Main Menu

Tuesday, July 9th, 2019

 

રાજ્યના ૩૩ તાલુકાઓમાં મેઘ મહેર: વઘઇમાં સૌથી વધુ ૨.૫ ઇંચ વરસાદૃ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દૃરમિયાન દૃક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદૃી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદૃ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૪ મિ.મી. એટલે કે અઢી ઇંચ વરસાદૃ વરસ્યો હતો. રાજ્યના ૩૩ તાલુકાઓમાં વરસાદૃ વરસ્યો છે. જ્યારે ૮ તાલુકાઓમાં અડધા ઇંચ કે તેથી વધુ વરસાદૃ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દૃરમિયાન ૩૩ તાલુકાઓમાં ઝાપટાથી અઢી ઇંચ સુધીનો વરસાદૃ વરસ્યો હતો. જેમાં અડધા ઇંચ કે તેથી વધુ વરસાદૃ વરસ્યો હોય તેવા ૮ તાલુકાઓનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૬૪ મિ.મી, આહવા તાલુકામાં ૩૦ મિ.મી, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૨ મિ.મી. અને તાપી જિલ્લાનાં વ્યારામાં ૧૬ મિ.મી. વરસાદૃ વરસ્યો હતો. તે ઉપરાંત ડેડીયાપાડા, વાલોદૃ, ચિખલી અને ધરમપુરમાં ૧૧ મિ.મી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદૃ વરસ્યો હતો. જ્યારે અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદૃ વરસ્યો હતો.
રાજ્યમાં અને ખાસ કરીને દૃક્ષિણ ગુજરાતમાં બે દિૃવસ પહેલાં મેઘરાજાએ ધમાકેદૃાર બેિંટગ કરી છે. જ્યારે હવે વરસાદૃને લઇને માઠા સમાચાર સામે આવ્યા છે.
વરસાદૃને લઇને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિૃવસ સુધી રાજ્યમાં નહીવત વરસાદૃ પડવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદૃની સંભાવના ખુબ ઓછી છે. જ્યારે દૃક્ષિણ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદૃ પડી શકે છે.


અમિત શાહ બદૃનક્ષી કેસ: રાહુલ ગાંધીને હાજર થવા મેટ્રો કોર્ટે ફરીવાર સમન્સ પાઠવ્યું

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય એવા શબ્દૃો કહેવા બદૃલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂધ અમદૃાવાદૃ મેટ્રો કોર્ટમાં દૃાખલ માનહાનિનો દૃાવાના કેસ મુદ્દે પાઠવામાં આવેલા જૂનુ સમન્સ રાહુલ ગાંધીને ન મળતા ૯ જુલાઇના રોજ મેજીસ્ટ્રેટ ડી.એસ. ડાભીએ રાહુલ ગાંધીને ૯મી ઓગસ્ટના રોજ હાજર થવા મુદ્દે ફરીવાર સમન્સ પાઠવ્યું હતું.
અરજદૃાર કૃષ્ણવદૃન બ્રહ્મભટ્ટના વકીલે જણાવ્યું હતું કે ગત ૨૪મી એપ્રિલના રોજ મધ્ય પ્રદૃેશના જબલપુરમાં આપાયેલા વિવાદૃાસ્પદૃ નિવેદૃનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરાતા અને સ્થાનિક અખબારમાં છપાતા બદૃનકક્ષીની ફરિયાદૃ અમદૃાવાદૃની મેટ્રો કોર્ટમાં દૃાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું. જોકે જૂનો સમન્સ રાહુલને ન મળતા૯ જૂલાઇના રોજ ફરીવાર સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યો છે.


