Main Menu

Tuesday, July 16th, 2019

 

બીસીસીઆઈ નવા કોચની શોધમાં, રવિ શાસ્ત્રીએ ફરી અરજી કરવી પડશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને સહયોગી સ્ટાફના પદૃ માટે ફરી અરજી લેશે. તે માટે એક-બે દિૃવસમાં તારીખની જાહેરાત કરવામાં આવશે. હાલના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ વેસ્ટઈન્ડિઝ ટૂરને ધ્યાનમાં રાખીને કોચનો કાર્યકાળ ૪૫ દિૃવસ માટે વધારી દૃેવામાં આવ્યો હતો. હવે રવિ શાસ્ત્રીએ પણ કોચ માટે ફરી અરજી કરવી પડશે.
ટીમ ઈન્ડિયાની વેસ્ટઈન્ડિઝ ટૂર ૩ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધીની છે. તે સાથે જ બોલર્સ કોચ ભરત અરુણ, બેટ્સમેન કોચ સંજય બાંગડ અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરનો પણ કાર્યકાળ પૂરો થઈ જશે. આ દૃરેક લોકો ફરીથી અરજી કરી શકે છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ વર્લ્ડ કપ પછી તેમનું પદૃ છોડે તેવી શક્યતા છે. તેમની જગ્યાએ નવા ટ્રેનર અને ફિઝિયોની નિમણૂક કરવામાં આવશે.
ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ ટૂર્નામેન્ટ પછી સ્થાનિક સીરીઝમાં ૧૫ સપ્ટેમ્બરથી દૃક્ષિણ આફ્રિકા સામે રમશે. તે પહેલાં નવા કોચ અને સહયોગી સ્ટાફની નિમણૂક થઈ જશે તેવી શક્યતા છે. શાસ્ત્રી ૨૦૧૭માં અનિલ કુંબલેની જગ્યાએ કોચ બન્યા હતા. તેમના કોિંચગમાં ભારતીય ટીમ આઈસીસીની કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. તેમાં વર્લ્ડ કપ પણ સામેલ છે. જોકે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ જીતવામાં ચોક્કસથી સફળતા મળી છે.


ટી-૨૦ બ્લાસ્ટમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન શોન માર્શની જગ્યાએ ફખર જમાન રમશે

ઇંગ્લિશ કાઉન્ટી ૨૦-૨૦ ક્રિકેટ લીગ ટી-૨૦ બ્લાસ્ટ માટે હવે ગ્લેમોર્ગને ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી શોન માર્શની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીને તક આપવામાં આવી છે. ગ્લેમોર્ગને પાકિસ્તાનના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન ફખર જમાંની સાથે કરાર કર્યો છે. તે ઓસ્ટ્રેલિયાના શોન માર્શની જગ્યાએ ટૂર્નામેન્ટના પ્રથમ હાફમાં રમશે. ૨૯ વર્ષીય બેટ્સમેન ઇંગ્લિશની ટી-૨-ટીમ માટે ૮ મેચ રમશે.
ગ્લેમોર્ગન ક્રિકેટના નિર્દૃેશક માર્ક વોલેસે કહૃાું કે ’’ટૂર્નામેન્ટની શરૂઆતમાં શોન માર્શને ગુમાવવો ખૂબ દૃુખદૃ છે, પરંતુ ફકરાું ટીમ સાથે જોડાવવું ક્લબ માટે સારા સમાચાર છે. તે એક શાનદૃાર ક્રિકેટ ખેલાડી છે અને દૃુનિયાના વિસ્ફોટકો બેટ્સમેનો માંથી એક છે. તેમણે મોટા મુકાબલામાં શાનદૃાર પ્રદૃર્શન કર્યું છે.’’
આ અવસર પર ફકરે કહૃાું ’’હું ગ્લેમોર્ગન સાથે જોડાઇને રોમાંચિત છું અને કાર્ડિફમાં રમવા માટે ઉત્સાહિત છું. મારી અહીં ૨૦૧૭માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ સાથે જોડાયેલી કેટલીક સારી યાદૃો છો અને નવી યાદૃો બનાવવાનો પ્રયત્ન કરીશ. ફખરે અત્યાર સુધી ૮૯ ટી-૨૦ સીરીઝ રમી છે જેમાં ૩૦ આંતરરાષ્ટ્રીય મેચ છે. તેમણે આ ફોર્મેટમાં ૨૮ની સરેરાશ સાથે ૨૩૦૦ રન બનાવ્યા છે.


