Main Menu

July, 2019

 

આલિયા ભટ્ટ ‘લેમ્બર્ગિની ફેમ ‘દૃૂરબીનના મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે

આલિયા ભટ્ટ હાલ તેની ફિલ્મોમાં ઘણી વ્યસ્ત છે. હમણાં જ તેણે ‘સડક ૨ ફિલ્મના ઊટી શેડ્યૂઅલનું શૂિંટગ પૂરું કર્યું છે. ઉપરાંત તે ‘બ્રહ્માસ્ત્ર ફિલ્મના શૂિંટગમાં પણ વ્યસ્ત છે. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આલિયાએ એક મ્યુઝિક વીડિયોનું શૂિંટગ મુંબઈમાં કર્યું છે. આલિયા ‘લેમ્બર્ગિની ફેમ ‘દૃૂરબીનના આગામી મ્યુઝિક વીડિયોમાં દૃેખાવાની છે. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘પ્રાડા છે. આ િંસગલ ૫ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ શકે છે. રિપોર્ટ મુજબ થોડા સમય પહેલાં દૃૂરબીન ડ્યુઓ દિૃલ્હીથી મુંબઈ આવ્યા હતા.
આ મ્યુઝિક વીડિયો આલિયાનો પહેલો ઓફિશિયલ મ્યુઝિક વીડિયો હશે. જોકે અગાઉ તે તેની ફિલ્મ્સ ‘હમ્પ્ટી શર્મા કી દૃુલ્હનિયા અને ‘ઉડતા પંજાબમાં પણ મ્યુઝિક વીડિયોમાં દૃેખાઈ હતી. પરંતુ આ પહેલીવાર હશે કે જેમાં તે કોઈ નોન ફિલ્મ મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે.
અગાઉ આ વર્ષની શરૂઆતમાં જ આલિયા તેની ફ્રેન્ડ દૃેવિકા અડવાણીના લગ્નમાં ‘લેમ્બર્ગિની સોન્ગ પર ડાન્સ કરતી દૃેખાઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પણ વાઇરલ થયો હતો.


એક્ટ્રેસ કેહકશાં પટેલના પતિનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

એક્ટ્રેસ કેહકશાં પટેલના પતિ અને પટેલ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડના હેડ આરીફ પટેલનું મુંબઈમાં મોડી રાત્રે મૃત્યુ થયું છે. ૪૭ વર્ષીય આરીફનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તે મુંબઈના ઘણા ફેમસ બિઝનેસમેન હતા. પટેલ રોડવેઝના નામથી તેની એક કંપની પણ હતી. કેહકશાં અને આરીફના બે બાળકો છે.
આરીફ પટેલના મૃત્યુ બાદૃ ઘણા સેલેબ્સ કેહકશાંને સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેમાં મલાઈકા અરોરા, સુનિલ શેટ્ટી અને તેની વાઈફ, સાજિદૃ નડિયાદૃવાલા, મનીષ મલ્હોત્રા, મહીપ કપૂર, રણવીર િંસહની માતા અંજુ ભવનાની, શમિતા શેટ્ટી અને માન્યતા દૃત્ત સહિત ઘણા સેલેબ્સ સામેલ હતા.
કેહકશાં મુંબઈ સોશિયલ સર્કિટમાં જાણીતું નામ છે. તેણે બોલિવૂડમાં ફિલ્મ ‘હેરા ફેરીમાં બે આઈટમ નંબર કર્યાં હતાં. આ સિવાય તેણે ‘યારોં સબ દૃુઆ કરો, ‘સિલી સિલી હવા, ‘હુસ્ન જવાની જેવા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. કેહકશાં ટીવી પર પણ ઘણી એક્ટિવ હતી. તેણે ઘણા સમય પહેલાં ‘સુપરહિટ મુકાબલા, ‘પબ્લિક ડિમાન્ડ, ‘સુપર ૧૦ જેવા શોમાં એક્ધિંરગ કર્યું હતું. ઉપરાંત તેણે ઘણી જાહેર ખબરમાં પણ કામ કર્યું છે.