વર્લ્ડકપ-૨૦૧૯: જસપ્રીત બુમરાહે સૌથી વધુ મેડન ઓવર નાંખવાનો રેકોર્ડ બનાવ્યો

ટીમ ઇન્ડિયાનાં ઝડપી બૉલર જસપ્રિત બુમરાહે વર્લ્ડ કપ ૨૦૧૯માં હાહાકાર મચાવ્યો છે. જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ કપ ૨૦૧૯ની પહેલી ઑવર ફેંકતાની સાથે જ એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. જસપ્રિત બુમરાહ આ વર્લ્ડ કપમાં સૌથી વધારે મેડન ઑવર ફેંકનારો દૃુનિયાનો પહેલો બૉલર બની ગયો છે. જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડની સામે પોતાના પહેલા સ્પેલની પહેલી ઑવર મેડન ફેંકી હતી. આ સાથે વર્લ્ડ કપ ૨૦૧૯ની નવમી મેચમાં જસપ્રિત બુમરાહે ૯ ઑવર મેડન ફેંકવાનો રેકૉર્ડ બનાવી દૃીધો છે. આ મામલે જોફ્રા આર્ચર બીજા નંબરે છે.
ઇંગ્લેન્ડનાં ઝડપી બૉલર જોફ્રા આર્ચરે વર્લ્ડ કપની ૯ મેચોમાં ૮ ઑવર મેડન ફેંકી છે. જણાવી દૃઇએ કે જસપ્રિત બુમરાહ અને જોફ્રા આર્ચર માટે આ ડેબ્યૂ વર્લ્ડ કપ છે. ચોંકાવનારી વાત એ છે કે વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારતીય ટીમનાં બૉલરોએ કુલ ૧૫ ઑવરો મેડન ફેંકી છે, જેમાંથી ૯ ઑવર બુમરાહે મેડન ફેંકી છે.
જસપ્રિત બુમરાહે જ્યાં ૯ ઑવર મેડન ફેંકી છે તો અન્ય ભારતીય બૉલરો ફક્ત ૬ ઑવર જ મેડન ફેંકી શક્યા છે. જસપ્રિત બુમરાહે આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલી વિકેટ લેતા જ પોતાની ૧૮ વિકેટો પુરી કરી છે.
વિશ્ર્વ કપમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર
૯ ઓવર – જસપ્રીત બુમરાહ
૮ ઓવર – જોફ્રા આર્ચર
૬ ઓવર – પેટ કમિન્સ અને ક્રિસ વોક્સ
૫ ઓવર – મોહમ્મદૃ આમિર, ક્રિસ મોરિસ, મિશેલ સ્ટાર્ક


રાહુલ દ્રવિડની એનસીએના હેડ ઓફ ક્રિકેટ તરીકે નિમણૂંક કરાઇ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના સમયમાં ઈન્ડિયા-એ અને અંડર-૧૯ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(બીસીસીઆઈ) એક મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈએ એક નિવેદૃન આ માહિતી આપી છે.
બીસીસીઆઈએ નિવેદૃનમાં જણાવ્યું કે રાહુલ દ્રવિડને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી(એનસીએ)ના હેડ ઓફ ક્રિકેટ નિમણૂક કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહૃાું કે,‘બીસીસીઆઈએ દ્રવિડને બેંગલુરુ ખાતે એનસીએના હેડ ઓફ ક્રિકેટ નિયુક્ત કર્યા છે. દ્રવિડ એનસીએમાં ક્રિકેટ સંબંધી દૃરેક ગતિવિધિઓ પર નજર રાખશે અને ખેલાડી, ટ્રેનર્સ અને સપોર્ટ સ્ટાફને કોિંચગ, મેંટિંરગ અને ટ્રેિંનગ આપવાનું કામ કરશે.
વધુ ઉમેરતા બીસીસીઆઈએ કહૃાું કે,‘દ્રવિડ ભારતની પુરુષ અને મહિલા ટીમોના ટ્રેનર્સ સાથે પણ કામ કરશે અને સાથે ઈન્ડિયા-એ અને અંડર-૧૯, અંડર-૨૩ ટીમોના ટ્રેનર્સ સાથે કામ કરશે.


અમિતાભ બચ્ચને ટીવી શઑ કૌન બનેગા કરોડપતિનું શૂિંટગ શરુ કર્યું

કૌન બનેગા કરોડપતિ માટે દૃર્શકોમાં ઘણું એક્સાઇટમેન્ટ હોય છે. જ્યારથી રજિસ્ટ્રેશન પૂર્ણ યા છે ત્યારથી લોકોને શોનો ઇન્તેઝાર છે. હવે તમે પણ તેમનાં એક ફેન છો તો આપને જણાવી દૃઇએ કે બિગ બીએ કેબીસીનું શૂિંટગ શરૂ કરી લીધુ છે.
હાલમાં જ કેબીસીની ટીમ લખનઉ પહોંચી હતી તેમનાં એક નવાં પ્રોમો શૂટ માટે. આ શો ઓગષ્ટ મહિનાનાં બીજા કે ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય તેવી મેકર્સની ઇચ્છા છે.
ખેખરમાં હાલમાં બિગ બી તેમની ફિલ્મ ’ગુલાબો સિતાબો’નાં શૂિંટગ માટે લખનઉમાં છે. મ્ઝ્રની ટીમ બિગબીનો સમય બચે તે માટે થઇને લખનઉ પહોંચી ગઇ હતી. લખનઉનાં સેટથી બિગ બીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.
મ્ઝ્ર-૧૧ની ટેગલાઇન છે, ’અગર કોશિશ રખોગે જારી, તો મ્ઝ્ર હોટસીટ પર બેઠને કી ઇસ બાર આપકી હોગી બારી’.


