Main Menu

Wednesday, June 19th, 2019

 

ગુજરાતને ધમરોળનાર ખુની ગેંગ પકડતી અમરેલી એસઓજી

અમરેલી, ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવએઅમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લુંટ તથા હત્યા જેવા અનડીટેકટ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને લોકોની મિલ્કત પાછી મળે અને નાગરીકો નિર્ભય રીતે રહી શકે અને પોલીસની કામગીરી પ્રત્યે તેઓને વિશ્વાસ જળવાય રહે તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય અમરેલીનાઓ દ્વારા તે રીતે કામગીરી કરવા સુચનાં કરેલ હોય, તે અન્વયે શ્રી એમ.એસ.રાણા નાયબ પોલીસ અધિક્ષક અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી પો.સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમએ બાબરાનાં બનાવમાં પકડાયેલ દેવીપુજક ગેંગની પુછપરછ કરતા-7 (સાત) હત્યા તથા અન્ય લુંટનાં ગુન્હામાં કુલ-9 જેટલાઆરોપીને ઝડપી લઇ ગુજરાત પોલીસમાં અતી મહત્વનું ડેટેકશન કરતા અમરેલીે એસઓજી ઉપર અભિનંદનનો વરસાદ વરસીે રહયો છે.
આ બનાવની વિગત એવી છે કે, ગઇ તા.09/06/2019 નાં રોજ દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન એ રીતેનાં રાત્રીનાં સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી, વતી જીવલેણ ગંભીર ઇજાઓ કરી તેઓએ પહેરલ સોના-ચાંદીનાદાગીના તથા મોબાઇલ ફોન નંગ-2 મળી કુલ મુદામાલ કિ.રૂા.1,52,500/- ની લુંટ કરી ખાટલા સાથે બાંઘી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ કરી નાશી ગયેલ હતા અને આ બનાવમાં ઉંડી ઉતરેલી અમરેલી એસ.ઓ.જી.એ આ બનાવમાં નવ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં (1) ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે.લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ(2) ઉજીબીન ઉર્ફે બાવલી વા/ઓ ચંદુભાઇ વાઘેલારહે.લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ (3) વિશુ ઉર્ફે નનુ ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ(4) ફલજી જીલુભાઇ સાઢમીયા રહે. મુળ દુઘેલી ગામની સીમમાં વાડી વિસ્તાર હાલ રહે. ચોટીલા મફતીયાપરા ચામુંડા ધર્મશાળા ગેસ્ટ હાઉસની પાછળ ચોટીલા જી.સુરેન્દ્રનગર(5) હરેશ ઉર્ફે ભુરી ચંદુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ(6) કાળુભાઇ લખુભાઇ જીલીયા રહે.લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ(7) કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા હળીયાદ રામદેવપીરના મંદિર પાસે તા.વલ્લભીપુર જી. ભાવનગર(8) મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઇ સાડમીયારહે. બોટાદ, હણકુયનવહથ્થા હનુમાનજીનાં મંદિર પાસે, તા.જી.બોટાદ (9) મુકેશ ઉર્ફે ભયલુ ભાવું ઉર્ફે બાબુભાઇ વાઘેલા,રહે. હળીયાદતા.વલ્લભીપુરજી.ભાવનગરનો સમાવેશ થાય છે.આ ગેંગે પોલીસને આપેલી કબુલાતમાં ગઇ તા.03/10/2018 નાં રોજ બોરાણા, બબાભાનાં પાદરમાં તા.