Main Menu

Monday, June 24th, 2019

 

અમરેલીમાં ગાયત્રી મંદિરે એક દિવસીય યોગ શીબીર યોજાઇ

અમરેલી,ગાયત્રી શક્તિપીઠ અમરેલી તથા રોટરી કલબ ઓફ અમરેલી ગીરનાં સંયુક્ત ઉપક્રમે તારીખ 21 જુન-2019નાં રોજ યોગદિવસ નીમીતે એક દિવસીય યોગ શીબીરનું આયોજન ગાયત્રી શક્તિપીઠ અમરેલીમાં સવારે 7-30 થી 9-00કલાક સુધી રાખવામાં આવેલ હતુ.
ગાયત્રી શકતીપીઠ અમરેલી ખાતે આ યોગ શીબીરમાં અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ તથા અમરેલીના સરકારી આર્યુવેદીક હોસ્પીટલના ડો.ભાવેશ મહેતા, ગાયત્રી શકિતપીઠના શ્રી આચાર્યભાઇ તથા શ્રી નાનજીભાઇ પાથરની ઉપસ્થિતિમાં વિશ્ર્વ યોગ દિવસ 21 જુને યોજાયેલી આ શીબીરમાં ગાયત્રી પરિવારના સદસ્ય ભાઇ-બહેન અને આસપાસના લોકોએ આ શીબીરનો લાભ લીધો હતો.
તેમ ગાયત્રી શક્તિ પીઠ અમરેલીના શ્રી આચાર્યભાઇની યાદીમાં જણાવાયું છે.


અમરેલી એસટીની સ્ટાફ કોલોનીનું ખાતમુર્હુત કરતા શ્રી કાછડીયા

અમરેલી, ભાવનગરથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજયના 21 એસટી ડેપોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ તે અંર્તગત અમરેલી એસટી ડીવીઝન હેઠળ આવતા દામનગર અને ગીરગઢડા એસટી ડેપોનું ઇ-લોર્કાપણ કરાયું હતુ તથા સાથે સાથે અમરેલી ખાતે આજે અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના વરદ હસ્તે એસટી સ્ટાફ કોલોનીનું ખાતમહુર્ત કરાયું હતુ. અમરેલી માં આધ્ાુનિક એસટી સ્ટાફ કોલોની બનવાની છે આજે એસટી ડીવીઝનમાં આ કાયર્ક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા ડૉ.ભરતભાઇ કાનાબારની સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-સવાંદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હીરેન હીરપરા, શ્રઈ કમલેશ કાનાણી,શ્રી મયુર હીરપરા, શ્રી દિપક વઘાસિયા, શ્રી રીતેશ સોની શ્રી રાજુભાઇ કાબરીયા, વીગેરે ઉપસ્થિત રહયા હતા.


error: Content is protected !!