Main Menu

Monday, July 8th, 2019

 

આઈસીસીએ ફરિયાદ કરતાં ફેસબુકે રવિન્દ્ર જાડેજાની હિમાયત કરતી પોસ્ટ ડિલીટ કરી

રવિન્દ્ર જાડેજાને વર્લ્ડકપ દૃરમિયાન ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં ન સમાવાતા રવિન્દ્રના બહેન નયનાબા જાડેજાએ સિલેક્શન કમિટી પર રોષે ભરાયા હતા અને ફેસબુક પર પોસ્ટ શરૂ કરી હતી. છેલ્લા મેચમાં રવિન્દ્ર જાડેજાને રમવા મળી ગયું છે. ત્યારબાદૃ આઈસીસી(ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ધ્યાને આ પોસ્ટ આવતા તેમણે ફેસબુકમાં ફરિયાદૃ કરતા ફેસબુકે નયનાબાની પોસ્ટ ડિલીટ મારી દૃીધી છે.
નયનાબાએ ચાલુ મેચ દૃરમિયાન ક્રિઝ પર બેિંટગ કરી રહેલા એક ભારતીય બેટ્સમેનનો પગના ભાગનો ફોટો ફેસબુકમાં મૂક્યો હતો. તેમાં લખ્યું હતું કે, ?ટીમમાં તેના(રવીન્દ્ર) કરતા સારા ખેલાડી ન હોવા છતાં તેનો ટીમમાં સમાવેશ થયો નથી. તેને(રવીન્દ્ર) શા માટે નજર અંદૃાજ કરવામાં આવી રહૃાો છે?? આ પોસ્ટ મૂક્યા બાદૃ થોડા જ સમયમાં ફેસબુકે પોસ્ટ ડિલીટ કરી હતી અને નયનાબાને મેસેજ કરવામાં આવ્યો હતો કે થર્ડ પાર્ટી એટલે કે આઈસીસીએ આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે અને ફરિયાદૃ કરી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ ફરિયાદૃ માટે કોપીરાઈટનો ઉપયોગ કર્યો છે. ફેસબુક પર ક્રિકેટને લગતા વીડિયોની અઢળક પોસ્ટ હોય છે તે તમામ વર્ષોથી હજુ ટ્રેન્ડિંગ હોવા છતાં આઈસીસીએ કોઇ પગલાં લીધા નથી. માત્ર નયનાબાના જ કિસ્સામાં આઈસીસીએ વાંધો ઉઠાવ્યો છે.


રાજ્યમાં ૧૦ વર્ષમાં વાહનોની સંખ્યા અધધધ…૧૩૫ ટકા વધી..!!

ગુજરાતમાં છેલ્લા દૃસ વર્ષમાં વાહનોની સંખ્યા ૧૩૫ ટકા વધી છે. રાજ્યમાં ૨૫ લાખ ટ્રાન્સપોર્ટ વાહનો છે જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા ૨.૦૭ કરોડ જેટલી છે. વાહનોની સંખ્યા વધવાના વધવાના કારણે સ્વાભાવિક રીતે જ પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઊભી થઇ છે. ગુજરાતમાં છેલ્લી ગણતરી પ્રમાણે એક કરોડ ૪૫ લાખ દ્વિચક્રી વાહનો છે અને ૩૫ લાખથી વધુ કાર હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની સડકો ઉપર બે કરોડ ૩૫ લાખ વાહનો ફરી રહૃાાં છે. જેથી પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ પાસે કોઇને કોઇ વાહન છે. ગુજરાતમાં ૧૯૬૧ની સાલમાં માત્ર ૮૧૩૨ ટુ-વ્હીલર હતા જે વધીને એક કરોડ ૫૦ લાખ થઇ ગયા હતા. રાજ્યમાં ૧૯૮૦માં કુલ વાહનોની સંખ્યા ૪.૫૮ લાખ હતી જે ૧૯૯૦માં વધીને ૧૮.૪૦ લાખ થઈ જતા ૧૦ વર્ષોમાં વાહનોની સંખ્યામાં ૧૮.૮૩ લાખનો વધારો થયોં હતો. ૨૦૧૦માં વાહનોની ખરીદૃીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો જેમાં વાહનોની સંખ્યા એક કરોડને આંબી ગઈ હતી. ગુજરાતના લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હીલરની સાથે લોકો કારના શોખીન થતા ૧૯૮૦માં માત્ર ૫૨૮૧૭ નોંધાયેલી કાર હતી. જે આજે કારની સંખ્યા ૩૫ લાખને પસાર થવા આવી છે. છેલ્લા એક દૃાયકાથી વાહન લોનની પ્રક્રિયા સરળ અને સુલભ બનતા સામાન્ય માણસો માટે કાર લેવી સામાન્ય બાબત બની છે.