હની સિંહના ‘મખના ગીત પર વિવાદ, મોહાલીમાં નોંધાયો કેસ

મોહાલીમાં રૈપ િંસગર હની િંસહ વિરુદ્ધ જુદૃા જુદૃા કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. હની િંસહને તેમના નવા ગીત ‘મખના માં મહિલાઓ વિશેના વાંધાજનક અને અશ્ર્લીલ શબ્દૃોનો ઉપયોગ કરવાનો આરોપ છે. જેના માટે મહિલા કમિશને પંજાબ પોલીસને આ અંગે ફરિયાદૃ કરી હતી.
રાજ્ય મહિલા કમિશનની ફરિયાદૃ પર હની િંસહ અને ભૂષણ કુમાર સામે પંજાબના મોહાલીમાં મટૌર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બંને પર સેક્શન ૨૯૪ (ગીતો દ્વારા અશ્ર્લીલતા ફેલાવા) અને ૫૦૬ (ધમકાવવા) સહિત અન્ય કલમો આ કેસ દૃાખલ કરવામાં આવ્યો છે.
મનીષા ગુલાટી મુજબ મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ગીતને પંજાબમાં બેન કરવુ જોઇએ. જણાવી દૃઇએ કે, આ ગીતને ડિસેમ્બર ૨૦૧૮માં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીતને હની િંસહ અને નેહા કક્કડે ગાયુ છે. ટી-સીરીઝનાં યૂટ્યૂબ ચેનલ પર તેને રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીતને આજે પણ ઘણુ પસંદૃ કરવામાં આવી રહૃાુ છે. ગીતનાં બોલ હની િંસહનાં જ છે. જણાવી દૃઇએ કે, વર્ષ ૨૦૧૩માં હની િંસહનાં ગીત ‘મે હૂ બલાત્કારીને લઇને ઘણો વિવાદૃ ઉભો થયો હતો.


સેક્રેડ ગેમ-૨’નું ટ્રેલર રિલીઝ, ૧૫ ઓગષ્ટનાં રિલીઝ થશે સિરીઝ

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: નેટલિક્સની સૌથી લોકપ્રિય સિરીઝ અને જેનાં બીજા પાર્ટની સૌ કોઇ આતુરતાથી રાહ જોતા હતાં તે ’સેક્રેડ ગેમ-૨’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ સાથે જ આ બીજી સિરીઝ ૧૫ ઓગષ્ટનાં રોજ નેટલિક્સ પર રિલીઝ થશે.
આ વખતે ગત સિરીઝ કરતાં આ સિરીઝમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દિન સિદ્દિકી ઉપરાંત કલકી કોચલિન, પંકજ ત્રિપાઠી, રણવીર સુરી પણ મહત્વનાં રોલમાં જોવા મળશે.
ત્યારે આ બીજી સિરીઝ જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે દૃર્શકોને કેટલી પસંદૃ આવે છે. અને શું તે પહેલી સિરીઝ જેવો જ જાદૃુ કાયમ રાખી શકે છે તે જોવું રહેશે.


સાહો ફિલ્મનું ગીત સાઇકો સૈયાનું એક જ દિૃવસમાં એક કરોડ વ્યૂહ મળ્યા

ભારતીય સિનેમાના બાહુબલી પ્રભાસની લોકપ્રિયતા દિૃવસેને દિૃવસે વધી રહી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાહો છે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મના પહેલું ગીત સાઇકો સૈયા હાલમાં જ રિલીઝ થયું છે. ફિલ્મના આ ગીતને એક જ દિૃવસમાં એક કરોડ કરતા વધારે વ્યુ મળ્યા છે.
ભારતીય સિનેમામાં બાહુબલીના નામથી પ્રખ્યાત પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મના લેટેસ્ટ ગીતે લોકોના દિૃલ જીતી લીધા છે. સાઇકો સૈંયામાં શ્રદ્ધાનો બોલ્ડ અને પ્રભાસનો કુલ લુક લોકોને પસંદૃ પડ્યો છે.
સાહો એક સ્પાઇ ડ્રામા ઉપર છે, જેમાં દૃર્શકોને હચમચાવી દૃે તેવા એક્શન સીન્સ જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાષની સાથે-સાથે ‘સાહોમાં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે. પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દૃી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને ૧૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.


