Main Menu

Thursday, July 4th, 2019

 

જય રણછોડ,માખણચોરના નારા સાથે ૧૪૨મી રથયાત્રા સંપન્ન

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિૃરેથી સવારે ૭ વાગ્યે નગરચર્યાએ નીકળ્યા હતા. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદૃ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહૃાા છે. ભગવાન જગન્નાથને ’નંદૃીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ’કલ્પધ્વજ’ અને ભાઈ બલભદ્રને ’તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પિંહદૃવિધિ કરી હતી. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદૃ સમગ્ર માહોલ જય રણછોડ,માખણ ચોરના નારા સાથે ગૂંજી ઊઠ્યો હતો. દૃરિયાપુરથી નિકળી રથ પર સવાર ભગવાન જગન્નાથ દિૃલ્હી ચકલા પહોંચ્યા અને ત્યાંથી પસાર થઇ શાહપુર પહોંચી ત્યાંથી નીજ મંદિૃર જવા રવાના થયા હતા.
દૃેશના ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સવારે પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. તેઓ વહેલી સવારે જ જમાલપુરમાં આવેલા ભગવાન જગદૃીશના મંદિૃરમાં પહોંચી ગયા હતા તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિૃપિંસહ જાડેજા પણ મંગળા આરતીમાં જોડાયા હતા.
ખૂબ જ ભાવપૂર્વક અમિત શાહે પોતાના ધર્મપત્ની સાથે આરતીની થાળી હાથમાં રાખી ભગવાન જગદૃીશની આરતી ઉતારી હતી છેલ્લા ઘણા વર્ષથી તેઓ રથયાત્રા શરૂ થાય તે પહેલા મંદિૃરની અંદૃર થતી મંગળા આરતી કરવા માટે પહોંચી જાય છે .વર્ષો જૂની આ પરંપરા અમિત શાહે આજે પણ જાળવી રાખી છે અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી કરવા માટે આવવાના હોવાથી તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં મંદિૃરમાં આરતી કરવા માટે આવી ગયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દૃ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદૃાવાદૃ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદૃાય આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહૃાું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દૃર્શન આપવા દિૃવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દૃીર પરત આવશે. તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.
રથયાત્રા નિજ મંદિૃર પરત ફરી રહી હતી ત્યારે ૪૫ મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકી ગઈ હતી. પોલીસ અને મંદિૃર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થઇ હતી. પોલીસ રથયાત્રાને જલ્દૃી દૃોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રાખી દૃેવાઈ હતી. મંદિૃર વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે સમજાવટ થયા બાદૃ રથયાત્રા આગળ વધી હતી.
ભગવાનના રથનું મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદૃ ભગવાન આસ્ટોડીયા ચકલા પહોંચ્યા હતા. ત્યાર બાદૃ ભગવાનના ત્રણેય રથ સરસપુર પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય ભાઈ-બહેનનું મામેરું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદૃ ભગવાન નિજ મંદિૃર તરફ રવાના થયા હતા. આ દૃરમિયાન પ્રેમ દૃરવાજાએ ઝરમર વરસાદૃ વરસ્યો હતો.
પ્રેમ દૃરવાજા, સરસપુર અને કાલુપુરમાં ચાલુ વરસાદૃમાં પણ રથયાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને છત્રી લઈને રથયાત્રા જોવા પહોંચ્યા હતા.


