Main Menu

Monday, July 15th, 2019

 

16-07-2019


16-07-2019-purti


’બંટી ઓર બબલી-૨’માં સિદ્ધાંત ચતુર્વેદૃી સાથે માનુષી છિલ્લર ચમકશે..!!

માનુષી છિલ્લર ફિલ્મોમાં કામ કરવાની છે તેવું ઘણા સમયથી ગાજી રહૃાું છે. પરંતુ તેણે હજી સુધી એક પણ ફિલ્મ સાઇન કરી હોવાની વાત આવી નથી.
૨૦૦૫ની ક્રાઇમ-કોમેડી ફિલ્મ ’બંટી ઔર બબલી’માં અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીએ કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. હવે આ ફિલ્મની સિકવલની વાત ચાલી રહી છે.
કહેવાય છે કે, સિકવલમાં નવા કલાકારોને લેવામાં આવવાના છે. ’ગલી બોય’નો સિદ્ધાંત ચતુર્વેદૃી આ સિકવલનો હિસ્સો બનશે. આ ફિલ્મની હિરોઇન માટે માનુષી છિલ્લરનું નામ સાંભળવા મળે છે. જોકે તેણે હજી સુધી આ ફિલ્મ સાઇન કરી નથી. ૨૦૧૭માં ’મિસ વર્લ્ડ’નો ખિતાબ જીતનારી માનુષી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે.
આ ફિલ્મમાં આ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. તેમજ મેકર્સની યોજના છે કે, મહેમાન ભૂમિકામાં અભિષેક બચ્ચન અને રાણી મુખર્જીને પણ લેવામાં આવે. જોકે ફિલ્મની સ્ટારકાસ્ટની ઘોષણા હજી કરવામાં આવી નથી.


’અંગ્રેજી મિડિયમ’નું શૂિંટગ પૂર્ણ થયું

ઇરફાન ખાનને મોટા સ્ક્રીન પર જોવાની લોકોની આતુરતાનો અંત નજીકમાં છે. ડાયરેક્ટર હોમી અડાજણિયાએ તાજેતરમાં ‘અંગ્રેજી મિડિયમનું શૂિંટગ પૂરું થવાની જાહેરાત કરી છે. આ સાથે તેણે ઇરફાન અને ફિલ્મના ક્રુ માટે એક દૃયસ્પર્ષી પોસ્ટ પણ લખી છે. હોમીએ લખ્યું છે કે, ‘ઇરફાન ખાન, તું ઇક્ધ્રેડિબલ છે… સાથે એક સારો અભિનેતા પણ છે. હું તને કહી નથી શકતો કે હું તને કેટલો પ્રેમ કરું છું. તેણે એ પણ ઉમેર્યું હતું કે તે શા માટે આ ફિલ્મ બનાવવા માગતો હતો. તો સાથે આ ફિલ્મ બનાવવી તેના માટે કેવી રોલર કોસ્ટર રાઇડ બની હતી.
તેણે ઉમેર્યું હતું કે, ‘મારી પાસે આ ફિલ્મ ન બનાવવાનાં ઘણાં કારણો હતા. આમ છતાં મને આ ફિલ્મ બનાવવી બરાબર લાગતી હતી. મારા માટે આ જર્ની એક ઇમોશનલ રોલર કોસ્ટર રાઇડ હતી. મને ખાતરી છે કે બીજા માટે પણ એવું જ હશે.પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ‘અમારી સામેના ઓડ્સની સાથે મરા કાસ્ટ અને ક્રુએ અમને સાથ આપ્યો તે માટે તેમનો આભાર. હું ચોક્કસ પણે માનું છું કે અમારી કલેક્ટિવ પોઝિટિવિટી અને લાઇફનાં સેલિબ્રેશને જ અમને આ કામ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. હું આ ફિલ્મને હંમેશા યાદૃ રાખીશ.
હોમીની આ પોસ્ટને બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઝે વખાણી છે. જેમાં અર્જુન કપૂર, વરુણ ધવન, અદિૃતિ રાવ હૈદૃરી, પત્રલેખા અને ઝોયા અખ્તરનો સમાવેશ થાય છે.આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને રાધિકા મદૃાન પણ છે. ફિલ્મ ૫ એપ્રિલે લોર પર ગઇ હતી. કરીના આ ફિલ્મમાં એક પોલીસ ઓફિસરનો રોલ કરે છે. તો રાધિકા ઇરફાનની દૃીકરીના રોલમાં છે. જેને હાયર જ્યુકેશન માટે યુકે જવું છે.