સેનાને ત્રણ લાખ જેકેટની જરૂર,આ વર્ષના અંત સુધીમાં ૩૭૦૦૦ જેકેટ આવી જશે

એક તરફ આતંકવાદૃીઓ સુરક્ષાદૃળોને ટાર્ગેટ કરવા માટે કાશ્મીરમાં સ્ટીલ બુલેટનો ઉપયોગ કરી રહૃાા છે અને બીજી તરફ વિડંબણા એવી છે કે, સેનાના જવાનો પાસે આ બુલેટને રોકી શકે તેવા બુલેટ પ્રૂફ જેકેટ નથી. નવા બુલેટ પ્રુફ જેકેટ ખરીદૃવા માટે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કોન્ટ્રાક્ટ કરાયો હતો પણ હજી સુધી માત્ર ૧૦,૦૦૦ જેકેટ જ સેનાના જવાનોને મળ્યા છે. હાલમાં સેનાને ત્રણ લાખ જેકેટની જરૂર છે.
અનંતનાગમાં ગયા મહિને આતંકીઓએ હુમલો કરવા માટે સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હોવાનુ બહાર આવ્યા બાદૃ સેનાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ બુલેટે જવાનો જે પરંપરાગત બુલેટનો સામનો કરવા માટે જે જેકેટ પહેરે છે તેને ભેદૃી નાંખવામાં સફળતા મળી હતી. સ્ટીલ બુલેટના કારણે હવે જવાનો પર નવુ જોખમ સર્જાયુ છે. સેનાના એક સિનિયર અધિકારીએ કહૃાુ હતુ કે, નવા જેકેટ લેવા માટે કોન્ટ્રાક્ટ થઈ ગયો છે. આ જેકેટ પ્લસ ૩ કેટેગરીમાં આવે છે. જેકેટ જેટલુ શક્તિશાળી હોય છે તે પ્રમાણે તેની કેટેગરી નક્કી થતી હોય છે. આ જેકેટ સ્ટીલ બુલેટને રોકી શકશે.
તાજેતરમાં રાજ્યસભામાં સંરક્ષણમંત્રી રાજનાથિંસહે એક સવાલના જવાબમાં કહૃાુ હતુ કે, પહેલા બુલેટ પ્રૂફ જેકેટની અછત વધારે હતી.
૨૦૦૯માં ૩.૫૩ લાખ બુલેટ પ્રૂફ જેકેટની જરૂરીયાત હતી. સરકારે નવા ૧.૮૬ લાખ બુલેટ પ્રૂફ જેકેટ ખરીદૃવા કોન્ટ્રાક્ટ કર્યો છે. આ વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં બીજા ૩૭,૦૦૦ જેકેટ આવી જશે. આગામી વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તમામ જેકેટની ડિલિવરી થઈ જશે.


સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદૃની વહેલી સુનાવણી માટે પક્ષકારે અરજી કરી

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદૃ જમીન વિવાદૃ મામલે સુપ્રીમ કોર્ટમાં એક મૂળ પક્ષકારે વહેલી સુનાવણી કરવા માટેની અરજી કરી છે. મંગળવારે પક્ષકાર ગોપાલ િંસહ વિશારદૃ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી એસ નરિંસહાએ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચને જણાવ્યું કે, અયોધ્યા જમીન વિવાદૃ કેસની તાત્કાલિક સુનાવણી માટે અરજીને ધ્યાનમાં લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદૃ મામલે એક ત્રણ સભ્યોની મધ્યસ્થી સમિતિનું ગઠન કર્યું છે. પૂર્ જજ જસ્ટિસ એફ એમ આઈ ખલિફુલ્લાના વડપણ હેઠળની આ પેનલ બન્ને પક્ષો સાથે બંધબારણે બેઠક કરીને યોગ્ય સમાધાન સુચવશે. પક્ષકારે જણાવ્યું કે ત્રણ સભ્યોની પેનલ દ્વારા કેસમાં કોઈ આગળ કાર્યવાહી કરાઈ નથી જેથી સુપ્રીમ કોર્ટને વહેલી તકે આ બાબતે સુનાવણી કરવા માંગ કરાઈ હતી.
પક્ષકાર વતી હાજર વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, ‘જમીન વિવાદૃને ત્રણ સભ્યોની પેનલ પાસે મોકલવામાં આવ્યા બાદૃ આ મુદ્દે કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી માટે અરજી ફાઈલ કરાઈ છે કે કેમ તેવો પ્રશ્ર્ન પૂછ્યો હતો. વકીલ નરિંસહાએ જવાબ રજૂ કરતા અરજી ફાઈલ કરાઈ હોવાનું કોર્ટને જણાવ્યું હતું.


error: Content is protected !!