ફીફા મહિલા વર્લ્ડકપ : અમેરિકાનો દૃબદૃબો યથાવત, ચોથી વખત જીત્યો કપ

અમેરિકાની મહિલાઓએ ફૂટબોલ વિશ્ર્વમાં વર્ષોનો પોતાનો દૃબદૃબો જાળવી રાખ્યો છે. અમેરિકાની ટીમે રવિવારે (૭ જુલાઈ)ના રોજ શાનદૃાર પ્રદૃર્શન સાથે ફીફા વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધો હતો. તેણે સતત બીજી વખત અને કુલ ચોથી વખત આ કપ પર કબ્જો જમાવ્યો છે. આ અગાઉ અમેરિકાની મહિલા ટીમે ૧૯૯૧, ૧૯૯૯ અને ૨૦૧૫માં ફીફા વર્લ્ડ કપ જીત્યો હતો. સ્વીડને ઈંગ્લેન્ડને હરાવીને મહિલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.
અમેરિકાની ટીમે ફાઈનલમાં યુરોપિયન ચેમ્પિયન નેધરલેન્ડ્સની ટીમને ૨-૦થી હરાવી હતી. ફાઈનલ મેચમાં અમેરિકા માટે દિૃગ્ગજ મેગન રેપિનો અને રોજ લાવેલે ગોલ કર્યા હતા. રેપિનોએ પેનલ્ટી પરથી ગોલ કર્યો હતો. લોવેલે ફીલ્ડ ગોલ કર્યો હતો. રેપિનોને ગોલ્ડ બૂટનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ ૬ ગોલ કર્યા હતા. એલેક્સ મોર્ગને પણ આ સ્પર્ધામાં ૬ ગોલ કર્યા હતા, પરંતુ વધુ સમય લેવાને કારણે તેને ગોલ્ડન બૂટનો એવોર્ડ મળ્યો નહીં.
મેચના પ્રથમ હાફમાં બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નેધરલેન્ડ્સે એક યોજના અંતર બોલને પોતાના કબ્જામાં રાખ્યો હતો અને અમેરિકાને તક આપી નહીં. અમેરિકાએ અનેક વખત એટેક કર્યા પરંતુ સફળતા મળી નહીં. બીજો હાફ સંપૂર્ણપણે અમેરિકાના નામે રહૃાો. નેધરલેન્ડ્સની ટીમને બીજા હાફની શરૂઆતથી જ દૃબાણમાં લાવીને મુકી દૃીધી હતી. અમેરિકાએ ૬૧મી મિનિટમાં મળેલી પેનલ્ટીમાં ગોલ કરીને ૧-૦થી લીડ મેળવી લીધી હતી. તેની ૮ મિનિટ પછી અમેરિકાએ ફરી એટેક કર્યો. આ વખતે બાર લાવેલે બોક્સ પાસે જગ્યા શોધીને ગોલ કરી નાખ્યો હતો.
સ્વીડને ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવીને મહિલા ફૂટબોલ વિશ્ર્વ કપમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. તેણે આ ત્રીજી વખત ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહી.


સ્ટાર એથલીટ હિમા દૃાસનો એક અઠવાડિયામાં બીજા ગોલ્ડ મેડલ પર કબજો

ભારતની સ્ટાર એથલીટ હિમા દૃાસે પોલેન્ડમાં કુટનો એથલિટિક્સ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર દૃોડમાં ગોલ્ડ મેડલ જીત્યું છે અને આ સાથે જ આ હિમા દૃાસનું આ અઠવાડિયાનું બીજું ગોલ્ડ મેડલ છે.
છેલ્લા કેટલાય સમયથી કમરના દૃુખાવા સામે ઝઝૂમી રહેલી હિમા દૃાસે ૨૩.૯૭ સેકન્ડનો સમય લીધો હતો, જ્યારે વી.કે.વિસ્મયાને સિલ્વર મેડલ મળ્યું હતું. નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદૃ અનસે પુરુષોની ૨૦૦ મીટર દૃોડમાં ૨૧.૧૮ સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું.
હિમા દૃાસે મંગળવારે પોલેન્ડમાં જ પોજનાન એથલેટિક્સ ગ્રાંડ પ્રિક્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું, વિસ્મયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદૃર્શન કરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. હિમા હાલમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને ૪૦૦ મીટર નેશનલ રેકોર્ડ હોલ્ડર છે. એમ.પી.જબીરે પુરુષોની ૪૦૦ મીટર હર્ડલ રેસમાં સિલ્વર મેડલ જીત્યું હતું, જ્યારે જિતિન પાલે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.
મહિલાઓની ૪૦૦ મીટર રેસમાં ભારતની પી.સરીતાબેન, સોનિયા બૈસ્યા અને આર.વિદ્યાએ ક્રમશ: પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો.


