Main Menu

Monday, July 22nd, 2019

 

ફિલ્મ ધ લાયન કિંગે ત્રણ દિવસમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી

ધ લાયન િંકગ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. ડિઝનીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્રણ દિૃવસમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા ડોટ કોમ મુજબ ફિલ્મે રવિવારે ત્રણ દિૃવસમાં કૂલ ૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મે રિલીઝનાં દિૃવસે એટલે કે શુક્રવારે ૧૩.૧૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અને બીજા દિૃવસે શનિવારે ૧૯.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે રવિવારે ૨૪ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આધર્શે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.
જે બાદૃ શાહરૂખ ખાને ટ્વિટ કરીને લખ્યું હતું કે, ’આ જાીને ખુબજ ખુશી થઇ રહી છે કે, ઘણાં બધા લોકો ’ધ લાયન િંકગ’ એન્જોય કરી રહૃાાં છે. ફિલ્મનાં હિન્દૃી વર્ઝનને જીવિત કવરા માટે મારા કો-સ્ટાર્સ અને મિત્રોનો ખાસ આભાર’


સોનાક્ષીની ફિલ્મ ’ખાનદાની શફાખાના’ મુશ્કેલીમાં, સેક્સોલોજીસ્ટે મોકલી નોટિસ

સોનાક્ષી િંસહાની ફિલ્મ ’ખાનદૃાની શફાખાના’ વિવાદૃમાં અટવાઇ ગઇ છે. દિૃલ્હીના સેક્સોલોજીસ્ટ ડૉ. વિજય એબોટે હાઇ કોર્ટમાં સ્ટે ઓર્ડર ફાઇલ કર્યો છે, જેમાં તેણે ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ માગણી કરી છે. ડૉ. વિજયે ટી-સીરિઝ અને ફિલ્મના દિૃગ્દૃર્શકને પણ નોટિસ મોકલી છે. ફિલ્મ શિલ્પી દૃાસગુપ્તા દ્વારા નિર્દૃેશિત કરવામાં આવી છે, ફિલ્મના નિર્માતા ટી-સીરિઝ છે. આ ફિલ્મ ૨ ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
રિપોર્ટ મુજબ, ડૉ. વિજયે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને એક પત્ર મોકલ્યો છે. આ પત્ર એડવોકેટ િંસહ અને ડૉ. વિજયના એસોસિએટ્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ૧૮ મી જુલાઈએ લખેલા આ પત્રમાં, એવું કહેવામાં આવ્યું છે કે ડૉ. વિજયના પિતા ડૉ. હકિમ હરિ કિશન લાલની સુપ્રસિદ્ધ અને પ્રસિદ્ધ પરંપરાગત ’ખાનદૃાની શફાખાના’નો ગેરકાયદૃે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડૉ. હકિમની ચિત્ર પણ મૂવી ટ્રેઇલરમાં ગેરકાયદૃેસર રીતે ઉપયોગમાં લેવાયો છે. જે કૉપિરાઇટ એક્ટનું ઉલ્લંઘન કરે છે. ડો. વિજય અબોટ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ ડો હકીમ હરી કિશન લાલના પુત્ર છે.


