Main Menu

Thursday, July 18th, 2019

 

’સ્ટ્રીટ ડાન્સર-૩’નાં શૂિંટગમાં વરુણ ધવનને ઇજા થઇ

વરુણ ધવન હાલ ફિલ્મ ’ સ્ટ્રીટ ડાન્સર-૩’નું શૂિંટગ કરી રહૃાો છે. ફિલ્મના ક્લાઇમેક્સ ડાન્સના રિહર્સલ ટાણે વરુણને ઇજા થઇ હોવાથી તે થોડો સમય સુધી શૂિંટગ કરી શકશે નહીં.
વરુણ ધવન મુંબઇના એક સ્ટુડિયોમાં આંતરરાષ્ટ્રીય ડાન્સરો સાથે ડાન્સના સ્ટેપ મેચ કરી રહૃાો હતો. આ પ્રેકટિસ ટાણે વરુણના ઘૂટણમાં ઇજા પહોંચી હતી. ’’ તે ભાંગરાના થોડા અઘરા સ્ટેપ્સ શીખી રહૃાો હતો. યુકેના ભારતીય ડાન્સરો તેમજ રેમો ડિસોઝા સાથે રિહર્સલ કરી રહૃાો હતો. ત્યારે તેના ઘૂંટણને ઇજા થઇ હતી. તેના સ્નાયુઓ ખેંચાઇ ગયા, તેમ સૂત્રે જણાવ્યું હતું.
વરુણ હાલ શૂિંટગ કરી શકે એમ ન હોવાથી હાલ પૂરતું શૂિંટગ અટકાવી દૃેવામાં આવ્યું છે.


’મિશન મંગલ’નું ધમાકેદૃાર ટ્રેલર રિલીઝ

૧૫ ઓગસ્ટે રિલીઝ થનારી મલ્ટીસ્ટારર ફિલ્મ મિશન મંગલનું ધમાકેદૃાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલી સ્પેસ ફિલ્ડની સફળતાને આ ફિલ્મમાં દૃર્શાવવામાં આવશે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર અને ૪૫ સેકન્ડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું અને એેને સારી એવી સફળતા મળી હતી.
ફિલ્મમાં અક્ષય એક વૈજ્ઞાનિકનો રોલ ભજવી રહૃાો છે. ફિલ્મમાં અક્કીનું નામ રાકેશ ધવન છે. આ મિશન મંગલની ટીમમાં તારા િંશદૃે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પાુ), એકા ગાંધી (સોનાક્ષી િંસહા), શરમન જોશી (પરમેશ્ર્વર નાયડુ), નેહા સિદ્દીકી (કૃતિ કુલ્હારી) જોવા મળે છે.
અક્ષયકુમારનું કહેવું છે કે તેણે ’મિશન મંગલ’ તેની દૃીકરી નિતારા માટે કરી છે. તેનું કહેવું છે કે આ એક એવી ફિલ્મ છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે, ભારતે મંગળ ગ્રહના પ્રોજેકટને મિશન મંગળ નામ આપ્યું હતું અને આ ફિલ્મની સ્ટોરી એ સત્ય ઘટના પર આધારીત છે.