‘છિછોરે ફિલ્મનું ટ્રેલર ૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશ

સુશાંત િંસહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘છિછોરેમાં બધા કેરેક્ટર્સ બે અલગ-અલગ ટાઈમલાઈનમાં દૃેખાશે. ફિલ્મનો એક પોર્શન ૧૯૯૨માં સેટ છે જ્યારે બીજા પોર્શનમાં એ જ કેરેક્ટર્સ ૨૦૧૯માં દૃેખાશે. ફિલ્મનું ટ્રેલર ૪ ઓગસ્ટના રોજ ફ્રેન્ડશિપ ડેના રોજ રિલીઝ થશે. ‘દૃંગલ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીએ કહૃાું કે, ‘ફિલ્મનું દૃરેક કેરેક્ટર કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ પણ છે અને મિડલ એજ પણ છે. ૧૯૯૨ના પોર્શનમાં બધાને કોલેજમાં બેચમેટ્સ અને હોસ્ટેલમેટ્સ તરીકે દૃેખાડવામાં આવ્યા છે. ૨૦૧૯ના પોર્શનમાં તેમના એકબીજા સાથેના સંબંધ અને મહત્ત્વકાંક્ષા શું અને કેવી છે, ફિલ્મ તેના પર આધારિત છે.
નિતેશ તિવારી પોતે આઈઆઇટી મુંબઈના પાસ આઉટ છે. આ ફિલ્મમાં મોટાભાગના કેરેક્ટર તેમની બેચ સિવાય સિનિયર અને જુનિયર સ્ટુડન્ટ્સની લાઈફથી ઇન્સ્પાયર છે. તેમ છતાં ફિલ્મમાં સીધી રીતે આઈઆઇટી મુંબઈનું નામ લેવામાં આવ્યું નથી. તેની જગ્યાએ એક કાલ્પનિક કોલેજનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.
શ્રદ્ધા કપૂરની ‘છિછોરે ફિલ્મની સાથે ‘સાહો ફિલ્મ પણ ૩૦ ઓગસ્ટના રોજ જ રિલીઝ થવાની છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો અગાઉ ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી જે હવે ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થશે.


ત્રીજો ફિલ્મ ફેસ્ટિવલ અમદાવાદમાં, નૈતિક મૂલ્યો પર બનેલી ફિલ્મોને ઈનામ મળશે

આરએસએસ સાથે જોડાયેલા ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન અમદૃાવાદૃમાં કરવામાં આવશે. ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી વચ્ચે થનારા આ ફિલ્મ ફેસ્ટિવલમાં જાણીતા નિર્માતા નિર્દૃેશક સુભાષ ઘાઈ સહિત ઘણા ફિલ્મી કલાકારો ભાગ લેશે.
આ ફેસ્ટિવલમાં દૃેશ ભક્તિ, રાષ્ટ્રીય સુરક્ષા, નૈતિક અને પારિવારિક મૂલ્યો સાથે ભારતીય સંસ્કૃતિ પર બનેલી ફિલ્મોનું પ્રદૃર્શન થશે. આ ફિલ્મ ફેસ્ટિવલની રુપરેખા નક્કી કરવામાં સુભાષ ઘાઈની મહત્વની ભૂમિકા છે. બોલીવુડમાં કાલીચરણ, કર્મા, કર્જ, સોદૃાગર, હીરો અને ખલનાયક જેવી ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદૃ સુભાષ ઘાઈ પોતાના મુંબઈના ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં યુવાનોને ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી બનાવતા શિખવાડે છે.
અત્યારસુધી તેઓ બે હજારથી વધારે યુવાનોને ફિલ્મ નિર્માણની ટ્રેિંનગ આપી ચૂક્યા છે. હવે સંઘની આ સંસ્થા સુભાષ ઘાઈના અનુભવો દ્વારા કલા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં પોતાની વૈચારિકી મજબૂત બનાવવા માંગે છે. આ મિશનમાં મધુર ભંડારકર સહિત અન્ય ઘણી ફિલ્મી હસ્તીઓનો સાથ સંઘને મળ્યો છે.