મને મારા પતિની ઘરમાં ચંપલ પહેરી આમતેમ ફરવાની સ્ટાઇલથી ચીડ છે: સની લિયોની

બોલીવુડની હૉટ એક્ટ્રેસ સની લિયોની પોતાના પતિ ડેનિયલ વેબરને અનહદૃ પ્રેમ કરે છે અને તેનો ઉલ્લેખ તે ઇન્ટરવ્યુમાં અનેકવાર કરી ચુકી છે. બંનેના લગ્નને આશરે ૯ વર્ષ થઇ ચુક્યાં છે. સાથે જ એવું કોઇ કપલ નથી જેની વચ્ચે નાની-મોટી ખટપટ નથી ન હોય. આવું જ કંઇક સની અને ડેનિયલ વચ્ચે પણ થાય છે. જેને લઇને સની લિયોનીનું કહેવું છે કે તે પોતાના પતિની એક આદૃતથી ખૂબ જ ચીડાઇ જાય છે.
સની લિયોનીનું કહેવું છે કે પહેલાં તેનો પતિ ઘરમાં ચંપલ પહેરીને આમ-તેમ ફર્યા કરતો હતો. જેને લઇને સની ખૂબ જ ચિડાઇ જતી હતી. જ્યારે તેમના બાળકોનો જન્મ થયો તો તેમના કારણે ડેનિયલે ઘરમાં ચંપલ પહેરીને ફરવાનું બંધ કરી દૃીધું.
સનીએ વધુમાં જણાવ્યું કે તેમનો દિૃકરો એશર મોટાભાગે જમીન પર રહે છે અને તેને જમીન પર જે પણ દૃેખાય તે મોઢામાં નાંખીને ચાવવા લાગે છે. તેથી ડેનિયલનું ઘરમાં ચંપલ પહેરીને ફરવું સનીને પસંદૃ નથી.
આ ઉપરાંત સીને ડેનિયલની બાથરૂમ હેબિટ્સથી પણ ચીડ છે. સનીને સાફ-સફાઇ પસંદૃ છે અને આ મામલે ડેનિયલ હજુ ઘણો કાચો છે.


આવતા વર્ષે જાન્યુઆરીમાં ‘અંગ્રેજી મીડિયમ રિલીઝ થશે

ઈરફાન ખાનની આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમનું શૂિંટગ થોડા સમય પહેલાં જ પૂરું થયું છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર અને રાધિકા મદૃાન પણ લીડ રોલમાં છે. એવી માહિતી મળી રહી છે કે, મેકર્સ આ ફિલ્મને આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવાનો પ્લાન બનાવી રહૃાા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ હવે બાકી છે. ઈરફાનની સારવાર ચાલી રહી હતી માટે ટીમે મોટાભાગનું શૂિંટગ લંડનમાં પૂરું કર્યું. હવે તેઓ ઝડપથી બચેલું કામ પૂરું કરીને ફિલ્મને આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં રિલીઝ કરવા ઈચ્છે છે.
જોકે, મેકર્સને ફિલ્મ માટે જાન્યુઆરીમાં તારીખ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે, જાન્યુઆરીમાં દૃીપિકા પાદૃુકોણની ‘છપાક, અજય દૃેવગણની ‘તાનાજી, કંગના રનૌતની ‘પંગા અને વરુણ-શ્રદ્ધાની ‘સ્ટ્રીટ ડાન્સર ૩ડ્ઢ જેવી મોટી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર થઇ ગઈ છે.


ચેક બોઉંસિન્ગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ કોએનાનો કોર્ટે છ મહિનાની જેલ ફટકારી

છેલ્લા ઘણા સમયથી બોલિવુડમાંથી ગાયબ જોવા મળેલી એક્ટ્રેસ થોડા દિૃવસ પહેલા ‘ઓ સાકી સાકી રે સોન્ગના રિમેકને અંગે આપેલા નિવેદૃનને લઈ ચર્ચામાં આવી હતી, હવે ફરી એક વખત તે ચર્ચાનો મુદ્દો બની છે. કોએનાને ચેક બાઉન્સિંગ કેસમાં મુંબઈની અંધેરી મહાનગર મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી જાહેર કરી છે સાથે જ આ મામલે છ મહિનાની જેલની સજા ફટકારી છે.
પૂનમ સેઠી નામની એક મોડલે વર્ષ ૨૦૧૩માં એક ચેક બાઉન્સ મામલે ફરિયાદૃ નોંધાવી હતી. મોડલે આરોપ લગાવ્યો હતો કે કોએનાએ તેની પાસેથી લીધેલા ૨૨ લાખ રૂપિયા હજુ સુધી પરત કર્યા નથી. આ આરોપોને કોએનાએ ખોટા ગણાવ્યા હતા સાથે જ તેણે આ કેસને કોર્ટમાં લડવાનો પડકાર પણ આપ્યો હતો.
કોએનાનું કહેવું હતું કે પૂનમની એટલી હેસિયત નથી કે તે કોઈને ૨૨ લાખ રૂપિયા ઉધાર આપી શકે. તો પૂનમનું કહેવું છે કે આ ૨૨ લાખ રૂપિયાનું ઉધાર ચૂકવવા માટે કોએનાએ તેને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાદૃમાં બેંકમાં પૈસા ન હોવાના કારણે બાઉન્સ ગયો હતો.
જેને લઈને પૂનમે કોએનાને ૧૯ જુલાઈ ૨૦૧૩ના રોજ એક લીગલ નોટિસ પણ ફટકારી હતી, તેમ છતાં એક્ટ્રેસ તે રકમ ચૂકવી શકી નહીં. જે બાદૃ ૧૦ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પૂનમે આ જ મામલે કોએના સામે કોર્ટમાં કેસ દૃાખલ કરી દૃીધો તો કોએનાએ પણ પૂનમ પર ચોરી કરવાનો આરોપ લગાવ્યો. પરંતુ કોએના તરફથી કરવામાં આવેલી તમામ દૃલીલોને કોર્ટે ફગાવી દૃીધી, સાથે જ છ મહિનાની જેલ સજા સંભળાવી.


