Main Menu

Saturday, July 20th, 2019

 

અનુભવ સિન્હા મહિલા સશક્તિકરણ પર ‘થપ્પડ નામની ફિલ્મ બનાવશે

‘મુલ્ક અને ‘આર્ટિકલ ૧૫ ફેમ ડિરેક્ટર અનુભવ સિન્હા તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. અનુભવ સિન્હા જે તેમની ફિલ્મમાં સેન્સિબલ ટોપિક ઉઠાવે છે તે હવે અન્ય મહત્ત્વનો મુદ્દો ઉઠાવવા તૈયાર છે. તેમની નેક્સ્ટ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર હશે. તેમણે જણાવ્યું કે, ‘ફિલ્મનું નામ થપ્પડ છે. ફિલ્મનો સબ્જેક્ટ વુમન એમ્પાવરમેન્ટ છે. આ મારો પહેલો વિષય છે જે મહિલા પર આધારિત છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે જણાવતા તેમણે કહૃાું કે, ‘તાપસી પાુ લીડ રોલ પ્લે કરશે. મને ખૂબ આનંદૃ થાય છે કે મુલ્ક બાદૃ અમે ફરી સાથે કામ કરશું. તેની સાથે કામ કરવું એકદૃમ સરળ છે અને તે કંઈપણ વધુ કર્યા વગર પણ એક પાવરફુલ એક્ટ્રેસ છે. તાપસી અને આયુષ્માન મારા ફેવરિટ છે.
જોકે, ‘થપ્પડ ફિલ્મમાં આયુષ્માન સામેલ નથી. તેમણે આગળ જણાવ્યું કે, ‘થપ્પડમાં તેને કોઈ સ્થાન નથી. ફિલ્મમાં મોટાભાગે ફિમેલ સ્ટારકાસ્ટ જ હશે. આ ફિલ્મ મારફતે હું વુમનહૂડને અંજલિ આપું છું. આ ફિલ્મ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિૃવસ પર રિલીઝ થશે. હું હાલ એટલું જ કહી શકું છું કે, આ ફિલ્મ મુલ્ક અને આર્ટિકલ ૧૫ કરતાં પણ વધુ હાર્ડ હિિંટગ હશે.


સલમાન ખાન સોમાની સેરેમિક્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

બોલીવુડના સુલ્તાન સલમાન ખાન આ દિૃવસોમાં ઘણા ચર્ચાઓમાં છે. વાસ્તવમાં, ટાઈલ્સ, બાથરૂમ ફીટીંગ જેવા સામાન બનાવનાર કંપની સોમાની સેરામિક્સ લીમીટેડે સલમાન ખાનને પોતાના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે, તે ખાન સાથે જલ્દૃી એક જાહેરાત અભિયાન શરુ કરશે. કંપની આ અભિયાનને હોર્ડિંગ્સ, ટીવી, સામાજિક મીડિયા સહિત અન્ય બધા માધ્યમોથી પ્રસારિત કરશે.
આ તક પર કંપનીના મેનેિંજગ ડિરેક્ટર અભિષેક સોમાનીએ જણાવ્યું છે કે, સોમાનીએ ગ્રાહકોની આશા પર ખરી ઉતરતા એક વિશ્ર્વસનીય કંપનીના રુપમાં પોતાના સ્થાપિત કરી છે.
તમને જણાવી દૃઈએ કે, સલમાન ખાન આ દિૃવસોમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહૃાા છે અને તેના ખુબ વિડીયો પણ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહૃાા છે.
સલમાન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહૃાો છે જેમાં તે પોતાની બહેન અર્પિતા શર્મા સાથે જ તેમના પુત્ર આહીલ સાથે રમતા જોવા મળી રહૃાા છે.