ભારતીય નૌસેના ૨ હજાર કરોડના ખર્ચે ૧૦૦ ટોર્પ્ોડા મિસાઇલ્સ ખરીદશે

ભારતીય નૌસેનાની આક્રમણશક્તિને મજબૂત કરવાના ઈરાદૃા સાથે સંરક્ષણ મંત્રાલયે આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦૦ ટોર્પેડો મિસાઈલ્સ(જહાજ કે સબમરિનમાંથી ફાયર કરી શકાય એવી મિસાઈલ્સ) ખરીદૃવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડમાં બની રહેલી છ સ્કૉર્પિયન ક્લાસની સબમરિન્સમાં આ મિસાઈલ્સનો સમાવેશ કરવામાં આવશે.
સ્કૉર્પિયન ક્લાસ સબમરિન્સને હવે કલવરી ક્લાસ નામ આપવામાં આવ્યું છે. આ ક્લાસની છમાંથી પહેલી બોટ ‘આઈએનએસ કલવરી નૌસેનામાં સામેલ થઈ ચૂકી છે. બાકીની પાંચ બોટ પણ આવનારાં પાંચ વર્ષમાં સામેલ થઈ જશે, જ્યારે બીજી બૉટ આવનારા મહિનાઓમાં જ સામેલ થવાની શક્યતા છે.
અત્યારના ટેન્ડર પ્રમાણે તાજેતરની જરૂરતો માટે વિદૃેશથી ટોર્પેડો મેળવી લેવામાં આવશે અને લાંબા ગાળાની જરૂરત ‘મેઈડ ઈન ઈન્ડિયા સિદ્ધાંત દ્વારા પૂરી કરવામાં આવશે.
ફ્રાન્સ, સ્વીડન, રશિયા અને જર્મનીના વૈશ્ર્વિક મેન્યુફેક્ચરર્સને આ માટે ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે. અગાઉ ઈટાલીની કંપનીને આ કૉન્ટ્રેક્ટ માટે પસંદૃ કરવામાં આવી હતી, પણ વીવીઆઈપી ચૉપર કૌંભાડમાં સંડોવાયેલા ગ્રુપ સાથે સંડોવાયેલી હોવાથી એ કંપની સાથેનો કરાર કેન્સલ કરવામાં આવ્યો હતો.


કર-નાટક: બળવાખોર ધારાસભ્યો મુદ્દે સુપ્રિમ આજે ચુકાદો આપશ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને બચાવવા માટેનાં પ્રયત્નો થઇ રહૃાા છે. ત્યારે આજે બળવાખોર ધારાસભ્યોએ કેરલી અરજી મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમજ મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ બળવાખોર ધારાસભ્યોને સવાલો કર્યા હતાં.
બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જસ્ટિસ રંજન ગોગોઈએ કહૃાુ કે અમે એ નક્કી ના કરી શકીએ કે સ્પીકરે રાજીનામુ સ્વીકાર કરવુ જોઈએ કે નહીં, અમે માત્ર એ જોઈ શકીએ છીએ કે બંધારણીય રીતે સ્પીકર પહેલા કયા મુદ્દા પર નિર્ણય લઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુનાવણી કરવામાં આવી. જોકે, આ મામલે સુપ્રીમ આવતી કાલે મહત્વનો ચુકાદૃો આપશે. કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, સ્પીકર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારતા નથી. સીજેઆઈએ જણાવ્યુ કે, સ્પીકરે શું કરવું તે કોર્ટ નહીં નક્કી કરે. અને સીજેઆઈએ કોર્ટમાં ધારાસભ્યોને પોતે આપેલા રાજીનામાની તારીખ પુછી હતી. તેના જવાબમાં મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્યોએ ૬ જુલાઈએ રાજીનામાં આપ્યા. તેમ છતા તેમને અયોગ્યા ગણાવીને સ્વિકારવામાં આવતા નથી.
બીજી તરફ સામે પક્ષે કોંગ્રેસના પક્ષમાં વકીલ અભિષેક મનુ િંસઘવીએ દૃલિલ કરતા જણાવ્યુ હતુ કે, સ્પીકરને ધારાસભ્યોના રાજીનામા માટે સમય મળવો જોઈએ. કોર્ટમાં કર્ણાટકના સીએમ કુમારસ્વામીની પેરવી રાજીવ ધવન કરી. તેમણે કોર્ટમાં જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં સ્પીકરની આંખમાં ધૂળ નાખી ૧૧ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહૃાા છે. આમ કરીને કર્ણાટકમાં સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે.


