Main Menu

Tuesday, July 2nd, 2019

 

છેલ્લા ત્રણ વર્ષમાં સેનામાંથી ૨૧૦૦ ઓફિસરોએ નોકરી છોડી

ત્રણેય સેનામાં ઓફિસરોની કમી છે અને બીજી બાજુ સેનાના અધિકારીઓની નોકરી છોડવાની ઘટના પણ સતત ચાલુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય સેનામાંથી ૨૧૦૦ ઓફિસરોએ સ્વેચ્છાએ નોકરી છોડી દૃીધી છે. રાજ્યસભાના એક સવાલના જવાબમાં રક્ષા રાજ્યમંત્રી શ્રીપદૃ નાઈકે આ વાતને સાચી ગણાવી છે. તેમણે કહૃાું છે કે, ૨૦૧૬થી ૨૦૧૮ સુધીમાં ભારતની ત્રણેય સેનામાંથી કુલ ૨૧૦૦ અધિકારીઓએ સ્વેચ્છાએ નોકરી છોડી દૃીધી છે. ત્રણેય સેનાઓમાં થઈને કુલ ૭૮,૨૯૧ પદૃ ખાલી છે. જેમાં ૯૪૨૭ પદૃ ઓફિસર્સ લેવલના છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદૃ નાઈકે જણાવ્યું કે, ત્રણેય સેનામાં ભરતીની પ્રક્રિયા સામાન્ય અને ઓફિશિયલ રીતે થઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી સેનામાં ઓફિસરોની કમીને પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહૃાો છે.
રક્ષા રાજ્યમંત્રી શ્રીપદૃ નાઈકે બીજા સવાલના જવાબમાં જણાવ્યું છે કે, ભારતની ત્રણેય સેનાઓમાં અત્યારે ૭૮,૨૯૧ પદૃ ખાલી છે. આર્મી ઓફિસર્સમાં ૫૦,૩૧૨ પદૃ છે. તેમાં અત્યારે ૪૨,૯૧૩ પદૃ પર જ ઓફિસર્સ છે. એટલે કે ૭,૩૯૯ પદૃ ખાલી છે. નેવીમાં ઓફિસર્સના ૧૧,૫૫૭ પદૃ છે. તેમાંથી હાલ ૧૦,૦૧૨ પદૃ પર જ ઓફિસર્સ તહેનાત છે. એટલે કે ૧૫૪૫ પદૃ પર જગ્યા ખાલી છે. ભારતીય વાયુસેનામાં કુલ ૧૨,૬૨૫ પદૃ છે. તેમાં માત્ર ૪૮૩ પદૃ ખાલી છે. એટલે કે ત્રણેય સેનામાં મળીને કુલ ૯૪૨૭ પદૃ ખાલી છે.
રાજ્ય રક્ષા શ્રીપદૃ નાઈકે જણાવ્યું કે, પર્સનલ બિલો ઓફિસર રેક્ધ (ઁર્મ્ંઇ)ના ઘણા પદૃ ખાલી છે. આર્મીમાં ઁર્મ્ંઇ માટે ૧૨,૨૩,૩૮૧ પદૃ છે. તેમાં હાલ ૧૧,૮૫,૧૪૬ પર પર જવાન છે. એટલે કે ૩૮,૩૨૫ પદૃ ખાલી છે. નેવીમાં ઁર્મ્ંઇ માટે ૭૪,૦૪૬ પદૃ છે. તેમાંથી અત્યારે ૫૭,૨૪૦ જગ્યા ભરેલી છે. એટલે કે ૧૬,૮૦૬ જગ્યા ખાલી છે.


