Main Menu

Friday, July 5th, 2019

 

06-07-2019


06-07-2019-samuh lagan


રૂપાણી રાજમાં બેરોજગારીનો રાફડો ફાટ્યો.?, ૪ હજારની જગ્યા માટે ૧૩ લાખ ફોર્મ ભરાયા!

રૂપાણી રાજમાં બેરોજગારીનો રાફડો ફાટ્યો.?, ૪ હજારની જગ્યા માટે ૧૩ લાખ ફોર્મ ભરાયા!
(જી.એન.એસ)ગાંધીનગર,તા.૫
બેકારીમાં ઘટાડો થયો છે. લોકોને રોજગારી અમે આપી છે અને આપીએ છીએ.વિરોધ પક્ષને જુઠ્ઠાણા ફેલાવવાની આદૃત પડી ગઈ છે. આવી વાતો કરતી ભાજપ સરકારની પોલ હવે ખુલી પડી છે. કેમ કે ગુજરાતમાં બેરોજગારી દિૃવસે ને દિૃવસે વધતી જોવા મળી રહી છે.છતાં સરકાર આનો ઉકેલ લાવવાની જગ્યાએ તમાશો જોઈ રહી હોય એવું દૃેખાઈ રહૃાું છે.કેમ કે ગુજરાતમા રૂપાણી સરકારમાં બેકારી તેમજ બેરોજગારી ના કારણે ઘણા પરિવારે સામુહિક આત્મહત્યાઓ કરી લીધી છે.ઘણા લોકોએ રોજગારી નહીં મળવાને કારણે પણ આત્મહત્યા કરી હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે.ત્યારે હજુ પણ સરકાર બેરોજગરીમાં ઘટાડો કરવામાં નિષ્ફળ નીવડી છે તેનું તાજું ઉદૃાહરણ ગુજરાત ગૌણ સેવા પસંદૃગી મંડળ દ્વારા ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની આશરે ૪ર્ર્ર્ જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં સરકારની રોજગારી આપવાનું પોલ બહાર આવતું જોવા મળ્યું. આ જાહેરાત ૧૨ પાસ ઉપર હતી પરંતુ આ જાહેરાતમા સ્નાતક તેમજ ડિપ્લોમા તેમજ ડીગ્રી કરેલા ઉમેદૃવારો દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યા છે.આશરે ૪ર્ર્ર્ હજારની જાહેરાતમા ૧૩ લાખ જેટલી ગુજરાતમાંથી અરજીઓ આવેલી છે.અને લેવાના છે માત્ર ૪ર્ર્ર્ હજાર જ આથી સ્પષ્ટ સમજી શકાય છે કે સ્નાતક તેમજ એન્જીનીયર સુધી ભણતર કરેલું હોવા છતાં પણ લોકોને રોજગારી માટે આ સરકારમાં ફાંફા મારવા પડે છે.જ્યારે જ્યારે સરકારી જાહેરાતો બહાર આવે છે ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે.સરકારમાં ઘણા એવા વિભાગો છે જયાં છેલ્લા ઘણા વર્ષોથી ભરતી જ કરવામાં આવી નથી.
આ કરણ પણ બેરોજગારી માટે જવાબદૃાર છે.ગુજરાતમાં રોજગારી વધે તે માટે વાઇબ્રન્ટમા પણ કરોડોના એમ ઓ યુ કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આ એમઓયુ કાગળ ઉપર જ રહી જતા હોય તેવું દૃેખાય છે. કેમ કે ગુજરાતમાં બેરોજગરીમાં આજ સુધી ઘટાડો થયો જ નથી પરંતુ કૂદૃકે અને ભૂસકે બેરોજગારી વધતી જોવા મળી છે. વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ પરિણામ તો શૂન્ય જ છે. સરકર પણ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે છે કે શું? કેમ સરકાર બેરોજગરીમાં ઘટાડો કરી શકતી નથી ગુજરાત સરકારમાં બેરોજગારી નહીં ઘટવાનું કરણ ખાનગીકરણ પણ જવાબદૃાર છે. કેમ કે ગુજરાત સરકરમાં હવે સરકરી ભરતી કરવાની જગ્યાએ સરકારી વિભાગોમાં આઉટ શૉિંશગથી ભરતી કરવામાં છે. અને આ આઉટ શૉશીંગ ચલાવતી એજન્સીઓ પણ પોતાના લાગતા વળગતાઓને નોકરીએ લગાડે છે.અને જો બીજા કોઈને નોકરી જોઈતી હોય તો એજન્સીના માલિકોને પ્રસાદૃી આપવી પડે છે. ત્યારબાદૃ જ નોકરી મળે છે.અને એમાં પણ એજન્સીઓ વાળા તેમનું શોષણ પણ કરતા જોવા મળે છે.આવા ખાનગીકરણને કારણે પણ બેરોજગરીમાં વધારો થતો જોવા મળે છે.સરકાર પોતાના ભાષણમાં જોર જોર થી બુમો પાડે છે કે અમે આટલા લોકોને રોજગારી આપી જો તમે ખરે ખર રોજગારી આપી હોય ને તો ૪ર્ર્ર્ હજારની જાહેરાતમાં ૧૩ લાખ ફોર્મ ના ભરાયા હોત. તમે જો રોજગરીઓ આપી હોય ને તો લોકોને સામુહિક આત્મહત્યા જેવા પગલાં ભરવા ના પડ્યા હોય.ગુજરાતમાં આટલી સ્પષ્ટ બેરોજગારી હોવા છતાં કેમ સરકારને દૃેખાતી નહીં હોય.? લોકો બેરોજગરીના કારણે આત્મહત્યા કરે છે શુ આ બધું સરકારને દૃેખાતું નથી.? સરકાર બેરોજગરીમાં ઘટાડો થાય તે માટે કોઈ નક્કર પગલાં ભરશેપ? કે પછી તમાશા જ જોયા કરશે..?


ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત શૉન માર્શ વર્લ્ડકપમાંથી બહાર

વર્લ્ડ કપમાં સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સમાચાર છે. ઇજાઓના કારણે શૉન માર્શ વર્લ્ડકપથી બહાર થઇ ગયો છે. ઓલ્ડ ટ્રેફર્ડમાં તેને નેટ સેશન દૃરમિયાન ઇજા પહોંચી હતી. હવે ઑસ્ટ્રેલિયાએ પીટર હેન્ડસકોમ્બને તેના સ્થાને બોલાવ્યો છે. આ ઉપરાંત, ગ્લેન મેક્સવેલ પણ ઇજાગ્રસ્ત છે.
નેટ સેશન દૃરમિયાન, શૉન માર્શને પેટ કમિન્સના બોલ વાગ્યો હતો અને તેથી તેના જમણાં કાંડા કાંડામાં ફ્રેક્ચર થયું છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લેંગરે કહૃાું છે કે માર્શને ગંભીર ઈજા થઈ છે અને હવે તે વર્લ્ડકપમાં રમી શકશે નહીં. અત્યાર સુધીના વિશ્ર્વ કપમાં માર્શને માત્ર બે મેચમાં તક મળી હતી.
ગ્લેન મેક્સવેલ પણ પ્રેક્ટિસ દૃરમિયાન મિશેલ સ્ટાર્કના શોર્ટ બોલ પર ઇજા થઈ હતી. તેઓએ નેટ સત્રમાંથી તરત જ બહાર જવું પડ્યું. પરંતુ સ્કેન જાહેર કર્યું કે મેક્સવેલ કોઈ ફ્રેક્ચર નથી. હાલમાં, તેની ઇજા પર દૃેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યાં કોઈ ગેરેંટી નથી કે તેઓ દૃક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી લીગ મેચમાં રમશે. જો તેઓ સેમિફાઇનલ પહેલા ફિટ ન હોય તો ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધશે.


