Main Menu

Saturday, July 13th, 2019

 

‘દૃોસ્તાના-૨’માં જાહ્નવી કપૂર લેસ્બિયનનાં પાત્રમાં..?!! સોનમ પાસેથી લીધી પ્રેરણા

જાહ્નવી કપૂર, કાર્તિક આર્યન સાથે દૃોસ્તાના ૨ કરી રહી છે એ તો બધાને ખબર જ છે પરંતુ હવે જે માહિતી મળી રહી છે તે બહુ દિૃલચસ્પ બની ગઈ છે. સૂત્રો મુજબ સોનમ કપૂરે જ્યારથી એક છોકરીએ ’જબસે એક લડકી દૃેખા તો ઐસા લગા’માં એક લેસ્બિયન છોકરીનો રોલ નિભાવ્યો છે, બૉલીવુડની અંદૃરથી ભય અને શરમીલાપણું બંને જતું રહૃાું છે અને હવે દૃોસ્તાના ૨માં જાહ્નવી કપૂર એક લેસ્બિયન છોકરીનો રોલ નિભાવશે. જો કે થોડા દિૃવસ પહેલા જ અહેવાલ મળ્યા હતા કે જાહ્નવી કપૂર અને કાર્તિક સિવાય ફિલ્મમાં િંવદૃૂ દૃારા િંસહ અને ફરાહના દૃીકરા ફતેહ રંધાવા પણ હશે. પરંતુ હવે એવા પણ અહેવાલ મળી રહૃાા છે કે ફિલ્મ આ વખતે ગે કપલ પર નહિ બલકે લેસ્બિયન કપલ પર બનશે. અને જાહ્નવી કપૂર લેસ્બિયનનો રોલ નિભાવશે.
દૃોસ્તાના ૨ ધર્મા પ્રોડક્શન પ્રોડ્યૂસ કરી રહૃાું છે અને આને સંજૂ ફેમ કૉન ડીકન્હા ડિરેક્ટ કરી રહૃાા છે. જાહ્નવી કપૂર પોતાની આગામી ફિલ્મ ગુંજન સક્સેના બાયોપિકનું શૂિંટગ કરી રહી છે. ફિલ્મનું શૂિંટગ લખનઉમાં શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મને ધર્મા પ્રોડક્શનના આસિસ્ટેન્ટ ડિરેક્ટર શરણ શર્મા ડિરેક્ટ કરી રહૃાા છે. જ્યારે તેઓ રાજકુમાર રાવ સાથે રૂહીઅફજાનું શૂિંટગ પણ શરૂ કરી ચૂક્યા છે.


કુખ્યાત ડાકુ દદૃુઆની ફિલ્મમાં શાહરૂખ ખાન કામ કરે તેવી અટકળો

૮૦ના દૃાયકમાં ચંબલમાં આતંક મચાવનાર કુખ્યાત ડાકુ દૃદૃુઆ પર એક ફિલ્મ બનવાની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મની ઘોષણા જલદૃી જ કરવામાં આવશે. આ ફિલ્મ તિગ્માંશુ ધૂલિયા બનાવી રહૃાો છે. આ ફિલ્મમા ઇરફાન ખાન ડાકુ દૃદૃુઆનું પાત્ર ભજવવાનો છે. હવે જાણવા મળેલ પ્રમાણે શાહરૂખ ખાનની આ ફિલ્મમાં એન્ટ્રી થવાની છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, ઇરફાન આ ફિલ્મમાં કામ કરવાનો છે તેનો નિર્ણય લેવાઇ ગયો છે. જ્યારે હવે શાહરૂખ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે. શાહરૂખનું પાત્ર ડાકુનુ એનકાઉન્ટર કરનારા ઝાંબાઝ પોલીસ ઓફિસર અમિતાભ યશનું હોય તેવી શક્યતા છે.
શાહરૂખ જો આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દૃર્શાવે તો ઇરફાન અને શાહરૂખ ’બાર્બર’ ફિલ્મ બાદૃ ફરી સાથે જોવા મળશે. િંતગ્માંશુની શાહરૂખ સાથેની મીિંટગની પુષ્ટિ તિગ્માંશુના નજદૃીકના લોકોએ કરી છે.