ટ્રમ્પે મેક્સિકો સીમા પર માનવીય સહાયતા માટે રૂ. ૩૧,૭૩૩ કરોડ મંજૂર કર્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દૃક્ષિણ-પશ્ર્ચિમ સીમા પર માનવીય સહાયતા માટે રૂ. ૩૧,૭૩૩ કરોડના બિલને મંજૂરી આપી છે. અમેરિકન કોંગ્રેસે ગયા સપ્તાહમાં જ બિલને મંજૂરી આપી હતી. વ્હાઈટ હાઉસે કહૃાું છે કે, દૃેશના દૃક્ષિણ-પશ્ર્ચિમ સીમા પર પ્રવાસી સંકટનો ઉકેલ લાવવા માટે, માનવીય સહાયતા અને સુરક્ષા માટે ઈમરજન્સી સીમા સહાયતા બિલને મંજૂરી આપવામાં આવી છે.
થોડા દિૃવસ પહેલાં મેક્સિકોથી અમેરિકા જઈ રહેલા ઓસ્કર અલબર્ટો માર્ટિનેજ રામેરિજ તેમની દૃીકરી વૈલેરિયા સાથે રિયો ગ્રાન્ડ નદૃી પાર કરતી વખતે ડૂબી ગયા હતા. અલબર્ટો તેમની ૨૩ મહિનાની દૃીકરીને ટી-શર્ટમાં ભરાવીને નદૃી પાર કરી રહૃાા હતા. અલબર્ટો અને તેમની દૃીકરીની નદૃી કિનારે ડુબેલી તસવીર જોઈને સમગ્ર દૃુનિયા ભાવુક થઈ ગઈ હતી.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ માઈગ્રેશન પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૪થી લઈને ૨૭ જૂન ૨૦૧૯ સુધી ૩૨,૧૮૨ માઈગ્રેન્ટસના મોત થયા છે. જ્યારે આ સમયગાળા દૃરમિયાન અમેરિકા-મેક્સિકો સીમા પર ૨,૦૭૫ લોકો મર્યા છે. અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડા પ્રમાણે ૨૦૦૦માં જ્યાં ૧૬ લાખથી વધારે લોકોને સીમામાં ઘૂસતી વખતે પકડવામાં આવ્યા છે. જ્યારે ૨૦૧૮માં ચાર લાખ લોકોને પકડવામાં આવ્યા છે. પરંતુ આ વર્ષે મે સુધીમાં અમેરિકા-મેક્સિકો સીમા પર છ લાખ લોકોને સીમા પાર કરતાં પકડવામાં આવ્યા છે.


એર ઈન્ડિયાને ઓક્ટોબર પછી પગાર ચૂકવવાના પણ ફાંફા

એર ઈન્ડિયાની આર્થિક મુશ્કેલીમાં સતત વધારો થઈ રહૃાો છે. એવામાં ઓક્ટોબર મહિના પછીથી કંપની તેના કર્મચારીઓનો પગાર પણ નથી કરી શકી. નામ જાહેર ન કરવાની શરતે કંપનીના જ બે ઉચ્ચ અધિકારીઓ આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘સરકારે એર ઈન્ડિયાને ૭,૦૦૦ કરોડની રકમ પર સોવરીન ગેરંટી આપી હતી અને કંપની પાસે ૨,૫૦૦ કરોડ રૂપિયા બચ્યા છે અને ટૂંક જ સમયમાં તે પણ ખર્ચાઈ જશે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે તેલ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટર્સ અને અન્ય વેપારીઓને બાકી નાણાં ચૂકવવામાં અને કેટલાક મહિનાઓનો પગાર કરવામાં આ પૈસા ખર્ચ થશે. એર ઈન્ડિયા દૃર મહિને કર્મચારીઓના પગાર પાછળ ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તે પગારની ચૂકવણીમાં વિલંબ કરી રહી છે. અન્ય એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે કંપનીએ મે મહિનાનો પગાર પણ ૧૦ દિૃવસ પછી કર્યો હતો.
એર ઈન્ડિયા એક જ એવી સરકારી કંપની નથી કે જેને પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવામાં મુશ્કેલી પડતી હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએનએલ લિમિટેડ પણ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવાની સ્થિતિમાં નથી રહી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ૫ જુલાઈના રોજ આગામી બજેટમાં કંપની માટે કોઈ માગ નથી કરી.