ખુદને ઈમાનદારીનો પર્યાય બતાવનારા કેજરીવાલની પર લાગ્યો કરોડોના કૌભાંડનો આરોપ

હંમેશા બીજા પર આરોપ લગાવનારા અને ખુદૃને ઈમાનદૃારીનો પર્યાય બતાવનારા કેજરીવાલની મુસીબતોમાં વધારો થયો છે. અકાલી દૃળના ધારાસભ્ય મિંંજદૃર િંસહએ દિૃલ્હીની કેજરીવાલ સરકાર પર લાગેલા ૨૦૦ કરોડનામાં કેજરીવાલને ચોર કહૃાાં છે.
મળતી માહિતી પ્રમાણે દિૃલ્હીમાં શિક્ષણની રાજકીય લડાઈ બંધ થવાનું નામ લઈ રહીં નથી. અકાલી દૃળના ધારાસભ્ય મિંંજદૃર િંસહ સિરસાએ દિૃલ્હીની સત્તાધારી કેજરીવાલ સરકાર પર લાગેલા ૨૦૦ કરોડના કોભાંડના આરોપમાં કેજરીવાલને ચોર ગણાવ્યા. એમણે દિૃલ્હીમાં કોજરીવાલને ચોર ગણાવીને પોસ્ટર પણ લગાવ્યા.
પોસ્ટરમાં લખ્યું છે, પોતાને સૌથી મોટો ઈમાનદૃાર ગણાવનાર સૌથી મોટો ચોર નીકળ્યો. સ્કુલમાં જે વર્ગ ૫ લાખ રૂપિયામાં તૈયાર થાય તેના માટે ૨૫ લાખ આપ્યા.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદૃેશ અધ્યક્ષ મનોજ તિવારી આરટીઆઈના માધ્યમથી દિૃલ્હી સરકાર પર ૨૦૦૦ કરોડનું કોભાંડ બહાર લાવ્યા. આરટીઆઈમાં જણાવ્યું કે ક્લાસરૂમ બનાવવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે ખર્ચ માત્ર ૮૯૨ કરોડનો થયો. આ કામ દિૃલ્હી સરકારએ ૩૪ ઠેકેદૃારોને આપ્યું હતું અને તેમાં કેજરીવાલના સબંધી પણ હતા.
મનોજ તિવારીએ દિૃલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિૃયા પાસેથી રાજીનામાની માગ કરી હતીં. સાથે જ તિવારીએ કહૃાું હતું કે, ભાજપ આ મુદ્દે લોકાયુક્ત તપાસની માગ પણ કરશે.


બોઇંગ વિમાન દૃુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને ૧૦ કરોડ ડોલરની મદદ કરશે

વિમાન નિર્માતા કંપની બોઈંગે બુધવારે જાહેરાત કરી કે તેઓ ૭૩૭ મેક્સમાં થયેલી બે દૃુર્ઘટનાઓના પીડિતોના પરિવારોને ૧૦૦ મિલીયન ડોલર(અંદૃાજે ૬૮૮ કરોડ રૂપિયા)ની નાણાકીય સહાય કરશે. બે વિમાન દૃુર્ઘટનામાં ૩૪૬ મુસાફરોના મોત થયા છે. ઈન્ડોનેશિયામાં ગત વર્ષે ઓક્ટોબરમાં વિમાન દૃુર્ઘટનામાં ૧૮૯ લોકોના મોત થયા હતા, જ્યારે ઈથોપિયામાં આ વર્ષે ૧૦ માર્ચે થયેલી વિમાન દૃુર્ઘટનામાં ૧૫૭ લોકોના મોત થયા હતા.
શિકાગોની કંપનીએ નિવેદૃનમાં કહૃાું હતું કે, પીડિત પરિવારોનું શિક્ષણ , જીવનધોરણ યોગ્ય રીતે ચલાવી શકે તે હેતુથી તેમની આર્થિક સ્થિતીને પ્રોત્સાહીત કરવાનું કામ કરશે. આ માટે કંપની સ્થાનિક સરકારો અને ખાનગી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે.
કંપનીના અધ્યક્ષ અને સીઈઓ ડેનિસ મુલિનબર્ગે કહૃાું કે, અમે બોઈંગની બન્ને દૃુર્ઘટનાઓમાં થયેલા જાનમાલના નુકસાન માટે દૃુ:ખ છે. અમને આશા છે કે શરૂઆતની રકમથી તેમને થોડી રાહત મળશે.