મારા માતા-પિતા ઇચ્છે કે હું કોઇ સુશિલ છોકરાન્ો ડેટ કરુ: સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિન્હા બોલિવૂડના સિતારોમાંથી એક એવી છે જે પોતાની િંજદૃગીની વાત કહેવાનું પસંદૃ નથી કરતી. ૯ વર્ષના તેના ફિલ્મી કરિયરમાં સોનાક્ષીનું નામ મુશ્કેલીથી કોઈ કો-સ્ટાર સાથે જોડાયું છે. પરંતુ તાજેતરમાં જ સોનાક્ષીએ ખુલાસો કર્યો કે તેણે ભૂતકાળમાં એક સેલિબ્રિટીને ડેટ કર્યો હતો અને કોઈને પણ તેના આ લવ અફેરની વાતની જાણ નથી.
સોનાક્ષીને હમણાં જ એક ચેટ શો દૃરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈને ડેટ કરી રહી હતી કે નહીં તેની પર વાત કરવા કહૃાું. તેના પર દૃબંગ એક્ટ્રેસે કહૃાું, મારા માતા-પિતા ઈચ્છે કે હું કોઈ સુશિલ છોકરાને ડેટ કરું અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ એવું નથી.
તેણે ખુલાસો કરતા કહૃાું કે, તેણે ભૂતકાળમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સ્ટારને ડેટ કરતી હતી અને આ વાતની જાણ કોઈને નહોતી. તેણે તે વાત સ્વીકારી હતી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારને ડેટ કરતી હતી, પરંતુ તેની ઓળખ આપી નથી. કે નામ પણ જણાવ્યું નથી.
હું મારા કામમાં એટલી બિઝી છું કે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતી. ફિલ્મની વાત કરીએ તો સોનાક્ષી સિન્હા ખાનદૃાની શફાખાનામાં જોવા મળશે.


બાંગ્લાદૃેશ સામેની સિરીઝ માટે શ્રીલંકા ટીમની જાહેરાત: મિંલગાનો સમાવેશ

બાંગ્લાદૃેશ સામે જલ્દૃી જ શરુ થનારી ઘરેલું વનડે સીરીઝ માટે શ્રીલંકાએ પોતાની ૨૨ સભ્યોની વનડે ટીમની જાહેરાત કરી દૃીધી છે. શ્રીલંકન ટીમ માટે વર્લ્ડ કપની સફર ખરાબ રહી હતી જયારે બાંગ્લાદૃેશે કેટલીક તક પર ચાહકોનું દિૃલ જીતી લીધું હતું, ખાસ કરીને તેમના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને પોતાના ઓલરાઉન્ડર પ્રદૃર્શનના આધારે ટીમને ઘણી મેચો પણ જીતાડી હતી.
બાંગ્લાદૃેશ સામે રમાવનારી વનડે સીરીઝ માટે શ્રીલંકન ટીમમાં કેટલાક ચેહરાઓને તક મળી છે જેમને વર્લ્ડ કપમાં તક મળી નહોતી. આ વનડે સીરીઝમાં ત્રણ મેચ હશે જેની શરૂઆત ૨૬ જુલાઈના થશે. સીરીઝની બીજી વનડે ૨૮ જુલાઈના રમાશે જયારે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ ૩૧ જુલાઈના રમાશે.
આ સીરીઝની બધી મેચ કોલંબોના પ્રેમદૃાસા સ્ટેડિયમમાં જ રમાશે. શ્રીલંકાની ટીમની આગેવાની દૃીમુથ કરુણારત્નેને છોપવામાં આવી છે. ટીમમાં શેહાન જયસુર્યા, હસરંગા, અમિલા અપોન્સો જેવા ઘણા એવા ખેલાડી જોવા મળશે જેમને વર્લ્ડ કપમાં ચાહકોએ જોયા નથી.
બાંગ્લાદૃેશ સામેની વનડે સીરીઝ માટે શ્રીલંકાની ટીમ:-
દૃીમુથ કરુણારત્ને (કેપ્ટન), કુસલ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડીસ, એન્જેલો મેથ્યુઝ, લાહિરુ થીરીમાને, શેહાન જયસુર્યા, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડીકવેલા, દૃનુષ્કા ગુણાતિલાકા, દૃસુન શનાકા, વનીંદૃુ હસારંગા, અકિલા ધનંજય, અમિલા અપોન્સો, લક્ષન સંદૃાકન, લસિથ મિંલગા, નુવાન પ્રદૃીપ, કસુન રંજીથા, લાહિરુ કુમારા, તિસારા પરેરા, ઇસુરુ ઉડાના અને લાહિરુ મદૃુસંકા.