બજેટ : સૌની યોજના અંતર્ગત આગામી વર્ષે સૌરાષ્ટ્રના ૩૫ ડેમો ભરાશે

નીતિન પટેલે રજુ કરેલા બજેટમાં સૌની યોજનાને લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત પ્રમાણે આગામી વર્ષે સૌરાષ્ટ્રના ૩૫ જેટલા ડેમોને આગામી વર્ષે નર્મદૃાના પાણીથી ભરવામાં આવશે. આ ઉપરાંત નહેરોના બાંધકામના હેતુસર સૌરાષ્ટ્ર માટે રૂ. પ૬૧ કરોડ, ઉત્તર ગુજરાત માટે રૂ. ૩૮૯ કરોડ, કચ્છ માટે રૂ. ૮૦૯ કરોડ તથા મધ્ય ગુજરાત માટે રૂ. ૯૮૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગત વર્ષે સૌની યોજના દ્વારા નર્મદૃા યોજનાની નહેરમાંથી પાણી ઉપાડીને રાજકોટ શહેર માટે આજી-૧ અને ન્યારી-૧, જામનગર શહેર માટે આજી-૩ અને રણજીતસાગર, ગોંડલ શહેર માટે વેરી-૧, મોરબી શહેર માટે મચ્છુ-૨, વાંકાનેર શહેર માટે મચ્છુ-૧, જેતપુર, ગોંડલ તથા અન્ય વિસ્તારો માટે ભાદૃર-૧ જળાશય, રાણપુર શહેર માટે સુખભાદૃર જળાશય તેમજ કચ્છ માટે ટપ્પર ડેમ નર્મદૃા નીરથી ભરવામાં આવ્યા હતા.


મુંબઇમાં ‘વરસાદૃનો આતંક: ત્રણ શહેરોમાં દિૃવાલ પડતાં ૨૭ લોકોના મોત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં મૂશળધાર વરસાદૃ વરસી રહૃાો છે. સતત પડી રહેલા વરસાદૃે શહેરી જનજીવન પર જાણે બ્રેક લગાવી દૃીધી છે. રસ્તાઓની સાથે સાથે હોસ્પિટલ્સ, સ્કૂલ-કોલેજ ઉપરાંત રેલવે સ્ટેશનો ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદૃના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દૃીવાલ પડવાના કારણે કુલ ૨૭ના મોત થયા છે. મુંબઈમાં વરસેલા વરસાદૃે ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મુંબઈમાં છેલ્લાં ૪૮ કલાકમાં ૨૧.૫ ઈંચ વરસાદૃ વરસ્યો છે.
પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન પર મૂશળધાર વરસાદૃના કારણે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે પાલઘરમાં આગામી ચાર કલાક સુધી અતિ ભારે વરસાદૃની આગાહી કરી છે. દૃવાખાનાઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે દૃર્દૃીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. મુંબઈ પોલીસે લોકોને ઘરમાંથી બહાર નહીં નિકળવા અપીલ કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષકુમાર ચૌહાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ચાલું હોવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ દૃીવાલ પડતા ૨૧ લોકો મોતને ભેટ્યા છે. મલાડ ઈસ્ટમાં ૧૮, પુણેના િંસહગઢ કોલેજની દિૃવાલ પડતા છ લોકોના મોત નિપજ્યા છે. કલ્યાણમાં પણ દિૃવાલ પડતા ત્રણ લોકોએ અંતિમ શ્ર્વાસ ભર્યા હતા. આ તમામ દૃુર્ઘટનાઓ સોમવારે મોડી રાત્રે બની હતી. મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
દૃરિયાની ભરતી અને સતત વરસાદૃને કારણે રસ્તાઓ પાણીપાણી થઈ જતાં મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાનની આગાહી કરનાર ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું હતું કે મુંબઇમાં ત્રણ અને પાંચ જુલાઇ વચ્ચે પૂરનું જોખમ રહેલું છે. આ ગાળામાં દૃૈનિક ૨૦૦ એમએમ અથવા તેથી વધુ વરસાદૃ ખાબકી શકે છે. જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની જશે. કૂર્લા ઉપનગરમાં તો લશ્કરની મદૃદૃ લેવી પડી હતી. કેટલાંય સ્થળોએ જૂનાં મકાનોની દિૃવાલ ધસી પડી હતી તો કેટલાંક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં.
ભારે વરસાદૃને કારણે ઠેરઠેર ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. પુણે અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તરફ જતી લાંબા અંતરની ટ્રેનોનો વ્યવહાર ખોરંભાયો છે. ગુજરાથી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. મુંબઈ એરપોર્ટ પર પણ ભારે વરસાદૃના કારણે માઠી અસર પડી છે. ભારે વરસાદૃના કારણે ૫૪ જેટલી લાઈટ્સ રદૃ કરવામાં આવી છે.