લોકોએ સારી સેવા જોઈતી હોય તો તેમણે ટોલ ભરવો પડશે: નીતિન ગડકરી

તમે દિૃલ્હીથી મુંબઇ માત્ર ૧૨ કલાકમાં જ પહોંચી જશો અને આ સપનું નથી હકીકતમાં થવાનું છે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નિતિન ગડકરીએ લોકસભા સભ્યોને આ આશ્ર્વાસન આપ્યું. તેમણે દિૃલ્હી-મુંબઇ એક્સપ્રેસવે અંગે વિસ્તારથી જણાવતા કહૃાું કે આનાથી બે મહાનગરો વચ્ચેનું અંતર ૧૨૦ કિલોમીટરથી પણ ઓછું થઇ જશે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ લોકસભામાં કહૃાું કે આ ગ્રીન હાઇવેના ૬૦ ટકા કોન્ટ્રાક્ટની ફાળવી થઇ ચૂકી છે. આથી અઢી થી ત્રણ વર્ષ બાદૃ ૧૨ કલાકમાં દિૃલ્હીથી મુંબઇ જવું શકય થઇ જશે. ગડકરીએ કહૃાું કે જનતાને સારા રસ્તા જોઈએ છે તો ટોલ ચુકવવો જ પડશે. ગડકરીએ મંગળવારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહૃાું કે ટોલ જીવનભર બંધ ન થઈ શકે, તે ઘટી કે વધી શકે છે.
ગડકરીએ કહૃાું કે દિૃલ્હી-મુંબઇ માર્ગ દૃેશભરમાં તૈયાર થઇ રહેલા ગ્રીન એક્સપ્રેસ હાઇવે નેટવર્કનો જ એક ભાગ છે. આ ગુડગાંવથી શરૂ થઇને સવાઇ માધોપુર, અલવર, રતલામ, ઝાંબુઆ, વડોદૃરા થઇને મુંબઇ જશે. તેમણે કહૃાું કે મંત્રાલયે આ પ્રોજેક્ટ પર માત્ર જમીન અધિગ્રહણમાં ૧૬૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી છે. તેમણે કહૃાું કે જો દિૃલ્હી, અમદૃાવાદૃ, વડોદૃરાથી મુંબઇના હાલના હાઇવેના કિનારા-કિનારા ગ્રીન એક્સપ્રેસવે બનાવામાં આવત તો જમીન અધિગ્રહણ પર ૬ કરોડ રૂપિયા એક હેકટરના દૃરથી ખર્ચ કરવા પડત. આથી અમે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદૃેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના પછાત વિસ્તારોનો રસ્તો નીકાળ્યો. જ્યાં જમીન સસ્તામાં મળી ગઇ. આ પહેલો ગ્રીન હાઇવે છે જે આદિૃવાસી વિસ્તારમાંથી પસાર થઇ રહૃાો છે.
૫ ગણો ઓછો થઇ જશે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ
તેમણે કહૃાું કે આનાથી દિૃલ્હીથી મુંબઇની ટ્રાન્સપોર્ટ કોસ્ટ ખૂબ જ ઘટી જશે. આજે ૮૫ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ૬૫ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ છે, ત્યાં ૧૨ થી ૧૫ રૂપિયાની વીજળી લાગશે. ટ્રક ૨૦ કિલોમીટર વીજળીથી ચાલશે અને આ દૃરમ્યાન તેની બેટરી ચાર્જ થતી રહેશે. પછી બેટરીથી ચાલશે અને પછી કરંટ લેશે. તેમણે કહૃાું કે દિૃલ્હી-મુંબઇ ગ્રીન હાઇવેની બાજુમાં લોજિસ્ટિક્સ પાર્ક પણ બનાવી રહૃાાં છે.
તૈયાર થઇ રહૃાું છે નવા ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચર: ગડકરી
ગડકરી એ તેને નવા ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચરની વડાપ્રધાનની વિચારણા પ્રમાણે ગણાવ્યું. તેમણે કહૃાું કે મોદૃી સરકારના પહેલા કાર્યકાળમાં અંદૃાજે ૪૦૦૦૦ કિલોમીટરના રસ્તાનું નિર્માણ થયું અને વૈશ્ર્વિક સ્તરના હાઇવે નેટવર્ક તૈયાર કરવા પર ૪ લાખ ૩૧ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરાયો. આ યુપીએ બેના પાંચ વર્ષની સરખામણીમાં વધુ છે. ગડકરીએ કહૃાું કે માત્ર તેમના મંત્રાલયે છેલ્લાં પાંચ વર્ષમાં જીડીપીમાં અઢીથી ત્રણ ટકાનું યોગદૃાન આપ્યું છે.


