Main Menu

Saturday, June 22nd, 2019

 

અમરેલીમાં 7 મી આર્થિક ગણતરીની તૈયારી:ગણતરીદારોને તાલીમ

અમરેલી,
આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સરકારશ્રી દ્વારા 7મી આર્થિક ગણતરી હાથ ધરાશે.
જેમાં નાના મોટા તમામ આર્થિક એકમોની ગણતરી કરીને ક્ષેત્રીય તથા સુપરવિઝનની કામગીરી કોમન સર્વિસ સેન્ટર (ભજીભ) દ્વારા કરવામાં આવશે તો તેના ભાગરૂપે આજ રોજ જિલ્લા આયોજન કચેરી અમરેલીના સભાખંડ ખાતે જિલ્લાના અમરેલી, લીલીયા, લાઠી, બાબરા, બગસરા, કુંકાવાવ, ધારી, સાવરકુંડલાના તમામ ગણતરીદારોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમ જિલ્લા મેનેજરશ્રી (ભજીભ) અભય મોડાસીયાના પરામર્શમાં રહી યોજાઈ હતી. આ તાલીમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયાએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં 7મી આર્થિક ગણતરી સંપૂર્ણપણે આઈ.ટી. પ્લેટફોર્મ આધારે થનાર છે તો દરેક ગણતરીદારોએ વિભાગ દ્વારા અધિકારીશ્રી ડી.એ.ગોહિલ સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના લગભગ 1613 જેટલા ગણતરીદારોને આશરે 15 દિવસની ખાસ તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયાના લગભગ બે મહિનામાં આ ગણતરી પૂર્ણ થઇ જશે. આ ગણતરી ચોકસાઈપૂર્વક થાય છે તેનું ધ્યાન રાખવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા 10 % રેન્ડમ સુપરવાઇઝ પણ થશે જેથી કોઈ ક્ષતિનો અવકાશ ન રહે. આ પ્રસંગે શર્જીજીંના અધિકારીશ્રી વૈધ્ય સહીત લગભગ 323 જેટલા ગણતરીદારો ઉપસ્થિત રહ્યા હતા.


મરીન પીપાવાવના રામપરા – 2 ગામે રહેતા યુવાન સાથે રૂપિયા13 લાખની છેતરપીંડી

અમરેલી, (ક્રાઇમ રીપોર્ટર) મરીન પીપાવાવના રામપરા – 2 ગામે પીપાવાવ પોર્ટમા ં નોકરી કરતા વઢવાણ તાલુકાના ખારવાની પોળ નિરવભાઇ કાન્તીભાઇ વાઘેલા ને તુષાર રાઠોડ, રાજેશકુમાર , મલય પટેલ, હીયા ધાની, અભય રાયચંદ, ઉમેશકુમાર, ડો. અનિરૂધ્ધ, નવિનકુમાર, કવિતા કિમાટી, દિક્ષા યાદવ, હીંમાશુકુમાર મહેતા, મનિષ ચોરસીયા, રાજીવ બાધ્ોલા , જયરાજસિંહ વાઘેલાએ પોતાની રોયલ ફ્રેન્ડશીપ કલબના મેબર બનવા પોત્સાહીત કરી અગલ – અલગ બેંક એકાઉન્ટ અને આગડીયા મારફતે રૂા.13 લાખની છેતરપીંડી કર્યા ની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


બગસરાથી નવ કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડતી એસઓજી

ગુજરાત  રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવી ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્તે જતું બચાવવા માટે મિશનના ભાગરૂપે કેફી પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઇસમો ઉપર સખ્ત રીતે કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલીના ઓએ અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાંને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતાં બચાવવા માટે કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી. અમરેલીએ બગસરા માંથી ગાંજાના જથ્થા સાથે ભીમજી ભાઇ રાધવભાઇ લાખાણી ઉ.વ.-72 ધંધો.-નિવૃત રહે. બગસરા બંગલીચોક જુનો ગંજીવાડ જી.અમરેલી કબ્જે કરેલ મુદામાલ:-ગાંજો 9.390 કિલોગ્રામ કિ.રૂ.56,340 તથા વજનકાંટા પ્લાસ્ટીકના ઝબલા વિગેરે કિ.રૂા.330/- તથા રોકડા રૂા.3430/- મળી કુલ મુદામાલ સહિત કિ.રૂ.60,100/-ને ઝડપી પાડેલ છે. આરોપી અગાઉ પણ રાજકોટ રૂરલના ગોંડલ ખાતે ગાંજાના કેશમાં જેલમાં હતો અને એક મહિના પહેલા જેલમાંથી છુટેલ છે. અનેક વખત દારૂના કેસમાં પકડાયેલ છે. આરોપીને ગાંજો આપનારનું નામ ફરીયાદમાં ખોલવામાં આવેલ હોય અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરીમાં શ્રી આઇ.વી.રબારી સી.પી.આઇ. અમરેલી તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી. એ કરેલ છે.