જૂહી ચાવલાની દૃીકરી કેકેઆરની કમાન સંભાળશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઈઝી કોલકત્તા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટમાં વધુ એક મોટો ફેરફાર થવા જઈ રહૃાો છે. કેકેઆરના કો-ઓનર જય મેહતા અને જૂહી ચાવલાની દૃીકરી જાહ્નવી મેહતા આ આઈપીએલ ફ્રેન્ચાઈઝીની કમાન સંભાળી શકે છે. કેકેઆર હવે મુંબઈ ઈન્ડિયન્સના રસ્તે ચાલવા માટે તૈયાર છે.
મુંબઈ ઈન્ડિયન્સ રિલાયન્સ ગ્રુપની ફ્રેન્ચાઈઝીમાં મુકેશ અંબાણી તેમના દૃીકરા આકાશ અંબાણી પોતાની માતા નીતા અંબાણી સાથે લીડ કરતા જોવા મળશે. આવો જ કોઈ નિર્ણય કોલકત્તા નાઈટ રાઈડર્સ પણ લઈ શકે છે અને જાહ્નવી મેહતાના હાથમાં કેકેઆરની કમાન આપી શકે છે, જે આ ફ્રેન્ચાઈઝીમાં ખૂબ જ કાર્યરત જોવા મળી છે.
દિૃનેશ કાર્તિકની કેપ્ટનશિપવાળી ટીમ કેકેઆરને હવે જાહ્નવી મેહતા પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કારણ કે તે હજી ફક્ત ૧૮ વર્ષની છે અને ટીમના ફંક્શિંનગમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તે થોડા વર્ષ પહેલા જ પ્લેયર ઓક્શનના સમયે લાઈમલાઈટમાં આવી હતી. આ દૃરમિયાન તેણે ખૂબ જ આક્રમકતા સાથે િંકગ્સ ઈલેવન પંજાબની કો ઓનર પ્રીતિ િંઝટા સાથે બોલી લગાવી હતી.


ફૂટબૉલ ક્લબે કપિલ દૃેવને ભારત ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરી

હરિયાણા એક્સપ્રેસના હુલામણા નામે જાણીતા ભારતીય ક્રિકેટર કપિલ દૃેવને ઇસ્ટ બેંગાલ ફૂટબૉલ ક્લબ ભારત ગૌરવ પુરસ્કારની નવાજીત કરશે, એવી જાહેરાત ક્લબ તરફથી કરવામાં આવી હતી.
અત્રે એ યાદૃ કરવું ઘટે કે, ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ઇંગ્લેંડના લોર્ડઝ્ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ જીતનારી ટીમના આ ખેલાડીએ ત્યારબાદૃ ઇસ્ટ બેંગાલ ફૂટબૉલ ક્લબની વિનંતી સ્વીકારી હતી અને ૧૯૯૨ના જૂનની ૨૨મીએ મોહન બાગાન જેવી પ્રતિષ્ઠિત ટીમ સામે ઇસ્ટ બેંગાલ ટીમના સ્ટ્રાઇકર તરીકે ફૂટબૉલ રમ્યો હતો.
બાઇચંદૃ ભુટિયાએ ઇન્ટરનેશનલ ફૂટબૉલ સ્પર્ધામાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે એના સન્માનની સાથોસાથ કપિલ દૃેવને પણ ફૂટબૉલનું સર્વોચ્ચ સન્માન આપવાનો નિર્ણય ક્લબની કારોબારીએ કર્યો હતો. સાથોસાથ દિૃગ્ગજ ખેલાડી અને કોચ પી કે બેનર્જીને સર્વોત્તમ કોચનો એવોર્ડ પણ એનાયત કરાશે.


વર્લ્ડ કપમાં હાર બાદ શ્રીલંકામાં હાહાકાર…તમામ કોિંચગ સ્ટાફને કાઢી મૂકાશે..!!

વર્લ્ડ કપમાં હાર બાદૃ શ્રીલંકામાં હાહાકાર મચી ગયો છે. એક તરફ ટીમની ટીકા થઈ રહી છે તો બીજી તરફ આખા કોિંચગ સ્ટાફને બદૃલવાની તૈયારી કરવામાં આવી રહી છે. શ્રીલંકા મીડિયાના સમાચાર પ્રમાણે રમત ગમત મંત્રીએ ક્રિકેટ બોર્ડના તમામ કોિંચગ સ્ટાફનું રાજીનામું લઈ લેવાનો આદૃેશ કર્યો છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ આ વાતની પુષ્ટિ કરી છે કે કોિંચગ સ્ટાફના રાજીનામા લઇ લેવા પર વિચારી રહૃાા છે. તેમણે કહૃાું કે તે દૃેશની બહાર છે, અને પરત ફર્યા બાદૃ રમત ગમત મંત્રી સાથે વાત કરશે. એવામાં હવે જોવું રહૃાું કે મંત્રીના આવા આદૃેશની ટીમ પર શું અસર પડશે. હકીકતમાં આ જ મહિના બાંગ્લાદૃેશે બાંગ્લાદૃેશ સામે સીરીઝ રમવાની છે. અધ્યક્ષ શમ્મી સિલ્વાનું કહેવું છે કે આ પ્રકારના નિર્ણયની કોઈ અસર ખેલાડીઓ પર નહીં પડે.
શ્રીલંકાની ટીમમાં હાલ ચંદ્રિકા હાથગુરુિંસઘે હેડ કોચ છે. તેમણે જાન્યુઆરી ૨૦૧૮માં આ જવાબદૃારી સંભાળી હતી. તેમનો કોન્ટ્રાક્ટ ખતમ થવામાં હજી ૧૬ મહિના બાકી છે. જોન લેવિસ શ્રીલંકાની ટીમના બેિંટગ કોચ છે. જ્યારે ફિલ્ડિંગ કોચ સ્ટીવ રિક્શન છે.
આ વખતે વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમ નવમાંથી ફક્ત ત્રણ મેચ જીતી શકી હતી. ટીમ છઠ્ઠા નંબરે રહી હતી.


વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની પસંદૃગી

વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદૃગી શુક્રવારે એટલે કે આજે કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરૂ કરશે. આ પ્રવાસ દૃરમિયાન ભારતીય ટીમ ૩ ટી-૨૦ ઇન્ટરનેશનલ, ૩ વન ડે અને ૨ ટેસ્ટ રમશે.
વર્લ્ડ કપ ૨૦૧૯માં હાર બાદૃ ટીમ ઇન્ડીયા સામે મિડલ ઓર્ડરને લઇ મોટી સમસ્યા ઉભી થઈ છે. આ પ્રવાસ દૃરમિયાન ૫ એવા યુવા ખેલાડી છે જેમને ભારતીય ટીમમાં તક મળી શકે છે. આ ખેલાડીઓને અત્યારથી જ ૨૦૨૩ વર્લ્ડ કપ માટે તૈયાર કરવા પડશે. આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે. પૃથ્વી શોનું, ૧૯ વર્ષનો આ યુવા ખેલાડી આક્રમક બેટ્સમેન છે અને તેની સરખામણી વિરેન્દ્ર સહેવાગ સાથે કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ પૃથ્વીએ એ ક્રિકેટમાં ૨૬ ઈિંનગ્સમાં ૧૦૬૫ રન બનાવ્યા છે. પૃથ્વીને આઈપીએલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટનો પણ અનુભવ છે. જો શિખર ધવનની આ સિરીઝ માટે પસંદૃગી ન થાય તો પૃથ્વી શોને તક મળી શકે છે.
આ લિસ્ટમાં બીજા ક્રમે છે મયંક અગ્રવાલ જેને વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત વિજય શંકરની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને મેચ રમવાની તક મળી નહોતી. આ પહેલા મયંકે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. તેને ભારત માટે બે ટેસ્ટની ૩ ઇિંનગ્સમાં ૧૯૫ રન બનાવ્યા જેમાં ૨ અધડી સદૃી સામેલ છે. મયંકે એ ક્રિકેટમાં ૭૫ ઇિંનગ્સમાં ૩૬૦૫ રન બનાવ્યા જેમાં ૧૨ સદૃી અને ૧૪ અડધી સદૃી સામેલ છે. જ્યારે રિષભ પંતને એમ.એસ.ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહૃાો છે. પંતને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને કોઈ ખાસ કમાલ કરી ન નહોતી. પંતને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરવાની પૂરી સંભાવના છે. રિષભ પંતને નંબર ચાર પર ફરી તક આપવામાં આવી શકે છે.