નિવૃત્તિની અટકળો વચ્ચે એમએસ ધોની વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નહિ જાય

સૂત્રો અનુસાર એમએસ ધોનીએ બીસીસીઆઈને જાણ કરી દૃીધી છે કે તે આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જશે નહીં. તે આગામી ૨ મહિનાનો સમય આર્મીને આપવાનો હોવાથી તેણે આ નિર્ણય લીધો છે. ધોનીને ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીએ ૨૦૧૧માં લેટિનન્ટ કર્નલની માનદૃ રેક્ધ આપી હતી. અગાઉ તેના મિત્ર અને રણજી ખેલાડી મિહિર દિૃવાકરે પણ મીડિયાને કહૃાું હતું કે,’ધોનીએ વિન્ડીઝ પ્રવાસથી નામ પરત લીધું છે. તેણે બીસીસીઆઈને જાણ કરી દૃીધી છે. તે હવે ભારતીય આર્મી સાથે સમય પસાર કરશે.’
મહેન્દ્રિંસહ ધોનીની નિવૃત્તિ અને તેના ક્રિકેટ કરિયર પર પૂર્વ રાષ્ટ્રીય સિલેક્ટર સંજય જગદૃાલે પોતાનું નિવેદૃન આપ્યું હતું. તેણે ધોનીના સમર્થનમાં કહૃાું હતું કે અત્યારે ભારતીય ટીમમાં તેનો કોઈ વિકલ્પ નથી. નિવૃત્તિ ક્યારે લેવી જોઈએ તે ધોની પોતે સારી રીતે જાણે છે.
એમએસકે પ્રસાદૃની સિલેક્શન કમિટી પણ અત્યારે ધોનીના ભવિષ્ય અંગે વિચારી રહી છે. જગદૃાલે અનુસાર સિલેક્ટર્સે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે ધોનીના મનમાં શું ચાલી રહૃાું છ


ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ વિશ્ર્વની સૌથી ફેશનેબલ ખેલાડી બની

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ વિશ્ર્વની સૌથી ફેશનેબલ ખેલાડી સિલેક્ટ થઈ છે. અમેરિકન સ્પોર્ટ્સ મેગેઝિન સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડે આ વર્ષે વિશ્ર્વના ૫૦ સૌથી ફેશનેબલ ખેલાડીઓની લિસ્ટ જાહેર કરી છે. જેમાં ભારતના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું નથી. આ લિસ્ટમાં ખેલાડીઓને સામેલ કરવા માટે ત્રણ માપદૃંડ હતા. સ્ટ્રોન્ગ, સેક્સી અને સેન્સિબલ. શારાપોવા છઠ્ઠા, સેરેનાની મોટી બહેન વિનસ ૩૪માં અને રોજર ફેડરર ૩૭માં ક્રમે છે. વર્કિંગ મધર સેરેનાએ ટેનિસ ઉપરાંત પોતાની બ્રાન્ડ ’એસ’ પર પણ ફોક્સ કર્યું છે. તેની બ્રાન્ડ લૉન્જવિયરથી ઓફિસવિયર સુધી બનાવે છે. હવે તે જ્વેલરી અને બ્યૂટી પ્રોડક્ટ્સ પર લાવવાની છે.
આ લિસ્ટમાં ૪૧ પુરુષ અને ૯ મહિલા ખેલાડીઓ છે. સૌથી વધુ ૧૯ ખેલાડીઓ અમેરિકન બાસ્કેટબોલ લીગ એનબીએના છે, જ્યારે અમેરિકન નેશનલ ફૂટબોલ લીગ એનએફએલના ૧૨ ખેલાડી તેમાં સામેલ છે. ફૂટબોલર્સમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, હેક્ટર બેલેરિન અને નેમાર છે. ૫ રમતના ૧-૧ ખેલાડીઓની પસંદૃગી કરવામાં આવી છે. સ્કીઈંગમાં લિન્ડસે વૉન, ગોલ્ફમાં મિશેલ વેઈ, ફોર્મ્યૂલા-૧માં લુઈસ હેમિલ્ટન, એથ્લેટિક્સમાં ડિના એશર સ્મિથ અને બેસબોલમાં બ્રાઈસ હાર્પર છે. અમેરિકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ફૂટબોલ ટીમની કેપ્ટન ૪૮માં ક્રમે છે.
સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડ અમેરિકાની ૬૫ વર્ષ જૂની સ્પોર્ટ્સ મેગેઝિન છે. જેને દૃર અઠવાડિયે ૨.૩ કરોડ લોકો વાંચે છે. જેમાં ૧.૮ કરોડ પુરુષ છે. તે ૧૦ લાખ સબ્સક્રાઈબર બનાવનાર વિશ્ર્વની પ્રથમ મેગેઝિન હતી. હાલ તેના ૩૦ લાખ સબ્સક્રાઈબર છે.


જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ઐશ્ર્વર્ય પ્રતાપે મેળવ્યો ગોલ્ડ મેડલ

જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં મધ્ય પ્રદૃેશના ખરગોન વિસ્તારના રહેવાસી ઐશ્ર્વર્ય પ્રતાપ િંસઘે રાયફલ શૂિંટગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અત્યાર સુધીમાં ભારતીય ખેલાડીઓએ કુલ ૧૦ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર મેડલ અને પાંચ કાંસ્ય મેડલ સહિત કુલ ૨૪ મેડલ મેળવ્યા હતા.
પચાસ મીટર થ્રી પોઝિશન એર રાયફલ સ્પર્ધામાં ઐશ્ર્વર્યે ૪૫૯.૩ માર્ક સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. અગાઉ પણ ઐશ્ર્વર્યે આવી સિદ્ધિ મેળવી હતી. જર્મનીમાં એણે મેળવેલી સિદ્ધિ પછી એને સ્પોર્ટ શૉખીનો ઓળખતા થયા હતા. નાનકડા ગામડામાંથી આવતા આ ટીનેજરે બહુ ઊંચી અપેક્ષા જગાડી હતી.


ઇરાને હોરમુજની ખાડીમાંથી બ્રિટનનું તેલ ટેન્કર જપ્ત કરતાં તંગદિૃલિ

ઇરાને શનિવારના રોજ હોરમુજની ખાડીમાંથી બ્રિટનનું એક તેલ ટેક્ધર જપ્ત કરી લીધું છે. આ ઘટના બાદૃ પશ્ર્ચિમી દૃેશો અને ઇરાનની વચ્ચે તણાવ વધી ગયો છે. જે કંપનીનું ટેક્ધર જપ્ત થયું, તેને નિવેદૃન રજૂ કરીને કહૃાું કે ઇરાને રિવોલ્યુશનરી ગાર્ડસે યુકેના ઝંડા વાળા ‘સ્ટેના ઇમપેરોને આંતરરાષ્ટ્રીય સરહદૃમાં જ હેલિકોપ્ટર્સ અને ચાર શિપ્સની મદૃદૃથી ઘેર્યં અને પછી પોતાના કબ્જામાં લઇ લીધું. ટેક્ધરમાં કુલ ૨૩ ક્રૂ મેમ્બર્સ હતા. તેમાં ભારતીય, રૂસી, લાતવિયા અને ફિલિપાઇન્સના નાગરિક સામેલ છે.
ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ એ પોતાની વેબસાઇટ પર ટેક્ધર જપ્ત કર્યાની માહિતી આપી દૃીધી છે. તેમાં કહૃાું છે કે શિપને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કાયદૃાનું પાલન ન કરતાં જપ્ત કરાયું. શિપને ઇરાનના કોઇ બંદૃર પર જ રખાશે. જો કે બ્રિટિશ સરકાર અને શિિંપગ કંપની સાથે હજુ સુધી કોઇ સંપર્ક થઇ શકયો નથી.
આ બધાની વચ્ચે બ્રિટને આ મામલાને ગંભીરતાથી લેતા ઇરાનને ચેતવણી આપી દૃીધી છે. બ્રિટનના વિદૃેશ મંત્રી જેરેમી હંટ એ કહૃાું કે જો ઇરાન ટૂંક સમયમાં જ શિપને છોડશે નહીં તો તેને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. જો કે તેમણે આ મામલાને સૈન્ય રીતની જગ્યાએ ડિપ્લોમેટ દ્વારા ઉકેલવા પર જોર આપ્યું. હંટ એ કહૃાું કે ઇરાનમાં હાજર અમારા રાજદૃૂત સતત વિદૃેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે.
યુકે અને ઇરાનની વચ્ચે તાણવા આ મહિનાની શરૂઆતમાં વધી ગયો હતો. બ્રિટિશ રોયલ મરીને યુરોપિયન કાયદૃો તોડવા માટે ઇરાનના એક ટેક્ધર ‘ગ્રેસને જિબ્રાલ્ટરથી જપ્ત કરી લીધું હતું. કહૃાું હતું કે ટેક્ધર સીરિયાથી તેલ લઇને જઇ રહૃાું હતું. ત્યારબાદૃ ઇરાને પણ બ્રિટનને તેના તેલ ટેક્ધર જપ્ત કરવાની ધમકી આપી હતી.