અમરેલીમાં લાયન્સ કલબ રોયલ, સીટી અને મેઇનનો શપથ ગ્રહણ સમારોહ યોજાશ

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)
અમરેલીમાં લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ, સીટી, મેઇન શપથ ગ્રહણ સમારોહ તા. 22/6 શનિવાર સાંજના 6:00 કડવા પટેલ સમાજની વાડીમાં યોજાશે. કાર્યક્રમનું ઉદ્ધાટન ડિસ્ટ્રિકટ ગવર્નર દિવ્યેશભાઇ સાકરિયા કરશે. ઇન્સ્ટોલિંગ ઓફીસર એમજેએફ લાયન ભરતભાઇ મહેતા શપથ ગ્રહણ કરાવશે.
આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા, ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણી, વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, અમરેલી યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, અતિથિ વિશેષ – વસંતભાઇ મોવલિયા – સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિકટ ગવર્નર, સુરેશભાઇ સંધવી – ડિસ્ટ્રિકટ ગવર્નર, વિનોદભાઇ સરવૈયા – ડિસ્ટ્રિકટ ગવર્નર, રાજેશભાઇ દોશી – ડિસ્ટ્રિકટ ગવર્નર, હિતેષભાઇ કોઠારી – ડિસ્ટ્રિકટ ગવર્નર, ગીતાબેન સાવલા – ડિસ્ટ્રિકટ ગવર્નર, ધીરજલાલ રાણપરિયા – ડિસ્ટ્રિકટ ગવર્નર, મોનાબેન શેઠ – ડિસ્ટ્રિકટ ગવર્નર, ભાવનાબેન કોઠારી – ડિસ્ટ્રિકટ ગવર્નર, બિપીનભાઇ શેઠ – ડિસ્ટ્રિકટ ગવર્નર, મીનાબેન મહેતા – ડિસ્ટ્રિકટ ગવર્નર, ભારતીબેન સરવૈયા – રિજીયન ચેરપસર્ન, સંજયભાઇ સરવૈયા – રજીયન ચેરપસર્ન, કાંતિભાઇ વઘાસિયા – ઝોન ચેરપર્સન આ કાર્યક્રમમાં લાયન્સ કલબ ઓફ રોયલ પ્રમુખ રમેશભાઇ કાબરીયા, સીટીના પ્રમુખ પ્રા. મહેશભાઇ એમ.પટેલ, મેઇન પ્રમુખ ભરતભાઇ ચકરાણી ની ટીમને શપથ ગ્રહણ કરાવશે.


અમરેલીમાં વિશ્ર્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

યોગ  પ્રાચીન ભારતની અનમોલ આધ્યાત્મિક વિરાસત છે. યોગથી દરેક વ્યક્તિ આત્મિક, શારીરિક, માનસિક, સામાજિક શાંતિ પામી શકે છે. ભારત દેશની આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખવા આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે સતત પાંચમી વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને સમગ્ર દેશની સાથોસાથ અમરેલીમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાણા, નાયબ વન સંરક્ષકશ્રી ડો. પ્રિયંકા ગેહલોત જેવા મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગાસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રનભાઇ મોદીના પ્રવચન-સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ જે તમામ લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી ભટ્ટ, જિલ્લાણ ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સી.એમ. જાદવ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ-સભ્યો્ તથા મહાનુભાવો પણ યોગમાં જોડાયા હતા.આ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિન ઉજવણીમાં જિલ્લાભરમાં શાળા-સંસ્થાઓ-કેન્દ્રો પર લોકો યોગ દિન ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સિનીયર સીટીઝન્સ અને જિલ્લાના તમામ નગરજનો જોડાયા હતા.આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્યાસુઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ અને યોગનિદર્શન યોગશિક્ષકશ્રીએ તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગગુરૂઓએ કર્યુ હતુ. પ્રાચીન ભારતની અનમોલ આધ્યાત્મિક વિરાસત છે. યોગથી દરેક વ્યક્તિ આત્મિક, શારીરિક, માનસિક, સામાજિક શાંતિ પામી શકે છે. ભારત દેશની આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખવા આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આજે સતત પાંચમી વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને સમગ્ર દેશની સાથોસાથ અમરેલીમાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ મેદાન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પાડલીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાણા, નાયબ વન સંરક્ષકશ્રી ડો. પ્રિયંકા ગેહલોત જેવા મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગાસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝારખંડના રાંચી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રનભાઇ મોદીના પ્રવચન-સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ જે તમામ લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી ભટ્ટ, જિલ્લાણ ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સી.એમ. જાદવ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ-સભ્યો્ તથા મહાનુભાવો પણ યોગમાં જોડાયા હતા.આ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિન ઉજવણીમાં જિલ્લાભરમાં શાળા-સંસ્થાઓ-કેન્દ્રો પર લોકો યોગ દિન ઉજવણી માટે વિદ્યાર્થીઓ, સિનીયર સીટીઝન્સ અને જિલ્લાના તમામ નગરજનો જોડાયા હતા.આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્યાસુઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ અને યોગનિદર્શન યોગશિક્ષકશ્રીએ તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગગુરૂઓએ કર્યુ હતુ.


અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજને બીજું દેહદાન મળ્ય

અમરેલી,
અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજને થોડા દિવસ પહેલાજ એક દેહ દાન મળ્યા બાદ આજે બીજું દેહદાન મળ્યું છે. સુરતનાં વરાછા રોડ પર રહેતા સવજીભાઇ નાવડીયા ઉ.વ.78નાં દેહનું દાન શાંતાબા મેડીકલ કોલેજને અપાયું હતું


અપપ્રચાર કરી અમરેલીના પ્રતિષ્ઠીત શ્યામ ગૃપને તોડી પાડવાનો પ્રયાસ:શ્રી ઉદય ધાનાણીનો ધડાકો

અમરેલી,
અમરેલીમાં વેપારીઓને પ્રોત્સાહન આપવાને બદલે હેરાન કરાતા હોવાને કારણે અનેક સીધાસાાદા વેપારીઓ અમરેલી મુકીને ચાલ્યા ેગયા હોવાની અમને જાણ છે પણ અમારા પ્રતિષ્ઠીત શ્યામ ગૃપને તોડી પાડવાનો હીન કક્ષાનો પ્રયાસ હોવાનો ધડાકો અમરેલીના યુવાન ઉદ્યોગપતિ શ્રી ઉદય ધાનાણીએ કર્યો છે શ્રી ઉદયભાઇ ધાનાણીએ જણાવેલ છે કે, જો કોઇના નાણા બાકી હોય અને તે નાણા માંગતા હોય તો માત્ર 24 કલાકમાં હું દસ્તાવેજ કરી આપીશ કારણ કે આજ સુધી અમે લોકોના પરસેવાનો એક રૂપિયો પણ ખોટો કર્યો નથી અને હજારો લોકોનો વિશ્ર્વાસ અમારી સાથે છે. અમરેલીની એક પાર્ટી 70 કરોડમાં ઉઠી ગઇ તે અફવાનો ગોળો અમરેલીનો આર્થિક ધમધમાટ તોડી નાખવાનો હિન પ્રયાસ છે પણ લોકોનો વિશ્ર્વાસ અમારી સાથે છે ગામ મુકીને જવાનો સવાલ જ નથી હું અમારા પ્રતિષ્ઠીત શ્યામ ગૃપનો અપપ્રચાર નહી ચલાવી લઉ તેમ


અમરેલી જિલ્લાનાં આઠ નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી

રાજયના રેવન્યું વિભાગ સચીવાલય દ્વારા મામલતદારો અને પ્રોબેશનર મામલતદારોની માંગણી મુજબ બદલીઓ કરવામાં આવી છે. જેમાં 6 મામલતદારો અને 15 પ્રોબેશનર મામલતદારો તથા 56 નાયબ મામલતદારોનો પણ બદલી બઢતીમાં સમાવેશ થયો છે.
જેમાં અમરેલી જિલ્લામાં આઠ નાયબ મામલતદારોને મામળતદારની બઢતી આપી બદલી કરાઇ છે જેમાં શ્રી સીકે ટાંકને જુનાગઢ કલેકટરમાં ચીટનીસ તરીકે અને શ્રી એલ. એન. ઘેલાણીને સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે એડીશનલ ચીટનીસ તરીકે તથા શ્રી અતુલભાઇ બી. ભટ્ટને જુનાગઢ કલેકટરમાં પીઆરઓ તરીકે તથા શ્રી જે.એચ.બાવીશીને અમરેલી કલેકટર કચેરીમાં પીઆરઓ તરીકે તેમજ શ્રી ડી.એફ. ગોંડલીયાને ભાવનગર કલેકટરમાં ચીટનીસ તરીકે તેમજ શ્રી કે.બી. નારીયાને ભાવનગર આરટીએસમાં મામલતદાર તરીકે તથા શ્રીમતિ કલ્પનાબેન પડીયાને જુનાગઢ કલેકટરમાં એડીશનલ ચીટનીસ તરીકે તેમજ શ્રી એચ.પી. ચૌહાણને જુનાગઢ કલેકટર કચેરીમાં ડીજાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યાં છે.
જયારે જુનાગઢથી શ્રીમતિ બીંદુબેન કુબાવતને અમરેલી કલેકટરમાં એડીશનલ ચીટનીસ તરીકે અને ગીર સોમનાથી શ્રી એચ.જી. ડોડીયાને અમરેલી ડિઝાસ્ટરમાં મામલતદાર તરીકે તથા ગીર સોમનાથથી એમ.આર.ડોડીયાને અમરેલીમાં સીટી મામલતદાર તરીકે અને ગીર સોમનાથના એન.એચ.રામને અમરેલી કલેકટર કચેરીમાં ચીટનીસ તરીકે મુકવામાં આવ્યાં છે.


error: Content is protected !!