Main Menu

Wednesday, July 10th, 2019

 

વર્લ્ડ કપ માંથી બહાર ભારતનું વર્લ્ડ કપનું સપનું ન થયું સાકાર,18 રને પરાજય

ભારતનું સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાનું સપનું વિખાયું છે. આ સાથે જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે.
ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને રાહુલ માત્ર એક જ રન બનાવી શક્યા હતા. જે બાદ કોહલી પણ માત્ર એક રનમાં આઉટ થઈ ગયા હતા.
પંતે 32, કાર્તિકે 6, હાર્દિક પંડ્યાએ 32, ધોનીએ 50, રવીન્દ્ર જાડેજાએ 77, ભૂવનેશ્વર કુમારે 0 અને ચહલે 5 રન બનાવ્યા હતા.
ભારત 49.3 ઓવરમાં માત્ર 221 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. વરસાદને કારણે અટકેલી સેમિફાઇનલમાં ભારતને જીત માટે ફેવરિટ માનવામાં આવતું હતું પરંતુ ભારતના બૅટ્સમૅનો સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
આ સાથેજ ભારતને પરાજય કરીને ન્યૂઝીલૅન્ડ ફાઇનલમાં પહોંચી ગયું છે


દરિયાઇ સુરક્ષા વધારવા આઈજીપી કોસ્ટલ સિક્યુરીટીની જગ્યાને અપગ્રેડ કરાઇ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિૃપિંસહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના ૧૬૦૦ કિ.મી. દૃરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે તથા દૃરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદૃ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. દૃરિયાઇ સુરક્ષાનું સીધુ માોનીટરીંગ હવે એડીશ્ર્નલ ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીના સીધા મોનીટરીંગ હેઠળ દૃેખરેખ રખાશે.
જાડેજાએ ઉમેર્યું કે, દૃરિયાકાઠે કોઇપણ જાતના અસામાજીક તત્વો ઘુસી ન જાય તથા કોઇપણ પ્રકારનું અપકૃત્ય ન કરે તે માટે આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેમણે ઉમેર્યું કે દૃરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની તમામ કામગીરી એડી.જી.પી./ડી.જી.પી. મરીનને સોંપાશે.
તેમણે ઉમેર્યું કે હાલની આઈજીપી/એટીએસ/આઈજી મરીન ટાસ્ક ફોર્સ અને આઈજીપી કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ એડી.જી.પી./ડી.જી.પી.નું સીધું નિયંત્રણ રહેશે. એડી.જી.પી.નું નામાભિધાન પણ બદૃલીને હવે એ.ટી.એસ. કોસ્ટલ સીક્યુરીટી રખાશે. તથા આઇ.જી.પી. મરીને ટાસ્ક ફોર્સનું નામ પણ બદૃલીને હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદૃાવાદૃ ખાતે રહેશે. જે સીધા એડી.જી.પી./ડી.જી.પી.  એટીએસ અને કોસ્ટલ સીક્યુરીટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે.


પ્રવાસી ભારતીયના બેન્ક ખાતામાં જમા ૯૪ અરબ ડૉલરની રાશિ પરિપક્વ થશે

ભારતીય રૂપિયા માટે આ વર્ષ પડકારરૂપ બની શકે છે કેમ કે પ્રવાસી ભારતીય(દ્ગઇૈં)ના બેક્ધ ખાતામાં જમા ૯૪ અરબ ડૉલરની ધનરાશિ પરિપક્વ થનારી છે.
ભલે પ્રવાસી ભારતીય તમામ પૈસા બેક્ધ ખાતાની બહાર ના કાઢે પરંતુ પશ્ર્ચિમી દૃેશો અને ભારતમાં મળનાર વ્યાજનો તફાવત ઓછો થવાથી કેટલીક ડિપૉઝીટ બંધ કરી શકે તેમ છે. દ્ગઇૈં વધારે લાંબા સમય કરતા ટૂંકા સમય માટે ડિપૉઝીટ કરવાનું પસંદૃ કરે છે અને ઓછા વ્યાજ દૃર પણ આમાં મહત્વની ભૂમિકા ભજવે તેમ છે.
ભારતીય રિઝર્વ બેક્ધ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૯ માટે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, એનઆરઆઈ સમુદૃાયના કુલ ૧૩૦.૪ અરબ ડૉલર બેક્ધ ખાતામાં જમા છે જેમાંથી ૯૪ અરબ ડૉલરની ધનરાશિ આ નાણાંકીય વર્ષમાં પરિપક્વ થનારી છે. મુદ્રા બજારના વિશ્ર્લેષકોનું કહેવુ છે કે આ આંકડો જોવામાં ચેતવણીભર્યો લાગી શકે છે પરંતુ ૯૦ ટકા ડિપૉઝીટને આગળની સમયસીમામાં વધારી શકાય તેમ છે.