લીંબડી જી.સુરેન્દ્રનગર ખાતે રહેતા બોજીબેન ઉર્/ં ઘનજીભાઇ અરજણભાઇ મંદુરીયા નાંઓ આશરે-100 વર્ષ જેટલી ઉંમરનાં હોય, તેઓને માર મારી કાનમાં રહેલ સોનાની કડીઓ લૂંટ કરી, આ મોટી ઉંમરનાં માજીની હત્યા કરી લૂંટ કરેલ હતી,ગઇ તા.16/1/2019 નાં રોજ ગલસાણા ગામની સીમ તા.ઘંઘુકા જી.અમદાવાદ ગ્રામ્યમાં લક્ષ્મણભાઇ ભીખાભાઇ ભરવાડતથા તેનાં પત્ની સોનાબેન તેની વાડીએ સુતેલા હોય, તે દરમિયાન પાંચેક અજાણ્યા માણસો લાકડાનાં ડંડા, લોખંડનાં ઘારીયા, વતી બન્ને વૃધ્ધ દંપતિને આડેઘડ માર મારી લક્ષ્મણભાઇ ભીખાભાઇ મેવાડા, ભરવાડની હત્યા કરી તે બન્ને પતિ-પત્નીએ સોનાના દાગીનાં તથા ચાંદીના કડા તથા મોબાઇલની લૂંટ કરી નાશી ગયેલા હતા. ગઇ તા.24/04/2019 નાં રોજ ઘાંઘળી તા.શિહોર જી. ભાવનગર ગામની સીમમાં રાત્રીનાં સમયે સંજયભાઇ બીજલભાઇ પરમાર તથા તેનાં પત્ની રાઘાબેન તથા તેનાં બાળકો તેનાં ઘરે હાજર હોય, તે વખતે ચારેક જણા આવી પોતાને માર મારવા લાગતા સંજયભાઇ ભાગવા જતા તેનાં પુત્રનાં ગળે ઘારીયુ રાખી સંજયભાઇની પાછા બોલાવી લોખંડનું ભાલુ, લાકડાનો ઘોકોતથાઘારીયાથી સંજયભાઇને આડેઘડ માર મારી સંજયભાઇની હત્યા કરી અને ચાંદીનાં કડલાતથા સરલ તથા સોનાના દાગીના તથા ચાંદીનો કંદોરોની લુંટ કરી નાશી ગયેલ હતા. ગઇ તા.04/05/2019 નાં રોજ ફેદરાગામની સીમ, ગુણોદય ઘામ તા.ઘંઘુકા, જી.અમદાવાદ ખાતે જશુભાઇ ભરવાડનો પરિવાર રહેતો હોયઅને રાત્રીનાં સમયે 10 થી 12 માણસોએ લોખંડનાં ઘોકા, લોખંડની કોશ લઇ જશુભાઇનાં પત્ની તેની દિકરીતથા દિકરાઓ તથા દિકરાઓની વહુઓને આડેઘડ માર મારી જશુભાઇ ડોંડા (ભરવાડ)ની હત્યા કરી સોના-ચાંદીનાં દાગીનાં હાથમાં પહેરેલ સરલ, કાનમાં પહેરેલ પોખણ, સોનાના વેઢલા, વિગેરેની લુંટ કરીનાશી ગયેલ હતા. ગઇ તા.19/11/2017 નાં રોજ હળીયાદ તા.વલ્લભીપુર જી.ભાવનગર ખાતે દેવજીભાઇ કાનજીભાઇ નાવડીયા (પટેલ) અને તેનાં પત્ની અંજુબેન તથા તેનાં પરિવારનાં સભ્યો રાત્રીનાં સમયે ઘરે સુતા હોય, તે દરમ્યાન ત્રણેક અજાણ્યા ઈસમો આવી તેની પત્નીને તથા દેવજીભાઇને માથાનાં ભાગે માર મારી અંજુબેનની કાનની બુંટ, તથા નાકની ચૂંક તથા રોકડ રૂપીયા તથા નથડી વિગેરેની લુંટ કરી નાશી ગયેલ હતા અને અંજુબેન દેવજીભાઇ નાવડીયા (પટેલ) સારવાર દરમ્યાન મરણ ગયેલ હતા.ગઇ તા.27/03/2019 નાં રોજ વાટાવચ્છ ગામની સીમમાં આવળીયા વાડી તા.સાયલા જી.સુરેન્દ્રનગર ખાતે રાયસંગભાઇ નનુભાઇ તથા તેમનાં પત્ની જમનીબેન નાંઓ તેની વાડીએ હાજર હોય, અને રાત્રીનાં સમયે સુતા હોય તે દરમ્યાન ત્રણ થી ચાર અજાણ્યા ઈસમોએ કોઇ હથિયાર વતી આ બન્ને વૃધ્ધ દંપતિને આડેઘડ માર મારી ગંભીર રીતે ઘાયલ કરી તેઓએ પહેરેલ સોનાના દાગીનાની લુંટ કરી નાશી ગયેલ હતા અને આ બન્ને વૃધ્ધ દંપતી સારવાર દરમ્યાન મરણ ગયેલ હતા આમ, આ આરોપીઓ લુંટનાં ઇરાદે ડબલ મર્ડર કરેલ હતા.