ઇતિહાસમાં પ્રથમ વખત હાઇકોર્ટના સિિંટગ જજ સામે કેસ નોંધાશ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ અનેપક્ષિત નિર્ણય લીધો છે. તેમણે સીબીઆઇને અલ્હાબાદૃ હાઇકોર્ટના જ્જ એન. શુકલા વિરુધ્ધ સ્મ્મ્જી પાઠ્યક્રમમાં એડમિશન માટે કથિત રીતે ખાનગી મેડિકલ કોલેજોના પક્ષ લેવાનો આરોપમાં ભ્રષ્ટાચાર નિરોધી કાનૂન હેઠળ મામલે કેસ દૃાખલ કરવાની મંજૂરી આપી દૃીધી છે. આ ઇતિહાસમાં પ્રથમ વખત છે કે જ્યારે કોઇ કાર્યરત જજ વિરુદ્ધ સીબીઆઇ તપાસ કરશે.
જેના કારણે ૩૦ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના ૨૫ જૂલાઇ, ૧૯૯૧ના રોજ કોઇપણ તપાસ એજન્સીને સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના કોઇપણ જજ વિરુધ્ધ હ્લૈંઇ દૃાખલ કરવા પર રોકી દૃેવામાં આવ્યાં હતા અને જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મામલા સાથે જોડાયેલા પુરાવા બતાવ્યા વિના કોઇપણ સીટીંગ જજ વિરુધ્ધ હ્લૈંઇ દૃાખલ કરવાની મંજૂરી આપવામાં આવશે. ૧૯૯૧ પહેલા કોઇપણ તપાસ એજન્સીએ કોર્ટના સિિંટગ જજ વિરુધ્ધ તપાસ કરી નહીં.
આ પ્રથમ વખત છે કે જ્યારે ચીફ જસ્ટિસે સિિંટગ જજ વિરુધ્ધ તપાસ એજન્સીને હ્લૈંઇ દૃાખલ કરવાની મંજૂરી આપી છે. સીબીઆઇ જલ્દૃી જજ શુકલા વિરુધ્ધ કેસ દૃાખલ કરશે. એવુ માનવામાં આવી રહૃાું છે કે ભ્રષ્ટાચાર નિરોધી અધિનિયમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની મંજૂરી માગી હતી. સીબીઆઇના નિદૃેશકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્રમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદૃેશના અલ્હાબાદૃ, લખનઉ પીઠ, હાઇકોર્ટના જજ નારાયણ શુકલા અને અન્ય વિરુધ્ધ સીબીઆઇ તત્કાલીન સીજેઆઇ દૃીપક મિશ્રાની સલાહ પર ત્યારે પ્રારંભિક તપાસ દૃાખલ કરી હતી.
જ્યારે જજ શુકલાના કથિત ગેરવર્તન મામલાને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ગત મહીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને પત્ર લખીને જજ શુકલાને હટાવવા માટે સંસદૃમાં પ્રસ્તાવ લાવવા જણાવ્યું હતું.
૧૯ મહિના પહેલા પૂર્વ ચીફ જસ્ટીશ દિૃપક મિશ્રાએ પણ આવી જ ભલામણ કરી હતી. જ્યારે એક આંતરીક સમિતિએ જસ્ટીશ શુકલાને દૃોષિત ગણ્યા હતા. આ મામલો ૨૦૧૭માં બહાર આવ્યો હતો.


વિઠલભાઇના નિધનથી માત્ર સૌરાષ્ટ્ર જ નહિં પણ ગુુજરાતે છોટે સરદાર ગુમાવ્યા

અબાલવૃધ્ધ સૌ કોઇમાં નોખી અનોખી લોકપ્રીયતા તથા સૌના દિલમાં સ્થાન ધરાવતા અને સોરઠના સિંહ, છોટેસરદારની છાપ ધરાવતા પાંચ- પાંચ ટર્મ ધારાસભ્યશ્રી તરીકે રહી ચુકેલ એવા પુર્વ કેબીનેટમંત્રીશ્રી તથા પુર્વ સાંસદ તથા સમગ્ર પંથકમાં શૈક્ષણીક સંસ્થાઓ સ્થાપીને સમાજની એક આગવી સ્ટાઇલથી ખેવના કરનારા ખરા અર્થમાં કેળવણીકાર સજનિતિજ્ઞ તથા સમાજ રત્નશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધન તથા તેમની ચિર વિદાયથી માત્ર સોરઠ કે પાટીદાર સમાજ નહિં પરંતુ સમગ્ર ગુજરાત નોધારૂ બન્યુ છે ગુજરાત રાજયની સ્થાપનાથી ધણા રાજપુરૂષો, રાજનિતિજ્ઞો આવ્યા અને ગયા પરંતુ જામ કંડોરણાના તાલુકા-પંચાયતના પ્રમુખશ્રી તરીકે કારકિર્દિ શરૂ કરીને દિલ્હીના દરબાર સુધી લોક પ્રશ્ર્નો માટે છેલ્લા શ્ર્વાસ સુધી લડનારા લડવૈયા તથા સમાજ અને રાજકારણને સાથે રાખીને કાયમ જેના દિલમાં લોકહિત સમાયુ હતુ. તેવા રાજકારણ સ્વરૂપ આકાશમાં ચમકતો એક સીતારો ખરી પડયો છે. ત્યારે તેના જેવુ નેતૃત્વ મળવુ ગુજરાત માટે લગભગ મુશ્કેલ છે, સ્વ.શ્રી વિઠ્ઠલભાઇનું જાહેર, સામાજીક તથા સેવાકિય જીવન અને કવન ગરવી ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે કારણકે વિઠ્ઠલભાઇએ ઇતિહાસ બનાવીને નહી પરંતુ ઇતિહાસ લખીને વિદાય લીધી છે તેમ ડાયનેમિક ગૃપ -અમરેલીના પ્રમુખ હરેશ બાવિશીએ જણાવ્યુ છે.