અક્ષય બાદ હવે વિકી કૌશલે બિઝિ શિડ્યૂલને કારણે લેન્ડ ઓફ લુંગી છોડી

વિકી કૌશલ તમિળ ફિલ્મ ‘વિરમની રિમેકમાં અજિત કુમારનો રોલ પ્લે કરવાનો હતો. આ રિમેકને સાજીદૃ નડિયાદૃવાલા પ્રોડ્યૂસ કરી રહૃાા છે. ફરહાદૃ સામજી ફિલ્મને ડિરેક્ટ કરવાના છે. સૂત્રોની માનીએ તો વિકી હવે આ ફિલ્મનો હિસ્સો નહીં બની શકે.
પહેલા આ ઓફર અક્ષય કુમારને થઇ હતી, પરંતુ બિઝી શેડ્યૂઅલને કારણે તેણે આ પ્રોજેક્ટ માટે ના કહી દૃીધી. ત્યારબાદૃ મેકર્સે વિકી કૌશલને આ ફિલ્મ માટે પસંદૃ કર્યો. વિકીએ આ ઓફર તરત સ્વીકારી લીધી હતી પરંતુ અક્ષયની જેમ જ વિકી પણ ડેટ્સના ચક્કરમાં અટવાયેલો છે, માટે તેને પણ આ ફિલ્મ છોડવી પડી. જોકે હજુ આ વિશે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી. વિકી હાલ ‘તખ્ત, ‘ઉધમ િંસહ અને ‘સેમ માણેક શોની બાયોપિક જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે. ઉપરાંત તેની હોરર ફિલ્મ ‘ભૂત: ધ હોન્ટેડ શિપ નવેમ્બરમાં રિલીઝ થવાની છે.


કરણ જોહરની ‘ધડક ફિલ્મ બાદૃ જાહન્વી અને ઈશાન ફરી સાથે કામ કરશે

જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટર સ્ટારર ફિલ્મ ‘ધડકને શનિવારે એક વર્ષ પૂરું થયું. તે ફિલ્મ જાહન્વીની ડેબ્યુ ફિલ્મ હતી. કરણ જોહરે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી હતી. કરણ જોહરે એક વર્ષ પૂરા થયા બાદૃ આ જોડીને ફરી સિલ્વર સ્ક્રીન પર ઉતારવાનું મન બનાવ્યું છે.
એક રિપોર્ટ મુજબ, કરણ ટૂંક સમયમાં જ ઈશાન અને જાહન્વી સાથે ફરીવાર ફિલ્મ બનાવવાનું પ્લાિંનગ કરી રહૃાા છે. આ ફિલ્મને ‘વઝિર ફેમ ડિરેક્ટર બિજોય નામ્બિયર ડિરેક્ટ કરશે. સૂત્રો મુજબ આ ફિલ્મ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ હશે.
જાહન્વીની અપકિંમગ ફિલ્મોની વાત કરીએ તો હાલ તે ગુંજન શર્માની બાયોપિક અને ‘રૂહી અફઝા ફિલ્મના શૂિંટગમાં વ્યસ્ત છે. ઉપરાંત તે કરણ જોહરની જ ફિલ્મ ‘તખ્તમાં પણ દૃેખાવાની છે.