આમ, ઉપરોક્ત આરોપીઓએ અલગ-અલગ જીલ્લામાં ગંભીર હથિયારો ઘારણ કરી 7 (સાત) હત્યાઓ કરી, લૂંટ કરી નાશી ગયેલ હતા અને ઉપરોક્ત તમામ ગુન્હાઓ આજદિન સુઘી અનડીટેક્ટ હોય, ઉપરોક્ત તમામ સાત હત્યાના બનાવનો અમરેલી એસ.ઓ.જી.એ ભેદ ઉકેલેલ છે. આ આરોપીઓએ હત્યા સિવાય અનેક જગ્યાએ લૂંટ તથા ચોરી કરી હતી જેમા ગઇ તા.09/06/2019નાં રોજ બાબરાનાં દરેડ ગામની સીમમાં વૃધ્ધ દંપતીને માર મારી સોના-ચાંદીનાં દાગીનાંની લુંટ કરેલ હતી.ગઇ તા.30/05/2019 નાં રોજ ઘંટીયા ગામે તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ ગામે ઝુપડામાંથી સોનાની બુટી ચાંદીનું કડુ તથા મોબાઇલ તથા ઘડીયાળ તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી. ગઇ તા.30/04/2019 નાં રોજ નાની મોરસલ ગામની સીમ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ખાતે બે પુરૂષ તથા એક સ્ત્રીએ સાથે મળી ફરિ.ની પત્નીનાં સોનાં-ચાંદીનાં દાગીનાંની ચોરી કરેલ હતી. તથા આ ગામમાંથી અન્ય એક ચોરી મળી કુલ-2, ચોરીઓ કરેલ હતી. સુદામડા તા.સાયલા, જી.સુરેન્દ્રનગર ખાતેથી સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમની ચોરી કરેલ હતી.
આંબારેલી સીમેજની સીમ તા.ઘોળકા, જી.અમદાવાદ ખાતેથી સોના-ચાંદીનાં દાગીના તથા મોબાઇલ ફોનની, માર મારી લુંટ કરેલ હતી. જોબાળ તા.ચુડા જી.સુરેન્દ્રનગર ખાતેથી એક જોડી બુટી તથા રોકડ રકમની લૂંટ કરેલ હતી. ખીતલા તા.સાયલા જી.સુરેન્દ્રનગર ગામેથી આજથી પાંચેક માસ પહેલા ભરવાડ (રબારી) નાં બહેનને માર મારી કાનમાં પહેરેલ વેઢલા નંગ-6ની લૂંટ કરેલ હતી. ચોટીલા હાઇ-વે ઉપર દેહવર ચોકડી પાસે કોઇ સાઘુને માર મારી રોકડા રૂ.9,000/-ની લુંટ કરેલ હતી.
આ ગેંગની ગુન્હો કરવાની રીત એવી હતી કે, આ કામનાં મુખ્ય આરોપી ચંદુ તથા તેની પત્ની બાવલી ઉર્ફે ઉજીબેન આગલા દિવસે વાડી વિસ્તારમાં રહેતા હોય, અથવા એકબાજુ અવાવરૂ જગ્યા વાડી વિસ્તારમાં મકાન હોય, તેની રેકી કરી બીજા દિવસે તેનાં સગા વ્હાલાઓને લઇને લૂંટને અંજામ આપવા માટે મોટર સાયકલ ઉપર મુસાફરી કરી જતા હતા અને રસ્તામાંથી તથા ખેતરોમાંથી જે હથિયાર મળે તે લઇ લેતા અથવા બાવળનાં ઘોકા કાપી રાત્રીનાં સમયગાળા દરમ્યાન નિંદ્રામાં સુતેલ વ્યકતિનાં માથામાં આડેઘડ માર મારી ઈજા કરી કાન, કાપી તથા પગમાં તથા હાથનાં કડલા પકડ વડે પહોળા કરી લૂંટ કરી નાશી જતા હતા. તેમજ રાત્રીનાં સમયગાળા દરમ્યાન લુંટને અંજામ આપતી વખતે બાવલી ઉર્ફે ઉજીબેન પુરૂષનાં કપડા ઘારણ કરતી હતી. જેથી તેની ઓળખ ન થઇ શકે અને આ બઘા બનાવોમાં તેનાં દિકરાઓ તથા જમાઇઓ તથા ભાઇનો પરિવાર મળી લૂંટનાં ઈરાદે હત્યાઓને અંજામ આપેલ હતો. આ ગેંગ પાસેથી પોલીસે સોનાના દાગીનાઓ ગજરા કાપ જોડી-2, કાનમાં પહેરવાની બુટી જોડી-2, કાનમાં પહેરવાનાં કોકરવા જોડી-1, કાનમાં પહેરવાનો ઠોળીયુ નંગ-1, કાનમાં પહેરવાનો ઠોળીયાનો કટકો-1, કાનમાં પહેરવાની સોનાની વાળી નંગ-6, સોનાનો પારો નંગ-1, સોનાની ચૂંક-1, સોનાની પોખાની જોડી-1, નાકનો દાણો-1, કુલ કિ.