અમિત શાહની અધ્યક્ષતા હેઠળ મંત્રીઓની પેનલ એર ઈન્ડિયાના વેચાણનો નિર્ણય કરશે

ગૃહ મંત્રી અમિત શાહના વડપણ હેઠળ મંત્રીઓના સમૂહની નવી પેનલ આર્થિક સંકટનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાના વેચાણનો નિર્ણય લેશે. આ પેનલમાંથી માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને બાકાત રાખવામાં આવ્યા હતા.
એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા નક્કી કરવા માટેની પેનલમાં હવે ચાર મંત્રીઓ હશે. આ પેનલમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સિમતારમન, વાણિજ્ય અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદૃીપ િંસહ પુરીનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમ નામ હેઠળની આ પેનલ સૌપ્રથમ ૨૦૧૭માં રચાઈ હતી જેમાં તત્કાલિકન નાણાં મંત્રી અરૂણ જેટલી પણ હતા. મોદૃી સરકાર ૨.૦ બાદૃ આ પેનલમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ગડકરીને પડતા મૂકાયા છે.
અગાઉ મોદૃી સરકારની પ્રથમ ટર્મમાં એર ઈન્ડિયામાં કેન્દ્રનો ૭૬ ટકા હિસ્સો ખરીદૃવા બિડ આમંત્રિત કરાઈ હતી. આ વેચાણમાં મેનેજમેન્ટ કંટ્રોલ પણ આપવાનું જણાવાયું હતું. જો કે એકપણ રોકાણકારે આ માટે રસ દૃાખવ્યો નહતો.
ત્યારબાદૃ અર્નસ્ટ એન્ડ યંગે નિષ્ફળ બિડ માટેના કારણો સાથેનો એક અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલમાં સંભવિત કારણોમાં સરકાર ૨૪ ટકા હિસ્સો જાળવી રાખવા માંગે છે તે તેમજ ઊંચો દૃેવા બોજ, ક્રૂડની િંકતોમાં ઉતારચઢાવ, વિનિમય દૃરમાં વધઘટ, અન્ય આર્થિક પરિબળો અને વ્યક્તિગત રોકાણકારને બિડ કરવા માટે અંકુશને જવાબદૃાર ગણાવ્યા હતા.


સરકારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટિકટોક-હેલોનો નોટિસ ફટકારી

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને હેલોને નોટિસ મોકલી છે. આ નોટિસમાં સરકારે ૨૧ પ્રશ્ર્ન પૂછ્યા છે અને કહૃાું છે કે આનો સંતોષકારક જવાબ નહીં મળે તો પ્રતિબંધ માટે તૈયાર રહો. સરકારી અધિકારીએ આ વાતની જાણકારી આપી હતી.
નોંધનીય છે કે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થા સ્વદૃેશી જાગરણ મંચે વડાપ્રધાનને ફરિયાદૃ કરી હતી કે આ પ્લેટફોર્મનો ઉપયોગ દૃેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે થઈ રહૃાો છે. આને લઈને ઇલેક્ટ્રોનિક્સ તેમજ આઈટી મંત્રાલયે નોટિસ પાઠવી છે.
ટિકટોક અને હેલોએ આ અંગે સંયુક્ત નિવેદૃનમાં કહૃાુ કે આગામી ત્રણ વર્ષમાં તેમનો આશરે રૂ. ૬૫૦૦ કરોડનું રોકાણ કરવાનો ઇરાદૃો છે, જેનાથી ટેક્નોલોજી સાથે જોડાયેલા માળખાનો વિકાસ કરી શકાય.
સરકારે નોટિસ મોકલીને એવી ખાતરી આપવાનું કહૃાું છે કે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ દૃેશ વિરોધી કોઈ પણ ગતિવિધિ માટે નથી થઈ રહૃાો. તેમજ લોકોનો ડેટા અત્યારે કે ભવિષ્યમાં પણ કોઈ દૃેશનો મોકલવામાં નહીં આવે.