પાકિસ્તાન ઝૂક્યુ: આખરે ૧૪૦ દિવસ બાદ એરસ્પસે ખોલ્યા

પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીની તરફથી રજૂ કરવામાં આવેલી નોટિસમાં તત્કાલ અસરથી પાકિસ્તાન એયરસ્પેસના તમામ પ્રકારના નાગરિક ટ્રાફિક માટે ખોલી દૃેવાયો છે. આ પગલાંથી એર ઇન્ડિયાને મોટી રાહત મળવાની આશા છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદૃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતા ભારતીય ઉડાનો માટે પાકિસ્તાની એરસ્પેસ બંધ કરી દૃેવાયા છે. નવી દિૃલ્હીથી ઉડાન ભરનાર વિમાનોની ઉડાનનો સમય વધવાથી એર ઇન્ડિયાને વધુ ઇંધણ વાપરવું પડતું અને કર્મચારીઓ પર થનાર ખર્ચમાં વધારો અને ઉડાનમાં ઘટાડો આવતા દૃરરોજ છ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહૃાું હતું.
પાકિસ્તાન એર સ્પેસ બંધ હોવાના કારણે એર ઈન્ડિયાને લગભગ રૂ. ૪૯૧ કરોડનું નુકસાન થયું છે. પાકિસ્તાની હવાઇ ક્ષેત્ર પર પ્રતિબંધના લીધે એર ઇન્ડિયાના વિમાનને નવી દિૃલ્હીથી અમેરિકા જવામાં બે-ત્રણ કલાક વધુ લાગતા હતા. જ્યારે યુરોપની ઉડાનોને અંદૃાજે બે કલાક વધુ સમય લાગતો હતો, તેનાથી નાણાંકીય નુકસાન થતું હતું.
પાકિસ્તાન મહત્વપૂર્ણ એવિએશન કોરિડોરની વચ્ચે આવે છે. આ પ્રતિબંધને કારણે દૃરરોજ હજારો યાત્રી અને માલવાહક પ્લેનોની ઉડાણો પર અસર પડી રહી હતી. તેના કારણે એરલાઇન્સોને ઇંધણ પર વધુ ખર્ચ ઉઠાવવો પડતો હતો. બીજી તરફ, યાત્રીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં પહેલાથી વધુ સમય લાગી રહૃાો હતો. એક અનુમાન મુજબ, પાકિસ્તાનને એક લાઇટથી સરેરાશ ૫૦૦ ડોલર મળતા હતા. પરંતુ એરસ્પેસ બંધ થયા બાદૃથી તેની કમાણી બંધ થઈ ગઈ હતી અને તેમને લગભગ ૬૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
પાકિસ્તાને ૨૬ ફેબ્રુઆરીએ ત્યારે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દૃીધું હતું જ્યારે ભારતે બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મ્દૃના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી પુલવામા હુમલાનો બદૃલો લીધો હતો. એર સ્ટ્રાઇકથી ૧૨ દિૃવસ પહેલા ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો જેમાં ૪૦ જવાન શહીદૃ થયા હતા.


