.
ફિરોઝાબાદૃ, જાલૌન સહિતનાં અનેક સ્થળઓએ આંધી અને વરસાદૃ સાથે કરાં પણ પડ્યાં હતાં. કેટલાક સ્થળોએ વીજળીનાં થાંભલા પડી જવાથી અંધારપટ છવાયો હતો. વિવિધ જગ્યાએ બનેલી દૃુર્ઘટનાઓમાં ૫૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. યુપીનાં મુખ્યપ્રધાન યોગી આદિૃત્યનાથે જણાવ્યું છે કે, સંકટનાં આ સમયમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે છે. તેમણે જિલ્લાધિકારીઓને તાત્કાલિક ધોરણે પ્રભાવિત લોકોને મદૃદૃ કરવાના આદૃેશ આપ્યાં છે.
યુપી સરકારે મૃતકોનાં પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની સલાહ આપવાની જાહેરાત પણ કરી છે. ૨૪ કલાકની અંદૃર જ પીડિત પરિવારોને સહાય મળી રહે તે જોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું છે. ખાસ કરીને પશ્ર્ચિમી ઉત્તરપ્રદૃેશના વિભિન્ન જિલ્લાઓમાં કરાં પડવાથી ભારે નુકસાન થયું છે. હજુ પણ જો કે પૂર્વ અને મધ્ય ઉત્તરપ્રદૃેશમાં હવામાન ગરમ જ છે અને ત્યાંના લોકોને ગરમીમાં રાહત મળી નથી. ઝાંસી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહૃાું હતું.
ગઈ કાલે સાંજથી જ બહરાઈચ, શ્રીવસ્તી, બારાબંકી અને ગોન્ડા જિલ્લામાં અચાનક વરસાદૃી વાતાવરણ થઈ ગયું હતું. તોફાની પવન સાથે વરસાદૃ શરૂ થતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. આંધીના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જે ખેડૂતોનાં પાકને ૩૩ ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેમને કૃષિ સહાય આપવામાં આવશે.
૪૮ કલાકની અંદૃર ખેડુતોનો સર્વે કરી તમામ વિગતો આપવા અધિકારીઓને આદૃેશ આપવામાં આવ્યા છે. સીએમ યોગી આદિૃત્યનાથે જમાવ્યું છે કે, રાહત કાર્યોમાં કોઈ પણ પ્રકારની બેદૃરકારી કે ઢીલ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ અધિકારી આ માટે કસૂરવાર સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દૃેશભરનાં અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂનો કહેર જારી છે ત્યારે હિમાચલપ્રદૃેશ સહિતનાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદૃ પણ થયો હતો.


બાબરામાં ટીટોડીએ બીજા માળે પાંચ ઈંડા મુક્યા: ઓણ સારા વરસાદના સંકેત

બાબરા,બાબરા અહીં નરેશભાઈ લક્ષ્મણભાઈ મારૂ ના બીજા માળે ધાબા ઉપર ટીટોડીએ પાંચ ઈંડા મુક્યા છે સારા વરસાદના સંકેતો બતાય રહ્યા છે સમગ્ર રાજ્યની અને દેશની જનતા મેઘરાજાનું આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છે ત્યારે સારા સંકેતો દેવા ટીટોડીએ પાંચા ઈંડા મુકતા વૃદ્ધ આગેવાનોનું કહેવું છે કે સારા વરસાદના સંકેતો બતાવય રહ્યા છે આવનાર દિવસોમાં વરસાદ નજીક હોવાનું મનાઈ રહ્યું છે