રૂા.2,23,730/- (બે લાખ તેવીસ હજાર સાતસો ત્રીસ) ચાંદીનાં દાગીનાઓ, ચાંદીનાં કડાનાં ટુંકડા નંગ-8, કમરનો કંદોરો-1, ચાંદીનાં પગનાં કડા જોડી-1, ચાંદીનાં હાથનાં સરલ જોડી-1, નાના ચાંદીનાં બાળકોનાં સરલ જોડી-1, ચાંદીનાં છડા જોડી-1, વાળમાં નાખવાની ચાંદીની પીન જોડી-1, પગમાં તથા હાથમાં પહેરવાની કડી નંગ-2, ચાંદીનુ હાથનું સરલ નંગ-1, પગનાં ચાંદીનાં કડા જોડી-2, હાથમાં પહેરવાનું કડુ-1, ખોટા છડા જોડી-1, કુલકિ.રૂા.1,81,301/- (એક લાખ એકયાશી હજાર ત્રણશો એક)મોબાઇલ ફોન- અલગ-અલગ કંપનીનાં એન્ડ્રોઇડ તથા સાદા કીપેઇડવાળા ફોન નંગ-11કિ.રૂા. 15,500/-(પંદર હજાર પાંચસો)અન્ય મુદ્દામાલ- ટાઇટન કંપનીની ઘડીયાળ-1, સ્ટીલનાં મોટા વાટકા-6, પર્સ-1, તથા હથિયાર- લોખંડની કોશ-1, લોખંડનાં ઘારીયા-4, કુહાડી-1, છરી-1, કિ.રૂા. કિરૂા.2690/- વાહનો- મોટર સાયકલ નંગ-4,કિ.રૂા.70,000/- (સીતેર હજાર)મળી કુલ મુદ્દામાલ સોના-ચાંદીનાં દાગીનાં તથા મોબાઇલ તથા હથિયારો તથા મોટર સાયકલો તથા અન્ય ચિજ વસ્તુઓ મળી કુલ કિ.રૂા. 4,93,221 /- (ચાર લાખ ત્રાણું હજાર બસ્સો એકવીસ રૂપિયા) નો કબ્જે કરવામાં આવેલ છે.આમ, આ કામનાં તમામ આરોપીઓ દેવીપુજક સમાજનાં છે તથા તમામ સગા-સંબંધીઓ છે. ઉપરોક્ત હત્યાઓ તથા લૂંટનાં બનાવોમાં હજુ વઘુ નામો ખુલવાની શક્યતાઓ છે. તેમજ હજુ અનેક ચોરીતથા લૂંટનો ભેદ ઉકેલવાની શક્યતા છે તેમજ આરોપીઓનાં રહેણાંક મકાને તપાસ કરતા ઉપરોક્ત બઘા આરોપીઓ લૂંટ કરવા જવાની તૈયારી માટે ભેગા થયેલ હોય, જેને બાબરનાં ગુન્હામાં શંકાનાં આઘારે અમરેલી લાવી યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ઉપરોક્ત તમામ ગુન્હાઓનો ભેદ ઉકેલવામા સફળતા મળેલ અને તમામ આરોપીઓની આજરોજ અમરેલી ખાતેથી ઘરપકડ કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓએ ચોરીનો અન્ય મુદ્દામાલ બોટાદ તથા શિહોરમાં અલગ-અલગ જગ્યાએ વહેચેલ છે. તે બાબતે આગળની તપાસની તજવીજ શરૂ છે. આમ, અમરેલી એસ.ઓ.જી.નાં પોલીસ સબ ઈન્સ.શ્રીઆર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ બાતમી તથા ટેક્નિકલ વૈજ્ઞાનિક પધ્ધતિથી સાત હત્યા તેમજ આંઠ જેટલી લૂંટ તથા ચોરીના અનડીટેક ગુન્હાઓનો ભેદ ઉકેલી નવ જેટલા આરોપીઓની ઘરપકડ કરી આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂા.4,90,671/- નો રીકવર કરવામાં સફળતા મળેલ છે.
ઉપરોક્ત કામગીરી પોલીસ સબ ઈન્સ.શ્રીઆર.કે.કરમટા તથા છજીૈં પ્રકાશભાઇ જોષી તથા છજીૈં હેતલબેન કોવાડીયા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ચાવડા તથા ભાસ્કરભાઇ નાંદવા, જયસુખભાઇ આસલીયા, સંજયભાઇ પરમાર તથા ભગવાનભાઇ ભીલ તથા કિશનભાઇ હાડગરડા, તથા જયરાજભાઇ વાળા ગીરીરાજસિંહ જાડેજા, ગોકળભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા, સુરેશભાઇ ચૌહાણ, તુષારભાઇ પાચાણી, જેશીંગભાઇ કોચરા, દેવેન્દ્રસિંહ ગોહિલ, કેતનભાઇ ગરણીયા, જોડાયા હતા.


