Main Menu

Wednesday, June 12th, 2019

 

ઉના સહિત નાઘેર પંથક માં મેઘરાજા નું આગમન.

આજ રોજ ઉના સહિત આસપાસ ના ગામો જેવા કે દેલવાડા , નવાબંદર સહિત નાઘેર પંથક માં વહેલી સવાર ના 4 વાગ્યા થી ઝરમર વરસાદ થી લઈ કડાકા સાથે ધોધમાર મેઘરાજા નું આગમન થતાં લોકો માં ખુશી ની લાગણી ફેલાઇ હતી અને વાયુ વાવાજોડા ને ધ્યાને લઈ લોકો સાવચેતી વર્તી રહ્યા છે આ તકે દરિયાઈ પટ્ટી વિસ્તાર જેવા કે રાજપરા , નવાબંદર , દીવ સહિત ના દરિયા માં વહેલી સવાર થી જ કરંટ દેખાતા લોકો ને દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

અમરેલી શ્રીરંગ સોસાયટીમાં મેઇન રોડ ઉપર મોતના આઠ કુવા

અમરેલી, અમરેલી શ્રી રંગ સોસાયટીમાં મેઇન રોડ ઉપર ભુગર્ભ ગટરના ઢાંકણા તુટતા મોતના કુવા સમાન છે. નબળી કામગીરી સામે આવતા તંત્રની પોલ છતી થયેલ છે. ભુગર્ભ ગટર પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરેલ છે. અને પ્રજાના પરસેવાના પૈસાનું પાણી થયેલ જોવા મળી રહયું છે. કોન્ટ્રાકટરોએ ભુગર્ભ ગટર ઉપર નબળા હલ્કી કક્ષાની ગુણવતા વાળા ઢાંકણાઓ ફીટ કરવામાં આવતા. થોડા સમયમાં આવા ઢાંકણાઓ તુટી જતાં રસ્તાાની બંને સાઇડ ખાડાઓ પડી જતાં લોકો અને વાહન ચાલકોને માટે મોતના કુવા સમાન છે. સરકારે અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરેલ છે. જેની સામે કામગીરી પાછળ કોઇ દેખરેખ ન હોવાના કારણે નબળી કામગીરી કોન્ટ્રાકટરોએ કરેલ છે. તેના માટે તંત્રએ જવાબદારો સામે વહેલી તકે કડક કાર્યવાહી જરૂરી બની છે. અમરેલી પાલીકા સામે ફોજદારી રાહે પગલા ભરવા સોસાયટી વિસ્તારના લોકો તૈયારી કરી રહયા છે.


વાવાઝોડું વેરાવળથી 650 કી.મી. દુર : પવનની ગતીમાં વધારો

રાજકોટ,અરબી સમુદ્રવાળી સિસ્ટમ્સ ડિપ્રેશનમાંથી ડિપ-ડિપ્રેશન બની વધુ મજબૂત બની આજે સવારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડુ સિવિયર સાયકલોનમાં પરિવર્તિત થશે. જેની અસરથી ગુરૂ-શુક્ર-શનિ ખાસ તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો સહિત લાગુ જિલ્લાઓમાં પણ વરસાદની અસર દેખાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડુ “વાયુ’ 13મીએ વ્હેલી સવારે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાંથી પસાર થશે. ગતરાત્રે ડિપ્રેશનવાળી સિસ્ટમ્સ મજબૂત બની ડિપડિપ્રેશનમાં ફેરવાઈ હતી અને હવામાન વિભાગે આ વાવાઝોડાનું નામ “વાયુ’ રાખવામાં આવેલ છે. આજે સવારે આ વાવાઝોડુ મુંબઈથી 540 કિ.મી. દૂર અને વેરાવળથી 690 કિ.મી. દૂર હતું. આ વાવાઝોડુ ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યું છે. આ વાવાઝોડાના અસરથી સૌરાષ્ટ્રના દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાશે. તંત્ર દ્વારા વોર્નીંગ આપવામાં આવી છે અને બંદરો ઉપર એક નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે ત્યારે 110થી 135 કિ.મી.ની ઝડપે જોરદાર પવનો ફૂંકાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. ગુરૂ – શુક્ર – શનિ વરસાદનું જોર રહેશે. ખાસ કરીને ગુરૂવારે મહત્તમ વિસ્તારોમાં વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.


