Main Menu

Thursday, June 20th, 2019

 

અમરેલીમાં ત્રણ અલગ પોલીસ સ્ટેશન બનાવો : શ્રી ધાનાણી

અમરેલી,અમરેલીના ધારાસભ્ય અને રાજયના વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ અમરેલી શહેરના પોલીસ સ્ટેશનના અલગ અલગ ડીવીઝન કરવાની રજુઆત રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને કરી છે. શ્રી ધાનાાણીએ જણાવ્યું છે કે,મારા વિધાનસભા મતવિસ્તાર અમરેલીમાં એક શહેર પોલીસ સ્ટેશન છે. અમરેલી શહેરની આસપાસના તમામ વિસ્તારોમાં નવી સોસાયટીઓ વિકસી રહેલ છે. તથા અમરેલી ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં બહાર ગામથી વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. જેના હિસાબે અમરેલી શહેરનો રહેણાંક વિસ્તાર ચારેબાજુ નવી સોસાયટીઓ બનતા ખુબ જ વધી રહેલ છે. જેના કારણે દુરના વિસ્તારોમાં ચોરી, લુંટફાટ, મારા મારી વગેરે નાના મોટો બનાવો અવાર – નવાર બનતા રહે છે. જેની સામે અમરેલી શહેરમાં ફકત એક જ પોલીસ સ્ટેશન હોવાથી લોકોને ફરિયાદો માટે ખુબ જ હેરાનગતિ થાય છે. અને દુરના વિસ્તારોના લોકો તેઓની નાની – મોટી ફરિયાદો માટે પોલીસ મથકે આવતા પણ નથી. જેથી શહેરી વિસ્તાર ખુબ જ મોટો હોય એકજ પોલીસ મથક અપૂરતું છે. કારણ કે, સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ વાર પેટ્રોલીંગ ન થવાના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધતુ રહે છે. જેથી ગુનાખોરી ડામવા અને લોકો ભયમુકત રીતે જીવન જીવી શકે અને અસામાજીક તત્વોનુ સામ્રાજય દુર થાય તે માટે અમરેલી શહેરમાં નીચે મુજબનાં વિસ્તારવાર પોલીસ સ્ટેશન / આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને ખુબ જ રાહત થાય અને અસામાજિક તત્વો ઉપર અંકુશ લાદી શકાય, માટે આપની કક્ષાએથી ખરાઇ કરાવી અમરેલી શહેરનું ત્રણ ભાગમાં અલગ – અલગ ડીવીઝન કરવું જરૂરી છે. જે મુજબ લાઠી બાયપાસ, ચકકરગઢ બાયપાસ, લીલીયા બાયપાસ, સાવરકુંડલા બાયપાસ, કુકાવાવ રોડ જુના જકાતનાક ઉપર તેમજ ચીતલ રોડ, ધારી રોડ ઉપર. ઉક્ત સ્થળોએ બાયપાસ ક્રોસીંગ થતા રસ્તાઓ ઉપર પોસ્ટ પોલીસ ચોકીઓ બનાવી અલગ – અલગ ડીવીઝનો અમરેલી શહેર માટે એ – ડીવીઝન તથા રેલ્વે ક્રોસીંગ બહારના તમામ વિસ્તાર માટે બી -ડીવીઝન તેમજ ઠેબી નદીપારના તમામ વિસ્તાર માટે સી – ડીવીઝન એ મુજબ ત્રણ ડીવીઝનો બનાવી અમરેલી શહેર તથા બહારનો તમામ વિસ્તાર આવરી લઇ પોલીસ ઇન્સ્પેકટરની નિમણૂંક કરવી અને હાલની વસ્તી મુજબ મહેકમ મંજુર કરવુ તથા વધ્ાુ પોલીસ વાન ફાળવવા તુર્તજ કાર્યવાહી થવા મારી વિનંતી સહ ભલામણ છે. તેમ શ્રી પરેશ ધાનાણીએ જણાવેલ છે.


ધારી શહેરમાં પ્રસિધ્ધ જીવનમુકતેશ્ર્વર પાસે હનુમાનજીની મૂર્તિ ખંડીત કરતા હરામખોરો

અમરેલી,ધારીમાં નબાપરામાં આવેલા જીવનમુકતેશ્ર્વર મંદિર પાસે આવેલ હનુમાનજીની મુર્તી ઉપર કુહાડીના ઘા ઝીકી તોડવાનો પ્રયાસ કોઇ હરામખોર દ્વારા થતા ધારીમાં લોકોની ધાર્મિર્ક લાગણી દુભાઇ છે અને આ બનાવની જાણ થતા પોલીસ દ્વારા આ હરામખોરને પકડવાની તજવીજ શરૂ કરાઇ હોવાનું જાણવા મળેલ છે.


