Main Menu

Saturday, July 20th, 2019

 

પુણે હાઈવે પર ટ્રક-કાર વચ્ચે ભીષણ અકસ્માત, નવના મોત

પુણેમાં શુક્રવાર મોડી રાત્રે ભીષણ દૃુર્ઘટના બની. કદૃમ વકવસ્તી ગામની પાસે પુણે-શોલાપુર હાઈવે પર એક કાર અને ટ્રક સામ-સામે ટકરાઈ ગયા. ટક્કર એટલી જોરદૃાર હતી કે કાર સવાર ૯ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
દૃુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતકોના શબોને સ્થાનિક લોકોની મદૃદૃથી કારથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા. પોલીસે જણાવ્યું કે તમામ મૃતક પુણેના યાવત ગામના રહેવાસી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રે લગભગ એક વાગ્યે કાર શોલાપુર તરફ જઈ રહેલી કારની ઝડપ ખૂબ જ વધારે હતી. આ દૃરમિયાન અચાનક કાર લહેરાવા લાગી અને ચાલકનું તેની પર નિયંત્રણ ન રહૃાું. ત્યારબાદૃ તે ડિવાઇડર પાર કરી પુણેની તરફ જઈ રહેલી એક ટ્રકમાં ઘૂસી ગઈ.
ત્યારબાદૃ કાર સવારોને બચાવવા માટે લોકો ત્યાં દૃોડ્યા પરંતુ ટક્કર એટલી જોરદૃાર હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ત્યારબાદૃ પોલીસને જાણ કરવામાં આવી.
મૃતકોની ઓળખ અક્ષય ભારત વાઇકર, વિશાલ સુભાષ યાદૃવ, નિખિલ ચંદ્રકાંત વાબલે, સોનૂ ઉર્ફ નૂર મહમદૃ અબ્બાસ દૃાયા, પરવેઝ આશપાક અત્તાર, શુભમ રામદૃાસ ભિસે, અક્ષય ચંદ્રકાંત ધિગે, દૃત્તા ગણેશ યાદૃવ અને જુબેર અજિજ મુલાંની મયતા તરીકે થઈ છે. તમામ એક જ ગામના રહેવાસી છે.


પાકિસ્તાન હાફિઝ સઇદ પર ખાનાપૂર્તી નહીં, કડક પગલા ઉઠાવે: અમેરિકા

અમેરિકાએ મુંબઈ (૨૬/૧૧) હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદૃની પાકિસ્તાનમાં ધરપકડમાં ટ્રમ્પ પ્રશાસનનો મોટો ફાળો ગણાવ્યો છે. તે સાથે જ પાકિસ્તાનની દૃાનત પર સવાલ ઉઠાવતા કહૃાું છે કે, પાકિસ્તાને પહેલાં પણ જ્યારે હાફિઝ સઈદૃની ધરપકડ કરી હતી ત્યારે તેની આતંકી ગતિવિધિઓ પર કોઈ અસર નહતી થઈ. ટ્રમ્પ પ્રશાસનના એક ઓફિસરે રિપોટર્સ સાથે વાતચીત દૃરમિયાન કહૃાું છે કે, અમે હાફિઝ સઈદૃની આ પહેલાની ધરપકડ પણ જોઈ છે. તેથી આ વખતે અમે દૃેખાડાની કાર્યવાહીની જગ્યાએ મજબૂત પગલાં લેવા માંગીએ છીએ.
ઓફિસરને જ્યારે પુછવામાં આવ્યું કે શું તેઓ આતંકી સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાનની કાર્યવાહી પર વિશ્ર્વાસ રાખે છે ત્યારે તેમણે જણાવ્યું કે, હું તમને વિશ્ર્વાસ અપાવવા માંગુ છું. અમે ઈતિહાસને સ્પષ્ટ રીતે જોઈ ચૂક્યા છીએ. તેને લઈને કોઈ ભ્રમની સ્થિતિ નથી કે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આતંકીઓને મદૃદૃ કરે છે. તેથી અમે મજબૂત કાર્યવાહી કરવા માંગીએ છીએ.
૨૦૦૮માં મુંબઈ હુમલા પછી પણ પાકિસ્તાને હાફિઝની ધરપકડ કરી હતી. જોકે ત્યારપછી તેને છોડી દૃેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્રેશરના કારણે હાફિઝની અત્યાર સુધી સાત વખત ધરપકડ કરવામાં આવી છે. આ વિશે ઓફિસરે કહૃાું કે, હાફિઝને પહેલાં પણ ધરપકડ પછી છોડવામાં આવ્યો છે. તેથી આ વખતે અમારી નજર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ઉપર પણ છે.