રાજુલા જાફરાબાદ પંથકના સિંહો પર નજર રાખવા સરકારનો આદેશ

રાજુલા,વાયુવાવાજોડા ને પગલે રાજ્ય સરકાર દ્વારા સિંહો દીપડા નીલગાય ની પણ ચિંતા કરી છે આજે રાજુલા રેન્જ મા દરિયા કાંઠે સિંહો સૌથી વધુ વસવાટ કરે છે ત્યારે સિંહો ના સતત લોકેશન રાખવા દીપડા નીલગાય ક્યાં કેટલા વિસ્તાર મા રહે છે તેને લઈ ને રાજુલા વનવિભાગ ને કેટલીક સૂચના ઓ આપી છે રાજુલા ફોરેસ્ટરો અને આર.એફ.ઓ. સહિત ના કર્મી ઓ કામે લાગ્યા છે દરિયા કાંઠે આશરે 25 ઉપરાંત ના સિંહો વસવાટ કરે છે ત્યારે વનવિભાગ ની ચિંતા મા પણ વધારો થયો છે વાવાજોડુ આવે તો સિંહો ને કેવી રીતે બચાવવા તેને લઈ ને જરૂરી સૂચના ઓ આપવા મા આવી છે તેને લઈ ને રાજુલા રેન્જ ના અધિકારી ઓ એલર્ટ થયા છે


અમરેલીમાં વાવાઝોડાની સ્થીતિ ઉદભવે તો દુધનો પુરતો જથ્થો અમર ડેરી પાસે ઉપલબ્ધ:શ્રી અશ્ર્વીન સાવીલીયા

અમરેલી,વાવાઝોડાની સંભવીત સ્થીતી ઉદભવે તો સાવચેતીના પગલા સ્વરૂપે અમરેલી કલેકટરે બોલાવેલી બેઠકમાં અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયાએ જણાવ્યું હતુ કે સાવચેતીના પગલારૂપે માલધારીઓ પશુપાલકો અને જરૂરી સુચનાઓ આપી દુધ ન મળે અથવા કાળા બજાર થાય નહિ તે માટે દુધ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કર્યાનું શ્રી સાવલીયાએ કલેકટર સમક્ષ જણાવ્યું હતું અને લોકોએ પણ પોતાના મોબાઇલ બેટરી ચાર્જ કરી લેવા અને જરૂર પડયે અમર ડેરીને જાણ કરવાથી યોગ્ય વ્યવસ્થા કરાશે તેમ અશ્ર્વીનભાઇ સાવલીયાએ જણાવ્યું હતું.


સંભવિત વાવાઝોડાના પગલે રાજુલા અને જાફરાબાદ માટે 18 એસટી બસો ફાળવાઇ

અમરેલી,અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકે વાયુ વાવાઝોડાના પગલે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં લોકોના સ્થળાંતર માટે 60 એસટીની બસો સ્ટેેન્ડ બાય રાખવા જણાવતા. અમરેલી એસટી વિભાગના પરિવહન અધિકારી શ્રી નથવાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ માટે 18 એસટી બસો ફાળવેલ છે. જેમાં 6 ગાડી સ્પેર અને બાકીની રનીંગ ગાડીઓ ફાળવેલી છે. અન્ય જરૂરીયાત જણાયે તંત્રના આદેશ મુજબ કેટલી બસોની જરૂર છે. તેના પર વધ્ાુ એસટીની બસો ફાળવવામાં આવશે.