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીતની રણનીતિની સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા: કોહલી

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મંગળવારે રમાનારી વિશ્ર્વ કપ સેમિફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. કોહલીએ કહૃાું કે, ટીમ ઈન્ડિયા આત્મવિશ્ર્વાસથી ભરેલી છે. સેમિફાઇનલ મુકાબલા પર વિરાટે કહૃાું કે, દૃબાવના સમયે ટીમ ઈન્ડિયા હંમેશા આશા પર ખરી ઉતરી છે. તેણે કહૃાું કે, તેની ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીતની રણનીતિની સાથે ઉતરશે.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ૫ સદૃી ફટકારી ચુકેલા રોહિત શર્માની પ્રશંસા કરતા કોહલીએ કહૃાું કે, મારા હિસાબથી તે વિશ્ર્વનો નંબર વન બેટ્સમેન છે, મને આશા છે કે તે આગામી મેચમાં સારૂ પ્રદૃર્શન કરશે. ટીમ ઈન્ડિયાની બોિંલગના વખાણ કરતા કોહલીએ કહૃાું કે, અત્યારે ભારતની બોિંલગ વિશ્ર્વમાં શાનદૃાર છે. તેણે કહૃાું કે, મને આશા છે કે આ નોકઆઉટ ગેમમાં અમે સારૂ પ્રદૃર્શન કરીશું.
કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર પત્રકાર પરિષદૃમાં કહૃાું, ’અમારી બોિંલગ શાનદૃાર છે. લો સ્કોિંરગ ગેમમાં પણ અમે સારી બોિંલગ કરી છે. પરંતુ ન્યૂઝીલેન્ડની બોિંલગ પણ સારૂ છે. સેન્ટરન સારૂ કામ કરી રહૃાો છે. આ ખાસ દિૃવસે સારી રમતનું પ્રદૃર્શન કરવું પડશે. સારી બોિંલગની સામે જે સારૂ રમશે તે જીતશે.’
તેણે કહૃાું કે, એમએસ ધોનીએ જે ભારતીય ટીમ માટે યોગદૃાન આપ્યું છે, તે શાનદૃાર છે. તેણે કહૃાું, મેં તેના અન્ડરમાં કરિયર શરૂ કર્યું. ધોની માટે મારી આખોમાં ઘણી ઇજ્જત છે.


‘જજમેન્ટલ હૈ ક્યાના પ્રમોશનમાં કંગના રનૌત પત્રકાર સાથે બાખડી

આગામી હિન્દૃી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યાના પ્રમોશન કાર્યક્રમ અંતર્ગત ગઈ કાલે અહીં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદૃમાં બબાલ મચી ગઈ હતી જ્યારે અભિનેત્રી કંગના રણૌત એક પુરુષ પત્રકાર પર ગુસ્સે ભરાઈ ગઈ હતી. પોતાને બદૃનામ કરતી વાતો ફેલાવવાનો એણે તે પત્રકાર પર આરોપ મૂક્યો હતો. એ પત્રકારે કંગનાને પડકાર ફેંક્યો હતો કે તું આરોપને સાબિત કર.
કંગનાએ તે પત્રકારને કહૃાું કે મારી અગાઉની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીની રિલીઝ દૃરમિયાન તમે સોશિયલ મિડિયા પર મારી વિરુદ્ધ લખ્યું હતું અને મને ખોટી રીતે ટાંકીને મને બદૃનામ કરતો પ્રચાર કર્યો હતો.
એ સાંભળીને તે પત્રકારે કહૃાું કે પોતે સત્ય જ લખ્યું છે અને તું આ રીતે કહે એ યોગ્ય ન કહેવાય. મણિકર્ણિકા ફિલ્મ મામલે પોતાની વિરુદ્ધમાં એ પત્રકારે ઘણું વાંધાજનક લખ્યું હતું એવો કંગનાએ તેની પર આરોપ મૂક્યો હતો. કંગનાએ દૃોહરાવ્યું હતું કે તેં મને બાદૃમાં મેસેજ પણ કર્યો હતો.
પત્રકારે કહૃાું કે તું મારા એ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર. કંગનાએ કહૃાું હું શેર કરીશ. કંગનાએ કહૃાું કે તમે મારી બ્રાન્ડને હાનિ પહોંચે એ રીતે મારાં નિવેદૃનને ખોટી રીતે રજૂ કર્યું હતું. બાદૃમાં કંગનાએ એ પત્રકારના સવાલના જવાબ આપવાની ના પાડી દૃીધી હતી.