કેનેડાના વિનિપેગ વિસ્તારમાં ઝેરી ગેસ ફેલાતા ૪૬ વ્યક્તિ ઈજાગ્રસ્ત

કેનેડાના વિનિપેગ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી ગેસ ફેલાતાં ૪૬ વ્યક્તિને હૉસ્પિટલમાં દૃાખલ કરવામાં આવી હતી જેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરોએ કહૃાું હતું. વિનિપેગ ફાયર પેરામેડિકલ સર્વિસના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ સ્થાનિક સમય અનુસાર આજે સવારે દૃસ વાગ્યે એક ઇમારતનું એલાર્મ ગર્જી ઊઠ્યું હતું.
તપાસ કરતાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ફેલાઇ રહૃાાનું ધ્યાનમાં આવ્યું હતું. તરત રાહત ટુકડી એ વિસ્તારમાં દૃોડી ગઇ હતી અને ઓછામાં ઓછા ૪૬ જણને હઋૉસ્પિટલમાં દૃાખલ કરાયા હતા જેમાંના ૧૫ની સ્થિતિ ડૉક્ટરોએ ગંભીર ગણાવી હતી. કાર્બન મોનોક્સાઇડ ગેસ ક્યાંથી શી રીતે પ્રસર્યો હતો એની તપાસ પોલીસ કરી રહી હતી.


દૃુબઈમાં કાર ગંદી રાખવા પર મ્યુનિ. રૂ. ૧૦,૦૦૦ સુધીનો દંડ ફટકારશે!

દૃુબઈમાં હવે જાહેર પાર્કિંગમાં લાંબા સમય સુધી મેલી કાર રાખવા બદૃલ શહેરીજનોને રૂ. ૧૦ હજાર (૫૦૦ દિૃરહામ) સુધીનો દૃંડ ફટકારવાનો નિર્ણય સત્તાધીશોએ લીધો છે. એક અહેવાલ મુજબ દૃુબઈ શહેરની શોભાને ધ્યાનમાં રાખીને આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
દૃુબઈ મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું કે જાહેર પાર્કિંગ સ્થળો પર લાંબા સમયથી કાર પડી રહેશે અને જો તેની સાફ-સફાઈ નહીં કરવામાં આવે તો આવા કાર માલિકોને દૃંડ ફટકારવામાં આવશે. જાહેરમાં ગંદૃી કારના ખડકલાથી શહેરની શોભા ખરડાતી હોવાથી કાર માલિકને ૫૦૦ દિૃરહામ સુધીનો દૃંડ કરાશે તેમ દૃુબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું. દૃુબઈમાં થોડા ઉનાળાની રજાઓમાં લોકો જાહેર સ્થળે કાર પાર્ક કરીને બહારગામ જતા રહેતા હોવાથી આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે.
કાર માલિકોએ તેમની કાર પાર્ક કરી હોય ત્યાં નિયમિત તેની સાફ-સફાઈની પણ કાળજી રાખવી પડશે તેમ દૃુબઈ મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું. જો મ્યુનિ. અધિકારીને પાર્કિંગ સ્થળે આવી કાર મળી આવશે જેની સાફ-સફાઈ ના થઈ હોય અથવા તેની જાળવણી યોગ્ય રીતે ના રખાઈ હોય તો આવી કાર ઉપર ચેતવણી નોટિસનું સ્ટિકલ લગાવવામાં આવશે. આ નોટિસ મળ્યાના ૧૫ દિૃવસમાં કાર માલિકે કારનો રખરખાવ કરવો પડશે અને તેને વોશ કરવી પડશે અન્યથા તેને દૃંડ ફટાકરવામાં આવશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતું.