દામનગરમાંથી ક્રિકેટ મેચ ઉપર ચાલતો સટ્ટો પકડતી અમરેલીની એલસીબી ટીમ

અમરેલી,અમરેલી એસપી નિર્લિપ્ત રાયની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી.એમ.એસ.રાણાના માર્ગદર્શન તળે તા.18/06/2019 ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી.ટીમે દામનગરમાં, ભગીરથ સોસાયટીમાંથી ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલ વર્લ્ડ કપની વન ડે ક્રિકેટ મેચ દરમ્યામ મોબાઇલ ફોનમાં ક્રિકેટ લાઇવ એપ્લીમકેશન ઉપર ક્રિકેટ મેચનાં સ્કોરના આધારે અલગ અલગ કોડવર્ડ/મોબાઇલ નંબર વાળા ઇસમો પાસેથી હારજીતનાં આંકડા/સેસનનો વેપાર લઇ/ સટ્ટો લઇ અન્ય બુકીને વેપાર આપી, ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતો રમાડતો ઇનાયતભાઇ ઇકબાલભાઇ સૈયદ, ઉ.વ.25, ધંધો વેપાર રહે.દામનગર, ભગીરથસોસાયટી તા.લાઠી ને રોકડા રૂ.8,500/- તથા મોબાઇલ ફોન નંગ-2, કિં.રૂ.20,500/- તથા બોલપેન, નોટબુક વિ. જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.29,000/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે તથા સંડોવાયેલ અન્ય શખ્સોે સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ સટોડીયાને દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.


આખરે દામનગર શહેરમાં હડકાયા થયેલ આખલાનો આતંક દુર થયો

દામનગર,
દામનગરમાં 15 થી વધુ ને નાની મોટી ઇજા ઓ કરી હાહાકાર મચાવનારા હડકાયા આખલાને આખરે કેદ કરી દેવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદી શાળાના સ્વંયમ સેવકો અને પશુ ડોકટર શ્રી જયેશ મકવાણા સહિત ના કાફલા ની ભારે મહેનત બાદ હડકાયા થયેલ આખલાને ધેનના ઇન્જેક્શન થી કાબુ કરી બાંધી દેવાયો હતો આ અંગે પશુ તબીબે જણાવ્યું હતું કે આ આખલો હડકાયો થયો છે તેથી ધુરી ચડે તેથી માનસિક સંતુલન ગુમાવી ભારે હિંસક બને આ હડકાયા થયેલ આખલા ને મુક્ત કરાય તો ભારે વિનાશકારી બની શકે છે આ હડકાયા થયેલ આખલો ત્રણ દિવસ મૃત્યુ પામે છે આ હડકવા ના વાયરસ ની કોઈ રસી કે ઈલાજ નથી તેમ જણાવ્યું હતું સ્થાનિક નગરપાલિકા એ રેઢિયાર ઢોર નું નિયમન કરવા ની વ્યવસ્થા કરી જોઈ એ અને સરકારી તંત્ર એ મામલતદાર શ્રી એ તાકીદે આવી સ્થિતિ માં સ્થાનિક પોલીસ ને સૂચના આપી કેદ કરવા આદેશ આપવો જોઈ એ માનવ જીવન ને મહત્તા આપી સવિવેક આવી સ્થિતિ માં મૂલ્યવાન માનવ જીવન ને બચાવવા હડકાયા થયેલ પશુનો સત્વરે નિકાલ કરી ભય મુક્ત કરવા સ્થાનિક પાલીકા અને પોલીસે સક્ષમ અધિકારી ની મજુરી મેળવી નિર્ણય કર્યો હોય તો પંદર થી વધુ વ્યક્તિ ઓ ઇજા ઓ માં થી બચાવી શકાયા હોત.


અમરેલી જિલ્લામાં પાકવીમાના આઠ કરોડ આવ્યા પણ ટકાવારી ન આવી

અમરેલી,
અમરેલી જિલાના મુખ્ય કપાસના પાકનો 2018નો પાકવીમો કેટલો આવશે તેની ઉપર ધરતીપુત્રોની મીટ મંડાઇ છે.
અમરેલી જિલ્લા બેન્કમાં રૂપિયા આઠ કરોડની એક રકમ જમા થઇ હતી પણ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં સોમવાર સુધી કોઇ નાણા જમા થયા ન હતા આ આઠ કરોડની રકમ માત્ર પહેલી હપ્તો હતો કે પછી બીજી રકમ આવવાની છે તેની સતત ચર્ચાઓ, ચાલી રહી છે.સાથે સાથે પાકવીમાની ટકાવારી પણ હજુ જાહેર ન થઇ હોય કયા તાલુકાને કેટલા ટકા મંજુર થાય છે તેની ઉપર પણ સૌની મીટ મંડાઇ છે.


error: Content is protected !!