રણબીર કપૂરની ’સમશેરા’ બંધ થાય તેવી અટકળા

થોડા મહિનાઓ પહેલા યશરાજ ફિલ્મસે રણબીર કપૂર સાથે ’સમશેરા’ ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી. જેમાં અભિનેતા એક ડાકુનુ પાત્ર ભજવવાનો હતો. પરંતુ ઘણા સમયથી આ ફિલ્મના ડેવલપમેન્ટ વિશે કોઇ વાત સાંભળવા મળતી નથી. બોલીવૂડમાં તો એવી ચર્ચા થઇ રહી છે કે, આ ફિલ્મ બંધ થાય તેવી પૂરી શક્યતા છે.
સૂત્રોનું માનવું છે કે, ડાકુ પર આધારિત ’સોનચિડિયા’ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધે માથે પટકાણી હતી. તે આધાર પર એવો અંદૃાજ બંધાઇ રહૃાો છે કે દૃર્શકોને ડાકૂ આધારિત ફિલ્મો જોવામાં રસ નથી. ઉપરાંત ફિલ્મનું બજેટ ઘણું હોવાથી ફિલ્મના નિર્માતા આ ફિલ્મ બનાવવી કે નહીં તેના પર ફરી એકવાર વિચાર કરી રહૃાો છે. શું મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોતું ઓડિયન્સ આ ફિલ્મ જોવાની પસંદૃ કરશે કે નહીં તે પણ એક પ્રશ્રાર્થ છે.
આમ પણ યશરાજ ફિલ્મની પાછલી ફિલ્મોએ બોક્સઓફિસ પર ઝાઝુ ઉકાળ્યું નથી, તેથી ફિલ્મોના નિર્માણ માટે તે હવે સમજી-વિચારીને આગળ વધવા માંગે છે.


’બિગ બોસ-૩’ને ગ્રહણ લાગ્યું, સ્પર્ધકે યૌન શોષણનો આરોપ લગાવ્યો

ટીવીનાં વિવાદિૃત શો ’બિગ બોસ’નાં તેલુગૂ વર્ઝનની ત્રીજી સીઝન ટેલીકાસ્ટ થતા પહેલાં જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. સોર્સિસની માનીયે તો, આ શો ૨૧ જુલાઇનાં શરૂ થવાનો છે. પણ આ શો શરૂ થવાનાં પહેલાં જ હૈદૃરાબાદૃની એક મહિલા પત્રકારે શો સાથે જોડાયેલા ચાર લોકો વિરુદ્ધ કેસ દૃાખલ કર્યો છે. મહિલા પત્રકારનું કહેવું છે કે, શોમાં એન્ટ્રી માટે તેની સાથે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પત્રકારે ફરિયાદૃ દૃાખલ કરતાં કહૃાું છે કે, શોનાં ઓર્ગેનાઇઝર્સ લિસ્ટમાં શામેલ ૪ લોકોને તેમને ફાઇનલ રાઉન્ડમાં એન્ટ્રી લેવા માટે સેક્સુઅલ ફેવરની ડિમાન્ડ કરી હતી. જે બાદૃ મહિલા પત્રકારે હૈદૃરાબાદૃ સ્થિત બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ ચાર લોકો વિરુદ્ધ કેસ દૃાખલ કર્યો હતો જ્યાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
રિપોર્ટ્સ મુજબ આ કેસની પુષ્ટિ કરતાં બંજારા હિલ્સે એસીપી શ્રીનિવાસ રાવને જણાવ્યું કે, પત્રકારને માર્ચમાં શો તરફથી કોલ આવ્યો હતો. તેને તેલુગૂ બિગ બોસની સીઝન ૩ માટે પસંદૃ કરવામાં આવી હતી. જે બાદૃ પત્રકારે ત્યાં જઇને તે ચારેય સાથે મુલાકાત કરી હતી જ્યાં તેમની સાથે ઘણી ગેરવર્તણૂક થઇ હતી. ત્યાં હાજર ચારેય લોકોએ પત્રકારને ફાઇનલ ટિકિટ મેળવવા માટે બોસને ખુશ કરવાની વાત કરી હતી.


હેમા માલિનીનાં કચરા વાળવા પર ધર્મેન્દ્ર બોલ્યા: ’મને પણ અનાડી લાગતી’તી’

૮૩ વર્ષીય બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ અવાર-નવાર સોશિયલ મીડિયામાં ચાહકો સાથે પોતાના જીવન અંગેની વાતો શૅર કરતાં હોય છે. આટલું જ નહીં સોશિયલ મીડિયામાં તેઓ ચાહકોના સવાલોના જવાબો પણ આપતા હોય છે. હાલમાં જ ધર્મેન્દ્રે ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તેઓ ભેંસ અને તેના પાડા સાથે વાત કરતાં જોવા મળે છે. આ વીડિયોમાં કેટલાંક યુઝર્સે કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે ધર્મેન્દ્રને હેમામાલિનીને લઈ સવાલ કર્યો હતો.
હાલમાં જ હેમામાલિનીએ સંસદૃની બહાર સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કચરો વાળ્યો હતો. જોકે, જે રીતે હેમામાલિનીએ કચરો વાળ્યો તેને લઈ સોશિયલ મીડિયાએ તેમને ઘણાં જ ટ્રોલ્ડ કર્યાં હતાં. આથી જ યુઝરે ધર્મેન્દ્રને પૂછ્યું હતું, ’સર, મેડમે ક્યારેય વાસ્તવમાં સાવરણી પકડી પણ છે ખરી?’ આ સવાલના જવાબમાં ધર્મેન્દ્રે કહૃાું હતું, ’હા, ફિલ્મ્સમાં, મને પણ અનાડી જ લાગતી હતી. જોકે, નાનપણમાં હું મારી માતાને મદૃદૃ કરતો હતો. હું કચરો વાળવામાં માહિર હતો. મને સ્વચ્છતા ગમે છે.’
ધર્મેન્દ્રની આ ઈમાનદૃારી ભરેલાં જવાબથી યુઝરને પણ નવાઈ લાગી હતી. તેણે કહૃાું હતું, ’તમારા ઈમાનદૃારીથી ભરેલા જવાબે મારું દિૃલ જીતી લીધું. હું તમારું ઘણું જ સન્માન કરું છું.’