ઐશ્ર્વર્યા બાદ ભારતીય ટીમની હાર પર ટ્વીટ કરતા વિવેક ઓબેરોય ટ્રોલ થયો

બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમી ફાઈનલમાં ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં ભારતને મળેલા પરાજય બાદૃ દૃરેક ભારતીયોના દિૃલ તૂટી ગયા હતા તેમ છતા પણ દૃરેકે ભારતીય ટીમના વખાણ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. શુક્રવારે વિવેક ઓબેરોયે ટ્વીટર પર ભારતીય ટીમના ફેન્સ માટે એક જીઆઈએફ શેર કરી હતી. જેમાં એક વ્યક્તિ રસ્તા પર ચાલતો હોય છે અને અચાનકથી એક મહિલા તેની સામે બે હાથ ફેલાવીને ઉભી રહી જાય છે. જેથી તેને લાગે છે કે મહિલા તેને ગળે લગાવવા માટે આમ ઉભી છે પરંતુ તે તેની પાછળના વ્યક્તિને ગળે લગાવવા માટે હાથ ફેલાવીને ઉભી હોય છે અને પહેલો વ્યક્તિ જેવો મહિલાને ભેટવા જાય છે કે તેને જાણ થાય છે કે તે તેને નહીં તેની પાછળવાળા માટે આમ ઉભી છે ત્યારે તે શરમાઈને આગળ વધી જાય છે.
વર્લ્ડ કપ ૨૦૧૯ના સેમિફાઈનલ મેચમાં ભારતને મળેલા પરાજય પર શેર કરેલી પોસ્ટના કેપ્શનમાં વિવેકે લખ્યું ‘વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ફેન્સની આ જ હાલત થઈ છે. વિવેકની આ પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ભડકી ગયા અને વિવેકને તેમની અવગણનાઓ ભોગ બનવું પડ્યું છે.


રૂટ, વિલિયમસનની પાસે સચિનનો ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વિશ્ર્વ કપ-૨૦૧૯ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેમાંથી કોઈ એક ટીમ પ્રથમવાર વિશ્ર્વ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચશે. ફાઇનલમાં જો રૂટ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની પાસે વ્યક્તિગત રૂપે પણ ઈતિહાસ રચવાની તક છે. બંન્ને ખેલાડી આ મેચમાં સચિન તેંડુલકરનો ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
રૂટ જો રવિવારે લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચમાં ૧૨૫ રન બનાવવામાં સફળ થાય તો તે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો કોઈપણ એક વિશ્ર્વ કપમાં સૌથી વધુ ૬૭૩ રન બનાવવાનો ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડવામાં સફળ થશે. આ રીતે જો વિલિયમસન ૧૨૬ રન બનાવે તો તે પણ આ રેકોર્ડ તોડી પોતાનું નામ સૂવર્ણ અક્ષરે લખાવવામાં સફળ થશે.
કેન અને રૂટ સિવાય આઈસીસી વિશ્ર્વ કપ-૨૦૧૯મા ત્રણ બેટ્સમેનો ૬૦૦ રનના આંકડાને પાર કરી ગયા અને તેવું લાગી રહૃાું હતું કે સચિનનો આ ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે. પરંતુ તે ન બની શક્યું. હવે નજર કેન (૫૪૮) અને રૂટ (૫૪૯) પર છે, જે અત્યાર સુધી ૬૦૦ રનનો આંકડો પાર કરી શક્યા નથી છતાં સચિનના રેકોર્ડની નજીક છે. આ વર્ષે ભારતના રોહિત શર્મા (૬૪૮) અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (૬૪૭) આ રેકોર્ડની નજીક પહોંચ્યા પરંતુ તે તેને પાર કરી શક્યા નથી. ૫ સદૃી અને ૧ અડધી સદૃી ફટકારનાર રોહિત આ રેકોર્ડથી ૨૭ રન દૃૂર રહી હયો, જ્યારે ૩ સદૃી અને ૩ અડધી સદૃી ફટકારનાર વોર્નર ૨૮ રન દૃૂર રહેતા સ્વદૃેશ પરત ફરી ગયા છે.