પેટ્રોલની કિમત વધતા હાર્ડ કૌરે અમિતાભ-અક્ષયને નિશાને લીધા

એકવાર ફરી હાર્ડકોર ચર્ચામાં છે. તેણે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા કલાકારોને નિશાના બનાવ્યા છે. તેણે પોતાની પોસ્ટમાં પેટ્રોલની વધતી િંકમતનો ઉલ્લેખ કર્યો અને બોલીવુડ સ્ટાર્સ માટે ખરાબ વાતો પણ લખી.
સોશિયલ મીડિયા પર હાર્ડકોર દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ખુબ વાઈરલ થઈ રહી છે, જેના પર કોઈ પણ સેલિબ્રિટીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાર્ડ કૌરે એક તસ્વીર શેર કરતા લખ્યું કે, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને ચેતન ભગત જેવા સેલિબ્રિટીએ કોંગ્રેસ સરકાર દૃરમિયાન વધતી પેટ્રોલની િંકમતોને લઈને ખુબ હંગામો કર્યો હતો. પરંતુ હવે ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો તો હવે તે લોકો કંઈ જ નથી બોલી રહૃાાં.
હાર્ડ કૌરનું કહેવુ છે કે, બોલીવુડના ૯૦%થી વધારે સેલિબ્રિટીઝ ભારતના સૌથી ઘટિયા લોકો છે. તેમણે ખરાબ ગાળોનો ઉપયોગ કર્યો છે. થોડા સમય પહેલા હાર્ડ કૌરે પીએમ યોગી આદિૃત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના બાદૃ તેણે દૃેશદ્રોહ, માનહાનિ અને આઈટી એક્ટ હેઠળ દૃોષિ માનવામાં આવી અને તેના વિરુદ્ધ કેસ કર્યો હતો.


ડિરેક્ટર નિતેશ તિવારી રામાયણ આધારિત લાઈવ એક્શનથી ભરપૂર ફિલ્મ બનાવશે

આવનારા સમયમાં રામાયણ ગ્રંથ પર આધારિત લાઈવ એક્શનથી છલોછલ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દૃી ઉપરાંત તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. રામાયણ પર આધારિત આ ફિલ્મને ’દૃંગલ’ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી અને ’મોમ’ ફિલ્મના ડિરેક્ટર રવિ ઉદ્યાવર ડિરેક્ટ કરશે. ફિલ્મના પ્રોડ્યૂસર મધુ મન્તેના, અલ્લુ અરિંવદૃ અને નમિત મલ્હોત્રા છે.
આ ફિલ્મને લઈને હજુ સુધી કોઈ એક્ટર કે એક્ટ્રેસને સાઈન કરવામાં આવ્યા નથી, પરંતુ આ ફિલ્મ માટે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, કોલીવૂડ અને ટોલિવૂડમાંથી પણ કાસ્ટ સિલેક્ટ કરવામાં આવશે. લાઈવ એકશન ફીચરનું શૂિંટગ ૩ડ્ઢમાં થશે.
ડિરેક્ટર રવિ રામ અને સીતાના પાત્રની સ્ટોરી મોટી સ્ક્રીન પર બતાવવા માટે ઘણા આતુર છે. તેમણે કહૃાું કે, મેં રામાયણની વાર્તાઓ મારી માતા અને દૃાદૃીમા પાસેથી સાંભળી છે. આ વાર્તાઓ હું મારા સંતાનને પણ સંભળાવું છું. મોટાભાગના લોકોને રામ, સીતા અને રાવણની સ્ટોરી ખબર છે. આ સ્ટોરીને કોઈ આર્ટિફિશિયલ રીતે નહીં પણ તેની વાસ્તવિકતા જળવાઈ રહે તે મુજબ અમે દૃર્શકો માટે ફિલ્મ બનાવીશું. ડિરેક્ટર રવિ ઉદ્યાવરે કહૃાું કે, આ ફિલ્મ મારા માટે ઘણી અગત્યની છે. હું આ ફિલ્મ મારા બાળકો માટે બનાવી રહૃાો છું.