હવે દૃુબઇ એરપોર્ટ પરથી ભારતીય કરન્સીમાં જ ખરીદી થઇ શકશે

સામાન્ય રીતે આપણે વિદૃેશ જતા પહેલાં ભારતીય કરન્સીને દૃેશની સ્થાનિક કરન્સી અથવા ડોલરમાં એક્સચેન્જ કરાવી પડે છે. પરંતુ હવે દૃુબઈ જતી વખતે ત્યાંના એરપોર્ટ પરથી ભારતીય કરન્સીમાં જ ખરીદૃી કરી શકાશે. યુએઈના એક મુખ્ય સમાચાર પત્ર પ્રમાણે, દૃુબઈ સરકારના બદૃલાયેલા નિયમ પ્રમાણે દૃુબઈ એરપોર્ટ પર આવેલી ડ્યૂટી ફ્રી દૃુકાનોમાંથી હવે ભારતીય કરન્સી પ્રમાણે ખરીદૃી કરી શકાશે. ભારતીય કરન્સીથી હવે દૃુબઈના દૃરેક એરપોર્ટ પર લેણદૃેણ કરી શકાશે.
દૃુબઈમાં ભારતીય કરન્સીની સ્વીકૃતિ પર્યટકો માટે ખરેખર એક ગુડ ન્યૂઝ છે. કારણકે પહેલાં કરન્સી એક્સચેન્જમાં પર્યટકોએ ખૂબ મોટી રકમ ગુમાવવી પડતી હતી. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય કરન્સી હવે દૃુબઈ આંતતરાષ્ટ્રીય એરપોર્ટના ત્રણેય ટર્મિનલ અને અલ મકતૌમ એરપોર્ટ ઉપર સ્વીકાર્ય છે.
દૃુબઈના એક ડ્યૂટી ફ્રી દૃુકાનના કર્મચારીએ જણાવ્યું કે, અમે ભારતીય કરન્સીને સ્વીકારવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે દૃુબઈ એરપોર્ટ પર અંદૃાજે ૯ કરોડ યાત્રીઓ આવ્યા હતા. તેમાં ૧.૨૨ લાખ યાત્રીઓ ભારતીય હતા. નોંધનીય છે કે, પહેલાં ભારતીય યાત્રીઓને દૃુબઈમાં શોિંપગ કરતી વખતે કરન્સીને ડોલર, દિૃરહામ અથવા યૂરોમાં એક્સચેન્જ કરાવવા પડતા હતા. જોકે રૂપિયો પહેલી એવી કરન્સી નથી જે દૃુબઈએ ચલણમાં માન્ય કરી છે.


ફીફા મહિલા વિશ્ર્વકપ: સ્વીડનને ૧-૦થી હરાવી નેધરલેન્ડનો ફાઇનલમાં પ્રવેશ

ફ્રાન્સમાં રમાઇ રહેલી ફીફા મહિલા વિશ્ર્વ કપમાં નેધરલેન્ડની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને ૧-૦થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એકમાત્ર ગોલ જૈકી ગ્રોનેને એક્સ્ટ્રા ટાઇમમાં ૯મી મિનિટે કર્યો હતો. ફાઇનલ મુકાબલો ૭ જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે.
નેધરલેન્ડનો આ બીજો ફીફા મહિલા વિશ્ર્વ કપ છે. ડચ ટીમ પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અમેરિકાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને ૨-૧થી પરાજય આપ્યો હતો.
ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો ૬ જુલાઈએ અલાયંજ રિવિએરા સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડનો સેમિફાઇનલમાં અમેરિકા સામે પરાજય થયો હતો.
૧૯૯૧થી અત્યાર સુધી અમેરિકા ત્રણ વખત ફીફા મહિલા વિશ્ર્વ કપનું ટાઇટલ જીતી ચુકી છે. તે એક વખત રનર-અપ રહી છે. ૨૦૧૫મા અમેરિકાએ ફાઇનલમાં જાપાનને ૫-૨થી હરાવી ટાઇટલ જીત્યું હતું.


પૃથ્વી શો ઈજાગ્રસ્ત, વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની ઇન્ડિયા-એ ટીમમાંથી બહાર