મોદી સરકાર માલામાલ: જીએસટી ભંડોળ ૫.૧૮ લાખ કરોડ ન્ો પાર

મોદૃી સરકારે ગત વર્ષના કાર્યકાળમાં ય્જી્ સંગ્રહમાં જબરદૃસ્ત વધારો જાવા મળ્યો છે. ગત વર્ષ ૨૦૧૮-૧૯માં વસ્તુ તેમજ સેવા કરનો સંગ્રહ વધીને ૫.૧૮ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ગત વર્ષ ૨૦૧૭-૧૮ના ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં ખુબ વધારે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદૃમાં આ જાણકારી આપી છે.
લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગત વર્ષ ૨૦૧૮-૧૯ દૃરમિયાન રાજ્યોને જીએસટીથી થયેલા નુક્શાન માટે ૮૧,૧૭૭ રૂપિયાનું વળતર આપ્યું છે, જ્યારે તેના ગત વર્ષમાં રાજ્યનો ફક્ત ૪૮,૧૭૮ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતુ.
નાણામંત્રીએ કહૃાું કે, ઉચ્ચ અધિકારીવાળી જીએસટી કાઉન્સિલે દૃેશમાં કર અનુપાલનમાં સુધારા માટે ઘણા પ્રયાસો કર્યા છે. તેમણે કહૃાું કે, પાછલા કેટલાક સમયથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોના જીએસટી સંગ્રહમાં સતત સુધારો થઈ રહૃાો છે.
તેમણે કહૃાું કે, બિઝનેસ પ્રક્રિયાઓને મોટા પ્રમાણમાં ઓટોમેશન, ઈ-વે બિલ પ્રણાલી, અનુપાલનની તપાસ માટે લેવાયેલ લક્ષ્ય મૂલ્ય કાર્યવાહી, રિસ્ક મેનેજમેન્ટના આધાર પર પ્રવર્તન અને ઈલેક્ટ્રોનિક ઈનવાઈસ સિસિટમ જેવા પગલાઓથી જીએસટીના મહેસૂલ સંગ્રહમાં સુધારો થઈ રહૃાો છે.
મહત્વનું છે કે, જીએસટી સંગ્રહમાં આ વર્ષે જૂન મહિનામાં ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી બચાવવા માટે નવા વર્ષ ૨૦૧૯-૨૦ની સારી શરૂઆત બાદૃ જૂનમાં ઝટકો જોવા મળ્યો. જૂન, ૨૦૧૯માં સફળ વસ્તુ તેમજ સેવા કરનો સંગ્રહ ઘટાડીને ૯૯,૯૩૯ કરોડ રૂપિયા રહી ગયા. તે પહેલા અપ્રિલ, ૨૦૧૯માં આ ૧.૧૩ લાખ કરોડ અને મેં, ૨૦૧૯માં ૧.૦૨૮૯ કરોડ રૂપિયા રહૃાાં હતા. જૂનમાં પ્રથમવાર જીએસટી સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો નીચે આવ્યો.
જૂન, ૨૦૧૯માં કુલ ૯૯,૯૩૯ કરોડ રૂપિયાનો મહેસૂલ એકત્રિત કરવામાં આવ્યો, જેમાં સીસીએસટી ૧૮,૩૬૬ કરોડ રૂપિયા, એસજીએસટી ૨૫,૩૪૩ કરોડ રૂપિયા, આઈજીએસટી ૪૭,૭૭૨ કરોડ રૂપિયા અને સેસ ૮,૪૫૭ કરોડ રૂપિયા રહૃાો.
વસ્તુ તેમજ સેવા કરને ૧ જુલાઈ, ૨૦૧૭એ લાગૂ કરવામાં આવ્યો હતો અને ૧૭ સ્થાનીય કરનો તેમાં વિલય કરવામાં આવ્યો. મોદૃી સરકારની બીજી ઈિંનગમાં જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક પાછલા મહીને નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થઈ હતી.


