Main Menu

Wednesday, July 17th, 2019

 

‘ફૂલી નંબર-૧ની રિમેકમાં વિવાન ભટેના વિલન હશે

વરુણ ધવનની અપકિંમગ ફિલ્મ ‘ફૂલી નંબર ૧ની રિમેકમાં એક્ટર વિવાન ભટેના વિલનના રોલમાં દૃેખાશે. અગાઉ તેણે વરુણ ધવન સાથે ‘જુડવા ૨માં પણ કામ કર્યું હતું. તે ફિલ્મમાં પણ તે નેગેટિવ રોલમાં જ હતો. વિવાને જણાવ્યું કે, ‘હા, હું એકવાર ફરી ફૂલી નંબર ૧માં વિલનનો રોલ પ્લે કરવાનો છું. ફિલ્મના શૂિંટગ માટે હું ટૂંક સમયમાં જ બેંગકોક જવાનો છું. જે રીતે ઓરિજિનલ ફિલ્મ આખી ગોિંવદૃા પર ફોકસ હતી તેવી જ રીતે રિમેકમાં બધું ફોકસ વરુણ પર છે. ફિલ્મમાં વરુણની સાથે સારા અલી ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મને વરુણના પિતા ડેવિડ ધવન ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧ મેના રોજ રિલીઝ થવાની છે.
વિવાને થોડા સમય પહેલાં જ અક્ષય કુમાર સ્ટારર ‘સૂર્યવંશી ફિલ્મનું શૂિંટગ પૂરું કર્યું છે. તેણે જણાવ્યું કે,‘મને હંમેશાંથી એક ઈચ્છા હતી કે હું મોટી ફિલ્મનો હિસ્સો બનું અને આ ઈચ્છા સૂર્યવંશી ફિલ્મથી પૂરી થઇ ગઈ. આ એક એક્શન ફિલ્મમાં ઘણા બાઈક ચેિંઝગ સિક્વન્સ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આવી ફિલ્મમાં મને કામ કરવાનો મોકો મળ્યો.


હોલિવૂડ સ્ટારનાં પુત્રએ જન્મદિને શરૂ કર્યો ફૂડ ટ્રક, ગરીબોને ફ્રીમાં ભોજન મળશે

હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથના દિૃકરા જેડન સ્મિથએ તેનો ૨૧મો જન્મદિૃવસ તાજેતરમાં જ ઉજવ્યો હતો. આ ઉજવણી તેના પરીવાર માટે તો ખાસ હતી જ પરંતુ તેણે એક એવું કામ કર્યું કે જેનાથી તેના વખાણ દૃુનિયાભરમાં થવા લાગ્યા છે. જેડનએ પોતાના જન્મદિૃવસે એક સર્વિસની શરૂઆત કરી છે જેમાં તેણે એક ફૂડ ટ્રક શરૂ કર્યો છે જે ગરીબ અને નિરાધાર લોકોને ફ્રીમાં ભોજન પુરું પાડશે. આ ફૂડ ટ્રકનું નામ પણ આઈ લવ યૂ રાખવામાં આવ્યું છે.
અમેરિકી રૈપર જેડન સ્મિથએ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ટ્રકનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે આઈ લવ યૂ ટ્રક એવી મૂવમેન્ટ છે જે લોકોને તે પૂરું પાડશે જે તેઓ ડિઝર્વ કરે છે. જેડનના આ નિર્ણયની સરાહના સેલિબ્રિટી તો કરી જ રહૃાા છે પરંતુ સામાન્ય લોકો પણ તેને બિરદૃાવી રહૃાા છે. જેડનએ પોતાના જન્મદિૃવસની કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાના પરીવાર સાથે કેક કટ કરતો જોવા મળે છે.