વિમ્બલડન ૨૦૧૯ : નડાલને હરાવી ફેડરરની ફાઈનલમાં જોકોવિચ સામે ટક્કર

રોજર ફેડરરે સૌપ્રથમ વખત તેના કટ્ટર હરિફ એવા સ્પેનના રાફેલ નડાલને વિમ્બલડનની સેમિફાઈનલમાં હરાવીને ૧૨મી વખત વિમ્બલડન ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ૨૦૦૮માં ટાઈટલની ફાઈનલ હાર્યાના ૧૧ વરસ બાદૃ બન્ને ધુરંધરો વિમ્બલડનની સેમિફાઈનલમાં ટકરાયા હતા અને રસપ્રદૃ મેચના અંતે સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરરનો ૭-૬ (૭/૩), ૧-૬, ૬-૩, ૬-૪થી વિજય થયો હતો.
૩૭ વર્ષીય રોજર ફેડરર આઠ વખત વિમ્બલડન વિજેતા રહૃાો છે અને હવે આ વર્ષે ફાઈનલમાં તેની ટક્કર સર્બિયાના ખેલાડી નોવાક જોકોવીચ સાથે થશે. રવિવારે વિમ્બલડનની ફાઈનલ મેચ રમાશે. ચોથા ક્રમે રહેલો જોકોવીચ વિમ્બલડનની છઠ્ઠી ફાઈનલ રમશે. નડાલ સામેની મેચ બાદૃ ફેડરરે જણાવ્યું કે, ‘આ મેચ ખૂબજ રોમાંચક રહી હતી. નાડાલ સામે રમવામાં ઘણો આનંદૃ મળે છે. આ મારી યાદૃગાર મેચો પૈકીની એક રહેશે.
રોજર ફેડરર ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ રમનાર ત્રીજો સૌથી વધુ વયનો વ્યક્તિ છે. અગાઉ ૩૯ વર્ષના કેન રોઝવોલે ૧૯૭૪માં વિમ્બલડન અને યુએસ ઓપનની ફાઈનલ મેચ રમી હતી.


આજે લોર્ડસમાં કિવી અને બ્રિટીશરો વચ્ચે વિશ્ર્વકપ માટે જંગ

આઈસીસી વર્લ્ડ કપ-૨૦૧૯ની ફાઇનલ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજરોજ થવાની છે. આ ૫મી વખત છે જ્યારે લોર્ડ્સના મેદૃાન પર વર્લ્ડ કપ ફાઇનલ રમાશે. જ્યારે આ બન્ને ટીમ પહેલીવાર વર્લ્ડ કપના ફાઇનલમાં એકબીજાને ટક્કર આપશે. ફાઇનલમાં પહોંચ્યા બાદૃ ઇંગ્લેન્ડ વર્લ્ડ કપ જીતવાની માટે ચોથીવાર પ્રયાસ કરશે. જ્યારે ન્યૂઝીલેન્ડ તેની બીજી સેમીફાઇનલ મેચ રમશે. ગત વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાઈ ટીમ ચેમ્પિયન બની હતી.
જોકે ૧૯૮૩ બાદૃ પહેલીવાર ઈંગ્લેન્ડે આ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. ઉપરાંત આ વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ખિતાબની મજબૂત દૃાવેદૃાર ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ૧૯૯૨ બાદૃ પહેલીવાર ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ ફાઇનલ રમવા જઈ રહી છે. જ્યારે લોર્ડ્સના મેદૃાનની વાત કરીએ તો વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડ સામે ક્યારે જીતી નથી. બન્ને ટીમો વચ્ચે ૨ વાર મુકાબલો થયો અને બન્ને વખત ન્યૂઝીલેન્ડ જીત્યું છે.
આપને જણાવી દૃઈએ કે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બન્ને એક પણ વાર વર્લ્ડ કપનો ખિતાબ જીતી નથી. તેથી બન્ને ટીમ વચ્ચે જબરદૃસ્ત મુકાબલો જોવા મળશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાને પહેલીવાર વર્લ્ડ કપ સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે વર્લ્ડ કપના લીગ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે કુલ ૯ મેચ રમ્યા જેમાં ૬માં જીત અને ૩માં હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો કુલ ૯ મેચોમાં ૫માં જીત અને ૩માં હાર અને ૧ મેચ વરસાદૃના કારણે રદૃ થઈ હતી. જે ભારત સામે હતી.