યુવાન સલામી બેટ્સમેન પૃથ્વી શો ઘાયલ થયા છે જે ૧૧ જુલાઇએ શરૂ થનારી વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે ઇન્ડિયાની એ ટીમમાંથી બહાર થયો છે. પૃથ્વી શોને કયા પ્રકારની ઇજા પહોંચી છે તે હજી સુધી નક્કી થયું નથી. પરંતુ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેટમીમાં સારવાર લઇ રહૃાા છે. પૃથ્વી શો બહાર થવાના કારણે મહારાષ્ટ્રના ૨૦ વર્ષીય યુવાન બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઋતુરાજે જૂનમાં શ્રીલંકા એ સામે સ્થાનિક સિરિઝમાં ઇન્ડિયા એ તરફથી જબદૃસ્ત પ્રદૃર્શન કર્યું હતું. ૫ મેચોના વનડે શ્રેણીમાં તેમણે ચાર ઇિંનગ રમી હતી અને ૪૭૦ રન બનાવ્યા હતા. જેમાં તેણે અણનમ ૧૮૭ રનની ઇિંનગનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઇન્ડિય પ્રવાસ પર જઇ રહેલી ઇન્ડિયા ટીમે એમાંથી મયંક અગ્રવાલ અને ઋષભ પંત પહેલાથી જ બહાર થયા છે. પંતને શિખર ધવન અને મયંક અગ્રવાલને વિજય શંકર બહાર થવાના લીધે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.
આવી સ્થિતિમાં આ બંનેની જગ્યાએ અનમોલપ્રીત િંસહ અને ઇશાન કિશનને લાવવામાં આવ્યા છે. ૧૫ સભ્યોની ઇન્ડિયા ટીમ એ અત્યારે બેંગલુરુમાં એનસીએમાં ફિટનેસ ઉપર કામ કરી રહી છે. ઇન્ડિયા એને વેસ્ટ ઇન્ડિયામાં ૫ વન ડે મેચોની સિરિઝ રમશે.


ક્રિશ ગેલ પોતાના છેલ્લાં વર્લ્ડ કપ મેચમાં ૭ રન બનાવીને આઉટ થયો

વર્લ્ડ કપના ૪૨માં મુકાબલામાં ગુરૂવારે હેિંડગ્લેમાં વેસ્ટઈન્ડિઝે અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટોસ જીતીને બેિંટગનો નિર્ણય કર્યો. ક્રિસ ગેલ ૭ રન બનાવીને દૃૌલત જાદૃરાનની બોિંલગમાં આઉટ થયો છે. આ ગેલનો છેલ્લો વર્લ્ડ કપ મેચ છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યાં હતા. સુનીલ અંબરિસ અને શેનોન ગેબ્રિયલને બહાર કરવામાં આવ્યાં હતા. બંનેની જગ્યાએ ઈવિન લેવિસ અને કેમાર રોચને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હતા. બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમમાં પણ બે ફેરફાર કરાયાં હતા. હામિદૃ હસન અને હસમતઉલ્લાહ શાહિદૃી આ મેચમાં નહીં રમે. બંનેની જગ્યાએ સૈયાદૃ શિરઝાદૃ અને દૃૌલત જાદૃરાનને ટીમમાં સમાવાયાં હતા.
વેસ્ટઈન્ડિઝ અને અફઘાનિસ્તાન બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૫ વનડે રમાયાં છે. જેમાં અફઘાનિસ્તાન ૩માં જ્યારે વિન્ડિઝ માત્ર ૧ મેચમાં જીત્યું છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. ગત બે મુકાબલામાં અફઘાનિસ્તાને વેસ્ટઈન્ડિઝને હરાવ્યું છે. આ બંને મેચ વર્લ્ડ કપ ક્વાલિફાયરમાં રમાયાં હતા.


‘દિલ બેચારાની ઓરિજિનલ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સના પાંચ વર્ષ પૂર્ણ

ડિરેક્ટર મુકેશ છાબરાની ફિલ્મ ‘દિૃલ બેચારા હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું ઓફિશિયલ અડેપ્ટેશન છે. ૨૦૧૫માં આવેલ આ ફિલ્મને આજે ૫ વર્ષ પૂરાં થયાં છે. તેની ખુશીમાં મેકર્સે ફિલ્મને ડેડિકેટ કરતી એક વીડિયો ક્લિપ શેર કરી છે. ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ ફિલ્મ ૨૦૧૨માં આવેલ જ્હોન ગ્રીનની નોવેલ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું ઓફિશિયલ અડેપ્ટેશન હતું. બુક પરથી હોલિવૂડમાં ફિલ્મ બની અને ત્યારબાદૃ હવે બોલિવૂડમાં બની રહી છે. સુશાંત િંસહ અને સંજના સાંઘી સ્ટારર ‘દિૃલ બેચારા ૨૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ પ્રોડ્યૂસ કરી છે.
મેકર્સે ઓરિજિનલ ફિલ્મની સ્ટારકાસ્ટ એન્સેલ એલ્ગોર્ટ અને શેલિન વૂડલી અને ઓથર જ્હોન ગ્રીનને ટેગ કરીને પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે,‘વર્ષો વીતી ગયા પણ પ્રેમ હજુ કાયમ છે. ‘દિૃલ બેચારા ફિલ્મમાં સૈફ અલી ખાન પણ સામેલ છે. આ ફિલ્મમાં એ આર રહેમાને મ્યુઝિક આપ્યું છે.