૯ મહિનાને ૧૬ દિવસ થઈ ગયા, ઘરની ઘણી જ યાદ આવે છે: રીષિ કપૂર

બોલિવૂડ એક્ટર રીષિ કપૂર ગયા વર્ષે કેન્સરની બીમારી માટે ન્યૂયોર્ક ગયા હતાં. હવે, તેઓ કેન્સર ફ્રી છે. જોકે, તેમની સારવાર થોડી બાકી હોવાથી હાલમાં તેઓ ન્યૂયોર્કમાં જ રોકાયા છે. હાલમાં જ તેમણે ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તેમને ઘરની ઘણી જ યાદૃ આવે છે.
રીષિ કપૂરે કહૃાું હતું કે હવે તે પર્ફેક્ટ છે અને કેન્સર મુક્ત છે. જોકે, હજી પણ સારવાર ચાલુ છે. તેમણે વધુમાં કહૃાું હતું કે વાંધો સારવારમાં નહીં પણ તેના રિએક્શન ટાઈમમાં હતો. એક સારવારની વચ્ચે છ અઠવાડિયાનો ગેપ રાખવામાં આવે છે. આ સમય દૃરમિયાન તમે ખાઈ શકો છો, શોિંપગ કરી શકો છો, ફિલ્મ પણ જોઈ શકો છો. તેઓ અહીંયા ૯ મહિના અને ૧૬ દિૃવસથી છે અને તેમને ઘરની ઘણી જ યાદૃ આવે છે.
કેન્સરને કારણે રીષિ કપૂરની તબિયત ઘણી જ નરમ રહેતી હતી. શરૂઆતના ચાર મહિનામાં તેમનું વજન ૨૬ કિલો જેટલું ઘટી ગયું હતું. તેમને ભૂખ લાગતી નહોતી અને તે ખાઈ પણ શકતા નહોતાં. જોકે, હવે તેમની તબિયત ઝડપથી સુધારા પર છે અને વજન પણ સાત-આઠ કિલો જેટલું વધી ગયું છે.


પર્યાવરણપ્રેમી ઐશ્ર્વર્યાએ બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપમાં ૧ કરોડ રૂપિયા રોક્યા

અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મોથી હાલમાં દૃૂર છે અને ઘણા સમયથી તેની કોઈ ફિલ્મ જોવા નથી મળી પરંતુ તેણે એક શાનદૃાર કામમાં પૈસા રોક્યા છે. વાસ્તવમાં ઐશ્ર્વર્યારાયે પોતાની મા વૃંદૃા કે આર સાથે બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપમાં ૧ કરોડ રૂપિયા રોક્યા છે. જે હવાની ગુણવત્તા વિષે ડેટા આપે છે. આ પહેલા તેણે મહારાષ્ટ્રમાં પવન ઉર્જા પરિયોજનાઓમાં રોકાણ કર્યુ હતુ.
આ સ્ટાર્ટઅપનું નામ અંબી છે અને તેનાથી પર્યાવરણને ઘણો લાભ થાય છે. તેમનુ માનવુ છે કે આ રીતના કામ માટે લગભગ બધા લોકોએ સાથે આવવુ જોઈએ. પર્યાવરણની બગડતી સ્થિતિને જોઈને અભિનેત્રીની


’કંચના’ની હિંદી રિમેકમાં તરુણ અરોરા વિલનની ભૂમિકામાં ચમકશે

અક્ષય કુમાર અને કિયારા અડવાણીની રાઘવ લોરેન્સની તમિલ હોરર-કોમેડી ફિલ્મ ’કંચના’ની િંહદૃી રિમેકમાં કામ કરવાના છે. આ ફિલ્મનું શૂિંટગ શરૂ થઇ ગયું છે.
આ ફિલ્મના ડેવલપમેન્ટ વિશે સૂત્રે જણાવ્યું હતું કે, ’’ આ ફિલ્મના વિલનના પાત્ર માટે ફિલ્મમેકર્સે એકટર તરુણ અરોરાને કાસ્ટ કરવાના છે. તરુણે ૨૦૦૭માં આવેલી ’ જબ વી મેટ’માં કરીના કપૂરના બોયફ્રેન્ડ અંશુમનનું પાત્ર ભજવ્યુ હતું. તરુણે ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ મૂળ ફિલ્મની માફક જ વિલન એક લાંચિયો એમએલએ હશે. ડાયરેકટર રાઘવે તરુણ સાથે ’કંચના ૩’માં કામ કર્યું છે. દિૃગ્દૃર્શકને આ પાત્ર માટે તરુણ જ યોગ્ય લાગ્યો હતો.
આ ફિલ્મમાં તરુણના પાત્રના નાના ભાઇના રોલ માટે હજી અભિનેતાની શોધ બાકી છે.