ભારતીય રનર હિમા દૃાસે ૨૦૦ મીટર દૃોડમાં ગોલ્ડ મેડલ જીત્યા

પોલેન્ડમાં ચાલી રહેલા પોઝનાન એથ્લેટિક્સ ગ્રાં પ્રીમાં ભારતની રનર હિમા દૃાસે મહિલાઓની ૨૦૦ મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે ગોળાફેંકમાં ભારતના તાજિન્દૃર પાલ િંસઘે કાંસ્ય પદૃક મેળવ્યો હતો.
હિમા વિશ્ર્વ જુનિયર ચેમ્પિય બની ચૂકી છે અને ૪૦૦ મીટરની દૃોડસ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા બની ચૂકી છે. પોલેન્ડમાં હિમાએ માત્ર ૨૩.૬૫ સેકંડમાં ૨૦૦ મીટરની દૃોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. છેલ્લા થોડા માસથી હિમાને ખૂબ બેક પેઇન રહૃાું હતું. પોલેન્ડની સ્પર્ધા એના બેક પેઇન પછીની પહેલી સ્પર્ધા હતી જેમાં એણે સુવર્ણ પદૃક મેળવીને દૃેશનું નામ રોશન કર્યું હતું.
જોકે, એનું બેસ્ટ પર્ફોર્મન્સ ૨૩.૧૦ સેકંડનું છે જે ગયા વર્ષે એણે હાંસલ કર્યું હતું. પુરૂષોની ૪૦૦ મીટરની દૃોડમાં કે એસ જીવને ૪૭.૨૫ સેકંડમાં દૃોડીને કાંસ્ય પદૃક મેળવ્યો હતો.
હિમા દૃાસની આ સિદ્ધિ પર આસામના મુખ્યમંત્રી સર્બાનંદૃ સોનોવાલે રાજ્યની આ યુવા ખેલાડીને શુભેચ્છા પાઠવી છે. સોનોવાલે ટ્વીટ કરી લખ્યું કે,‘પોન્જાન એથ્લેટિક્સ ગ્રાંપ્રી-૨૦૧૯ની ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતનારી આસામની શાનદૃાર ર્િંસ્પ્રટ રનર હિમા દૃાસને શુભેચ્છા. ભવિષ્ય માટે તમને ઘણી બધી શુભકામનાઓ. હિમાએ પણ સીએમના આ ટવીટ પર આભાર માન્યો છે. આપને જણાવી દૃઈએ કે હિમા દૃાસનો ઇંડિવિઝુઅલ બેસ્ટ પર્ફોર્મેન્સ ૨૩.૧૦ સેકેન્ડ છે. જે ગત વર્ષે હિમાએ પ્રાપ્ત કર્યો હતો.


હું રોહિતની બૅિંટગ-સ્ટાઇલની નકલ કરીશ તો મૂરખ કહેવાઇશ: કે. એલ. રાહુલ

ભારતના કે. એલ. રાહુલનું કહેવું છે કે તેના સાથી ઓપનર રોહિત શર્મા બિલકુલ જુદૃા પ્રકારનો ખેલાડી છે અને તેની બરોબરી કરવી અશક્ય છે.
અંગૂઠામાં થેલા ફ્રેક્ચરના કારણે ટીમ બહાર થવાથી બૅિંટગ ક્રમમાં બઢતી મેળવેલ રાહુલે બંગલાદૃેશ સામેની મેચમાં ભારતની ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્મા જોડે પહેલી વિકેટે ૧૮૦ રનની ભાગીદૃારી કરી હતી.
રોહિતે કોઈ એક વેળાની વર્લ્ડ કપ સ્પર્ધામાં ચાર સદૃી ફટકારવાનો વિક્રમ કર્યો છે અને શ્રીલંકાના કુમાર સંગકારા પછી આવી સિદ્ધિ મેળવનાર તે ફક્ત બીજો ખેલાડી બન્યો હતો.
“તમે રોહિતની જેમ બૅિંટગ કરવા જશો તો મૂર્ખ ગણાશો, રોહિત બિલકુલ અલગ પ્રકારનો ખેલાડી છે જેની આ દૃુનિયામાં કોઈ જોડ નથી, એમ રાહુલે પત્રકારો જોડેની વાતચીતમાં કહૃાું હતું.