અમરેલી શહેરમાં સરકારે ભુગર્ભ ગટર પાછળ ખર્ચેલા કરોડો રૂપીયાનું આંધણ

અમરેલી,
અમરેલી શહેરમાં ચોમાસા પુર્વે નગરપાલિકાએ પ્રિમોન્સુન કામગીરી ન કરવાથી પોલમપોલ ખુલ્લી પડી છે. અમરેલી શહેરમાં સવજીપરા રોડ, બટારવાડી, ગજેરાપરા તેમજ શહેરના અનેક સોસાયટી વિસ્તારોમાં ભુગર્ભ ગટરની કામગીરી બાદ રસ્તાઓ ન બનવાના કારણે સામાન્ય વરસાદે નર્કાગાર જેવી પરીસ્થીતી સર્જાયેલ જોવા મળે છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતા મોટા મોટા ખાડાઓ પડી જવાના કારણે રાહ દારીયો અને વાહન ચાલકોને મુસ્કેેલી પડી રહી છે સરકાર દ્વારા શહેરના રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપીયા ફાળવેલ છે ત્યાારે હજુ સુધી પાલિકા દ્વારા રોડ બનાવવામાં ન આવતા લોકોમાં રોશની લાગણી વ્યાપેલ છે. અમરેલીમાં મેઇન રોડ થી માંડીને મોટાભાગના માર્ગો પર પાણી ભરાવાના કારણે કીચડના થર જામ્યા છે. અમરેલી ચીતલ રોડ આવેલ મેઇન રોડ અને આસ પાસ ની સોસાયટીઓમાં ભુગર્ભ ગટરના ઢાંકણા તુટતા મોતના કુવા સમાન હોવાથી લોકો અને વાહન ચાલકોને જીવનું જોખમ રહે છે. અમરેલી આર્યુેવેદ દવાખાના સામે ડો.એન.એન.દેસાઇના દવાખાના પાસે ખુલ્લી ગટરના બેલાઓ ગટરમાં પડી જતા ખાડો પટેલ છે અને ગટરનું પાણી પસાર થવામાં પણ નડતર રૂપ બને છે. તેમજ રોડ ઉપર ખાડાઓ પડી જતા ગંદકી ફેલાઇ છે સવજીપરા રોડ નરકાગાર જેવો હોવાથી ચારો તરફ પાણી ભરાતા રાહદારીઓને ચાલવુ પણ મુસ્કેલ બન્યુ છે ગરેરાપરા વિસ્તાર કે જયા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવાસ સ્થાન પણ આવેલ છે આ વિસ્તારમાં પણ રસ્તાઓની દુરદસા બની છે ઠેર ઠેર ખાડાઓ પડી જતા પાણીના ખાબોચીયાઓ ભરાયા છે અને લોકોને ચાલવુ પણ મુસ્કેલ બન્યુ છે જયારે લીલીયા ોડ પર ડો.પરમારના દવાખાના પાસે મેઇન રોડ ઉપર ભુગર્ભ ગટરનું ઢાંકણુ તુટી જવાથી લોકોને અને વાહન ચાલકોને જીવનું જોખમ રહે છે.અમરેલી શહેરમાં અનેક સોસાયટી વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર તેમજ શેરી ગલીઓમાં ભુગર્ભ ગટરના કુંડીઓનું કામ અને ગટરના ઢાંકણા નબળા ફીટ કરેલ હોવાના કારણે તુટી જાય છે. ભુગર્ભ ગટરનું નબળુ કામ જયારે સામે આવી રહયુ છે ત્યારે સરકારે કરોડો રૂપીયાનો ખર્ચ કરવા છતા પ્રજાના પરશેવાની કમાણી ધ્ાુળધધાણી થઇ રહી છે. ત્યાારે ભુગર્ભ ગટરનું કામ કારનારી એજન્સીઓ સામે અમરેલી જીલ્લા કલેકટરશ્રી વહેલી તકે પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોકોની માંગ છે.


