Main Menu

Friday, July 12th, 2019

 

ટીઆરપી લિસ્ટમાંથી કપિલનો શો ટોપ ૧૦માંથી બહાર

બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્સ કાઉન્સિલ ઈન્ડિયા)એ ૨૭માં અઠવાડિયાનું ટીઆરપી રેિંટગ જાહેર કર્યું છે. આ વખતે નવો શો ’સુપરસ્ટાર િંસગર િંસિંગગ કા કલ’એ ટોપ ૫માં જગ્યા બનાવી છે તો બીજી બાજું ’ધ કપિલ શર્મા શો’ ટીઆરપીની ટોપ ૧૦ની યાદૃીમાંથી બહાર છે.
’યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સ્ટોરીલાઈનને કારણે દૃર્શકોને આકર્ષવામાં સફળ રહૃાો છે. પાંચ વર્ષના લીપ બાદૃ આ શો ચાહકોને પસંદૃ આવી રહૃાો છે. શિવાંગી જોષી તથા મોહસિન ખાનનો આ શો ટીઆરપીના લિસ્ટમાં પહેલા નંબરે છે.
ગઈ વખતે ચોથા નંબર પર રહૃાાં બાદૃ આ વખતે ’કુંડલી ભાગ્ય’ બીજા નંબરે આવી ગયું છે. શ્રુતિ ઝા તથા શબ્બીર આહલુવાલિયાનો ટીવી શો ’કુમકુમ ભાગ્ય’ ત્રીજા નંબરે છે. ગઈ વખતે આ શો નંબર બેના સ્થાને હતો.
’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ વખતે ચોથા નંબર પર આવી ગયો છે. થોડાં સમય પહેલાં આ શો ટોપ ૧૦માં પણ નહોતો. દૃયાબેન એટલે કે દિૃશા વાકાણી ના હોવા છતાંય આ શો ચાહકોમાં એટલો જ લોકપ્રિય છે. પાંચમા સ્થાને નવો ટીવી શો ’સુપરસ્ટાર િંસગર િંસિંગગ કા કલ’ છે.


’સુપર-૩૦’ માટે હ્રિતિકે ૧૮ મહિના સુધી બિહારી ભાષા શીખી

બિહારમાં ગરીબ બાળકોને મફતમાં આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરાવનાર આનંદૃ કુમાર પર બનેલ ફિલ્મ ‘સુપર ૩૦ ફિલ્મ આજે શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન આનંદૃ કુમારના રોલમાં છે. હ્રિતિકને બિહારી ભાગલપુરના સુરખીકલના ગણેશ કુમારે શીખવી હતી. ગણેશ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં છે.
૧૮ મહિના સુધી ગણેશે હ્રિતિક રોશનને બિહારી ટોન અને તેના ઉચ્ચારણની ટ્રેિંનગ આપી. તેના માટે તેણે ક્લાસ અને ટેસ્ટ પણ લીધી હતી. તેણે જણાવ્યું કે, હવે તો હ્રિતિક વાત વાતમાં પૂછે છે કે મજા આવી કે નહીં? કોઈ સારી એક્ટિંગ જોયા બાદૃ બોલે છે, ‘આજ તો ધમગજ્જડ પર્ફોર્મન્સ દૃીએ હૈ.
ગણેશે જણાવ્યું કે, ‘હ્રિતિકને શરૂઆતમાં બિહારી શીખવામાં તકલીફ પડતી હતી. જોકે ત્યારબાદૃ તેમણે ઝડપથી પિક અપ કર્યું. તેમને શીખવ્યું કે કઈ રીતે રવિવારને રવિબાર બોલવાનું છે. એક દૃો તીન ચાર પાંચ છહ નહીં એક દૃૂ તીન ચાર પાંચ છૌ બોલવાનું છે. તેમણે કેલ્ક્યુલેશનને કલકુલેશન અને વોકેબ્યુલરીને ભોકેબુલરી કહેવાનું છે. બિહારમાં નુક્તાનો વપરાશ થતો નથી.