શેરબજારમાં નરમાશ: સેન્સેક્સ ૧૭૪ અંક ઘટી ૩૮૫૫૭ની સપાટીએ

બજેટ આવ્યા બાદૃ જ શેરબજારમાં નિરાશા વ્યાપી ગઇ છે. જેમાં આજે પણ શેરબજારમાં દિૃવસના અંતે કડાકો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૧૭૩.૭૮ પોઇન્ટ ઘટીને ૩૮,૫૫૭.૦૪ ની સપાટીએ બજાર બંધ થયું છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિટી -૫૭.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૪૯૮ પર બંધ થયું છે.
ઉલ્લેખનિય છે કે શેરબજારમાં આજે દિૃવસની શરૂઆતમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +૯૮.૩૪ પોઇન્ટ વધીને ૩૮,૮૨૯.૧૬ની સપાટીએ ટ્રેડ થઇ રહૃાો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિટી +૨૭.૯૦ પોઈન્ટના વધારા સાથે ૧૧,૫૮૩.૮૦ પર ટ્રેડ થઇ રહૃાો હતો.
બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ૮ પૈસાની નબળાઇ જોવા મળી હતી. ઓપિંનગ ટ્રેિંડગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દૃીઠ ૬૮.૬૨ ના ભાવ પર ખૂલ્યો હતો. તેમજ છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દૃીઠ ૬૮.૫૪ પર બંધ રહૃાો હતો.


મોદૃી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: ૩૧૨ બેદૃરકાર કર્મચારીને છુટા કર્યા

(જી.એન.એસ)ન્યુ દિૃલ્હી,તા.૧૦
મોદૃી સરકારે કેન્દ્ર સરકારને આધિન બેદૃરકાર ૩૧૨ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા નોકરી પરથી છુટ્ટા કરી દૃીધા છે. સરકારે આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નિવૃત કરી દૃીધા છે. જેમાં કેટલાક સીનિયર અધિકારી, જ્યોન્ટ સેક્રેટરી સ્તરના કર્મચારીઓને છુટ્ટા કરાયા છે. સરકારે ગ્રુપ મ્ના ૧૮૭ અને ગ્રુપ છના ૧૨૫ અધિકારીને નિવૃત જાહેર કર્યા છે.
સૂત્રોના આધાર પર એવું જાણવા મળ્યુ છે કે, અધિકારીઓ પર આ કડક કાર્યવાહી તેમની બેઈમાની અને બેદૃરકારીના કારણે કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ના જુલાઇ મહિનાથી ૨૦૧૯ના મે મહિના સુધી ગ્રુપ છના કુલ ૩૬,૦૦૦ અને ગ્રુપ મ્ના ૮૨,૦૦૦ અધિકારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ગ્રુપ છના ૧૨૫ અને ગ્રુપ મ્ના ૧૮૭ કર્મચારીની કાર્યશૈલી પર શંકાની સોઇ અટકી હતી.
આ મુદ્દા પર સરકારે ખુલાસો આપ્યો કે, હાલના અનુશાસનના નિયમ અનુસાર સરકાર પાસે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર છે. સરકાર પાસે પૂર્ણ અધિકાર છે કે, તે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મૂળભૂત જોગવાઇના નિયમ (એએફઆર) ૫૬ (દ્ઘ) (ૈ), કેન્દ્યિ સિવિલ સર્વિસ એકટ ૪૮, પેન્શન નિયમ ૧૯૭૨ અને સિવિલ સેવા નિયમ ૧૬ (૩)ના હેઠળ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે છે. આ નિયમ સરકારની સેવાઓની થોડા-થોડા સમયે મૂલ્યાંકન અને સમય પહેલા સેવાનિવૃત્તિની નીતિઓ નક્કી કરે છે.
અગાઉ પણ યૂપીમાં યોગી આદિૃત્યનાથની સરકારે ઝીરો ટોલેરેન્સની નીતિના આધારે ૬૦૦ અર્ધ કર્મચારી અને ૨૦૦ વધુ વયના કર્મચારીને નિવૃત્ત કર્યા હતા. જયારે ૪૦૦ કર્મચારીને દૃંડ ફટકાર્યો હતો.