ટેરર ફિંંડગના મામલે તામિલનાડુમાં દરોડા : ૧૬ શકમંદોની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એકવાર ફરીથી ભારત વિરુદ્ધ નાપાક ષડયંત્રો રચનારાઓની કોશિશને નિષ્ફળ બનાવી છે. એનઆઇએએ આજે અંસારુલ્લા મામલામાં સૈયદૃ મોહમ્મદૃ બુખારીના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન અને ઓફિસમાં દૃરોડા પાડ્યાં. એનઆઇએએ તેની સાથે જ હસન અલી યુનુસમરિકર અને હરિશ મોહમ્મદૃના તામિલનાડુના નાગાપટ્ટિનમ સ્થિત ઘર ઉપર પણ દૃરોડા પાડ્યા હતાં. આ તમામ પ્રતિબંધિત સંગઠન સિમી પ્રત્યે ઢળેલા હતાં.
શનિવારે સવારે એનઆઈએની ટીમે તામિલનાડુના મદૃુરાઈ, થેની, નેલાઈ સહિત અનેક વિસ્તારોમાં દૃરોડા પાડ્યાં અને ૧૬ લોકોની ધરપકડ કરી. એનઆઈએએ તેમના વિરુદ્ધ અંસારુલ્લા નામનું આતંકી સંગઠન બનાવીને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનું કાવતરું ઘડવાનો કેસ નોંધ્યો હતો.
૧૬ લોકોની ધરપકડ બાદૃ એનઆઇએ તરફથી આવેલા અધિકૃત નિવેદૃનમાં કહેવાયું છે કે આ તમામ લોકો ભારતમાં આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડી રહૃાાં હતાં. એનઆઇએની ટીમે દૃાવો કર્યો છે કે ’આ બધા આતંકી હુમલાઓ માટે કેટલાક વધુ લોકોને સાંકળવા માંગતા હતાં. આ સાથે જ તેઓ હુમલા માટે લોકોને વિસ્ફોટક, ઝેર, ચાકૂ અને ગાડીઓની ટ્રેિંનગ પણ આપી રહૃાાં હતાં.’