મધ્ય પ્રદૃેશમાં મોબ લિન્ચિંગ: મોર ચોરીના આરોપમાં વૃદ્ધની હત્યા

મધ્ય પ્રદૃેશના નીમચમાં મોર ચોરીના આરોપમાં એક વૃદ્ધની ભીડે ઢોર માર મારીને હત્યા કરી દૃીધી. મળતી માહિતી મુજબ, ભીડે ચોરીના આરોપમાં બે લોકો સાથે મારઝૂડ કરી. જેમાંથી એક વૃદ્ધ વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે.
આ મામલામાં પોલીસે ૧૦ લોકો સામે હત્યાનો મામલો નોંધી ધરપકડ કરી લીધી છે. ઘટના કુકડેશ્ર્વર પોલીસ સ્ટેશનના લસૂડિયા આતરી ગામની છે. અહેવાલ મુજબ, રાત્રે ગામ લોકોએ ચાર મોર ચોરોને પકડી લીધા. જેમાંથી ૩ ચોર ફરાર થઈ ગયા. એક કથિત ચોર ગામ લોકોના હાથમાં આવી ગયો. તેને ગામ લોકોએ ખૂબ માર્યો. તેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલના પાસેના કોથળામાંથી ચાર મરેલા મોર મળી આવ્યા છે.
પોલીસસના ડાયલ ૧૦૦એ ઘાયલને હોસ્પિટલ પહોંચાડ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દૃીધો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


પુણે હાઈવે પર ટ્રક-કાર વચ્ચે ભીષણ અકસ્માત, નવના મોત

પુણેમાં શુક્રવાર મોડી રાત્રે ભીષણ દૃુર્ઘટના બની. કદૃમ વકવસ્તી ગામની પાસે પુણે-શોલાપુર હાઈવે પર એક કાર અને ટ્રક સામ-સામે ટકરાઈ ગયા. ટક્કર એટલી જોરદૃાર હતી કે કાર સવાર ૯ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
દૃુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતકોના શબોને સ્થાનિક લોકોની મદૃદૃથી કારથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસે જણાવ્યું કે તમામ મૃતક પુણેના યાવત ગામના રહેવાસી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રે લગભગ એક વાગ્યે કાર શોલાપુર તરફ જઈ રહેલી કારની ઝડપ ખૂબ જ વધારે હતી. આ દૃરમિયાન અચાનક કાર લહેરાવા લાગી અને ચાલકનું તેની પર નિયંત્રણ ન રહૃાું. ત્યારબાદૃ તે ડિવાઇડર પાર કરી પુણેની તરફ જઈ રહેલી એક ટ્રકમાં ઘૂસી ગઈ.
ત્યારબાદૃ કાર સવારોને બચાવવા માટે લોકો ત્યાં દૃોડ્યા પરંતુ ટક્કર એટલી જોરદૃાર હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ત્યારબાદૃ પોલીસને જાણ કરવામાં આવી.
મૃતકોની ઓળખ અક્ષય ભારત વાઇકર, વિશાલ સુભાષ યાદૃવ, નિખિલ ચંદ્રકાંત વાબલે, સોનૂ ઉર્ફ નૂર મહમદૃ અબ્બાસ દૃાયા, પરવેઝ આશપાક અત્તાર, શુભમ રામદૃાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દૃત્તા ગણેશ યાદૃવ અને જુબેર અજિજ મુલાંની મયતા તરીકે થઈ છે. તમામ એક જ ગામના રહેવાસી છે.


error: Content is protected !!