ન્યૂયોર્કથી પરત ફરતા બોલી મલાઈકા, ’અંગત લાઈફમાં ઘણી જ ખુશ છું’

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ તેણે અર્જુન કપૂર સાથે ન્યૂયોર્કમાં વેકેશન મનાવ્યું હતું અને અર્જુન કપૂર સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. મલાઈકાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંબંધો પર વાત કરી હતી.
મલાઈકાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનો ચહેરો આટલો કેમ ચમકે છે? તો તેણે જવાબ આપ્યો હતો કે તે પ્રોફેશનલ તથા અંગત જીવનમાં ઘણી જ ખુશ છે અને તેની જ અસર તેના ચહેરા પર જોઈ શકાય છે. વધુમાં મલાઈકાએ કહૃાું હતું કે તેને લાગે છે કે આ ચમક જ્યારે વ્યક્તિ માનસિક, શારીરિક તથા ભાવનાત્મક રીતે એક સારી જગ્યાએ હોય ત્યારે આવે છે.
મલાઈકાએ ઉમેર્યું હતું કે યોગ તથા મેડિટેશનને કારણે આ શક્ય બન્યું છે. યોગે તેના જીવનને સમજણ તથા દિૃશા આપી છે.


’એનાબેલ કમ્સ હોમ’માં હોરર સીનને જોતા થિયેટરમાં જ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું

તાજેતરમાં સિનેમામાં હોલિવૂડ ફિલ્મ એનાબેલ કમ્સ હોમ છવાઈ છે. આ ફિલ્મ દૃુનિયાભરમાં ખુબ પ્રચલિત થતી જઈ રહી છે. ફિલ્મ એટલી હોરર છે કે તેનાથી એક વૃદ્ધનું મૃત્યુ થયું છે.
સૂત્રો મુજબ ૭૭ વર્ષના વૃદ્ધ ફિલ્મના હોરર સિનને જોતા થિયેટરમાં જ તેમનું મૃત્યું નિપજ્યું હતુ. જાણવા મળી રહૃાું છે કે, ૭૭ વર્ષનો તે વૃદ્ધ બ્રિટિશનો નિવાસી હતો. તે થાઈલેન્ડમાં મુસાફરી કરવા માટે આવ્યો હતો. થાઈલેન્ડ મુસાફરી કરવા આવેલા તે વૃદ્ધ હોલિવૂડમા નવુ આવેલું હોરર મૂવી એનાબેલ કમ્સ હોમ જોવા ગયો હતો. પણ કોને ખબર હતી કે આ ફિલ્મ તેની છેલ્લી ફિલ્મ બની જશે.
કોઈને જાણ નથી કે ફિલ્મ દૃરમિયાન તે વૃદ્ધનું મૃત્યું કઈ રીતે થયું. સ્થાનીય પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી દૃેવામાં આવી છે. આ ઘટના બાદૃ તે મૃત્યુ પામેલા નાગરિકની બાજુમાં બેઠેલી મહિલા હજી સદૃમામાં છે. જો કે, આ વાતની હજી પૃષ્ઠી નથી થઈ કે એનાબેલ મૂવીનાં કારણે તે નાગરિકનું મૃત્યું નિપજ્યું છે. કે તેને કોઈ પ્રકારની બિમારી હતી.


જ્હોન અબ્રાહમ અભિનીત ‘બાટલા હાઉસનું ટ્રેલર રિલીઝ

જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘બાટલા હાઉસનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં જ્હોન ડીસીપી સંજીવ કુમાર યાદૃવના રોલમાં છે. તેમણે ૨૦૦૮નો બાટલા એક્ધાઉન્ટર કેસ લીડ કર્યો હતો. જ્હોન અબ્રાહમે ટ્રેલર શેર કરતાં લખ્યું કે, ‘શું દૃેશે પૂર્વાગ્રહ રાખ્યો હતો કે તે ખરેખર ફેક એક્ધાઉન્ટર હતું? દૃરેક સવાલોનો જવાબ હવે ફાઈનલી મળશે.
ટ્રેલરમાં આખી કહાનીની કળીઓને જોડીને સ્ટોરી બતાવવામાં આવી છે. શું ખરેખર એ ફેક એક્ધાઉન્ટર હતું કે તેઓ નિર્દૃોષ વિદ્યાર્થી હતા. ટ્રેલરમાં અમુક દૃેશભક્તિ જગાડે તેવા ડાયલોગ્સ પણ છે. નોરા ફતેહીનું આઈટમ સોન્ગ પણ છે. જ્હોનની દૃમદૃાર એક્ટિંગ જોવા મળી. ટ્રેલરમાં રવિ કિશન, મૃણાલ ઠાકુરની પણ ઝલક જોવા મળી છે. અગિયાર વર્ષ બાદૃ આ કેસ પરથી પડદૃો ઉઠશે અને સત્ય સામે આવશે.
ફિલ્મને નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી છે. ‘ટી-સિરીઝ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહૃાું છે. ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિૃવસ પર ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે.


error: Content is protected !!