પાણી પર પોલિટિક્સ: નર્મદા જળ મુદ્દે ગુજરાત-મધ્યપ્રદેશ આમને -સામને

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૦
નર્મદૃા ડેમના પાણી મામલે શરૂ થયેલા વિવાદૃ બાદૃ એમપીના સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપી. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ડેમના પાણી માટે જે કરાર કરવામાં આવ્યો તે મુજબ ગુજરાતને પાણી આપવામાં આવશે. કરાર સિવાયનું પાણી કોઈને પણ આપવામાં નહીં આવે. કમલનાથની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે એમપી સરકારના પ્રધાને જણાવ્યુ હતુ કે, નર્મદૃાનું પાણી ગુજરાતને આપવામાં નહીં આવે.. જે બાદૃ રાજ્યમાં ઘમાસાણ શરૂ થયુ છે.
નર્મદૃાના પાણી વહેંચણી મુદ્દે ફરીએકવાર મધ્યપ્રદૃેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદૃ ઉભો થયો છે. જેમાં મધ્યપ્રદૃેશે વીજળીના મુદ્દે નર્મદૃાનું પાણી બંધ કરવાની ચીમકી આપતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ આજે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદૃાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદૃાના પાણીની વહેંચણી ૧૯૭૯ના ચુકાદૃા પ્રમાણે કરવામાં આવે છે. ગુજરાત સરકાર મધ્યપ્રદૃેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી. લોકસભાની ચૂંટણીમાં કારમા હારના પરિણામો તેઓ પચાવી શકતા ન હોય તેવું લાગી રહૃાું છે.
તેમણે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કરતા કહૃાું હતું કે, અગાઉ પણ નર્મદૃા યોજના ગુજરાત પુરી ન કરે એ માટે પણ કોંગ્રેસે અનેક પ્રયત્નો કર્યા હતા. આ કારણે લોકો સાથેનું અહીત કરવાની વૃતિ પણ છતી થાય છે.
તેમણે મધ્યપ્રદૃેશની સરકારને રાજકારણ ન રમવા બાબતે કહૃાું હતું કે, મહેરબાની કરીને નર્મદૃાના પ્રશ્ર્ને કોઈ રાજકારણ ન રમે, તેમાં જનતાનું હિત નથી હોતું. આ સાથે જ તેમણે કહૃાું હતું કે, મધ્યપ્રદૃેશની સરકારે આપેલા નિવેદૃનોમાં માહિતીનો સંપૂર્ણ અભાવ છે અને બાલિશ નિવેદૃનો છે. ૧૯૭૯ના ચૂકાદૃાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહૃાું હતું કે કોઈ પણ રાજ્યને આ કાનૂનમાં ફેરફાર કરવાનો અધિકાર નથી.
ગુજરાતની જીવાદૃોરી સમાન સરદૃાર સરોવર નર્મદૃા ડેમની જળ સપાટી વધીને ૧૨૧.૧૮ મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી ૨૭૧૫૯ ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી ૧૨૦.૯૨ મીટર હતી. ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૨૪ સેમીનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાતમાં િંસચાઇ માટે ૯૨૦૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે. હાલ ડેમમાં ૧૩૨૦ એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.