મુંબઈના ડોંગરીમાં ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી: ૧૨ના મોત

મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં આવેલી ૪ માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. ઘટનામાં કુલ ૧૨ લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. જોકે મૃતક આંક વધવાની શક્યતા છે.
ફાયર બ્રિગેડ ઉપરાંત એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ વિસ્તારમાં આવેલા રસ્તાઓ ઘણાં જ સાંકડા હોવાનાં કારણે રાહત કામમાં મુશ્કેલી પડી હતી.
આ ભયંકર દૃુર્ઘટના વચ્ચે પણ એક ચમત્કાર સર્જાયો છે. આ ચમત્કાર જેને રામ રાખે તેને કોણ ચાખે પંક્તિને સાર્થક ઠેરવે છે. કાટમાળમાંથી એક નાનકડું બાળક જીવતુ મળી આવ્યું છે. સ્થાનિકોના મતે બિલ્ડિંગ ઘણું જૂનું હોવાથી તેના પાયા પણ હલતા હોવાની ફરિયાદૃ મહાડાના અધિકારીઓને કરાઈ હોવા છતા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહતી.
સાંકડી ગલીઓમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેમ ના હોવાથી સ્થાનિકોએ ૫૦ મીટર સુધી માનવ સાંકળ બનાવીને ઘાયલોને ઊંચકીને પહોંચાડતા માનવતાની મહેક જોવા મળી હતી. ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ ઈમારત ૮૦ થી ૧૦૦ વર્ષ જુની છે અને તેમાં ૮ થી ૧૦ પરિવાર રહેતા હતાં. જે સમયે ઈમારત તુટી ત્યારે તેમાં ૪૦ લોકો હાજર હતાં.
બીએમસીનાં જણાવ્યાં પ્રમાણે આજે સવારે ૧૧ વાગીને ૪૮ મિનિટે આ ઘટના ઘટી હતી. ડોંગરીનાં ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામની બિલ્ડિંગનો અડધો ભાગ પડી ગયો હતો. આ બિલ્ડિંગ અબ્દૃુલ હમીદૃ શાહ દૃરગાહની પાછળ છે અને ઘણી જ જૂની છે.
મળતી માહિતી પ્રમાણે બીએમસીએ આ બિલ્ડિંગને પહેલા નોટિસ આપી હતી. આ ઘણી જ જૂની અને જર્જરિત બિલ્ડિંગ હતી. જાણવા મળી રહૃાું છે કે આ બિલ્ડિંગ અચાનક નીચે પડી ગઇ હતી. આ બિલ્ડીંગ પડવાનું કારણ સતત થઇ રહૃાાં વરસાદૃને માનવામાં આવી રહૃાું છે.
ભારે વરસાદૃથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રમાણેની દૃુર્ઘટના થઈ રહી છે. આ દૃરમિયાન ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈના મલાડમાં ૨ જુલાઈએ મોડી રાતે એક દિૃવાલ ધરાશાયી થવાના કારણે ૧૩ લોકોના મોત થયા હતા. મલાડમાં િંપપરીપાડામાં આવેલી એક સ્કૂલની દિૃવાલ ૨ જુલાઈએ રાતે એક વાગે બાજુમાં જ આવેલી ઝૂપડપટ્ટી પર દિૃવાલ પડી હતી.
જ્યારે પુણેમાં પણ એક દિૃવાલ પડવાના કારણે સાત લોકોના મોત થયા હતા. પુણેમાં પણ ૨ જૂલાઈની રાતે જ િંસહગઢ કોલેજની દિૃવાલ તેને અડીને આવેલી ઝૂપડપટ્ટી પર પડી હતી. તેમાં સાત લોકોના મોત થયા હતા.


