Main Menu

Monday, July 1st, 2019

 

અમરેલી ખાતે સ્ટેટીસ્ટીક ડે ની ઉજવણી

અમરેલી,
પદ્મવિભુષણશ્રી પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસની જન્મ જયંતી 29 જુન “સ્ટેટીસ્ટીક ડે” તરીકે ઉજવાય છે. પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસ એક પ્રખર આંકડાશાસ્ત્રી હતા. તેઓ દ્વારા આર્થિક આયોજન તથા આંકડાકીય વિકાસ સંદર્ભે આપેલ અમુલ્ય યોગદાન અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી આ વર્ષે 29, જુનના રોજ 13મા “સ્ટેટીસ્ટીક ડે” ની ઉજવણી જીેજાચૈહચમની ઘીપીર્નસીહા ર્ય્ચનજ (જીઘય્જ)ની ખાસ થીમ પર કલેક્ટર કચેરી, અમરેલી ખાતે જિલ્લા વહિવટી તંત્ર અમરેલી દ્વારા કરવામાં આવી હતી. ઉક્ત ઉજવણીમાં જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના નિષ્ણાંતો સહિત વિવિધ કોલેજોના વિધાર્થી/વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી ડી. એ. ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી-વ-જિલ્લા આંકડા અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત સર્વોને આવકારી પ્રાસંગીક ઉદ્દ્બોધનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેઓશ્રી દ્વારા પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસના જીવનચરિત્ર વિષે માહિતી આપવામાં આવી તેમજ તેઓશ્રીના આંકડાશાસ્ત્રીય સિધ્ધાંતોની ભારતના અર્થતંત્રમાં ઉપયોગીતા સમજાવી તેમના વિવિધ મોડેલથી તેમજ આંકડાશાસ્ત્રીય સિધ્ધાંતો અને સમીકરણોની વ્યવહારૂ જીવનમાં ઉપયોગીતા બાબતે માહિતગાર કરવામાં આવ્યા.


સાવરકુંડલામાં શહેર ભાજપ શકિત કેન્દ્ર વોર્ડ નં.1 ના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની વરણી કરાઈ

સાવરકુંડલા,(સૌરભ દોષી)
તા. 28/06/19 ના રોજ સાવરકુંડલા મુકામે સાવરકુંડલા શહેર ભાજપ શક્તિ કેન્દ્ર વોર્ડ નં.1 ના પ્રમુખ અનિરૂધ્ધસિંહ વાજા દ્વારા ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ સદસ્યતા અભિયાન 2019માં સાવરકુંડલા શહેરના સંગઠન પર્વ ના ઈન્ચાર્જ તરીકે રાજુભાઈ માળવી સહઈન્ચાર્જ તરીકે કેતનભાઈ કેશુરની નિમણુંક થયા તે બદલ તેવોનુ પુષ્પગુચ્છ દ્વારા અભિનંદન પાઠવેલ તેમજ આ અભિનંદન માં ઉપસ્થિત, લઘુમતી મોરચાના મંત્રી રજાકભાઈ ભટ્ટી, સંજયભાઈ વાઘેલા, અશ્ર્વિનસિંહ વાજા, માવજીભાઈ મારૂ, રતિભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ સોંડાગર , મહેશભાઈ મકવાણા, લાલજીભાઈ સાપરા, રમેશભાઈ પરમાર, વગેરે વોર્ડ નં.1 ના કાર્યકરતા દ્વારા આ બન્ને પાર્ટી માં નિમણુક થતા શુભકામના પાઠવવામાં આવી હતી. તેમ શહેર ભાજપ શક્તિ કેન્દ્ર વોર્ડ નં. 1ના પ્રમુખ અનિરૂધ્ધસિંહ વાજા એ જણાવેલ છે.