બાબાપુર ગામે સાતલી નદી ઉપર પુલનું ઉદઘાટન કરતા શ્રી ધાનાણી

અમરેલી,બાબાપુર ગામે સાથલી નદીના પુલનું ઉદ્દઘાટન વિપક્ષ નેતાશ્રી અને અમરેલી વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી એ ગામ માં જતી એસ.ટી. બસ રોકાવી ને ગામની બહાર અપડાઉન કરતી ગામ ની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું. જેમાં દલસુખભાઈ દુધાત, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, બાંધકામ સમિતિના ચેરમેન શંભુભાઈ ધાનાણી, જીલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ નાકરાણી, જીલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ ડાભી, તાલુકા પ્રમુખ નરેશભાઈ અકબરી, તાલુકા પંચાયત ચેરમેન નીતીનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્યભ2તભાઈ હપાણી ,જયસુખભાઈ કસવાળા, દીલુભાઈ ધાધલ, જયંતીભાઈ નાકરાણી વીપુલ પોંકીયા તથા બાબાપુરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તથા અમ2ેલી તાલુકાના સણોસ2ા ગામની પણ મુલાકાત લીધેલ હતી, અને સણોસ2ા ગામ઼ બનતા ડેમનું પણ નિરીક્ષણ ક્યું હતુ.


રાજુલાનાં ચાંચ બંદર ગામે લુપ્ત થતા લીલા ઝીંગા માટે સરકાર કોઈ યોજના બનાવે તેવી માંગણી

રાજુલા,રાજુલા તાલુકાના સાસ બંદર ગામ ના સરપંચ શ્રી એ લુપ્ત થતા લીલા ઝીંગા માટે સરકાર કોઈ યોજના જાહેર કરે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા સાસ બંદર ગામના સરપંચ શ્રી કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું કે દરિયાઈ ભાઠોડ આ વિસ્તારમાં અહીં લીલા ટુ ટન ઝીંગા લુપ્ત થઈ રહ્યા છે આ ઝીંગા ઓ દરિયાઈ ભા થોડા વિસ્તારમાં જ ઉત્પન્ન થાય છે આ ઝીંગા સો ગ્રામ થી 500 ગ્રામ સુધીના હોય છે અને લીલા અને મુ સુવાળા જીંગા હોય છે આ ઝીંગા 1 થી 5 ની સંખ્યા માં દરિયાઈ કોરા પથ્થર ભા થોડા માં વસવાટ કરે છે તેને પકડવા પણ મુશ્કેલી હોય છે તે જાળમાં આવતા નથી જીગા બજારભાવ કિલોના 5000 રૂપિયા છે વેરાવળમાં દવાઓ માં લઈ જવામાં આવે છે. વેરાવળ દવા માટે પ્રોજેક્ટ કારખાનામાં ખૂબ જ ઉપયોગી છે આવા મચ્છી મારો ની ની સંખ્યા પણ હવે માત્ર પાંચથી દસ ટકા જ રહેશે. ત્યારે સરકાર દ્વારા જૈન જીગા ફોર્મ કેન્દ્રો છે તેને સબસીડી કે અન્ય સહાય આપે છે તેવી રીતે આ પ્રોજેક્ટ પણ સરકારે યોજનાકીય બનાવવો જોઈએ જેથી રોજગારી મળે અને લુપ્ત થતા ઝીંગા ઓ પણ અટકી શકે તે અંગેનો પરિપત્ર ઉદ્યોગ મંત્રીને શ્રી કાનજીભાઈ ચૌહાણ પત્ર પાઠવ્યો છે.