શાહરુખ ખાન નેટલિક્સ માટે હોરર સીરિઝ પ્રોડ્યૂસ કરશ

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન હવે નેટલિક્સ પર હોરર સીરિઝ કો-પ્રોડ્યૂસ કરવાનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હોરર સીરિઝનું નામ ’બેતાલ’ હોઈ શકે છે. આ સીરિઝના રાઈટર તથા ડિરેક્ટર પેટ્રિક ગ્રેહામ છે. જ્યારે કો-ડિરેક્ટર નિખીલ મહાજન છે. આ સીરિઝને ગૌરવ વર્મા, રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ તથા નેટલિક્સ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહૃાાં છે.
માનવામાં આવે છે કે આ સીરિઝમાં વિનત કુમાર િંસહ તથા આહના કુમરા લીડ રોલમાં હશે. આ સીરિઝની ઓફિશિયલ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
રેડ ચિલીઝ નેટલિક્સ પર ત્રીજી સીરિઝ પ્રોડ્યૂસ કરી રહૃાું છે. આ પહેલાં ઈમરાન હાશ્મી સાથે ’બાર્ડ ઓફ બ્લડ’ ત્યારબાદૃ બોબી દૃેઓલ સાથે ’ક્લાસ ઓફ ૮૩’ કરી હતી.


હ્રિતિક અને ટાઇગર અભિનીત ’વોર’નું ટ્રેલર રિલીઝ

બોલિવૂડ એક્ટર તિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં તિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જોવા મળી.
૫૩ સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દૃેવાયું છે કે ફિલ્મમાં તિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે. તેમાં બંનેને જબરજસ્ત બાઈક અને કાર એક્શન પણ જોવા મળી રહૃાા છે. વોરના ટીઝરમાં બિકીની પહેરેલી વાણી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેના એક સીનમાં તિક સાથે રોમાન્સ કરી રહી છે.
ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદૃ છે. સિદ્ધાર્થ આનંદૃ આ પહેલાં તિકને બેંગ બેંગ ફિલ્મમાં ડિરેક્ટ કરી ચૂક્યો છે. ફિલ્મને આદિૃત્ય ચોપરાએ પોતાના બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યૂસ કરી છે.


’બાટલા હાઉસ’નું ’ઓ સાકી સાકી’ ગીત રિલીઝ

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ’બાટલા હાઉસ’નું ગીત ’ઓ સાકી સાકી’ રિલીઝ કરી દૃેવામાં આવ્યું છે. આ ગીતમાં ’દિૃલબર ગર્લ’ નોરા ફતેહી જબરજસ્ત બેલી ડાન્સ કરતી જોવા મળે છે. આ પહેલાં ૧૨ જુલાઈના રોજ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો હતો.
નોરા પોતાના મૂવ્સ તથા બેલી ડાન્સિંગ માટે જાણીતી છે અને તેને આ ગીતમાં ફરી એકવાર સાબિત કર્યું કે બેલી ડાન્સિંગમાં તેને ટક્કર આપવી સરળ નથી. આ પહેલાં નોરાએ જ્હોનની જ ફિલ્મ ’સત્યમેવ જયતે’માં ’દિૃલબર..’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ગીતમાં નોરા બેલી ડાન્સ કરતી જોવા મળી હતી અને ગીત સુપરહિટ રહૃાું હતું અને નોરા રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી.
’ઓ સાકી સાકી’ ગીત વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ ’મુસાફિર’નું છે. આ ફિલ્મમાં સંજય દૃત્ત, અનિલ કપૂર, સમીરા રેડ્ડી હતાં. આ ગીતમાં કોએના મિત્રાએ ડાન્સ કર્યો હતો. નોરાના ગીત ’સાકી સાકી’થી કોએના બિલકુલ ખુશ નથી. તેણે ટ્વિટર પર ટ્વીટ કરીને નારાજગી પ્રગટ કરી હતી. તેણે લખ્યું હતું, ’મુસાફિર’ ફિલ્મમાં મારા ગીતને રિક્રિએટ કરવામાં આવ્યું છે. સુનિધિ-સુખિંવદૃરનો અવાજ, વિશાલ-શેખરના સંગીતે આ ગીતને બેસ્ટ બનાવ્યું હતું પરંતુ મને આનું નવું વર્ઝન સહેજ પણ પસંદૃ આવ્યું નથી.


error: Content is protected !!