Main Menu

Thursday, June 13th, 2019

 

દરિયામાં કરંટ વચ્ચે શીયાળબેટમાં વિજળી ગુલ:વાવાઝોડાની ગતી વધી

અમરેલી,વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે અમરેલી જિલ્લામાં સરકારે સાત કલાસ વન અધિકારી ઉતાર્યા છે અને વર્ગ બેના બે તથા વર્ગ ત્રણના 55 અધિકાારીઓને તૈનાત રાખ્યા છે જિલ્લાના પ્રભારી શ્રી આરસી ફળદુ અને સાંસદ શ્રી કાછડીયા, શ્રી ઉંધાડ સહિતની ટીમ જાફરાબાદમાં લોકોની સાથે રાત્રી રોકાણ કરશે તેના વચ્ચે એવા સમાચાર મળી રહયા છે કે સાંજે દરિયામાં કરંટ વચ્ચે વાવાઝોડાની ગતી 160 સુધી પહોંચી છે અને જાફરાબાદના શીયાળબેટમાં વિજળી ગુલ થઇ છે વીજતંત્રના સુત્રોએ જણાવેલ છે કે લીડરમાં તકલીફ થતા મરામ્મત શરૂ કરાઇ છે ફોલ્ટ ફીડરનો છે કે દરીયામાં બીછાવેલા કેબલનો તે રીપેર થાય ત્યારે ખબર પડશે. દરિયામાં કેબલ બીછાવીને શિયાળબેટને વીજળી અપાઇ હતી
બારમીએ સાંજે જાફરાબાદ ખાતે ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવ આવ્યા છે અને જાફરાબાદ તથા વઢેરા બાબરકોટ સહિતના વિસ્તારમાં આઇ જી દ્વારા લોકોનો સંપર્ક કરી સમજણ અપાઇ રહી છે અને જેના સ્થળાંતર કરાયા છે તે રેઢા વિસ્તારમાં સજજડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ તકનો લાભ કોઇ ન લે તેના માટે અમરેલી ના સ્પેશીયલ ઓપરેશન ગૃપના શ્રી આર.કે. કરમટાને પીપાવાવ જેવી અતી મહત્વની જગ્યાએ મુકવામાં આવ્યા છે.


અમરેલીમાં વાવાઝોડાના પગલે સાંજના સમયે લોકોની ખરીદી માટે ભીડ જામી

અમરેલી શહેરમાં વાયુ વાવાઝોડા અને વરસાદના પગલે સાંજના સમયે લોકો જીવન જરૂરી ચીજ વસ્તુુઓ અને શાકભાજીની ખરીદીમાં ઉમટી પડયાનું તસ્વીરમાંં નજરે પડે છે.


મહુવા નજીક રેલવે ટ્રેક ઉપર તોતીંગ વૃક્ષ પડયું : મહુવા સુરત ટ્રેન રદ્ કરાઇ

સાવરકુંડલા,વાવાઝોડાના આગમન પહેલા પરિવહનને પણ અસર થઇ રહી છે આજે મહુવા નજીક રેલવે ટ્રેક ઉપર તોતીંગ વૃક્ષ પડયું હતુ પરંતુ ટ્રેનના ડ્રાયવર સીયુ બાજપાઇની સમયસુચકતાથી અકસ્માત અટકી ગયો તેણે જાદરા નજીક રેલવે ટ્રેક ઉપર મોટા વૃક્ષને પડેલું જોઇને ટ્રેન અટકાવી દીધી હતી આ બનાવ બાદ મહુવા સુરત રૂટની ટ્રેન રદ્ કરાઇ હતી.


અમરેલી જિલ્લામાં વાવાઝોડા વાયુનું કાઉન્ટ ડાઉન:હાઇએલર્ટ

અમરેલી, અમરેલીમાં વાયુ વાવાઝોડા ના પગલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. જે કંટ્રોલરૂમમાં 24 કલાક સચીવશ્રી સંદીપકુમાર , જીલ્લા કલેકટર આયુષકુમાર ઓક, અધિક કલેકટર એ.બી. પાંડોર અને કર્મચારીઓ સ્ટેેન્ડ ટુ હાજર રહીને જીલ્લાની પરિસ્થિતીનો તાગ મેળવી રહયા છે. જીલ્લા કલેકટર આયુષકુમાર ઓક દ્વારા આપેલ માહિતીમાં જણાવેલ કે અમરેલી જીલ્લાના જાફરાબાદ અને રાજુલા પંથકના દરિયાઇ વિસ્તારના કુલ 35 ગામોના અંદાજે 23 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે.
જાફરાબાદ અને રાજુલા પંથકના દરિયાઇ વિસ્તારના 850 જેટલા પોલીસના માણસો, 280 જેટલો રેવન્યુ સ્ટાફ દરિયાકાંઠા વિસ્તારમાં ચેકીગ કામગીરીમાં જોડાયો છે. દરિયાઇ વિસ્તારના લોકો નહિં સમજે તેને સ્થળાંતર માટે ઉપાડી લેવામાં આવશે તેમ જીલ્લા કલેકટરે જણાવ્યું હતું. પ્રભાવીત દરિયાઇકાંઠા વિસ્તારમાં એન. ડી. આર.એફ. ઈ 5 ટીમ આરમી એક કોલમ એસ.આર.પી.ના 150 થી 200 જવાનો નાઇટ પેટ્રોલીગમાં જોડાયેલ છે. મોડી રાત્રીના પરિસ્થિતી ને ધ્યાને લઇ હાઇવે નાકાઓ પર વાહન વ્યવહાર બંધ કરાશે. હાલમાં વાવાઝોડાએ દિશા બદલી પશ્ર્ચિમ તરફ ફંટાવાની શકયતા હોવાથી અમરેલી જીલ્લામાં ગમે ત્યાં મોટી રાત્રીના ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતા હોવાથી તંત્રને સાબદુ કરવામાં આવેલ છે.
ચલાલા વિસ્તારમાં એક ઝાડ પડવાથી વિજ પુરવઠો ખોરવાયો હતો. તે પડેલ ઝાડને દુર કરી પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા વિજ પુરવઠો પુન: શરુ કરાયો હતો. સ્થાળાંતર કરાયેલા જાફરાબાદ અને રાજુલા પંથકના લોકોને 57 જેટલા આશ્રય સ્થાનોમાં સરકારી પ્રીમાઇસી મુજબ તેમજ સમાજની જુદી – જુદી વાડીઓમાં આશ્રય આપવામાં આવેલ છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્થાળાંતર કરાયેલા લોકો માટે 37 જગ્યાએ કિચન જમવા માટે શરૂ કરવામાં આવેલ છે. અને તે માટેનો જથ્થો મોકલવામાં આવેલ છે.
વર્ષ 2015 ના બગસરા શહેર અને પંથકના પુર પ્રભાવિત વિસ્તારોના ગામોમાં સરપંચો અને તલાટી મંત્રીઓને તકેદારીના પગલા રૂપે જીલ્લા કલેકટરે સાવચેત રહેવા જણાવેલ છે. તેમજ અમરેલી જીલ્લાના પશુપાલકોને પોતાના માલ ઢોરને બાંધી નહિ રાખવા જણાવેલ છે. અને તમામ પરિસ્થિતીઓને પહોચી વળવા માટે જીલ્લા વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહયું છે.


error: Content is protected !!