Main Menu

Friday, July 19th, 2019

 

કરીના બધા માટે પ્રેરણારૂપ,તે સારી હોમમિનિસ્ટર બની શકે: કંગના રનૌત

બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત તાજેતરમાં પોતાની ફિલ્મ ‘જજ મેન્ટલ હે ક્યાના પ્રમોશનમાં ખુબ વ્યસ્ત રહે છે. ફિલ્મના પ્રમોશન માટે તે કપિલ શર્માના ઘર એટલે કે ‘ધ કપિલ શર્મા શોમા પણ પહોંચી, જ્યાં તેમણે ખુબ મસ્તી કરી હતી. તે દૃરમિયાન કંગનાએ બોલિવૂડ અભિનેત્રીના વખાણ કર્યા હતા. સોની ટીવી અને કંગનાની ટીમે તેને એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે કપિલ સાથે મસ્તી કરતી નજરે પડી રહી છે અને કરીનાના વખાણ કરી રહી છે.
શોમાં કંગનાને પૂછવામાં આવે છે કે જો તે બોલિવૂડની પ્રાઈમ મિનિસ્ટર બનશે તો હોમ મિનિસ્ટ્રી એટલે કે ગૃહ મંત્રીલય કયા સુપર સ્ટારને બનાવવા માંગીશ. આ પ્રશ્ર્ન પર કંગનાએ જવાબ આપ્યો કે, કપૂર. કરિના સારી રીતે પોતાનું ઘર, તેનો બાળક, ફેમેલી, પતિ અને એક પ્રોફેશનલ કરિયરને બેલેન્સ કરીને રહે છે. આ બધા વચ્ચે આપણી જાતની સંભાળ રાખવી, મને નથી લાગતુ કે તેનાથી સારૂ કોઈ હોમ મિનિસ્ટર હોય શકે. તે આપણા બધા માટે પ્રેરણારૂપ છે” કંગનાએ આ વીડિયો પોતાના ઈનસ્ટાગ્રામમાં પણ શેર કર્યો છે.
સોની ટીવીએ પણ કપિલના શોથી જ કંગનાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કપિલ તેને પૂછે છે કે લોકો કહે છે કંગના પાગલ છે, આ પ્રશ્ર્ન પર કંગના કહે છે કે, મને સારૂ લાગે છે. તે બાદૃ કપિલે બીજો પ્રશ્ર્ન પૂછ્યો કે એકતા કપૂર સાથે તારી આ ત્રીજી ફિલ્મ છે આ પ્રશ્ર્ન પર કંગના કહે છે કે, કારણ કે તે પણ પાગલ છે?


ટ્રમ્પને ઝાટકો, અમેરિકી કોંગ્રેસે સાઉદૃીને હથિયાર વેચવા પર લગાવી રોક

અમેરિકી સંસદૃે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપતા સાઉદૃી અરબ અને અન્ય સહયોગીઓને હથિયાર વેચવા પર રોક લગાવી દૃીધી છે. આનાથી ટ્રમ્પના વીટો પાવરનો ઉપયોગ કરવાની શક્યતાઓ વધી ગઈ છે. સાઉદૃીના પત્રકાર જમાલ ખશોગીની ગત વર્ષે સંદિૃગ્ધ પરિસ્થિતિઓમાં થયેલી હત્યા બાદૃથી જ સાસંદૃ રિયાધથી નારાજ હતાં.
આ વર્ષની શરુઆતમાં ટ્રમ્પ દ્વારા આપાતકાલીન ઉપાયો અંતર્ગત ઘોષિત વિવાદૃાસ્પદૃ વેચાણને રોકનારા ત્રણ પ્રસ્તાવોને મંજૂરી પણ આપવામાં આવી હતી. ટીકાકારોનું કહેવું છે કે હથિયારોનું વેચાણ યમનમાં વિનાશકારી યુદ્ધને વેગ આપશે,
જ્યાં સાઉદૃી અરબ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા સમર્થિત ગઠબંધનનું નેતૃત્વ કરી રહૃાું છે. તો સંયુક્ત રાષ્ટ્રએ કહૃાું કે આનાથી દૃુનિયાનું સૌથી મોટું માનવીય સંકટ શરુ થઈ ગયું છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ફોરેન અફેર્સ કમીટિના અધ્યક્ષ એલિયટ અંગેલે સદૃનમાં કહૃાું કે જ્યારે આપણે જોઈએ છીએ કે યમનમાં શું થઈ રહૃાું છે તો અમેરિકા માટે આના માટે પગલાં ભરવા આવશ્યક છે.