રેપર બાદશાહનો ‘પાગલ વીડિયો ૨૪ કલાકમાં સાડા ૭ કરોડથી પણ વધુ વાર જોવાયો

રેપર બાદૃશાહે તેનું નવું િંસગલ ‘પાગલ યુ ટ્યુબ પર રિલીઝ કર્યું છે. તેના આ વીડિયોએ યુટ્યૂબ પર તરખાટ મચાવી દૃીધો છે. યુ ટ્યુબ પર ૨૪ કલાકમાં સૌથી વધુ વાર જોવાયેલ વીડિયો હવે બાદૃશાહનો છે. તેણે અમેરિકન િંસગર ટેલર સ્વિટ અને સાઉથ કોરિયન ગ્રુપ બીટીએસને પાછળ રાખી આ રેકોર્ડ બનાવ્યો છે. બાદૃશાહના સોન્ગ ‘પાગલના વીડિયોને ૨૪ કલાકમાં ૭૫ મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે એટલે કે ૨૪ જ કલાકમાં સાડા ૭ કરોડથી પણ વધુ લોકોએ આ વીડિયો જોયો છે.
આગાઉ ૨૪ કલાકમાં સૌથી વધુ વાર જોવાયેલ વીડિયો કે-પોપ ગ્રુપ બીટીએસનો ‘બોય વીથ લવ વીડિયો હતો. તે વીડિયોના ૨૪ કલાકના ૭૪,૬૦૦,૦૦૦ વ્યૂ હતા. તે પહેલાં આ રેકોર્ડ ટેલર સ્વિટના ‘લૂક એટ વ્હોટ યુ મેડ મી વીડિયોના નામે હતો. બાદૃશાહ પહેલાં આ બે જ એવા આર્ટિસ્ટ હતા જેમના વીડિયોને ૨૪ કલાકમાં ૬૦ મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હોય.


આઈપીએસ અધિકારીનો ઘટસ્ફોટ: ’શ્રીદૃેવીની હત્યા થઈ હતી’

કેરળમાં પોતાની સૂઝબૂઝને કારણે જાણીતા ડીજીપી અને આઈપીએસ અધિકારી રિષિરાજ િંસહે એક ચોકાવનારો દૃાવો કર્યો છે. તેમણે તેમનાં એખ મિત્રનાં હવાલાથી આ દૃાવો કર્યો છે કે, તેમનાં મિત્ર ડો. ઉમાદૃથન ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન હતાં. ઉમાદૃનને ક્રાઇમ કેસ અને ખાસ કરીને મર્ડર મિસ્ટ્રી ઉકેલવાનાં ઉસ્તાદૃ માનવામાં આવે છે.
હવે આઈપીએસ અધિકારીએ આ ક્રાઇમ કેસ માસ્ટરે શ્રીદૃેવીની મોત પર ચોકાવનારો ખુલાસો કર્યો છે. એક ખબર પ્રમાણે રિશિરાજ િંસહે કહૃાું કે, ’મે જિજ્ઞાસાવશ મારા મિત્ર ડો ઉમાદૃથનને શ્રીદૃેવીનાં મોત અંગે પુછ્યુ હતું. પણ તેનાં જવાબે મને હચમચાવી દૃીધો છે. તેણે મને કહૃાું કે, તે આ આખા કેસને ખુબજ નજીકથી સ્ટડી કરી રહૃાો હતો. આ કેસમાં રિસર્ચ સમયે તેને ઘણી પરિસ્થિતિઓ એવી બનતી વિચારી કે જેનાંથી સ્પષ્ટ થઇ રહૃાું હતું કે, આ એક એક્સિડન્ટથી થેયલું મોત નથી. અહીં સુધી કે રિસર્ચ દૃરમિયાન ઘણાં પૂરાવા પણ જોવા મળ્યાં, જેનાંથી શ્રીદૃેવીનું મોત મર્ડર છે તેવી સંભાવના બને છે.’
રિશિરાજ િંસહ લખે છે કે, ’મારા મિત્રએ મને કહૃાું કે, કોઇપણ નશામાં ધુત વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિમાં ફક્ત એક ફૂટ ઉંડા બાથટબમાં ડૂબી શકે નહીં.’ જેલ ડીજીપીએ તેમનાં લેખમાં ક્રાઇમ કેસનાં જાણકાર મિત્રોનાં હવાલામાં લખ્યું કે, ’આ સંભવ નથી કે, કોઇ એક ફૂટ ઉંડા બાથટબમાં ડુબી જાય. મિત્રોએ કહૃાું કે, કોઇનાં દૃબાવ વગર કોઇ વ્યક્તિનાં દૃબાણનાં કોઇ વ્યક્તિનાં માથા કે પગ એક ફિટ ઉંડા બાથટબમાં ન ડુબો. મિત્રોનો દૃાવો હતો કે, કોઇએ તેનો બંને પગ પકડ્યો હતો તે બાદૃ તેનું માથું પાણીમાં ડુબાડ્યું હતું.’