કુંડલા પીજીવીસીએલ ડિવિઝન ઓફીસમા ફાઇલોનો નિકાલ તાત્કાલિક થતો નથી:રોષ

સાવરકુંડલા યપબન ડિવિ કચેરી હેઠળ આવતા સબ ડિવિ.થી નામ ટ્રાન્સફર સ્થળ ફેરફાર વિગેરે કામગીરી માસ્ટે ફાઇલો મોકલવા મા આવેછે.આ કામ કચેરી મા જયેશ ઝિયાણી નામ ના સંભાળે છે.તેમના થી 80 ટકા ફાઇલો મા ખોટી રીતે ક્વેરિ નિકાલિ મોકલનાર કચેરી ને પુર્તતા માટે મોકલે છે અથવા તાત્કાલિક કાર્યવાહિ કરી ઓકે રિપોર્ટ કરી મોકલવા મા આવતી નથી અને ખોટા કારનો કાઢી ફાઈલ ને ફુટબોલ ના દડા ની જેમ લાંબા સમય સુધી સબ ડી ઓ..વચચે રખ્દાવે છે. અને મોકલનાર કચેરી ને ઓકે રિપોર્ટ મોકલવા મા વિલંબ થવા થી ગ્રાહકોને પારાવાર વ્યવહારિક કામો થતા નથી અને નુક્શાની નો સામનો કરવા પડે છે.
સત્વરે ઝડપી કામગીરી કરવા મા આવે અને દૂધ માથી પુરા કાઢવાનું બન્ધ કરી ગ્રાહકોને સહકાર રૂપ થાય તેમ અમાન અલી રસભર્યા વિજપડી દ્વારા માંગ કરવામા આવેછે.


સૌરાષ્ટ્રના સિંહ જેવા આગેવાનને વિદાય આપતા શ્રી સંઘાણી સહિતના આગેવાના

જામકંડોરણામાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયા ની અંતિમ યાત્રામાં ઉપસ્થિત નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી વસંતભાઈ ગજેરા,શ્રીબાવકુભાઈ ઉઘાડ,શ્રીઅશ્વિનભાઈ સાવલિયા,સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યક્રરો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી પાઠવી હતી તે વેળાએ તસ્વીરમાં નજરે પડે છે.