સંજય દત્તની દીકરી પર દૃુ:ખનો પહાડ તુટી પડ્યો, થયું બોયફ્રેન્ડનું અવસાન

સંજય દૃત્ત અને તેની પહેલી પત્ની રિચા દૃત્તની દૃીકરી ત્રિશલા દૃત્તના બોયફ્રેન્ડનું હાલમાં અવસાન થયું છે. ત્રિશલાએ આ વાતની જાણકારી પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી છે. તેણે આ પોસ્ટ બહુ ઇમોશનલ થઈને લખી છે. ત્રિશલાએ લખ્યું છે કે મારું દિૃલ તુટ્યું છે. મને પ્રેમ કરવા માટે, મારી રક્ષા કરવા માટે તેમજ મારું ધ્યાન રાખવા માટે આભાર. તે મને ખુશહાલ વ્યક્તિ બનાવી છે. હું દૃુનિયાની સૌથી નસીબદૃાર છોકરી છું જેને તારો પ્રેમ મળ્યો. તું હંમેશા મારામાં રહીશ. હું તને બહુ પ્રેમ કરીશ અને હું સતત તારી યાદૃમાં રહીશ. હંમેશા તારી.
ત્રિશલાએ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેના બોયફ્રેન્ડનું ૨ જુલાઈના દિૃવસે મૃત્યુ થઈ ગયું છે. જોકે તેના મૃત્યુના કારણની વિગતવાર ચર્ચા નથી કરવામાં આવી. પ્રેમીની યાદૃમાં ત્રિશલાએ કહૃાું છે કે હું તને આજે ગઈકાલથી પણ વધારે પ્રેમ કરું છું પણ આ પ્રેમ દિૃવસેને દિૃવસે વધતો જશે.
ત્રિશલાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે બહુ દૃુખી છે. તે હાલમાં પોતાના નાના-નાની સાથે અમેરિકામાં રહે છે. તેણે થોડા સમય પહેલાં પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મારફત ખુલાસો કર્યો હતો કે તે ઇટાલિયન વ્યક્તિના પ્રેમમાં છે.


જ્યોર્જ ફર્નાન્ડિઝની બાયોપિકમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચમકશે

ફિલ્મ ‘ઠાકરેમાં શિવ સેનાના સુપ્રીમો બાલ ઠાકરે તરીકેના પરફોર્મન્સથી પ્રશંસા મેળવનારો નવાઝુદ્દીન સિદ્દીકી હવે આ ફિલ્મની સીક્વલમાં જોવા મળશે. જેને સંજય રાઉત દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. પ્રોડ્યૂસર અને શિવ સેનાના લીડર સંજય રાઉત સ્વર્ગસ્થ કામદૃાર નેતા અને ભૂતપૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના ખાસ મિત્ર હતા અને તેઓ આ હસ્તી પર ફિલ્મ બનાવવા જઈ રહૃાા છે. તેમણે રિસન્ટલી જ્યોર્જનો રોલ પ્લે કરવા માટે નવાઝનો એપ્રોચ કર્યો હતો.
એક સોર્સે કહૃાું હતું કે, ‘‘ઠાકરેના મેિંકગ દૃરમિયાન નવાઝ અને રાઉત વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. રાઉત આ ફિલ્મમાં નવાઝના પરફોર્મન્સથી ઇમ્પ્રેસ થયા હતા. રાઉતે હવે નવાઝને જ્યોર્જ ફર્નાન્ડિઝનો રોલ ઓફર કર્યો હતો. આ પ્રોજેક્ટની સાથે શૂજિત સરકાર પણ સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહૃાું છે.


error: Content is protected !!