અમરેલી જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ શાંતિલાલ રાણવાની જીલ્લા તકેદારી સમિતિમાં નિમણુક

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)
અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ હિરેનભાઇ હિરપરા તથા જીલ્લા સંકલન ટીેમની ભલામણ થી પ્રભારી મંત્રી આર.સી. ફળદુ ની સમંતિથી ગુજરાત સરકારએ અમરેલી જીલ્લા તકેદારી સમિતિમાં જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ શાંતિલાલા રાણવાની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક થી જીલ્લા ભરના દલિતો ઉપરના હેરાનગતિના કેસો , બનાવોમાં યોગ્ય રજુઆત કરીને પ્રશ્ર્નો ઉકેલવાની દિશા વેગ મળશે. તેવો વિશ્ર્વાસ સાથે આનંદની લાગણી ફેલાઇ છે.
રાણવા એક નિવૃત વર્ગ – 2 ના અધિકારી છે. એડવોકેટ પણ છે. વરૂડી ગામના સરપંચ છે. તેમના પિતા મગનભાઇ રાણવા ગઢડાના ધારાસભ્ય હતા. તેમના દાદા સ્વ. હરિભાઇ રાણવા ઓનરરી મેજીસ્ટ્રેટ તથા આઝાદીના લડવૈયા હતા. આવા પરિવારમાંથી તકેદારીના સભ્ય તરીકે નિમણુંક થતાં એક સાચુ પ્રતિનિધિત્વ મળ્યું છે. તેવો અહેસાસ થાય છે. ત્યારે જીલ્લા ભાજપની ટીમ , સાંસદ નારણભાઇ કાછડીયા, દિલીપભાઇ સંઘાણી, ડો. કાનાબાર, બાવકુંભાઇ ઉંધાડ, વી.વી. વઘાસીયા, પરસોતમભાઇ રૂપાલા સહિત તમામ આગેવાનો જીલ્લા અનુ. જાતિ મોરચા આભાર માને છે. જીલ્લાના દલિતોને પોતાના પ્રશ્ર્નો શાંતિલાલ રાણવાને મોકલવા જાહેર અપીલ કરવામા આવે છે. તેમ મોરચાના મહામંત્રી સોમાભાઇ બગડા તથા વાલજીભાઇ વિંઝુડાની યાદી જણાવે છે.


અમરેલીમાં સાવન કો આને દો કાર્યક્રમ યોજાયા

અમરેલી,
ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી સંગીત સરિતા મ્યુઝિકલ ટ્રસ્ટ અમદાવાદ આયોજીત અમરેલી દિલીપ સાંગાણી ટાઉનહોલ ખાતે “સાવન કો આને દો” 29-6-2019 , શનિવાર સાંજે 8:00 વાગ્યે વરસાદને વધાવતાં પર્યાવરણ સ્પેશીયલ ગીતોનો કાર્યક્રમ સંગીત સરિતા મ્યુઝીક ટ્રસ્ટ ના પ્રમુખ તથા ગુજરાત ના સદાબહાર ગાઈકા વલ્ડ રેકોર્ડસ ઈન્ડીયા હોલ્ડર સિંગર નીતા પટેલ કાચા દ્વારા રાખવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ગુજકોમાસોલના ચેરમેન, ઈફકોના વાઈસ ચેરમેન અને અમરેલીના કદાવર નેતા પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઈ સાવલિયા, ડો. જી. જે. ગજેરા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ. ડી. રૂપારેલ, લાયન્સ ક્લબ પ્રમુખ સૌરાષ્ટ્ર, ખોડલધામ ટ્રસ્ટી, વસંતભાઈ મોવલિયા, બિપીનભાઈ જોષી, બાબુભાઈ હીરપરા, કૌશિકભાઈ ટાંક, સુરેશભાઈ શેખવા, તુષારભાઈ જોષી, શૈલેષભાઈ પરમાર, વિપુલ ભટ્ટી, કોમલબેન, સંજયભાઈ રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં ને અંત સુધી કાર્યક્રમ ને માણ્યો હતો. લાયન્સ ક્લબ પ્રમુખ શ્રી વસંતભાઇમોવલીયા દ્વારા સદાબહાર કોકીલ કંઠી ગાઈકા શ્રીમતી નીતાા બેન કાચા તથા અમરેલી ના સદાબહાર ગાયક અમરેલીના જાણીતાં ગાયક સિકંદરભાઈ પઠાણ નું સન્માન કરી મોમેન્ટો આપવામાં આવ્યો હતો. સિકંદરખાન પઠાણ સાથે ગુજરાત અમદાવાદ ના સુપ્રસિદ્ધ ગાઈકા આયોજક નીતા પટેલ કાચા સાથે નવોદિત ગાયક કલાકારો ડો. હર્ષદ રાઠોડ, પેન્ટર જોગી, મહેશ કાચા, પધ્ર્યુમન જાડેજા એ વરસાદી મૌસમના યાદગાર ગીતો ગાઈને સૌને ભીંજવ્યા હતાં.
આ સંગીત મહેફિલનું સુંદર સંચાલન એકર અમિત પટેલે કર્યુ હતું. સરસ સાઉન્ડ રાહુલ તથા સ્ટેજ ડેકોરેશન શશાંક મહાજન એ આપ્યુ હતુ. આ કાર્યક્રમ ને ખૂબ સફળતા મળી હતી તેમ આયોજક નીતા પટેલ કાચાએ જણાવ્યું છે.