મધ્ય પ્રદૃેશ દ્વારા નર્મદૃાનું પાણી અટકાવવાના નિવેદૃન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદૃેશની સરકારને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ કહૃાું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદૃેશ સરકાર વિરુદ્ધ આંદૃોલન કરીશુ.


રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ ન થતા ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા

રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ ન થતા ખેડૂતો કફોડી સ્થિતીમાં શાકભાજી મોંઘાદાટ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં તળાવો અને ચેકડેમ ખાલીખમ ડેમ ભરવાની જાહેરાત ક્યારે સાચી થશે પાંચ દિવસમાં વરસાદ નહિ આવે તો સિં ગ અને કપાસના છોડ બળી જશે ખેડૂતોને દાઝ્યા ઉપર ડા મ જેવી સ્થિતિ નિર્માણ થશે આ વિસ્તારના ઉદ્યોગોમાં પણ ભયંકર મંદી રોજગારી માટે ગ્રામ્ય વિસ્તારના લોકો અને શિક્ષિત બેકારો ફાફા મારે છે રાજુલા જાફરાબાદ તાલુકો એટલે ઉદ્યોગે તાલુકો અને ખેતી ઉપર મોટા ભાગનો આધાર છે આ તાલુકામાં 90 ટકા ખેડૂતોએ વાવણીનું કામ પૂર્ણ કરી દીધું છે કપાસનું વાવેતર આગોતરું કરતા કપાસના . સોડ મોટા થઈ ગયા છે જ્યારે સિંગ ના સોડવા હજી કુમળા અવસ્થામાં સે. અસહ્ય ઉકળાટ અને ગરમી ના કારણે બપોરના સમયે આ વાવેતર છે તે સંપૂર્ણ બળતું હોય તેવું લાગે છે હાલ વાવણી પછી એક પણ વરસાદ તેમજ આપતા પણ ન આવતા આ વાવેતર હવે સુકાવા લાગ્યું છે મોટા ભાગના ખેડૂતો માં કુવામાં પાણી ન હોવાથી આ છોડને પાણી પણ પાઈ શકતા નથી માત્ર 20 ટકા . કુવા અને ડેમોમાં ઓ માં પાણી છે રાયડી ડેમ અને ધાતરવડી ડેમમાં પણ પાણી નથી સરકાર આ ડેમો ભરવાની જાહેરાત કરી હતી પરંતુ હજી કોઈ પાઇપલાઇનો નાચે કાણાં નથી જેથી ડેમ કેવી રીતે ભરવા તે પણ મુશ્કેલી નો સવાલ છે આ વર્ષે સરકાર ડેમ ભરશે તેવી અગાઉ જાહેરાતો થઈ હતી પરંતુ આ જાહેરાતનું આ વિસ્તારમાં બાર મરણ થયું હોય તેમ કોઈ ડેમ ભરવામાં આવ્યું નથી તેમ કોંગ્રેસ કિસાન સંઘના અગ્રણીઓ શ્રી ભરતભાઈ સાવલિયા એ જણાવ્યું હતું હાલ આ વિસ્તારમાં કૂવાઓમાં અમુક જગ્યાએ પાણી છે પરંતુ લાઇટ અવાર-નવાર ચાલી જતી હોવાથી કૂવામાં પાણી હોવા છતાં આ વાવેતર ઉગેલા છોડ વાવો કપાસ અને સિંગ ના બચાવી શકાય તેમ નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી નિયમિત ખેડૂતોને મળે ખેતીવાડીમાં મળી શકે તે માટે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રવુ ભાઈ ખુમાણએ જણાવ્યું છે.