સુપ્રીમ કોર્ટમાં ૫૮,૬૬૯ કેસો અને હાઇકોર્ટોમાં ૪૩.૫૫ લાખ કેસો પડતર: પ્રસાદ

જૂન ૧, ૨૦૧૯ ની સ્થિતિએ કુલ ૫૮,૬૬૯ દૃાવાઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં અનિર્ણિત છે, જ્યારે દૃેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં ૪૩.૫૫ લાખ દૃાવાઓ અનિર્ણિત છે. આ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દૃાવાઓ પૈકી ૮.૩૫ લાખ દૃાવાઓ ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી અનિર્ણિત છે,જ્યારે ૮.૪૪ લાખ દૃાવાઓ ૫ થી ૧૦ વર્ષ જેટલા સમયથી અનિર્ણિત છે. કેન્દ્રીય કાયદૃા અને ન્યાય તેમજ સંચાર અને ઇલેકટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી ઇન્ફોર્મેશન મંત્રી રવિશંકર પ્રસાદૃે ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદૃ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુતરમાં આપી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ(દ્ગત્નડ્ઢય્)માં ઉપલબ્ધ માહિતી અનુસાર, દૃેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દૃાવાઓમાં ૧૮.૭૫ લાખ દૃીવાની દૃાવાઓ છે, જ્યારે ૧૨.૧૫ લાખ ફોજદૃારી દૃાવાઓ છે અને ૧૨.૬૫ લાખ અદૃાલતી અરજીઓ (રીટ પીટીશનો) છે. ઉપલબ્ધમાહિતી મુજબ ૨૬.૭૬ લાખ દૃાવાઓ ઉચ્ચ ન્યાયાલયોમાં પાંચ વર્ષથી ઓછા સમયથી અનિર્ણિત છે ૮.૪૪ લાખ દૃાવાઓ પાંચ વર્ષથી વધુ સમય અને ૧૦ વર્ષ કરતા ઓછા સમયથી અનિર્ણિત છે, જ્યારે ૮.૩૫ લાખ દૃાવાઓ ૧૦ વર્ષ કરતા વધુ સમયથી અનિર્ણિત છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
હાલમાં, ૫૮૧ફાસ્ટ ટ્રેક કોર્ટો સમગ્ર દૃેશમાં કાર્યરત છે અને સાંસદૃો/ધારાસભ્યોની સંડોવણી ધરાવતા ફોજદૃારી કેસોના ઝડપી નિકાલ માટે ૧૧ રાજ્યોમાં ૧૨ વિશેષ અદૃાલતોની સ્થાપના કરવામાં આવી છે.
છેલ્લાં ૫ વર્ષમાં કોર્ટ હોલની સંખ્યા ૧૫,૮૧૮થી વધીને ૧૯,૧૦૧ થઇ છે અને નિવાસી એકમોની સંખ્યા ૧૦,૨૧૧થી વધીને ૧૬,૭૭૭ થઇ છે. આ ઉપરાંત ૨,૮૭૯ કોર્ટ હોલ અને ૧,૮૮૬ નિવાસી એકમો બાંધકામ હેઠળ છે. કેન્દ્ર સરકારે ૦૧.૦૪.૨૦૧૭થી ૩૧.૦૩.૨૦૨૦ સુધી ૧૨મી પંચવર્ષીય યોજનાના સમયગાળાપછી અંદૃાજિત રૂ. ૩,૩૨૦ કરોડના વધારાના ખર્ચ સાથે યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની ધરપકડ

પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદૃ ખાકાન અબ્બાસીની નેશનલ એકાઉન્ટેબિલિટિ બ્યૂરો(દ્ગછમ્) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે શાહિદૃ ખાકાન અબ્બાસીને એક મામલે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તેઓ હાજર થયા નહી. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. અબ્બાસી પર નેશનલ એકાઉન્ટિબિલિટિ અધિનિયમ ૧૯૯૯ની કલમ ૯છ હેઠળ ભ્રષ્ટાચારનો આરોપ છે.
ઉલ્લેખનિય છે કે, શાહિદૃ ખાકાન અબ્બાસી પાકિસ્તાન મુસ્લિમ લીગ(એન)ના નેતા છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા નવાઝ શરીફને પનામા પેપર્સ સાથે જોડાયેલા મામલાને લઇને વડાપ્રધાન પદૃ પરથી હટાવ્યા બાદૃ પાકિસ્તાનની કમાન શાહિદૃ ખાકાન અબ્બાસીના હાથમાં આવી. તેઓ ૧ ઓગસ્ટ ૨૦૧૭થી ૧૮ ઓગસ્ટ ૨૦૧૮ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રહૃાાં હતા.


error: Content is protected !!