ચીિંટગના કેસમાં સોનાક્ષી સિન્હાની પૂછપરછ માટે યુપી પોલીસ ઘરે પહોંચી

યુપી પોલીસ સોનાક્ષી સિન્હાના ઘરે ચીિંટગના કેસમાં પૂછપરછ કરવા ગયા હતા. સોનાક્ષી પર એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે આરોપ લગાવ્યો છે કે, નવી દિૃલ્હીની એક ઇવેન્ટમાં છેલ્લા સમયે તેણે હાથ ઊંચા કરી હાજરી ન આપી. તેણે અગાઉથી પૈસા લઇ લીધા હતા પરંતુ તે ઇવેન્ટમાં હાજર ન રહી. આ જ કેસમાં પૂછપરછ કરવા માટે ઉત્તર પ્રદૃેશ રાજ્યના પોલીસ ઓફિસર્સની ટીમ ગુરુવારે જુહુમાં સોનાક્ષીના ઘરે આવી હતી. જોકે, સોનાક્ષી ઘરે હાજર ન હતી, પોલીસ ટીમે થોડા કલાક સુધી રાહ જોઈ પણ સોનાક્ષી ઘરે પરત ન ફરી.
પ્રમોદૃ શર્મા નામના ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષી વિરુદ્ધ મુરાદૃાબાદૃમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં કેસ ફાઈલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, સોનાક્ષીએ બુિંકગના ૨૪ લાખ રૂપિયા લઇ લીધા પણ નવી દિૃલ્હીની ઇવેન્ટમાં તે છેલ્લા સમયે ફરી ગઈ અને હાજર ન રહી.
સોનાક્ષીના પ્રવક્તાએ કહૃાું હતું કે, ‘સોનાક્ષીનાં નવ વર્ષના કરિયરમાં તેણે સંપૂર્ણ પ્રામાણિકતાથી જ કામ કર્યું છે. તેના પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ ફક્ત તેની રેપ્યુટેશનને મીડિયામાં ખરાબ કરવા માટેનો સ્ટંટ છે. તે હંમેશાં કામમાં પ્રોફેશનલ જ રહી છે અને બધી ઓથોરિટી સાથે કો-ઓપરેટ કર્યું છે. અમારી પાસે કંઇ છુપાવવા માટે નથી.


વિમ્બલ્ડન ૨૦૧૯: સેરેના ૧૧મી વખત ફાઇનલમાં, આજે હાલેપ સામે ટક્કર

બે પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ ખેલાડીઓમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપ વચ્ચે વર્ષના ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની મહિલા િંસગલ્સની ફાઇનલ રમાશે. આ ટાઇટલ મુકાબલો શનિવારે રમાશે. સેરેના વિલિયમ્સે સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવાને પરાજય આપ્યો તો હાલેપે યૂક્રેનની ઇલિના સ્વિતોલિનાને હરાવી હતી.
સેરેનાએ સ્ટ્રાયકોવાને ૬-૧, ૬-૨થી પરાજય આપ્યો હતો. સેરેનાને વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચવા માટે ૫૯ મિનિટનો સમય લીધો હતો. આ સાથે સેરેના માટે ૮મી વખત વિમ્બલ્ડન મહિલા િંસગલ્સનું ટાઇટલ જીતવાની તક છે. આ સાથે તે ઓલ ટાઇમ સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના માર્ગે્ટ કોર્ટની બરોબરી કરી લેશે, જેના નામે ૨૪ ટાઇટલ છે.
મેચ બાદૃ સેરેનાએ કહૃાું, હું જે કરુ છું તેને પ્રેમ કરુ છું. હું દૃરરોજ સવારે ઉઠુ છું અને ફિટ રહેવાનો પ્રયત્ન કરુ છું. ફાઇનલમાં પહોંચવાનો અનુભવ સારો છે. બીજીવાર ફાઇનલમાં આવીને સારૂ લાગ્યું. આ ચોક્કસપણે સારૂ છે. મને કેટલિક મેચની જરૂર હતી. હું જાણતી હતી કે મારે સુધાર કરવાની જરૂર છે. મારે સારૂ અનુભવવું પડશે અને પછી હું તે કરીશ જે સારૂ કરુ છું, ટેનિસ રમવું.