રાજુલામાં અવળી ગંગા:બંધ ઘડીયાળ છતાયે રાજુલા પંથકનું સતત વિકાસ

રાજુલા,સામાન્ય રીતે કહેવત છે કે બંધ ઘડિયાળ હોય તે અપશુકન કહેવાય અને વિકાસ અટકે છે રાજુલામાં પથ્થરની બનાવટ નો ટાવર વર્ષોથી બંધ ત્યારે આ ટાવર કોણે શરૂ કરાશે તેવો વૈદ્યક પ્રશ્ર્ને રાજુલામાં ભાવનગર સ્ટેટ વખતથી અને રાજુલા ની સ્થાપના બાદ રાજુલામાં વણીક એવા મોહનભાઈએ રાજુલાના પથ્થરનો રાજુલાના કારીગરો મારફત અંદાજે 40 ફૂટ ઊંચો ટાવર બને અને તેની ઉપર અંગ્રેજોની રોમન વાળી ઘડિયાળ બેસાડવામાં આવી હતી આ ઘડિયાળ થી રાજુલા આખામાં ડંકા ઘડિયાળના સંભળાતા હતા આ ડંકા થી ટ્રેન કેટલા વાગે આવશે શાળાઓ કેટલા વાગે ખુલે તે તમામ લોકો ટાવર ઉપરથી ઘડિયાળ થી જ નક્કી કરતા હતા આજે પણ લોકો મોહન ટાવર તરીકે ઓળખે છે કહેવત છે કે બંધ ઘડિયાળ હોય તે અપશુકન અને વિકાસ અટકતા ની નિશાની છે બંધ ઘડિયાળ હોય તે વિકાસ પણ બંધ થઈ જાય છે જેથી આવી ઘડિયાળો લોકો તુરતજ શરૂ કરાવે છે પરંતુ હા રાજુલા શહેરમાં ઊલટું થયું છે આ ઘડિયાળ વર્ષોથી બંધ શે આ ઘડિયાળ બંધ હોય એને કોઈને અપશુકન પણ થતા નથી અને રાજુલા નો વિકાસ તો હરણફાળ કરી રહ્યો છે. આ ટાવર હાલ બંધ છે તેને તે કોઈ સસ્તા કોઈ વ્યક્તિ કે રાજકીય આગેવાન ઔદ્યોગિક કંપનીઓ આ ટાવરને ઘડિયાળને પુન કાર્યરત કરાવશે ખરા આ બંધ ઘડિયાળને ચાલુ કર આવશે તેને પુણ્યનું ભાથું મળશે અને આ શહેરનો વિકાસ માં વધુ પીસુ પુરા છે જે ઘડીયાળ શરૂ કરાવે તેમનો પણ ખૂબ વિકાસ થશે તેમ શ્રી રમેશ પુરોહિતે જણાવ્યું હતું હાલા ટાવર નીચે ભાગમાં પૂજા બાપુ અને દુલાભાયા કાગ ના બાવલા ની મૂર્તિઓ છે તેના બંને સાઈડથી દર્શન થાય છે હાલ આ ટાવર માત્ર શહેર ની જાહેરાત અને પોસ્ટરો લગાડવામાં આવે છે ક્યારે આ ટાવર નગરપાલિકા સંચાલિત છે પાલિકાએ આવા પોસ્ટરો લગાડવાની મંજૂરી આપવી જોઇએ નહીં રાજુલાના ટાવરના ડંકા ઓ ફરીથી શરૂ થાય તે માટે કોઈ ભગીરથ કાર્ય કરાવશે ખરું જે ટાવર શરૂ કરશે તેને અને તેના ઘરનો પણ વિકાસ થશે અને આ ટાવર બનાવનાર બાધનાર શ્રી સ્વર્ગસ્થ મોહનભાઈ ના આત્માને પણ શાંતિ મળશે.


રાજુલા પંથકમાં કેમીકલ્સ જીઆઇડીસી સ્થાપવાની હીલચાલ

અમરેલી,અમરેલી જિલ્લામાંથી યુવાધન રોજગારીના અભાવે બહાર જઇ રહયું છે ત્યારે તેને અમરેલી જિલ્લામાં જ પુરતા પ્રમાણમાં રોજગારી મળે અને અમરેલી જિલ્લાનો વિકાસ થાય તેના માટે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હિરપરાએ બીડુ ઉઠાવ્યું છે તેના કારણે ગુજરાતભરમાં એક માત્ર અંકલેશ્ર્વરમાં જ કેમીકલ જીઆઇડીસી છે ત્યારે બીજી અમરેલી જિલ્લામાં લાવવા અને રાજુલા પંથકમાં આવી કેમીકલ્સ જીઆઇડીસી સ્થાપવા શ્રી હિરેન હિરપરા દ્વારા પ્રયાસો કરાઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.જાણવા મળતી માહીતી અનુસાર અમરેલી જિલ્લાના લાંબા સાગરકાંઠાને ભારત સરકારે કોસ્ટલ ઇકોનીમીક ઝોન જાહેર કરેલ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેન હિરપરાએ રજુઆત કરી છે કે દેશભરમાંથી વેપારીઓ માલના પરિવહન માટે પીપાવાવ પોર્ટનો ઉપયોગ કરે છે અહી માલ લાવી બનાવીને દેશ વિદેશમાં અપાય છે ત્યારે તેના માટે અહીં જ અમરેલી જિલ્લામાં વેપારને વિકસાવીને ટેકસ ફ્રી ઝોન કરાય તો રોજગારી મળતા અમરેલી જિલ્લામાંથી થતું સ્થળાંતર પણ અટકે તેમ છે.અને તેના માટે આ વિસ્તાર તથા જિલ્લામાં પુષ્કળ જગ્યા પણ છે શ્રી હિરપરાની આ અસરકારક રજુઆતને કારણે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોય નજીકના સમયમાં જ અહી કેમીકલ્સ જીઆઇડીસી સહિતના ઉદ્યોગો ધમધમે તેવી આશા સેવાઇ રહી છે.


44 ડિગ્રી તાપમાન વચ્ચે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું

અમરેલી,
44 ડિગ્રી તાપમાન વચ્ચે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હોય નજીકના સમયમાં જ વાદળો ચડી આવે તેવી શકયતા વચ્ચે અમરેલી પંથકમાં લોકો જોદાર બફાારાનો સામનો કરી રહયા છે


error: Content is protected !!