વરસાદ લાવવા માટે કાલે અમરેલી જિલ્લો સંકટમોચન હનુમાનજીના દ્વાર

આ વર્ષનું ચોમાસુ તો નબળુ છે પણ હવામાન ખાતાની આગાહીઓ તો એનાથી પણ નબળી અને સમાજને ધ્રુજાવના2ી છે. આવા સંજોગોમાં જીલ્લાના લાખો લોકોની શ્રધ્ધાના પ્રતિનિધિ ત2ીકે અમ2ેલી જીલ્લાની 111 જેટલી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તથા વ્યવસાયિક સંગઠૃનો સાથે સંકલન ક2ી, અમ2ેલીના જાહે2 જીવનના અગ્રણી અને જાણીતા તબીબ ડો. ભ2ત કાનાબા2ે આવતી કાલે લાઠી થી ભુ2ખીયા હનુમાનજી મંદિ2 સુધીની 11 કી.મી.ની પદયાત્રાનું આયોજન ર્ક્યુ છે.અત્યા2 સુધીમાં જેમના નામો પ્રસિધ્ધ થઈ ચુક્યા છે એ સિવાયની કેટલીંક પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને જાહે2 જીવનના અનેક મહાનુભાવો આ પદયાત્રામાં જોડાવાનો પોતાનો નિર્ધા2 વ્યક્ત ર્ક્યો છે. જે નવી સંસ્થાઓ પદયાત્રામાં જોડાના2 છે તેમાં મુખ્યત્વે શાંતાબેન ગજે2ા મેડીકલ કોલેજ ટ્રસ્ટ, કમાણી સાયન્સ અને પ્રતાપ2ાય આર્ટસ કોલેજ, ટાવ2 ચોક વેપા2ી એસોસીએશન, ગાયત્રી શક્તિ પીઠ, 2ામાનંદી સાધુ સમાજ-અમ2ેલી, ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહમ સમાજ, અમ2ેલી 2ાજપુત સમાજ આ પદયાત્રામાં સામેલ થના2 છે. સંતો, 2ાજકીય અને સામાજીક આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાવાના છે. જેમના નામો અગાઉ પ્રસિધ્ધ થઈ ચુક્યા છે તે ઉપ2ાંત….2ાજુલા જાફ2ાબાદના વર્તમાન ધા2ાસભ્ય શ્રી અમિ2શભાઈ ડે2, ધા2ી બગસ2ાના ધા2ાસભ્યશ્રી જે.વી. કાકડીયા, સાવ2કુંડલાના ધા2ાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, અમ2ેલીમા પટેલ સંકુલ જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનું નિર્માણ ક2ના2 અને અમ2ેલીને જેમના માધ્યમથી આગામી સમયમાં મેડીકલ કોલેજનો લાભ મળવાનો છે તેવા સુ2તના ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજે2ા, પ્રખ્યાત લેખક અને સાહિત્યકા2 શ્રી દીલીપભાઈ ભટૃ, પૂર્વ ધા2ાસભ્યશ્રી કાળુભાઈ વિ2ાણી, અજમે2ા ટ્રસ્ટના શ્રી 2ાજુભાઈ કામદા2, 2ાજુલાના ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી મનુભાઈ ધાખડા, અમ2ેલી તાલુકાના શ્રી ધીરૂભાઈ ગઢીયા, ઘનશ્યામભાઈ ત્રાપસિયા, મહીલા અગ્રણી 2ંજનબેન ડાભી, વેપા2ી અગ્રણી 2ણજીતભાઈ ડે2, હિતેષભાઈ પોપટ, બીપીનભાઈ ગાંધી, જીતભાઈ દેસાઈ, અમ2ેલીના કામનાથ ડેમના નિર્માણમાં જેમનો સિંહ ફાળો છે તેવા અમ2ેલીના કાન નાક ગાળાના સર્જન ડો. પી. પી. પંચાલ સાહેબ, વોઈસ ઓફ 2ફી સિકંદ2ખાન પઠાણ, પેઈન્ટ2 જોગી, હિન્દી ફીલ્મ સંગીતના જીવતા જાગતા જ્ઞાનકોષ એવા મહેશ યાજ્ઞિક પણ આ પદયાત્રામાં સામેલ થવાના છે.