સેમિફાઇનલમાં હારથી નિરાશ રોહિત શર્માએ કહૃાું: ’મારૂ મન ભારે છે, તમારૂ પણ હશે’

વિશ્ર્વ કપમાં ૫ સદૃી ફટકારનાર ભારતીય ટીમના ધુરંધર બેટ્સમેન રોહિત શર્માએ સેમિફાઇનલમાં મળેલા પરાજય પર ભાવુક ટ્વીટ કર્યું છે. તેણે સ્વીકાર કર્યો કે, ટીમ તરીકે તે યોગ્ય સમય પર પોતાનું શાનદૃાર પ્રદૃર્શન આપવામાં નિષ્ફળ રહૃાાં હતા. સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ૧૮ રનથી હારીને ભારત વિશ્ર્વકપમાંથી બહાર થઈ ગયું છે. દૃેશ અને વિદૃેશમાં રહેતા ભારતીય ફેન્સ ખૂબ નિરાશ છે. તેવામાં રોહિત પણ પોતાનું દૃુખ વ્યક્ત કર્યું છે. રોહિતે લખ્યું કે, તેનું મન ભારે છે.
૨૪૦ રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના શરૂઆતી બેિંટગ ઓર્ડરનો ધબડકો થયો હતો. એક સમયે ભારતે ૫ રન પર ૩ વિકેટ ગુમાવી દૃીધી હતી. એમએસ ધોની અને જાડેજાએ ઈિંનગ સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીત અપાવવામાં નિષ્ફળ રહૃાાં હતા. ઓપિંનગ બેટ્સમેને ટ્વીટ કર્યું, ’મહત્વના સમયમાં અમે એક ટીમ તરીકે અમારૂ સારૂ પ્રદૃર્શન કરવામાં નિષ્ફળ રહૃાાં. ૩૦ મિનિટની ખરાબ રમતે કપ જીતવાની અમારી તક છીનવી લીધી. મારૂ મન ભારે છે અને હું જાણું છું તમારૂ પણ હશે.’
પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા રોહિત શર્માએ કહૃાું, ’ઘરથી દૃૂર જ્યાં તમે બધાએ સમર્થન કર્યું. યૂકેમાં અમે જ્યાં પણ રમ્યા, સ્ટેડિયમને બ્લૂ રંગમાં રંગવા માટે તમારા બધાનો આભાર.’ આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પણ શરૂઆતી ૪૫ મિનિટની ખરાબ રમતને હારનું સૌથી મોટુ કારણ માન્યું હતું.


અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા જેસન રોયને દૃંડ ફટકારાયો

ઈંગ્લેન્ડના ઓપિંનગ બેટ્સમેન જેસન રોયે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી સેમિફાઇનલમાં મળેલી જીત દૃરમિયાન અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરવા માટે ૩૦ ટકા મેચ ફીનો દૃંડ ફટકારવામાં આવ્યો છે. રોય પર આઈસીસી આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘનનો આરોપ છે.
આઈસીસીએ એક નિવેદૃનમાં કહૃાું, ’રોયે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે આચાર સંહિતાની ધારા ૨.૮નું ઉલ્લંઘન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરના નિર્ણય પર વિરોધ વ્યક્ત કરવાના સંબંધમાં છે. આ ઘટના ઈંગ્લેન્ડની ઈિંનગની ૧૯મી ઓવરની છે જ્યારે રોયે વિકેટની પાછળ કેચ આઉટ આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. રોયે અપરાધ અને આઈસીસી મેચ રેફરી સંજન મદૃુગલે દ્વારા સંભળાવવામાં આવેલી સજાનો સ્વીકાર કરી લીધો છે.’
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્ર્વ કપ સેમિફાઇનલ મેચમાં રોયે ૬૫ બોલમાં આક્રમક ૮૫ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ આ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.


રવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ’ધોનીને ચાર નંબર પર ન ઉતારવાનો નિર્ણય ટીમનો હતો’

વર્લ્ડકપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા બાદૃ પ્રથમ વખત કોચ રવિ શાસ્ત્રીનું નિવેદૃન સામે આવ્યું છે. કોચ શાસ્ત્રીએ કહૃાું કે, એક મજબૂત ચોથા નંબરના બેટ્સમેનની ખોટે મોટું અંતર ઉભું કર્યું. એક સમાચાર પત્રક સાથે વાતચીતમાં તેમણે કહૃાું કે, મિડલ ઓર્ડરમાં એક મજબૂત બેટ્સમેનની જરૂરત હતી. આ એક જ વસ્તુ હતી જે હંમેશા અમારા માટે સમસ્યા હતી પરંતુ તેને ખત્મ ન કરી શક્યા.
સેમી ફાઈનલ મેચમાં ધોનીના બેિંટગ ઓર્ડરને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ધોનીના બેિંટગ ઓર્ડરને લઈને પૂછવામાં આવેલ સવાલ પર શાસ્ત્રીએ કહૃાું, ટીમનો નિર્ણય હતો. આ ખૂબજ સરળ નિર્ણય હતો અને બધાની સહમતીથી હતો. તમે ઈચ્છતા હાત કે ધોની ઝડપતી બેિંટગ કરવા આવે અને આઉટ થઈ જાય. તેનાથી ટાર્ગેટ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાત. અમને તેના અનુભવની બાદૃમાં જરૂરત હતી. ધોની સૌથી શાનદૃાર ફિનિશર છે અને તેનો ઉપયોગ એ રીતે ન કરવો એ મોટી ભૂલ હોત. આ વાતને લઈને સમગ્ર ટીમ સ્પષ્ટ હતી.”
રવિ શાસ્ત્રીએ ધોનીના વખાણ પણ કર્યા. તેમણે કહૃાું, શાનદૃાર હાત. તેમનું માનસિક સંતુલન પણ લાજવાબ હતું. એક વાત તમને જણાવી દૃઉ. જો તે રન આઉટ ન થયા હોત તો તેના દિૃમાગમાં પૂરું ગણિત ચાલી રહૃાું હતું.


ભારતે ૧૦ વર્ષમાં ૨૭ કરોડ લોકોની ગરીબી દૃૂર કરી : યુએન

ભારત ગરીબીમાં મહત્વપૂર્ણ રીતે ઘટાડો કરાનારા વિશ્ર્વના ટોપ ૧૦ દૃેશોમાં સામેલ છે. આ વાત મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ(એમપીઆઇ) ૨૦૧૯ની રિપોર્ટમાં સામે આવી છે.
આ રિપોર્ટને ઓસફોર્ડ એન્ડ હૃાુમન ડેવલપમેન્ટ ઇનિશિએટિવ(ઓપીએચઆઇ) અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે સાથે મળીને તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ, ભારતે વર્ષ ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ની વચ્ચે ૨૭.૧ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આમાં ઝારખંડ એવું રાજ્ય છે જ્યાં ગરીબીમાં સૌથી ઝડપથી ઘટાડો થયો છે.
આમાં સંપત્તિ, ઇંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા પ્રમાણોને આધારે ગરીબી માપવામાં આવી છે. વૈશ્ર્વિક એમપીઆઇમાં ૧૦૧ દૃેશોના સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવનના સ્તરમાં ઘટાડા જેવી બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ઝારખંડ એવું રાજ્ય છે જ્યાં ૨૦૦૫-૦૬થી લઇને ૨૦૧૫-૧૬ સુધીમાં ગરીબી ૭૪.૯ ટકાથી ઘટીને ૪૬.૫ ટકા થઇ ગઇ છે.
ભારતમાં ચાર રાજ્યો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદૃેશ અને મધ્ય પ્રદૃેશમાં સૌથી વધારે એમપીઆઇ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દૃરમિયાન ભારતે પોતાના દૃેશની ગરીબીને ૫૫.૧ ટકાથી ઘટાડીને ૨૭.૯ ટકા કરી દૃીધી છે. પહેલા ગરીબોની સંખ્યા ૬૪ કરોડ હતી જે હવે ૩૬.૯ કરોડ થઇ ગઇ છે.


error: Content is protected !!