1793થી સમૃધ્ધ ચિતલની પડતી અને અમરેલીની ચડતી થઇ

અમરેલી,
આજે અમરેલી દેશનો એક જિલ્લો છે પણ તેનો અધ્ાુરો ઇતિહાસ પણ અજબ છે છઠઠી સદીના વલભી તામ્રપત્રમાં અમરેલીનું નામ આનુમંજી બતાવાયુ છે તો તેજ સમયના તામ્રપત્રમાં અમ્બ્રીલીકા નામ બતાવાયું છે.તો નાગનાથ મહાદેવના 1817ના શીલાલેખમાં અમરવલ્લી અને ગીવાર્ણવલ્લી નામ બતાવાયુ છે જયારે સંશોધકો અમરેલીનું મુળ નામ અમરસ્થલી,આમ્રસ્થલી કે આમ્રપદ હોવાનુ માને છે. અને 15મી સદીના શીલાલેખોમાં અમરેલી એવા નામનો ઉલ્લેખ છે આજથી ત્રણસો વર્ષ પહેલા ધણીધોરી વગરના અમરેલીને સૌ હેરાન કરતા પણ તેની જાહોજલાલી આવી ચિતલની વિખ્યાત લડાઇ પછી.
જુના જમાનાના લોકગીતોમાં પાટણના પટોળાની જેમ જ ચિતલની ચૂંદડીનો ઉલ્લેખ છે “” એકુકી લાખ વીરા ચિતલ શહેર જાજો,ચિતલ શહેરની ચૂંદડી લઇ આવજો…ચિતલ શહેરની ચૂંદડી કંઇ આવી અમારે દેશ, મોરલીવાળારે… જેવા ગીતો હજુયે જુના જમાનાના લોકોને કંઠસ્થ હશે બહુ ઓછા લોકોને એ ખ્યાલ છે કે આજથી ત્રણસો વર્ષ પહેલા ચિતલની જાહોજલાલી અમરેલી કરતા પણ વધારે હતી એ જમાનામાં ચિતલ વેપાર ધંધાથી ધમધમતું હતુ અને અમરેલી ખેદાનમેદાન જેવી હાલતમાં હતું.
ઇસવીસન 1700ની શરૂઆતમાં અમરેલીમાં સૈયદો,જેબલીયા અટકના કાઠી અને જુનાગઢના નવાબનો ભાગ હતો અને અમરેલી કોઇ ગણત્રી વગરના નધણીયાતા પ્રદેશ જેવી હાલતમાં હતું અને અમરેલીના લોકો ચિતલ રહેવા ગયા હતા 17 કી.મી. દુર ચિતલની જાહોજલાલી જોરદાર હતી 1735માં સરવૈયાઓ પાસેથી ચિતલ જીતી દરબાર નાજાવાળાએ કબજો જમાવ્યો અને ચિતલની રોનક વધી આ સાથે બરાબર 1730માં અમરેલી ઉપર ગાયકવાડના દામાજીરાવે કબજો જમાવ્યો હતો અને ગાયકવાડની આણ અમરેલી ઉપર હતી ત્યારે 1793માં ચિતલમાં કુંપાવાળાનું રાજ હતુ ભાવનગરના રાજા વખતસિંહ અને કુંડલાના ખુમાણના કજીયામાં પડેલા ચિતલ ઉપર ભાવનગરે ચડાઇ કરી ચિતલના દરવાજા દેવાઇ ગયા પણ ભાવનગરે 40 દિવસ સુધી ઘેરો રાખી અને ચિતલની તોપને બંધ કરી હુમલો કરી બે દિવસ ભીષણ યુધ્ધ કર્યુ અને યુધ્ધ જીતી કાઠીઓને હરાવી ચિતલના પાદર અને ચોરાને ખેદાનમેદાન કરી ત્યા ભાવનગરનું લશ્કરી થાણુ સ્થાપ્યું જોકે પછી ચિતલ સમાધાનના ભાગરુપે કુંપાવાળાને પરત અપાયું પણ ત્યારથી લોકો ગાયકવાડી અમરેલીમાં રહેવા ગયા અને 1700ના સૈકાના અંતથી અમરેલીમાં વિકાસનો આરંભ થયો.