જાફરાબાદમાં રાત્રે બેઠક યોજતા ડીવાયએસપી શ્રી ચૌધરી

અમરેલી, અમરેલી જીલ્લાના દરિયાકાંઠે બુધવારે રાત્રીના કોઇ પણ સમયે વાયુ ચક્રવાત ત્રાટકીને 120 થી 135 કિંમીની ઝડપે ચક્રવાત પવન અને ભારેથી અતિભારે વરસાદ સાથે સમગ્ર વિસ્તારને ધમરોળે તેવી શકયતા. 2 શહેરો અને 23 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરીને 19 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે. એનડીઆરએફની 4, આર્મીની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ અંગે અમરેલી ખાતે એક પત્રકાર પરિષદ યોજીને જીલ્લા કલેકટર આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું કે , વાયુ ચક્રવાત અમરેલી જીલ્લાના દરિયાકાંઠે બુધવારે રાત્રીના કોઇ પણ સમયે ત્રાટકે તેવી સંભાવના છે તેની અસરથી 120 થી 135 કિંમીની ઝડપે પવન ફુંકાશે. સમગ્ર જીલ્લામાં તેની અસરથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જીલ્લાના દરિયાકાંઠે આવેલા રાજુલા – જાફરાબાદ બે શહેરો અને રાજુલાના 13 તથા જાફરાબાદના 10 મળીને 23 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરી 19 હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવી રહયું છે. આ વિસ્તારમાં 96300 લોકોની વસ્તી છે. પાકુ હોય તેમને ઘરની બહાર ન નિકળવા સુચના અપાઇ છે. જયારે કાચુ મકાન હોય તેવા 19 હજાર લોકોનું સ્થળાંતર ચાલુ છે. વાવાઝોડાની માહિતી અને સલામતી પગલા લેવા માટે 1.50 લાખ લોકોને સ્થળાંતર માટે અને અન્ય તકેદારી માટે અઢી લાખ લોકોને એસએમએસ કરીને જાણ કરાઇ છે. આ ઉપરાંત જીલ્લામાં કોઇ પણ પરિસ્થિતીને પહોચી વળવા માટે એનડીઆરએફની 4, આર્મીની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે.
જરૂર પડયે જામનગર વાયુદળની પણ મદદ લેવાશે. સલામતી માટે ના તમામ પગલાઓ લેવા જુદી – જુદી ટીંમો બનાવીને યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે.


અમરેલી શહેર અને જીલ્લામાં વાવાઝોડા પહેલા બી.એસ.એન.એલ.નું નેટવર્ક ઠપ

અમરેલી,અમરેલી શહેર અને જીલ્લામાં વાવાઝોડા પહેલા બી.એસ.એન. એલ નું નેટવર્ક ઠપ થવાથી મુશ્કેેલી ઉભી થયેલ છે.ખાસ કરીને લેન્ડલાઈન ફોન સરકારી ઓફીસો,પોલીસ વીભાગમાં હોવાથી વાવાઝોડાનાં સમયે ઘરણ પહેલા સાપ નીકળે તેવી પરીસ્થિતી સર્જાઈ છે.
તેમજ બી.એસ.એન.એલ મોબાઈલ નેટવર્ક પણ બંઘ થતા લોકોને એકબીજા વચ્ચેનો સંપર્ક કપાયો છે. જેના કારણે કુદરતી આફત જેવા સમયે ફોન બંઘ થતા સૌકોઈ મુશ્કેેલીમાં મુકાયા છે.
હાલમાં વાવાઝોડાની આગાહીના સમયે બી.એસ.એન.એલ નું નેટવર્ક નહી મળતા કચેરીઓ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કપાતા પ્રિન્ટ મીડીયા સહીતને મુસ્કેેલી સર્જાઈ છે.
જોકે મોડી સાંજ ફરી લેન્ડલાઇન અને ઇ્ંટરરનનેટની સેવા શરૂ થઇ હતી પણ ખરાખરીના ટાણે આ સેવા કેવુ કામ આપશે તેવો સવાલ પણ લોકો કરી રહયા છે.