દામનગરમાં આખલાઓનો આતંક : પાંચને ઉડાડયા

દામનગર,દામનગરના મોટા બસસ્ટેન્ડ પાસે ત્રણ નાના બાળકો અને બે મોટી વ્યક્તિઓને બેફામ બનેલા આખલાઓએ ફગોળતા ગંભીર ઈજા થઇ હતી. સરદાર ચોક મોટા બસસ્ટેન્ડ જૂની શાકમાર્કેટ ખોડિયાર ચોક લુહાર શેરી અજમેરા શોપિંગ રાભડા રોડ નવી શાકમાર્કેટ ઢીકુડી વાડી મોટા બસસ્ટેન્ડ વિસ્તાર માં મહામહેનતે આલખા ની ચુગાલ માં ફસાયેલ વ્યક્તિ ને રાહદારી ઓ એ મુક્ત કરાવ્યા હતા દામનગર શહેર માં આજે બપોર પછી મોટા બસસ્ટેન્ડ વિસ્તાર ને બાન માં લેતા આખલા એ પાંચ થી વધુ ને ગંભીર ઇજા ઓ કરી હતી આખલા ના આતંક નો ભોગ બનેલ વ્યક્તિ ઓ ને વિવિધ હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા અનેકો ને વધુ સારવાર માટે રીફર કરી ભાવનગર રાજકોટ અમરેલી જેવા શહેર માં રીફર કરાયા હતા પાલિકા તંત્ર પાસે રેઢીયાળ ઢોર પુરવા નો ડબ્બો છે પણ પાલિકા તંત્ર સંપૂર્ણ નીરસ છે.


બગસરામાં પાલિકાની છ બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાઇ

બગસરા, બગસરા માં આવતી 7/7/2019 ના રોજ નગર પાલિકાના પાંચ વોર્ડ માં ખાલી પડેલ છ સભ્યોની જગ્યા માટે ચૂંટણી યોજવા ની છે ત્યારે બગસરા વોર્ડ ન. 2,3,4,અને6 7 માટે પેટા ચૂંટણી યોજવા ની છે જેમાં વોર્ડ ન.2 માં સામાન્ય મહિલા 1 વોર્ડ ન. 3માટે સામાન્ય મહિલા 2 વોર્ડ ન. 4 માટે બક્ષીપંચ પુરુષ 1 વોર્ડ ન.6 માટે સામાન્ય મહિલા1 એમ ચાર વોર્ડ માં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે બગસરા માં ભાજપ દ્વારા અહીંની બ્રહ્મ સમાજ ની વાડી માં સેન્સ લેવા માટે અમરેલી જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ વેકરીયા, રાજુભાઇ ગીડા, હિતેશભાઈ જોષી, બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા, બગસરા શહેર ભાજપ મંત્રી તેમજ નગર પાલિકા ઉપ પ્રમુખ નિતેષ ડોડીઆ, બગસરા શહેર ભાજપ પ્રભારી મધુબેન જોષી તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ માયાણી સહિત હાજર રહ્યા


error: Content is protected !!