અમરેલીના હનુમાનપરામાં દરિયાના બેટ જેવી સ્થિતી

અમરેલી,
અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે અને દરિયાના બેટ જેવી સ્થિતીનો સામનો લોકોએ કરવો પડે છે છતા પાલીકાને કોઈ દરકાર નો હોય તેમ લોકોએ મુંગા મોઢે સહન કરવું પડે છે. હાલ ચારેય બાજુ લોકોેએ ફરજિયાત રબડી ઉપરથી પસાર થવુ પડે છે આ ગંદકીને કારણે જીવજંતુઓનો પણ ચોમાસામાં ઉપદ્રવ વધ્ો અને રોગચાળા જેવી સ્થિતીનું નિમાર્ણ થાય છે. દર વષર્ર્ની જેમ આ વર્ષે પણ લોકોએ વેઠવું પડે તેવી હાલતમાં હોવાથી બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ નિચાણ વાળો વિસ્તાર અને બીજી તરફ પાણીના નીકાલા બંધ થતા ચોમાસાનું પાણી ભરાઈ રહે છે. રેલ્વેએ અંડર ગ્રાઉન્ડ ગરનાળુ બનાવ્યુ ત્યાથી પણ નિકળવું મુશ્કેલ બન્યુ છે. લોકોએ રબડી પરથી ચાલવું પડે તેવી સ્થિતીમાં કપડા પણ બગડે છે. તત્કાલ આ પ્રશ્ર્ને કાયમી ધોરણે ઉકેલ લાવવાં આ વિસ્તારના લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે.


રાજુલા-જાફરાબાદમાં દીપડાની સંખ્યા 200ની ઉપર પહોંચી

રાજુલા,
રાજુલા જાફરાબાદ પંથક મા દિવસે દિવસે વન્યપ્રાણી ની સંખ્યા વધી રહી છે તેવા સમયે સિંહો ની સાથે દીપડા ની સંખ્યા ખૂબ વધી રહી છે અને આ સંખ્યા 200 ઉપર પહોંચી હોવાનું સુત્રો જણાવી રહયા છે. તાજેતર માં ખેરા ગામ ના રહેણાંક વિસ્તાર મા દીપડો ઘુસ્યા બાદ શનીવારે ફરી જાફરાબાદ તાલુકા ના લોર ગામ ના મથુરભાઈ હડીયા ના રહેણાંક મકાન મા આવેલ રસોડા મા વહેલી સવારે દીપડો ઘુસી જતા પરિવાર ના લોકો જોઇ જતા રસોડા નૂ બારણુ બંધ કરી દીપડાને પુરી દીધો હતો અને અફડા તફડી સર્જાઇ ગઇ હતી જોકે સમગ્ર મામલા મા રાજુલા રેન્જ વનવિભાગ ની ટીમ ને જાણ કરતા આર.એફ ઓ ની ટીમ અને રેસ્ક્યુ ની ટીમ દ્વારા તાત્કાલિક પાંજરું ગોઠવી દેવાયુ અને રેસ્ક્યુ ઓપરેશન કરી પાંજરે પુરી દીધો હતો અને વહેલી સવારે લોર ગામ મા દીપડા ના સમાચાર થી આખુ ગામ એકઠુ થયુ હતુ દીપડા ને જોવા માટે લોકો ના ટોળા એકઠા થયા બતા અને ત્યાર બાદ વનવિભાગ એ દીપડા ને પાંજરે પુરી બાબરકોટ નર્સરી ખાતે ખસેડવા મા આવ્યો હતો જ્યા હજુ ખેરા ગામ ના દીપડા ની સારવાર શરૂ છે ત્યા ફરીવાર બીજા દીપડા ને પણ બાબરકોટ નર્સરી ખાતે લઈ જવાયો છે સાથે સાથે આ બને દીપડા ને થોડા દિવસ બાદ જંગલ વિસ્તાર મા ફરીવાર છોડવા મા આવશે આ પ્રકાર એ દિન પ્રતિદિન દીપડા ઓ ગ્રામ્ય વિસ્તાર ના રહેણાંક વિસ્તાર મા રેહવા નુ વધુ પસંદ કરે છે તેવા સમયે લોકો ની મુશ્કેલી આગામી દિવસો મા વધી શકે છે જે રીતે દીપડા ઓ ઘર મા ઘુસી જવા ની ઘટના ને લઈ ને રાજ્ય સરકાર અને વનવિભાગ દ્વારા તાકીદે દીપડા ઓ ના લોકેશન લઈ ને ગામડા થી દુર ખસેડવા ની કવાયત હાથ ધરવા મા આવે તેવી ખેડૂતો ની માંગ છે.વનવિભાગ ના સૂત્રો પાસે થી મળતી વિગતો મુજબ રાજુલા અને જાફરાબાદ તાલુકા મા સિંહો ની સંખ્યા ને હવે દીપડા ઓ પાર કરી ગયા છે 200 ઉપરાંત ના દીપડા ઓ આ પંથક મા વસવાટ કરી રહ્યા છે ત્યારે આવતા દિવસો મા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તાર ના લોકો ની ચિંતા વધી શકે છે.


error: Content is protected !!