રેલવેમાં ૧૦૦ કરોડનો ગફલો..!! સીબીઆઇએ તપાસ શરૂ કરી

સીબીઆઇએ ઇશાન સીમાંત રેલવેના પીઆઓ અને અન્ય કર્મચારીઓ સામે ૧૦૦ કરોડના કૌભાંડની તપાસ શરૂ કરી હતી. આ લોકોએ સ્થાનિક અખબારોનાં બોગસ બિલો રજૂ કરીને એવો દૃાવો કર્યો હતો કે આ બિલો અખબારોમાં પ્રગટ થયેલી રેલવેની જાહેરખબરોનાં છે.
ઇશાન સીમાંત રેલવેને વરિષ્ઠ જનસંપર્ક અધિકારી દિૃલીપ ચંદ્ર બોરા, કાર્યાલય મેનેજર હર્ધન ડે, બાબુલ ચંદ્ર મેધી ઉપરાંત વરિષ્ઠ પ્રચાર સુપરવાઇઝર એમએમવાય આલમ, એકાઉન્ટ આસિસ્ટન્ટ હિતેશ ડેકા અને વરિષ્ઠ કેશિયર પ્રબીર દૃાસ પુરકાયસ્થને આ કૌભાંડના મુખ્ય આરોપીઓ ગણાવ્યા હતા.
આ કૌભાંડ ૨૦૧૪ અને ૨૦૧૮ની વચ્ચેના સમયમાં થયું હતું એવું સીબીઆઇએ તહોમતનામામાં જણાવ્યું હતું. આ બધાએ અખબારોમાં રેલવેની વિવિધ કામગીરી અંગે કહેવાતી જાહેરખબરો આપીને એનાં બિલો મેળવ્યાં હતાં. વાસ્તવમાં આવી કોઇ જાહેરખબરો સંબંધિત અખબારોમાં પ્રગટ થઇ નહોતી. તમામ બિલો બોગસ હતાં એવો આક્ષેપ સીબીઆઇએ કર્યો હતો.


ટ્રમ્પ પર મહિલાને જબરદૃસ્તી કિસ કરવાનો આરોપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત વિવાદૃમાં છે. આ વખતે તેમના પર એક મહિલાને જબરદૃસ્તી કિસ કરવાનો આરોપ લાગ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે અમેરિકાના અલાબામા રાજ્યની મહિલા અલ્વા જોનસને આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવા માટેના અભિયાન દૃરમિયાન મને બળજબરીથી કિસ કરી હતી. તેમણે મને ચૂંટણી પ્રચાર દૃરમિયાન પુરુષ કર્મચારીઓ કરતા ઓછુ વેતન પણ આપ્યુ હતું.
જોકે વ્હાઈટ હાઉસે આ આરોપોને ફગાવીને આખી ઘટનાનો વિડિયો પણ જાહેર કર્યો છે. વ્હાઈટ હાઉસના પ્રવકતાનુ કહેવુ છે કે, વિડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રમ્પે જોનસનને કિસ કરી હતી પણ તે જબરદૃસ્તી પૂર્વક કરેલી કિસ નહોતી. ટ્રમ્પના વકીલે પણ આ ક્લિપને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે.
વિડિયોમાં જોનસન ટ્રમ્પને મળે છે ત્યારે એવુ કહેતા સંભળાય છે કે, તમારા માટે હું આઠ મહિનાથી મારા પરિવારથી દૃુર છું. એ પછી ટ્રમ્પ પોતાના કેમ્પેન સાથે જોડાયેલી આ મહિલા કર્મચારીને કિસ કરતા નજરે પડે છે.
આ મામલો કોર્ટમાં છે.જ્યાં ટ્રમ્પના વકિલે વિડિયોને ટાંકીને દૃલીલ કરી હતી કે, મહિલાએ જે આરોપ મુક્યા છે તે વિડિયોમાં દૃેખાતા દ્રશ્ય સાથે મેળ નથી ખાઈ રહૃાા.


ભાજપા ધારાસભ્યની પુત્રીનો ઘટસ્ફોટ: ‘સગી મા મને ઓનર કિલીંગની ધમકી આપતી’તી’