IMA સ્કેમ : માસ્ટરમાઇન્ડ મંસૂર ખાનની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

ધર્મના નામે લોકો પાસેથી અબજો રૂપિયાની ઠગી કરનારા આઈ મોનેટરી એડવાઇઝઝરી (ૈંસ્છ) જ્વેલ્સના માલિક મોહમ્મદૃ મંસૂર ખાન શુક્રવારે ભારત પહોંચ્યો. ભારત પહોંચતા જ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તેની ધરપકડ કરી લીધી. આઈ મોનેટરી એડવાઇઝરી પોંજી સ્કેમના માસ્ટરમાઇન્ડ મનાતા મંસૂર ખાનને દૃુબઈથી દિૃલ્હી લાવવામાં આવ્યો છે. મંસૂર ખાન હાલ ઈડીની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મંસૂર ખાન પર ઈડીની સાથોસાથ એસઆઈટીની પણ લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવી હતી.
મંસૂર ખાનને કસ્ટડીમાં લેતા પહેલા સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ચીફ રવિકાંત ગૌડાએ જણાવ્યું કે, અમને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે મંસૂર દૃુબઈમાં છુપાયેલો છે. એસઆઈટી ટીમે દૃુબઈથી મંસૂરની ધરપકડ કરી લીધી છે. ઈડીના અધિકારીઓએ દિૃલ્હી એરપોર્ટ પહોંચતા જ મંસૂરની કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ઈસ્લામિક બેંકના નામે લગભગ ૩૦ હજાર મુસ્લિમોની સાથે છેતરિંપડી કરનારા મોહમ્મદૃ મંસૂર ખાને ૧૭૦૦ કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો કર્યો છે.
૨૦૦૬માં શરૂ કરી હતી હલાલા બેંક
આજથી લગભગ ૧૩ વર્ષ પહેલા મંંસૂર ખાને આઈએમએ નામક ઈસ્લામિક બેંક અને હલાલા રોકાણ કંપનીની શરૂઆત કરી હતી. તેણે લોકોને રોકાણ કરવા પર ૧૪થી ૧૮ ટકા વ્યાજ આપવાનું કહૃાું. જેના કારણે મુસ્લિમો આકર્ષાયા. મંસૂર ખાને જ્વેલરી, રિયલ એસ્ટેટ, બુલિયન ટ્રેિંડગ, ફાર્મસી, પબ્લિકેશન અને શિક્ષાનો ધંધો ખોલ્યો. એક રિપોર્ટ પ્રમાણે એક ફર્મમાં ૧૦ હજાર રોકાણકારો છે. જેમણે ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી રાખ્યું હતું.


અમેરિકાએ ઇરાનનું ડ્રોન તોડી પાડતાં બંને દેશ વચ્ચે તંગદિલી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો છે કે, હોરમુજની ખાડીમાં તહેનાત તેમની સબમરીને ગુરુવારે એક ઈરાની ડ્રોન તોડી પાડ્યું છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી નિવેદૃન જાહેર કરીને કહૃાું છે કે, સબમરીન યુએસએસ બોક્સરે બચાવ માટે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે ઈરાનનું ડ્રોન તેનાથી માત્ર ૧૦૦૦ યાર્ડ્સ (૯૧૮ મીટર)ના અંતરે હતું. ડ્રોનથી શિપ અને તેના ક્રૂ મેમ્બર્સને જીવનું જોખમ હતું. શિપના હુમલાથી ડ્રોન સંપૂર્ણ પણે તોડી પડાયું છે.
વ્હાઈટ હાઉસમાં રિપોર્ટ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહૃાું છે કે, ઈરાન તરફથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર સબમરીન પર આ પ્રમાણનો હુમલો એક ચોંકાવનારી ઘટના છે. મારી અપીલ છે કે, આ મામલે દૃરેક દૃેશ સાથે આવે અને મુસાફરીની આઝાદૃીને પ્રોત્સાહન આપે. ટ્રમ્પે ખાડીમાં આવેલા બીજા દૃેશોને પણ સુરક્ષા માટે સાથ આપવા કહૃાું.
પેંટાગનના જણાવ્યા પ્રમાણે, આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૦ વાગે થઈ હતી. યુએસએસ બોક્સર આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી ખાડી તરફ જઈ રહૃાું હતું. આ દૃરમિયાન એક ડ્રોન બોક્સરની નજીક આવી ગયું હતું. પેંટાગનના પ્રવક્તા જોનાથન હોફમેને કહૃાું કે, સબમરીન પર આવેલા સૈન્યકર્મીઓએ ઘણી વખત ડ્રોનને દૃૂર રહેવાની ચેતવણી આપી હતી. પરંતુ તે સતત આગળ વધતુ રહૃાું. અંતે સબમરીને બચાવમાં ડ્રોન તોડી પાડ્યું.
ઈરાને દૃાવો નકાર્યો
અમેરિકાની આ હરકતના કારણે બંને દૃેશો વચ્ચે તણાવ વધી ગયો હોવાનો ક્યાસ લગાવવામાં આવી રહૃાો છે. પરંતુ ઈરાનના વિદૃેશ મંત્રી જાવેદૃ ઝરીફે ટ્રમ્પના દૃાવાને નકારી દૃીધો છે. ઝરીફે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાતમાં સામેલ હતા. તેમણે કહૃાું કે, મને અમારું કોઈ પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોય તેવી માહિતી મળી નથી. ઈરાનના એમ્બેસેડરે પણ અમેરિકાનો દૃાવો માનવાનો ઈનકાર કર્યો છે.