ગોલ્ડન ગર્લ હિમાદૃાસની બ્રાન્ડ વેલ્યુ ૬૦ લાખ રૂપિયા વાર્ષિક થઈ

યુરોપમાં એક મહિનાની અંદૃર સતત પાંચ ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય સ્ટાર સ્પ્રિન્ટર હિમા દૃાસને આખો દૃેશ સલામ કરી રહૃાો છે. હિમા દૃાસે ચેક રિપબ્લિકમાં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર સ્પર્ધામાં શાનદૃાર પ્રદૃર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યો છે અને વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે હિમા દૃાસે એક મહિનામાં કુલ પાંચ મેડલ પોતાના નામે કર્યા છે.
જોકે આ સાથે હિમાની એન્ડોર્સમેન્ટ ફી ત્રણ સપ્તાહની અંદૃર બે ગણી વધી છે. મીડિયા રિપોર્ટ મુજબ હિમાના એક્સક્લૂસિવ તરીકે પ્રતિનિધિત્વ કરનારી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મ આઈઓએસના મેનેિંજગ ડાયરેક્ટર નીરવે તોમરે કહૃાું કે,‘છેલ્લા ત્રણ સપ્તાહમાં એક પછી એક સિદ્ધિ મેળવવાના કારણે હિમાની બ્રાન્ડ વેલ્યૂ વધીને બે ગણી થઈ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું સીધું જોડાણ ખેલાડીના પ્રદૃર્શન અને તેની લોકપ્રિયતા સાથે હોય છે. હિમાની હાલ દૃુનિયાભરના દૃરેક પ્લેટફોર્મ પર ચર્ચા થઈ રહી છે.
સૂત્રો મુજબ આ પહેલા અસમની ઝડપથી દૃોડનાર ૧૯ વર્ષની હિમા દૃાસની ફી એક બ્રાન્ડ માટે વાર્ષિક લગભગ ૩૦-૩૫ લાખ રૂપિયા હતી. જે હવે વધીને ૬૦ લાખ રૂપિયા વાર્ષિક થઈ ગઈ છે. નીરવે જણાવ્યું કે આઈઓએસ હવે હિમા માટે વોચ બ્રાન્ડ, ટાયર, એનર્જી િંડ્રક બ્રાન્ડ, કુિંકગ ઓયલ અને ફૂડ જેવી કેટેગરીના બ્રાન્ડ સાથે નવી ડીલ પર વાત કરી રહૃાું છે. હિમાના વર્તમાન એન્ડોર્સમેન્ટમાં એડિડાસ સ્પોર્ટસવિયર, એસબીઆઈ, ઇડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસેઝ અને નોર્થ-ઈસ્ટની સીમેન્ટ બ્રાન્ડ સામેલ છે.


સમયની સાથે ધોનીની પ્રાથમિકતા બદૃલાઇ ગઇ છે: હર્ષા ભોગલ

ફેમસ ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ મહેન્દ્ર િંસહ ધોનીની ઉંમર અને તેની આર્મી ટ્રેિંનગને લઇને નિવેદૃન આપ્યું છે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટી-૨૦, વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ગઈ છે અને ધોનીએ પોતાને પહેલાથી જ આ પ્રવાસ માટે ઉપલબ્ધ ગણાવ્યો નહોતો. આવામાં ઋષભ પંતને વિકેટકીપર તરીકે તક આપવામાં આવી. અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર િંસહ ધોનીએ આર્મી ટ્રેિંનગ માટે રજા માગી હતી. હર્ષા ભોગલેએ કહૃાું કે કદૃાચ તેની પ્રાથમિકતા બદૃલાઈ ગઈ છે.
હર્ષા ભોગલેએ એમએસ ધોનીને લઇને ટ્વિટ કર્યું છે, જેમાં પહેલી ટ્વિટમાં લખ્યું છે, ‘જીવનનાં આ પડાવ પર ધોનીએ અચાનક ટેરિટોરિયલ આર્મીમાં ટ્રેિંનગ લેવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દૃીધા છે, પરંતુ ઉંમરની સાથે સાથે માણસની પ્રાથમિકતા બદૃલાય જાય છે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પછી સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા ભારત પ્રવાસે આવશે. આશા છે કે પસંદૃગીકારો ધોની સાથે સતત વાતો કરી રહૃાા હશે. આ કારણે આપણે વધારે ધારણાઓ કરવાની જરૂર નહીં રહે.
હર્ષા ભોગલેએ બીજા ટ્વિટમાં લખ્યું છે કે, ‘દૃરેક મહાન ખેલાડી પાસે એ તક હોય છે કે તેઓ જ્યારે ઇચ્છે રમે અને ખુદૃનાં ભવિષ્યનો નિર્ણય કરે, પરંતુ ખુદૃને વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી તેમ કહીને ધોનીએ સંપૂર્ણ ચર્ચામાંથી પોતાને બહાર કરી દૃીધો છે. તેના આ નિર્ણયનું સ્વાગત થવું જોઇએ.