‘વિષ સિરિયલના લીડ રોલથી દૃેબિના બોનર્જીએ કમબેક કર્યું

ગુરમીત ચૌધરીની પત્ની અને એક્ટ્રેસ દૃેબિના બોનર્જીએ ‘વિષ સિરિયલથી નાના પડદૃે કમબેક કર્યું છે. આ શો ટેલિકાસ્ટ થયો તેને મહિનો થઇ ગયો છે. સૂત્રોની માનીએ તો આ શોમાંથી તેને પ્રતિ દિૃવસ અંદૃાજે ૭૦,૦૦૦ રૂપિયા મળે છે. તેને મહિનામાં ૨૫ દિૃવસ શૂિંટગ કરવાનું હોય છે. એટલે એ મુજબ તેની શોની મહિનાની કમાણી ૧૭.૫૦ લાખ રૂપિયા થાય છે.
સેટ સાથે જોડાયેલ એક નજીકનાં સૂત્રએ જણાવ્યું કે, ‘શરૂઆતમાં દૃેબિના કોઈ ડેઇલી શો સાથે જોડાવા ઇચ્છતી ન હતી. તે એપિસોડિક રોલ્સથી ખુશ હતી કારણકે તેમાં તેને વધારે સમય આપવો પડતો ન હતો. જ્યારે તેને વિષ સિરિયલની ઓફર મળી તો પહેલાં તો તેણે તે નકારી દૃીધી, પરંતુ મેકર્સ ઇચ્છતા હતા કે તે કોઈપણ રીતે ઓન બોર્ડ આવી જાય. માટે તેમણે દૃેબીનાને મોં માગી ફીસ આપવાની વાત કરી.


’સાહો’નું પ્રથમ ગીત “સાયકો સૈયાં” ટીઝર રિલીઝ

બાહુબલી ૨ પછી ફરી એક વખત બોક્સ ઓફીસ પર ધમાલ મચાવવા પ્રભાસ તૈયાર છે. પહેલી વખત શ્રદ્ધા કપુર સાથે કામ કરી રહેલા પ્રભાસની બહુ ચર્ચીત ફિલ્મ સાહોનું પહેલું ગીત સૈયાં” ટીઝર સામે આવ્યું છે. આ ગીતમાં બંને સ્ટાર્સની શાનદૃાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
સાહોનું સાઇકો સૈયાં એક પેપી સોંગ છે. આ ગીતને સુજીતે લખ્યું છે જેની કોરીયોગ્રાફી રાજુ સુંદૃરમે કરી છે. ગીતના ટીઝરમાં શ્રદ્ધા અને પ્રભાસ ખુબ જ સુંદૃર લાગી રહૃાા છે. આ ટીઝરમાં શ્રદ્ધા કપુરના લટકા ઝટકા જોવા જેવા છે. આ ગીતના ટીઝરને અલગ અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવ્યા છે જેમાં િંહદૃી, તેલુગુ જેવી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. આ પહેલા શ્રદ્ધા તેમની ફિલ્મ એબીસીડી-૨માં પણ તેમની ડાન્સીંગની ટેલેન્ટને બતાવી ચુકી છે.
સાઇકો સૈયાં ગીતને ૮ જુલાઇએ રીલીઝ કરવામાં આવશે. ૧૫ ઓગષ્ટના રોજ રીલીઝ થનારી સાહો એક મોટા બજેટની ફિલ્મ છે જેને છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવી રહી છે. બાહુબલી ૨ પછી પ્રભાસની આ પહેલી ફિલ્મ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય મંદિૃરા બેદૃી, નીલ નીતીન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડે જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.