બિહારમાં મૉબ લિન્ચિંગ: ૩ લોકોની માર મારી હત્યા કરી

બિહારમાં મોબ લિન્ચિંગના અહેવાલ આવી રહૃાા છે. છપરાના બનિયાપુર વિસ્તારમાં ભીડે શુક્રવારે ત્રણ લોકોને પશુ ચોરીના આરોપમાં ઢોર માર મારી હત્યા કરી દૃીધી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. મામલામાં પોલીસ તપાસ ચાલી રહી છે. ત્રણેય મૃતકની ઓળખ થઈ ગઈ છે, જેમના નામ રાજૂ કુમાર, દિૃનેશ કુમાર અને મોહમ્મદૃ નૌશાદૃ છે. આ ત્રણેય નજીકના ગામ પૈગંબરપુર અને કન્હૌલીના રહેવાસી છે. નોંધનીય છે કે, ગુરુવારે મધ્ય પ્રદૃેશના નીમચમાં પણ ભીડે બકરી ચોરીના આરોપમાં ત્રણ લોકોની ક્રૂરતાથી મારઝૂડ કરી હતી.
મળતી જાણકારી મુજબ, સ્થાનિક લોકોએ પશુ ચોરીના આશંકા માત્રથી શુક્રવારની સવારે ત્રણ લોકોની મારી-મારીને હત્યા કરી દૃીધી. કહેવાય છે કે સ્થાનિક લોકોને પશુ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદૃ તેઓએ મામલામાં કોઈ પૂરતી માહિતી મેળવ્યા વગર આ લોકો સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દૃીધું જેના કારણે તેમનું મોત થયું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. બીજી તરફ મૃતકોના પરિવારો આ ઘટનાથી ઘેરા આઘાતમાં છે.
મૂળે, નંદૃલાલ ટોલામાં ગત રાત્રે પિકઅપથી આવીને પાળેલા પશુ ચોરી કરવાના આરોપમાં ગામ લોકો હોબાળો કરી એકત્રિત થયા અને આ દૃરમિયાન ચાર લોકો ટોળાના હાથમાં આવી ગયા. જેમની સાથે ગામ લોકોએ ખૂબ મારઝૂડ કરી. ચોથી વ્યક્તિ ભાગી જવામાં સફળ રહી.
આ મામલામાં પોલીસે ત્રણની ધરપકડ કરી છે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોબ લિન્ચિંગનો ભોગ બનેલા ત્રણ લોકોનું ગામ ઘટનાસ્થળેથી લગભગ ત્રણ કિમી દૃૂર છે. ગામમાં પહેલાથી પશુ ચોરીની ઘટનાઓ થઈ રહી હતી. તે દૃરમિયાન જ પશુ ચોરીની આશંકામાં પિકઅપને જોઈ લોકોએ ત્રણેયને ચોર સમજીને મારવાનું શરૂ કર્યુ. જેમાં ઘટનાસ્થળે બેનાં મોત થયા અને એકનું હોસ્પિટલ લઈ જતાં મોત થયું.
એસપી હરિ કિશોર રાયે કહૃાું કે, પ્રાથમિક તપાસ પ્રમાણે ત્રણેય યુવકો ગૌત્સકરી માટે ગામમાં આવ્યા હતા. એક ભેંસ પણ ઘટના સ્થળેથી મળી આવી છે. ડીએસપીના નેતૃત્વમાં પોલીસ ટીમ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે દૃરોડા પાડી રહી છે.


error: Content is protected !!