રાજુલાના વાવેરા ગામે ઘાણા નદીના પટ્ટ માંથી જુગાર રમતા પાંચ ઝડપાયા

રાજુલા,અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૈાધરી ની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી એ.પી.ડોડીયા તથા પો.સ્ટાફના માણસોને બાતમી રાહે હકીકત મળેલ કે વાવેરા ગામે ઘાણા નદીના પટમા જાહેર જગ્યામા અમુક પુરુષ ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી મળતા જેથી પો.સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી (1) પ્રવીણભાઇ લાખાભાઇ મકવાણા ઉવ 32 ધંધોોનોકરી રહે ભમ્મર તા.સાવર કુંડલા જી અમરેલી (2) જસુભાઇ કથડભાઇ ધાખડા ઉવ 35 ધંધો ખેતી રહે ચારોડીયા તા રાજુલા જી અમરેલી (3) કનુભાઇ જીવાભાઇ ધાખડા ઉવ 49 ધંધો ખેતી રહે વાવેરા તા રાજુલા જી અમરેલી (4) પરબતભાઇ માવજીભાઇ ગજેરા ઉવ 60 ધંધો ખેતી રહે વાવેરા તા રાજુલા જી અમરલી (5) જીવણભાઇ ખાટાભાઇ સોલંકી ઉવ 48 ધંધો મજુરી રહે જાદરા તા મહુવા જી ભાવનગર વાળાઓ પૈસા-પાના થી હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડ રકમ રૂ.40,350/- તથા મોબાઇલ નંગ 04 કિ.રૂ. 15000 /- મળી કુલ રૂ. 55,350/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. ઉપરોકત કામગીરી રાજુુુુલા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ શ્રી એ.પી.ડોડીયા તથા પો.સબ.ઇન્સ શ્રી જી.જી.જાડેજા તથા હેડ.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા પો.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ પંડયા તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલએ સાથે મળી કરેલ છે


ચલાલાના યુવા અગ્રણી શ્રી પ્રદિપ રીબડિયાનું નિધન : ઘેરો શોક

નાફસ્કોબના ચેરમેન , ગુજકોમાસોલના વાઇસ ચેરમેન, અમરેલી જીલ્લા મ.સ.બેંકના ચેરમેન દિલીપભાઇ સંધાણીના સાળા અને ચલાલા પંથકના યુવા અગ્રણી પ્રદીપભાઇ મનુભાઇ રીબડીયા નુ ટુકી બિમારી બાદ આજે તા.15/7 ના દુ:ખદ અવસાન થતા ચલાલા પંથકમાં પટેલ સમાજ સહિત અન્ય સમાજમાં દુખની લાગણી વ્યાપેલ છે.
તમામ યુવાનો અને જરૂરીયાતમંદ લોકોના દુખમાં હંમેશા સહભાગી બની મદદરૂપ બનતા એવા નિડર, ઉત્સાહી યુવાન પ્રદીપભાઇ રીબડીયા ની આજે તા. 15/7 ના સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન મહાદેવ પરા ખાતે થી નિકળેલ સ્મશાનયાત્રા માં ધારાસભ્ય જે.વી.કાકડીયા સહીત દરેક સમાજ અને દરેક સામાજીક સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ જીલ્લાભરના રાજકીય, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી સદગતને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પી હતી.
સદગત પ્રદિપભાઇ રીબડીયાનો પ્રેમાળ,લાગણીશીલ અને પરોપકારી સ્વભાવ હોવાથી યુવા વર્ગમાં સારી એવી લોક ચાહના ઉભી કરેલ છે.
સદગત પ્રદિપભાઇના નિવાસ સ્થાને સ્વામીનારયણ ધર્મના બાળકો આવી સદગત પ્રદિપભાઇના પાર્થીવ દેહ પાસે સ્વામીનારાયણ ભગવાનના પાઠ કરી ભાવભરી શ્રધ્ધાંજલી આપી હતી.
તેમની અંતિમયાત્રામાં સહિતના મોટી સંખ્યામાં સગા સબંધી સ્નેહીઓ અને શહેરીજનો એ ભાવભરી શ્રધ્ધાંજલી આપીને રીબડીયા પરીવારને સાંતવના પાઠવી હતી.
સદગત પ્રદિપભાઇ રીબડીયા તેમના પીતાશ્રી મનુભાઇ, માતા શાંતાબેન તેમના પત્નિ સોનલબેન અને દિકરી દેવીશા, ચીત્રા, પાંચ બહેનો સહિત સમસ્ત રીબડીયા, યુવા દોસ્તો સહિત સગા સબંધી સ્નેેહીઓને છોડીને જતા રહેતા તમામે આક્રંદ સાથે ભારે દુ:ખની લાગણી વ્યાપેલ છે.


error: Content is protected !!