અંતિમ વન-ડેમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય: ૪-૧થી શ્રેણી જીતી

ઇન્ડિયા-એનો વેસ્ટઈડિઝમાં અનઑફિશિયલ વન ડે સીરીઝમાં ૪-૧થી શાનદૃાર વિજય થયો છે. ભારત-એનું પ્રદૃર્શન અહીં રમાયેલી અંતિમ વન ડેમાં શાનદૃાર રહૃાું અને મેચ ૧૭ ઑવર બાકી રાખીને જ જીતી લીધી હતી. ભારતે અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝને ૮ વિકેટથી હરાવ્યું. પહેલા ભારત-એનાં નવદૃીપ સૈની, રાહુલ ચહર અને દૃીપક ચહરની શાનદૃાર બૉિંલગનાં દૃમ પર વેસ્ટઈન્ડીઝને ૨૩૬ રન પર જ રોકી દૃીધું હતુ. ત્યારબાદૃ શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની શાનદૃાર બેિંટગનાં દૃમ પર ટીમે ૨૩૭ રન ૩૩ ઑવરમાં જ બનાવી લીધા હતા. આ રીતે ઈન્ડિયા-એનો ૫ મેચોની વન ડે સીરીઝમાં ૪-૧થી વિજય થયો
મેચની શરૂઆતમાં લાગ્યું કે વેસ્ટઈન્ડીઝનાં કેપ્ટન રોસ્ટન ચેસનો ટૉસ જીતીને પહેલા બેિંટગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો. પહેલી વિકેટ માટે સુનીલ અમ્બ્રિસે ૬૧ અને ઑટલેનાં ૨૧ રનની મદૃદૃથી ૭૭ રનની ભાગેદૃારી થઈ. ત્યારબાદૃ નવદૃીપ સૈનીએ ૧૪મી ઑવરમાં ઓટલેને શુભમન ગિલનાં હાથે કેચ આઉટ કર્યો. અહીંથી વેસ્ટઈન્ડીઝ-એની ઇિંનગ સંકટમાં આવી અને ટીમની વિકેટે પડવાની શરૂ થઈ. પહેલા સુનીલ અમ્બ્રિસને ગાયકવાડે રન આઉટ કર્યો. ત્યારબાદૃ થૉમસ ક્રુણાલ પંડ્યા અને કેપ્ટન ચેસ સૈનીનાં હાથે આઉટ થયો.
કાર્ટર અને પાવેલનાં ગયા બાદૃ રૂથરફૉર્ડે ૬૫ રન બનાવીને ટીમનો સ્કોર સમ્માનજનક સ્થિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જો કે સંપૂર્ણ વેસ્ટઈન્ડીઝની ટીમ ૨૩૬ રન પર ઑલ આઉટ થઈ ગઇ. ૨૩૭ રનનાં લક્ષ્યનો પીછો કરવામાં ઈન્ડિયા-એને પરેશાની થઈ નહીં, પહેલા શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે ૧૧૦ રનની શાનદૃાર ભાગેદૃારી કરી. ગિલ ૬૯ રન બનાવીને આઉટ થયો. તો ઋતુરાજ ગાયકવાડ ૯૯ રન મારીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયરે અણનમ ૬૧ અને અણનમ ૭ રન બનાવ્યા હતા.


error: Content is protected !!