અમરેલી,ભાવનગર અને બોટાદ જિલ્લામાં 82 ફરાર અપરાધીઓને પકડતી પોલીસ

ભાવનગર,
ભાવનગર રેન્જ હેઠળના જીલ્લાઓ ભાવનગર,અમરેલી,બોટાદ જીલ્લા ખાતે છેલ્લા 1 દરમિયાન ગુનો કરી ભાગતા અને પેરોલ-ફર્લો, જેલમાંથી ફરાર આરોપીઓને પકડવાની સ્પેેશ્યલ ડ્રાઇવનું આયોજન ભાવનગર રેન્જના આઇજી શ્રી અશોકકુમાર યાદવ દ્વારા કરવામા આવેલ અને તેમાં અલગ અલગ 1-પો.સ.ઇ. સાથે 5-પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી રાજય બહાર અને રાજયમા નાસતા-ફરતા, પેરોલ-ફર્લો, જેલમાંથી ફરાર રાજય બહારના આરોપીઓને પકડવાની કામગીરી માટે મોકલવામાં આવેલ હતી તેને જોરદાર સફળતા મળી હતી.
ભાવનગર જીલ્લામાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજય ખાતે રાજય બહારના નાસતા-ફરતા,પેરોલ-ફર્લો, જેલમાંથી ફરાર આરોપીઓ તથા 14 વર્ષ જુનો અપહરણના ગુન્હાનો આરોપી, (2) 22 વર્ષ જુનો છેતરપીંડીના ગુન્હાનો આરોપી, (3) 14 વર્ષ જુનો ચોરીના ગુન્હાનો આરોપી, (4) 4 વર્ષ જુનો સાપરાધ મનુષ્ય વધના ગુન્હાાનો આરોપી, (5) 7 વર્ષ જુનો હથિયારધારાના ગુન્હાાનો આરોપી, (6) 4 વર્ષ જુનો અપહરણના ગુન્હાનો આરોપી, (7) 11 વર્ષ જુનો ધાડનના ગુન્હાાનો આરોપી એમ કુલ 7 આરોપીઓ પકડી પાડેલ એવી જ રીતે બીજી ટીમો તૈયાર કરી રાજકોટ રેન્જ, જુનાગઢ રેન્જ તથા બોર્ડર રેન્જ ખાતે રાજયના નાસતા-ફરતા, પેરોલ-ફર્લો, જેલમાંથી ફરાર આરોપીઓને પકડવા માટે મોકલવામાં આવેલ આ ટીમ દ્રારા કુલ 25 આરોપીઓ જે આરોપીઓ પૈકી અપહરણના 8 આરોપીઓ,ઘરફોડના 3 આરોપીઓ, ચોરીના 3 આરોપીઓ,છેતરપીંડીનો 1 આરોપી, જાલી નોટનો 1 આરોપીે, જાહેરનામા ભંગનો 1 આરોપી, ્પ્રોહીબીશનના 2 આરોપીઓ,રાયોટના 4 આરોપી,સ્ત્રી અત્યાચારના 2 આરોપી, અટક કરેલ છે. તેમજ બન્ને ટીમ દ્રારા કુલ 4 નાસતા-ફરતા,પેરોલ-ફર્લો,જેલમાંતી ફરાર આરોપીઓના મરણના દાખલા લઇ આવેલ.