રાજુલા જાફરાબાદની કંપનીઓમાં બે દિવસની ફરજીયાત રજા પાડી દેવાઇ

વાયુ નામના વવાજોડા ને લઈ ને હાલ તો વહીવટી તંત્ર અને સરકાર ની ઊંઘ હરામ થય ગઈ છે અહીં રાજુલા જાફરાબાદ પંથક ના દરિયા કાંઠે મોટા પ્રમાણ માં ઉધોગો ધમધમી રહ્યા છે જેમા પીપાવાવ પોર્ટ,રિલાન્સ ડીફેન્સ,અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની,સ્વાન એનર્જી કંપની,નર્મદા સીમેન્ટ કંપની, જી.એસ.સી.એલ. કંપની,સીંટેક્ષ કંપની સહિત તમામ ઉધોગ ગૃહો ને એલર્ટ કરી લેખિત માં તંત્ર એ સૂચના આપી 2 દિવસ માટે કંપની મા ચાલતી કામગીરી બંધ રાખવી અને ઉધોગ ની જેટી વિસ્તાર પર જવા પ્રતિબંધ મુકી કડક આદેશો આપ્યા છે જેને લઈ ને પરપ્રાંતી માણસો મા ફફડાટ વ્યાપી ગયો છે


“વાયુ’નો ફફડાટ : જિલ્લાના દરિયાકાંઠે હાઇએલર્ટ,શાળાઓમાં રજા

અમરેલી,અમરેલી જીલ્લાના દરિયાકાંઠે બુધવારે રાત્રીના કોઇ પણ સમયે વાયુ ચક્રવાત ત્રાટકીને 120 થી 135 કિંમીની ઝડપે ચક્રવાત પવન અને ભારેથી અતિભારે વરસાદ સાથે સમગ્ર વિસ્તારને ધમરોળે તેવી શકયતા. 2 શહેરો અને 23 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરીને 19 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહયું છે. એનડીઆરએફની 4, આર્મીની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ અંગે અમરેલી ખાતે એક પત્રકાર પરિષદ યોજીને જીલ્લા કલેકટર આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું કે , વાયુ ચક્રવાત અમરેલી જીલ્લાના દરિયાકાંઠે બુધવારે રાત્રીના કોઇ પણ સમયે ત્રાટકે તેવી સંભાવના છે તેની અસરથી 120 થી 135 કિંમીની ઝડપે પવન ફુંકાશે. સમગ્ર જીલ્લામાં તેની અસરથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જીલ્લાના દરિયાકાંઠે આવેલા રાજુલા – જાફરાબાદ બે શહેરો અને રાજુલાના 13 તથા જાફરાબાદના 10 મળીને 23 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરી 19 હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવી રહયું છે. આ વિસ્તારમાં 96300 લોકોની વસ્તી છે. પાકુ હોય તેમને ઘરની બહાર ન નિકળવા સુચના અપાઇ છે. જયારે કાચુ મકાન હોય તેવા 19 હજાર લોકોનું સ્થળાંતર ચાલુ છે. વાવાઝોડાની માહિતી અને સલામતી પગલા લેવા માટે 1.50 લાખ લોકોને સ્થળાંતર માટે અને અન્ય તકેદારી માટે અઢી લાખ લોકોને એસએમએસ કરીને જાણ કરાઇ છે. આ ઉપરાંત જીલ્લામાં કોઇ પણ પરિસ્થિતીને પહોચી વળવા માટે એનડીઆરએફની 4, આર્મીની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે.
જરૂર પડયે જામનગર વાયુદળની પણ મદદ લેવાશે. સલામતી માટે ના તમામ પગલાઓ લેવા જુદી – જુદી ટીંમો બનાવીને યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે.


error: Content is protected !!