પ્રેમ ક્યારેય નફરતમાં ફેરવાઈ શકે નહીં : રીતિક રોશન

બોલિવૂડ એક્ટર રીતિક રોશન તથા તેની પૂર્વ પત્ની સુઝાન ખાન વચ્ચે સારી મિત્રતા છે. ડિવોર્સ બાદૃ પણ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરતાં રહે છે. બંને બાળકોનું પૂરું ધ્યાન રાખે છે અને બાળકોને લઈ ફરવા પણ જાય છે. હવે, રીતિકે પૂર્વ પત્ની સાથે કેવા સંબંધો છે, તે અંગે વાત કરી હતી.
રીતિક રોશને ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું, ’આ એક સુંદૃર સંબંધ છે. અમારા બાળકો સાથે, મિત્ર તરીકે સારા સંબંધ છે. એક વાત નક્કી છે કે પ્રેમ ક્યારેય નફરતમાં બદૃલાઈ શકે નહીં. જો આ નફરત છે તો ક્યારેય પ્રેમ હતો જ નહીં. પ્રેમનું બીજું પાસું પણ પ્રેમ જ છે. એકવાર તમે આ વાત સમજી જાવ પછી તમે પ્રેમમાં પરત આવવાના રસ્તાઓ શોધો છો.’
સુઝાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, ’મારા અનુભવના આધારે તથા મારા જીવનનો એક હિસ્સો આ પરિવારની ઘણી જ નજીક હોવાને કારણે હું સુનૈનાને ઘણી જ પ્રેમાળ, કૅિંરગ વ્યક્તિ તરીકે ઓળખું છું, જે હાલમાં દૃુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં છે. સુનૈનાના પિતા હાલમાં બીમારીમાંથી પસાર થઈ રહૃાાં છે. આવામાં મહેરબાની કરીને પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમનું સન્માન કરો. દૃરેક પરિવાર આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. મારે આ કહેવાની જરૂર પડી કારણ કે હું લાંબા સમયથી આ પરિવારનો હિસ્સો રહી છું’


ભારતને પાવરહાઉસ બનાવવાવાળું બજેટ: મોદી

બજેટ પૂરુ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, આ દૃેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવનારું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવકોને સારું ભવિષ્ય મળશે. આ બજેટથી મધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે. વિકાસની ગતિ વધશે. આ બજેટથી ટેક્સ વ્યવસ્થામાં સરળતા આવશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, આજે લોકોના જીવનમાં નવી આકાંક્ષા અને અપેક્ષાઓ છે. આ બજેટ દૃેશને નવો વિશ્ર્વાસ અપાવી રહૃાો છે કે, જે વાયદૃા કરવામાં આવ્યા છે તે પૂરા કરવામાં આવશે. આ બજેટ વિશ્ર્વાસ અપાવે છે કે, દિૃશા યોગ્ય છે, પ્રોસેસ ઠીક છે, ગતિ સાચી છે તેથી લક્ષ્ય સુધી પહોંચવાનું નક્કી છે. આ બજેટ ઉદ્યોગ અને ઉદ્યમીઓને મજબૂત બનાવશે. દૃેશમાં મહિલાઓની ભાગીદૃારી વધશે.
પોતાની સરકારના પહેલા કાર્યકાળના વખાણ કરતા વડાપ્રધાને કહૃાું કે, આ એક ગ્રીન બજેટ છે. તેમાં પર્યાવરણ, ઈલેક્ટ્રિક મોબિલિટી અને સોલર સેક્ટર પર વિશેષ બળ આપવામાં આવ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં દૃેશ નિરાશાના વાતાવરણને પાછળ મૂકી આવી છે. આજે દૃેશ આશા અને અપેક્ષાઓથી ભરેલું છે.


error: Content is protected !!