’રાઉડી રાઠોડ’ની સિકવલમાં પણ અક્ષય કુમાર ચમકશે..!!

ફિલ્મ રાઉડી રાઠોડ સુપરહિટ થયા બાદૃ તેની સિકવલની વાત ઘણા સમયથી રહી છે. ફિલ્મના લેખકે બીજા ભાગની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ આ ફિલ્મની ઘોષણા થતી નહોતી.
જોકે હવે પાછી રાઉડી રાઠોડની સિકવલની ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણશાલીએ કર્યું હતું અને અક્ષય કુમારે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. કહેવાય છે કે ભણશાલી અને અક્ષય ઘણા સમયથી આ ફિલ્મ બાબત ચર્ચા કરી રહૃાા છે. હવે બન્ને આ ફિલ્મ બનાવવા સહમત થયા હોવાનું જણાય છે.
મૂળ ફિલ્મનું દિૃગ્દૃર્શન પ્રભુદૃેવાએ કર્યું હતું. જ્યારે આ ફિલ્મના દિૃગ્દૃર્શનની જવાબદૃારી અન્ય દિૃગ્દૃર્શકને સોંપવામાં આ્વે તેવી હિલચાલ છે. ફિલ્મમેકર્સ દિૃગ્દૃર્શકની શોધમાં હોવાની ચર્ચા છે.
આ ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ પણ મૂળ ફિલ્મની હશે કે નવા કલાકારોને લેવામાં આવશે તે અંગે પણ હજી સ્પષ્ટતા થઇ નથી. અક્ષય કુમાર હાલ ફિલ્મોના શૂિંટગમાં વ્યસ્ત છે. તેથી આ ફિલ્મ લોર પર ૨૦૨૦માં જ જાય તેવી શક્યતા છે.


‘નચ બલિયેમાં એક્સ બોયફ્રેન્ડને સેટ પર જ હિરોઈને અભદ્ર શબ્દૃો કહૃાાં

ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયેને લઈને દિૃવસે દિૃવસે ચર્ચા વધતી જાય છે. અત્યાર સુધી હમેશાં જોડીઓ જ સ્પર્ધક તરીકે આવતી હતી. પણ આ વખતે એક્સ કપલ્સને પણ તક આપવામાં આવી રહી છે. હવે એક્સ કપલનું એકસાથે કામ કરવું થોડું અઘરૂ છે. હજુ તો શો શરૂ પણ નથી થયો ત્યાં એક્સ કપલ વચ્ચે ઝઘડાનાં સમાચાર આવવા લાગ્યા છે. પહેલાં એપિસોડનાં શૂિંટગ સમયે મધુરિમા અને વિશાલમાં કોઇ વાતને લઇને બોલવાનું થઇ ગયું. વાત એટલી વધી ગઇ કે, મધુરિમાએ વિશાલને ગાળો ભાંડવાની શરૂ કરી દૃીધી. અને સેટ પર ઘણો ડ્રામા થઇ ગયો.
સલમાન ખાન આ શોનો પ્રોડ્યુસર છે. ભાઇ આ શોથી જોડાયેલો છે તો મામલો શાનદૃાર હશે તે તો સૌ કોઇ જાણે છે. આ શોનાં કંટેસ્ટંટ્સનું ઇન્ટ્રોડક્શન કરવા માટે રણવીર અને દૃીપિકાનો અપ્રોચ કરવામાં આવ્યો છે. આ સ્ટાર કપલ ઉપરાંત મૌની રોયનું નામ પણ સામે આવ્યું છે. બની શકે કે મૌની આ શોનાં તમામ કંટેસ્ટંટ્સનો પરિચય દૃર્શકોને કરાવે.
આ બંનેની મિત્રતા અને પ્રેમ ટીવી શો ચંદ્રકાંતાનાં સેટ પર શરૂ થઇ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં બદૃલાઇ પણ આ રિલેશન વધુ દિૃવસ સુધી ન ટકી શક્યા.


error: Content is protected !!