અમરેલીના વેપારીની ચિટીંગ કરી પડાવેલ રકમ પાછી અપાવતી અમરેલી પોલીસ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી એજી લ્લામાં ઓનલાઇન ફ્રોડત થાસ ાયબર ક્રાઇમન ેલગતા બનાવોને અંકુશમા ંલેવા તેમજ આમ નાગરીકોના મહેનતની કમાણી પરત અપાવવા અંગે સાયબર સેલ પોસઇશ્રીને આપેલ સુચના અનુસંધાને,અમરેલી શહેરમાં ઓટો સ્પેરપાર્ટસની દુકાન ધરાવતા આશિષભાઇ વિસાણીના મીત્ર અલ્તાફભાઇને કોઇ ઇસમે તા.20/07/2019 ના રોજ ફોન કરી પોતે આર્મીમેન હોવાનુ તથા પોતાનુ આર્મીવાહન વરસડા પાસે બંધ પડેલ હોય,જેને ટોઇંગ કરી વર્કશોપમાં પહોચાડવા જણાવેલતેમજ વાહન ટોઇંગની રકમ એડવાન્સ આપવામાટે આશિષભાઇના મોબાઇલ ફોન પર ન્ૈહં મોકલેલ,જે લીંક ંર્ઁઈશ કરતા,આશિષભાઇના બેંક ખાતામાંથી જુદાજુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.10,000/-ની રકમ ઉપડી ગયેલ હતી.જેની જાણ આશિષભાઇને થતા તેઓએ તાત્કાલીક સાયબર ક્રાઇમ સેલ પોસઇશ્રી એમ.એમ.પરમા રનો સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરતા તેઓશ્રીએ તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારના બેંક ખાતામાં બનાવટી આર્મીમેન દ્રારા કરવામાં આવેલ ઓનલાઇન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જરૂરી માહિતી,બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રીઓ,ઓનલાઇન સ્ટેટમેન્ટ,છસ્ કાર્ડવિ.ડોકયુમેન્ટ તથા અન્ય જરૂરી માહિતી મેળવી,ચેક કરતા બનાવટી આર્મીમેન ેઉપાડેલ રકમ દ્રારા ઁછરૂ્સ્ ઇ-વોલેટમાં ટ્રાન્સફર કરેલ હોય અને હજુ પણ આનાણા અન્યત્ર વોલેટ અથવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરે તે પહેલા ધટતી કાર્યવાહી કરી, ફ્રોડ ટ્રાન્ઝેકશન બ્લોક કરાવી,ઓનલાઇન ફ્રોડમાં ગયેલ કુલ રકમમાંથી રૂ.5,000/-બચાવી લઇ આશિષભાઇને પરત અપાવવા તેમજ ફ્રોડ કરનાર બનાવટી આર્મીમેનને શોધી કાઢવા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. ઉપરોકત કામગીરી પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ સાયબર ક્રાઇમ સેલ પોસઇ શ્રીએમ.એમ.પરમાર તથા પો.કો.આસીફભાઇ દ્રારા કરવામાં આવેલ છે.


અમરેલી પાલીકા દ્વારા રૂા.1.5 કરોડના ખર્ચે લેડીઝ-જેન્ટસ જીમ્નાશીયમ તૈયાર

અમરેલી શહેરના લોકોના આરોગ્યની સુખાકારી માટે અમરેલી નગરપાલીકા દ્વારા તેમજ વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રાની દેખરેખ નીચે તા.1.5 કરોડનાં ખર્ચે અદ્યતન સાધનો સાથેનું લેડીઝ તથા જેન્ટ્સ જીમ્નાશીયમ તૈયાર કરેલ છે.તેમજ રૂા.60 લાખના ખર્ચે ઇન્ટરનેશનલ કક્ષાનો બેડમીન્ટન કોર્ટ તૈયાર કરેલ છે.અમરેલી શહેરના લોકોને મોટા શહેરોમાં જેવી કોર્પોરેટ કક્ષાની સુવિધા એકદમ નજીવી ફીમાં મળશે.શહેરમાં અન્ય જીમ્નાશીયમોની સરખામણીમાં ફક્ત 33 ટકા ફીમાં શહેરનાં સ્પોર્ટસમેનો લાભ લઇ શકશે.ઉપરોક્ત જીમ્નાશીયમમાં રૂા.20 લાખનાં સાધનો સરકારનાં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આપવામાં આવેલ છે.જેમાં અમરેલી કલેક્ટર આયુષ ઓકનો મહત્વનો ફાળો છે.તેમજ અદ્યતન બેડમીન્ટન કોટમાં અમરેલીનાં સાંસદ નારણભાઇ કાછડીયા તરફથી રૂા.25 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે.ઉપરોક્ત અદ્યતન જીમ્નાશીયમ તેમજ બેડમીન્ટન કોર્ટનું ઉદઘાટન આગામી 15મી ઓગસ્ટને ગુરૂવાર નારોજ સવારે 10:30 કલાકે રાખેલ છે.આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને સાંસદ નારણભાઇ કાછડીયા રહેશે.મુખ્ય મહેમાન અમરેલીનાં ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી રહેશે.જીમ્નાશીયમનું ઉદઘાટન અમરેલી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાના વરદહસ્તે રાખેલ છે.તેમજ બેડમિન્ટન કોર્ટનું ઉદઘાટન માન.ડો.ભરતભાઇ કાનાબારનાં વરદહસ્તે રાખેલ છે.ઉપરોક્ત કાર્યક્રમમાં શહેરનાં લોકોએ ખાસ ઉપસ્થિત રહેવા અમરેલી નગરપાલીકાના પ્રમુખ જેન્તીભાઇ રાણવા તેમજ સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટી વતી પ્રમુખ બેચરભાઇ પોકળની સંયુક્ત યાદીમાન જણાવેલ છે.


error: Content is protected !!