બરેલીના ભાજપી ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષીએ દૃલિત યુવાન અજિતેશ સાથે લગ્ન કર્યાની વિડિયો ક્લીપ ફાઇલ થયા બાદૃ આ નવદૃંપતી એક ન્યૂઝ ચેનલની ઑફિસે પહોંચ્યું હતું જ્યાં સાક્ષીએ રડતાં રડતાં આપવીતી વર્ણવી હતી.
એણે કહૃાું કે મારો ભાઇ મને જાનવરની જેમ ઢોરમાર મારતો હતો અને મારી સગી માતાએ મને ઓનર કિલીંગથી પતાવી દૃેવાની ધમકી આપી હતી.
સાક્ષીએ કહૃાું કે અમારા ઘરમાં મારા ભાઇને જે કરવું હોય તે કરવાની છૂટ હતી જ્યારે મારા પર અનેક પ્રતિબંધો લાદૃવામાં આવ્યાં હતા. મને કેદૃીની જેમ રાખવામાં આવતી હતી. અજિતેશ સાથેના મારા અફેરની માહિતી મળી ગયા બાદૃ મારો ભાઇ મને બેફામ મારપીટ કરતો હતો. હું મારા ભાઇને પગે પડીને વીનવતી હતી કે પ્લીઝ મને આટલો બધો માર ન મારો. પરંતુ ઘરમાં કોઇ મારી વાત કાને ધરવા તૈયાર નહોતું.
આખરે અમારે ભાગીને લગ્ન કરવા પડ્યાં. હજુ પણ અમારો જાન જોખમમાં છે. એટલેજ અમે લગ્નના સમાચાર અને વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂક્યાં. હવે અમને કંઇ થાય તો મારાં માતાપિતા અને મારા ભાઇને જવાબદૃાર ગણજો.
ભાજપી ધારાસભ્ય રાજેશ મિશ્રાએ આ તમામ આરોપો ખોટા હોવાનો દૃાવો કર્યો હતો. પુત્રીના આરોપ પર ધારાસભ્યનું કહેવું છે કે, “મીડિયામાં ચાલી રહેલું બધું ખોટું છે. મારી દૃીકરી પુખ્ત વયની છે. તેને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. મારા કે મારા પરિવારે કોઈને ધમકી આપી નથી. હું મારા કામમાં વ્યસ્ત છું, વિધાનસભામાં હું લોકોનાં કામ કરી રહૃાો છું. બીજેપીનું સભ્યતા અભિયાન ચલાવી રહૃાો છું, મારથી કોઈને ખતરો નથી.”
આ દૃલિત યુવક અજિતેશ કુમારની સગાઈ ભોપાલની એક છોકરી સાથે પહેલા થઈ ચુકી હતી. નવમી ડિસેમ્બરના રોજ લગ્નની તારીખ નક્કી હતી. લગ્નની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી.
મળતી માહિતી પ્રમાણે ભોપાલની એક હોટલમાં ધામધૂમથી સગાઈ સમારંભ યોજાયો હતો. સગાઈના થોડા દિૃવસો પછી છોકરાવાળા તરફથી લગ્ન માટે ના કહી દૃેવામાં આવી હતી. જોકે, સગાઈ અજિતેશની મરજીથી જ થઈ હતી. નોંધનીય છે કે સાક્ષીના એમએલએ પિતા રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતૌલે એક ખાનગી ચેનલ સાથે વાતચીત દૃરમિયાન દૃાવો કર્યો હતો કે અજિતેશની પહેલા સગાઈ થઈ ચુકી છે.


પાકિસ્તાને કરતારપુર કોરિડોરની બેઠકમાંથી ખાલિસ્તાનવાદૃી ચાવલાને હટાવ્યો

ભારતે કરેલા રાજકીય દૃબાણના પગલે પાકિસ્તાને આખરે કરતારપુર કોરિડોરની બેઠકમાંથી ખાલિસ્તાનવાદૃી નેતા ગોપાલ િંસઘ ચાવલાને હટાવ્યો હતો.
મૂળ કરતારપુર કોરિઋડોરની બેઠક આ વર્ષના ફેબ્રુઆરીમાં યોજાવાની હતી પરંતુ ગોપાલ િંસઘ ચાવલા એ બેઠકમાં હાજરી આપવાનો હોવાથી ભારતે એ બેઠકમાં હાજરી આપી નહોતી અ્ને પાકિસ્તાને સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું હતું કે ગોપાલ િંસઘ ચાવલાને હટાવો ત્યારબાદૃ જુલાઇની ૧૧થી ૧૬મીની વચ્ચે આ બેઠક યોજી શકાય. આજે ૧૪ જુલાઇએ આ બેઠક યોજાવાની છે એના ચોવીસ કલાક પહેલા્ં મળેલી માહિતી મુજબ પાકિસ્તાને ખાલિસ્તાનવાદૃી ગોપાલ િંસઘ ચાવલાને આ બેઠકથી દૃૂર રાખવાની ખાતરી આપી હતી.
ગોપાલ િંસઘ ચાવલા રીઢા આતંકવાદૃી હાફિઝ સૈયદૃનો ખાસ ચમચો છે અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનો કાર્યકારી છે. પાકિસ્તાને કહૃાું હતું કે હવે ગોપાલ િંસઘ ચાવલા કરતારપુર કોરિડોર કમિટિનો સભ્ય રહૃાો નથી એટલે બેઠક યોજી શકાય એમ છે. આજે ૧૪ જુલાઇએ અટારી વાઘા બોર્ડર પર આ બેઠક યોજાવાની છે.
અત્રે એ નોંધવું જોઇએ કે ગોપાલ િંસઘ ચાવલા મસૂદૃ અઝહર અને હાફિઝ સૈયદૃ ઉપરાંત પાકિસ્તાનની બદૃનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના આકાઓનો ખાસ માનીતો માણસ છે અને અલગ ખાલિસ્તાનની માગણીનો કટ્ટર સમર્થક છે.


error: Content is protected !!