ફિલ્મ કંપોઝરે આતિફ અસલમ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી

બોલીવુડમાં પાકિસ્તાની કલાકારોના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુલવામામાં આતંકવાદૃી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસરે કલાકારોના કાર્ય પર પણ અસર કરી. પાકિસ્તાની કલાકારો પર દૃેશમાં પ્રતિબંધ મૂકવાની માંગ બાદૃ, આતિફ અસલમ જેવા ઘણાં પાકિસ્તાની કલાકારો માટે બોલીવુડમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું.
જો કે પાકિસ્તાની મીડિયા મુજબ ભારતીય ફિલ્મ કંપોઝર અમાલ મલિક પાકિસ્તાની કલાકારોને બોલીવૂડમાં રી-એન્ટ્રી મામલે સમર્થનમાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ મલિકે બોલીવુડમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમનો અભાવ હોવાનું જણાવ્યું છે. મલિક મુજબ બોલીવુડમાં આતિફ અસલમનો અભાવ છે અને આતિફ હજુ પણ ભારતીય સંગીતકારોની પ્રથમ પસંદૃગી છે.
અહેવાલમાં એવું નોંધાયું છે કે આતિફ અસલમના એક ભારતીય ચાહકએ ટ્વીટ કર્યું છે કે આતિફ અસલમ પર પ્રતિબંધ દૃૂર કરો. તે એક મહાન ગાયક અને શ્રેષ્ઠ માણસ છે. અમે બોલીવુડમાં આતિફ અસલમના ગીતો માંગીએ છીએ. આ ટ્વિટથી સંમત થતાં, અમાલ મલિકે ટ્વીટ કરી કે તે આતિફ અસલમની અભાવ પણ અનુભવે છે.


શાહરુખ અને અનુષ્કા નેટલિક્સ માટે ઓરિજિનલ્સ પ્રોડ્યૂસ કરશે

શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા નેટલિક્સના ઓરિજિનલ પ્રોજેક્ટ્સને પ્રોડ્યૂસ કરશે. નેટલિક્સ અનુસાર, શાહરુખનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ ઝોમ્બી હોરર ‘બેતાલને પ્રોડ્યૂસ કરશે જ્યારે અનુષ્કા અને કર્નેશ શર્માનું ક્લીન સ્લેટ ફિલ્મ્સ ‘માઈ માટે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ તરીકે કામ કરશે.
‘માઈના કેન્દ્રસ્થાને ૪૭ વર્ષની વાઇફ અને મધર શીલ છે કે જે એક પર્સનલ ટ્રેજેડીના પગલે વિચિત્ર વર્તાવ કરવા લાગે છે. શાહરુખની ‘બેતાલમાં એક અંતરિયાળ ગામની વાત છે કે જેની બે સદૃી જૂના બ્રિટિશ ઇન્ડિયન આર્મી ઓફિસર બેતાલ અને તેની ઝોમ્બી બટાલિયન મુલાકાત લે છે.


નેહા કક્કડનું ’સોરી સોન્ગ’ યૂટ્યૂબ પર છવાયું, રિલીઝ થતાં જ ૩ મિલિયન વ્યૂઝ..!!

બોલીવુડની ચુલબુલી િંસગર નેહા કક્કડ જ્યારે પણ કોઇ નવું સોન્ગ રિલીઝ કરે છે તો તેના ફેન્સ તેને બ્લોકબસ્ટર બનાવવામાં કોઇ કસર છોડતા નથી. નેહા કક્કડએ પંજાબી િંસગર મિંનદૃર બટર સાથે મળીને નવું ગીત ’સોરી સોન્ગ’ રિલીઝ કરી દૃીધું છે. યૂટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી ૩ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતના બોલ તેની નાનકડી લવ સ્ટોરીને ફેન્સને ખૂબ પસંદૃ આવી રહી છે.
નેહા અને મિંનદૃર બંનેએ ગીતને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલીઝ કર્યું છે. તમને જણાવી દૃઇએ કે નેહા, મિંનદૃર કરતાં પહેલાં પણ ઘણા પંજાબી િંસગર્સ જેવા, જસ્સી ગિલ અને બિલાલ સઇદૃ સાથે ગીત બનાવી ચૂક્યા છે.
નેહાએ ઇન્ડીયન આઇડલ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નેહાને તેના યૂટ્યૂબ વીડિયોઝને ફેમસ કરી દૃીધો અને ત્યારબાદૃ નેહા પોતાના કેરિયરની ઉંચાઇઓ પર પહોંચી ગયું. નેહાએ બોલીવુડના કેટલાક હિટ ગીતોનું મેશઅપ બનાવીને વર્ષ ૨૦૧૫માં યૂટ્યૂબ પર પોસ્ટ કર્યું હતું, જેને અત્યારસુધી ૪૨ મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારબાદૃ પણ નેહાના ઘણા વીડિયોઝ આવ્યા આ સેલ્ફી વીડિયોએ નેહાને એક અલગ જ ઓળખ આપી.


ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરાઈ

ભારતીય ઓપનર અને વુમન્સ બેટ્સમેન વનડે રેિંક્ધગમાં પ્રથમ સ્થાન ધરાવતી સ્મૃતિ મંધાનાને સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા, નવી દિૃલ્હી ખાતે સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રીજ્જુ દ્વારા અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ભારત માટે ૫૦ વનડેમાં ૪૨.૪૧ની એવરેજથી ૧૯૫૧ રન કર્યા છે, જ્યારે છેલ્લી ૧ વર્ષમાં તેણે ૯ મેચમાં ૬૯.૫૭ની એવરેજથી ૪૮૭ રન ફટકાર્યા છે. તાજેતરમાં બેંગ્લુરુના નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે પોતાની ટી-૨૦ બેિંટગમાં પાવર લાવવા માટે તે પોતાની ટી-૨૦ બેિંટગમાં પાવર લાવવા માટે કોચ વી રમણ સાથે કામ કરી રહી હતી. તેના અનુસાર તે હજી પણ વર્ક ઈન પ્રોગ્રેસ ખેલાડી જ છે.
સ્મૃતિએ કહૃાું કે ૧.૫-૨ વર્ષ પછી અમને ૧ મહિનાનો આરામ મળ્યો હતો. આ બ્રેક બહુ જરૂરી હતો કારણ કે આગામી ૮ મહિના મારે નોન-સ્ટોપ ક્રિકેટ રમવાનું છે. પોતાની બેિંટગ વિશે વાત કરતાં તેણે કહૃાું કે, મે અને રમણ સરે (ટીમના હેડ કોચ) મારી બેિંટગ અંગે કલાકો સુધી ચર્ચા કરી છે. હું કઈ રીતે ટી-૨૦માં પણ સતત સારો દૃેખાવ કરી શકું અને મોટા શોટ્સ રમી શકું તેના પર અમે કામ કર્યું છે. મારે હજી રમતમાં વધુ સુધારો લાવવાની જરૂર છે.


ટીમ ઈન્ડિયાના નવા કોચ પદના દાવેદારોમાં કર્સ્ટન, મૂડી અને જયવર્ધને સામેલ

વિશ્ર્વકપ-૨૦૧૯મા ભારત ટાઇટલ ન જીતી શક્યું અને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદૃ બહાર થઈ ગયું હતું. ત્યારબાદૃ માનવામાં આવી રહૃાું હતું કે, ટીમ ઈન્ડિયાના કોચ પદૃમાં ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત પૂરા સપોર્ટ સ્ટાફને બદૃલવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ પદૃો માટે અરજી મગાવી છે. બીસીસીઆઈએ આ માટે કેટલાક માપદૃંડ નક્કી કર્યાં છે, જે આકરા માનવામાં આવી રહૃાાં છે. તેવામાં કેટલાક નામો પર ચર્ચા થઈ રહી છે કે કોણ ટીમ ઈન્ડિયાનો કોણ ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ બની શકે છે.
બીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદૃંડ નક્કી કર્યાં છે તે ખુબ આકરા છે. આ માપદૃંડનો અર્થ છે કે ટ્રેવર બૈલિસ અને મિકી આર્થર જેવા મોટા કોચ તેની રેસમાં પણ સામેલ નહીં થઈ શકે. યોગ્યતા માપદૃંડો પ્રમાણે મુખ્ય કોચની ઉંમર ૬૦થી ઓછી હોવી જોઈએ, સાથે ટેસ્ટ રમનાર દૃેશોને ઓછામાં ઓછો બે વર્ષનો કોિંચગ આપવાનો અનુભવ હોય, આ સિવાય એસોસિએટ સભ્યો/એ ટીમ/આઈપીએલ ટીમને ત્રણ વર્ષનો કોિંચગ આપવાનો અનુભવ હોવો જોઈએ. અરજીકર્તાએ ૩૦ ટેસ્ટ કે ૫૦ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હોય. બેિંટગ, બોિંલગ અને ફીલ્ડિંગ કોચ માટે પણ પાત્રતા નિયમ સમાન છે. માત્ર અરજીકર્તા દ્વારા રમેલી મેચોની સંખ્યામાં અંતર છે. આ ત્રણ પદૃના અરજીકર્તાઓએ ૧૦ ટેસ્ટ કે ૨૫ વનડે મેચ રમી હોવી જોઈએ.


error: Content is protected !!