જયારે અમરેલી જીલ્લોમાં અમરેલી જીલ્લાની ટીમ દ્વારા દિલ્હી,ઉતર પ્રદેશ,હરિયાણા તથા આજુબાજુના રાજયો ખાતે રાજય બહારના નાસતા-ફરતા,પેરોલ-ફર્લો, જેલમાંથી ફરાર આરોપીઓને પકડવાની કામગીરી માટે મોકલેલ જેણે (1) 4 વર્ષ જુનો ચોરીના ગુન્હાનો આરોપી,(2) 8 વર્ષ જુનો લુંટ તેમજ મદદગારીના ગુન્હાનો આરોપી,(3) 4 વર્ષ જુનો અપહરણના ગુન્હાનો આરોપી,(4) 24 વર્ષ જુનો છેતરપીંડીના ગુન્હાનો આરોપી,(5) 14 વર્ષ જુનો ચોરીના ગુન્હાનો આરોપી,(6) 4 વર્ષ જુનો અકસ્માતના ગુન્હાનો આરોપી એમ કુલ 6 આરોપીઓ અટક કરેલ છે. એવી જ રીતે બીજી ટીમો તૈયાર કરી સુરત રેન્જ તથા ગોધરા રેન્જ ખાતે રાજ્યના નાસતા-ફરતા,પેરોલ-ફર્લો,જેલમાંથી ફરાર આરોપીઓને પકડવા માટે મોકલવામાં આવેલ આ ટીમ દ્વારા કુલ 26 આરોપીઓ જે આરોપીઓ પૈકી અકસ્માતનો 1 આરોપી, અપહરણના 4 આરોપી, હથિયારધારાનો 1 આરોપી, ખુનની કોશીષ/હથિયારધારા/ાજીપીએકટના 2 આરોપીઓ, ઘરફોડ ચોરીનો 1 આરોપી, ચોરીના 2 આરોપી, છેતરપીંડીના 3 આરોપી, જુગારના 2 આરોપી, ધમકી/મદદગારી 2 આરોપી,ધાડના 1 આરોપી અટક કરેલ છે.
તથા બોટાદ જીલ્લાની મહારાષ્ટ્ર રાજ્ય ખાતે રાજ્ય બહારના નાસતા-ફરતા,પેરોલ-ફર્લો,જેલમાંથી ફરાર આરોપીઓને પકડવાની કામગીરી માટે મોકલેલ જે ટીમ દ્વારા 5 વર્ષ જુનો પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી 1 આરોપી અટક કરેલ એવી જ રીતે બીજી ટીમો તૈયાર કરી અમદાવાદ રેન્જ, ગાંધીનગગર રેન્જ તથા વડોદરા રેન્જ ખાતે રાજ્યના નાસતા-ફરતા,પેરોલ-ફર્લો, જેલમાંથી ફરાર આરોપીઓને પકડવા માટે મોકલવામાં આવેલ જે ટીમ દ્વારા કુલ 6 આરોપીઓને જે આરોપીઓ પૈકી અપહરણનો 1 આરોપી, ધાડના 2 આરોપી, પ્રોહીબીશનનો 1 આરોપી, મારામારીનો 1 આરોપી,લુટનો 1 આરોપી અટક કરેલ છે. ઉપરોકત બાબતે ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓનો રાજ્ય બહારના આરોપીઓ કુલ 14 રાજ્યના કુલ 63 નાસતા-ફરતા,પેરોલ-ફર્લો,જેલમાંથી ફરાર આરોપીઓને પકડવાની કામગીરી થયેલ છે અને તે ઉપરાંત કુલ 5 નાસતા-ફરતા,પેરોલ-ફર્લો,જેલમાંથી ફરાર આરોપીઓને મરણના દાખલા મેળવેલ છે આમ ભાવનગર વિભાગ હેઠળની તમામ ટીમો દ્વારા કુલ મળી કુલ 82 આરોપીઓ અટક કરેલ છે.


error: Content is protected !!