આ ઉપ2ાંત 2ાજુલા જાફ2ાબાદના આગેવાનશ્રીઓ દોલુભાઈ 2ાજગો2, જયંતીભાઈ જાની, વિનુભાઈ વો2ા, મનુભાઈ ક્સવાળા, ટીંબી માર્કેટ યાર્ડના ચે2મેન ચેતનભાઈ શિયાળ, પૂર્વ ચે2મેન મનુભાઈ વાજા, મયુ2દાદા, પ2ેશભાઈ લાડુમો2, ડો. હડીયા સાહેબ, દિલીપદાદા જોષી, મહેન્ભાઈ ધાખડા, વન2ાજભાઈ વરૂ, ડો. વિપુલભાઈ મહેતા, સંજયભાઈ ધાખડા, બાબુભાઈ વાણીયા, હ2ેશભાઈ કાત2ીયા, ભ2તદાદા જાની, ભ2તદાદા જોષી, સાગ2 સ2વૈયા, જયદિપ વડીયા, બા2મણના નિતીનભાઈ જાની, શુકલભાઈ બલદાણીયા, ભોળાભાઈ લાડુમો2, શામજીભાઈ ચૌહાણ, કમલેશભાઈ મક્વાણા, હ2સુ2ભાઈ લાખણોત્રા, વલકુભાઈ બોસ, ભગુભાઈ સોલંકી, ડો. ભાલાળા સાહેબ, દિનેશભાઈ ત્રિવેદી, જીવનલાલ બા2ૈયા, દિલીપભાઈ સોલંકી, યોગેશભાઈ બા2ૈયા, સ2મણભાઈ બા2ૈયા, જીણાભાઈ બા2ૈયા, ચિ2ાગદાદા જોષી સહીતના આગેવાનો પણ આ પદયાત્રામાં જોડાશે.
બધાજ પદયાત્રીઓને 2વિવા2ે સવા2ે 7 વાગે લાઠી માર્કેટ યાર્ડમાં પહોંચી જવા વિનંતી છે. સવા2ે 7 થી 8 દ2મ્યાન લાઠી યાર્ડના ચે2મેન શ્રી 2ાજુભાઈ ભુતૈયાના સહકા2થી વૃક્ષા2ોપણ અને ચા-નાસ્તો ર્ક્યા બાદ 8 વાગે પદયાત્રાનો પ્રા2ંભ થશે. પદયાત્રીઓ પોતાના વાહનો માર્કેટ યાર્ડના મેદાનમાં પાર્ક ક2ી શકે તેવી પુ2ી અનુકુળતા છે.
ભુ2ખીયા યાત્રા પહોંચ્યા પછી, દર્શન-ભોજન-પ્રસાદ બાદ ભુ2ખીયાથી લાઠી માર્કેટ યાર્ડ સુધી પ2ત પહોંચવા બસની સેવા મળે તેવું આયોજન ક2ેલ છે. જે પદયાત્રીઓને લાઠી માર્કેટમાં પાર્ક ક2ાયેલ તેમના વાહનો સુધી પહોંચાડી દેશે. પદયાત્રીઓ કોઈપણ સંકોચ 2ાખ્યા વિના તેમની અનુકુળતાએ જેટલું ચાલી શકાય તેટલું ચાલી શકશે. બધાંજ પદયાત્રીઓ પુરૂ 11 કી.મી.નું અંત2 ચાલીને જ પુરૂ ક2ે તેવો કોઈ આગ્રહ નથી.
આ યાત્રાના ખર્ચને પહોંચી વળવા અમ2ેલી માર્કેટ યાર્ડના ચે2મેન શ્રી પી. પી. સોજીત્રા, જાણીતા બીલ્ડ2 શ્રી વિમલ કથી2ીયા, લાઠી માર્કેટ યાર્ડના ચે2મેન શ્રી 2ાજુભાઈ ભુતૈયા, ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી એ.ડી. રૂપા2ેલ સાહેબ, અમ2ેલી લોહાણા મહાજન, નિલકંઠ જવેલર્સના શ્રી કેતનભાઈ સોની, વેપા2ી અગ્રણી શ્રી િ2તેશભાઈ ઉપાધ્યાય, ભુ2ખીયા મંદિ2ના ટ્રસ્ટી શ્રી મનિષભાઈ પંડયા, શ્રી અશ્ર્વિનભાઈ કામદા2 વિગે2ેએ ઉદા2તાથી આર્થિક સહયોગ આપેલ છે.
દરમિયાન રાજુલાથી અમારા પત્રકાર જયદેવ વરૂનો અહેવાલ જણાવે છે કે, રાજુલા શહેર અને તાલુકા મા વરસાદ ખેચાતા લોકો અને ખેડૂતો ચિંતામા મુકાયા છે હજુ વાવણી પણ આ વિસ્તારમા થઇ નથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઇ ગયો છે સાથે જ હવે લોકો કુદરત ને પ્રાર્થના કરી રહ્યા છે શહેર ના નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા તારીખ 21ને રવિવાર ના રોજ બપોરે ત્રણ વાગ્યે કેસરીનંદન હનુમાનજી ના પટાગણ માથી પદયાત્રા પ્રસ્તાન થશે અને સાંજે મહાપ્રસાદ નુ આયોજન કર્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા આહવાન કરાયું છે શહેરીજનો અને ગ્રામીણ વિસ્તાર ના લોકો સ્વયંભૂ આ પદયાત્રા મા જોડાય ભંડારીયા હનુમાન જી ના મંદિર સુધી વરસાદ વહેલી તકે આવે તેવી પ્રાર્થના કરીશુ તેવુ નિવેદન કરાયુ છે અગાવ પણ પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા એ આ પ્રકાર નુ આયોજન કરવા આવ્યુ હતુ અને રવિવાર એ મોટી સંખ્યા મા શ્રધ્ધાળુ ઓ આ મેઘરાજા ને મનાવવા માટે પદયતા મા જોડાય તેવી શકયતા જોવા મળી રહી છે.


error: Content is protected !!