Main Menu

Wednesday, July 24th, 2019

 

અમિતાભ બચ્ચને આસામ પૂર પીડિતો માટે રૂ. ૫૧ લાખનું દૃાન આપ્યું

આસામમાં આવેલા ઘોડાપૂરના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. તેની લપેટમાં ફક્ત માણસો જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ પણ આવી ગયા છે. અહીંની પરિસ્થિતિ અત્યંત હ્રદૃયદ્રાવક અને ગંભીર થઈ ગઈ છે. કાઝિરંગા નેશનલ પાર્કમાં સ્થળ ત્યાં જળ થઈ ચૂક્યું છે. એવામાં રાહત કાર્ય માટે અને પૂર પીડિતોને મદૃદૃ કરવા માટે ઘણા દૃયાળુ લોકો મદૃદૃ માટે આગળ આવી રહૃાા છે. જેમાં બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના નામનો પણ સમાવેશ થયો છે. બિગ બીએ પૂરગ્રસ્તો માટે ફક્ત દૃાન કર્યું છે એટલું જ નહીં પરંતુ અન્ય લોકોને પણ મદૃદૃ કરવા માટે અપીલ કરી છે.
આસામના મુખ્યમંત્રી સર્બાનંદૃ સોનોવાલે ટ્વીટર પર આ અંગેની જાણકારી શેર કરી હતી. તેમણે લખ્યું કે ‘મુખ્યમંત્રી રાહત ફંડમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૫૧ લાખ રૂપિયાનું યોગદૃાન આપ્યું છે જેના માટે તેઓ પ્રશંસાને પાત્ર છે. બચ્ચને આ ટ્વીટ પર જવાબ આપતા અન્ય લોકોને પણ મદૃદૃ કરવા માટે અપીલ કરી.
બચ્ચને ટ્વીટ કરતા કહૃાું કે ‘આસામ પર સંકટના વાદૃળો છવાઈ ગયા છે. પૂરના કારણે ત્યાં ખૂબ જ નુકશાન થયું છે. આપણા ભાઈ-બહેનોની મદૃદૃ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉદૃારતાપૂર્વક યોગદૃાન કરો. મેં પણ કર્યું છે, શું તમે કર્યું?


સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસ સાથે દૃુર્વ્યવહાર…ઈરાની હોવાને કારણે એરપોર્ટ પર અટકાયત

નેટલિક્સની વેબસીરીઝ ધ સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસ એલ્નાઝ નેરોઝી સાથે શિકાગો એરપોર્ટ પર દૃુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. તેણીને શિકાગો એરપોર્ટ પર તે ઈરાની હોવાને કારણે રોકવામાં આવી. પૂછપરછના ત્રણ કલાક પછી તેને જવાની મંજૂરી આપવામાં આવી. પૂછપરછના કારણે એલ્નાઝને તેની લાઇટ ચૂકી જવી પડી. આગળની લાઇટ માટે એલ્નાઝને એરપોર્ટ પર છ કલાક રાહ જોવી પડી હતી.
અલ્નાઝએ કહૃાું કે, મને ત્રણ કલાકથી વધુ સમય માટે ઇમિગ્રેશનમાં રોકવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટ અધિકારીઓએ તેને કનેક્ટિંગ લાઇટ પર જવાથી અટકાવી. એલ્નાઝના જણાવ્યા અનુસાર, તેમની પાસે જર્મન પાસપોર્ટ છે એટલે તેમને અમેરિકામાં મુસાફરી કરવા માટે વિઝાની જરૂર નથી. તેમણે કહૃાું કે હું ઈરાની છું કારણ કે મેં સામાન્ય વિઝા માટે અરજી કરી છે. યુ.એસ. પ્રમુખ ટ્રમ્પે ઇરાનીઓ પર કેટલાક બેન મૂક્યા છે. આ જ કારણે એરપોર્ટના અધિકારીઓ તમા મ વસ્તુઓ બે વાર તપાસે છે.
એલ્નાઝના જણાવ્યા અનુસાર,થોડા સમય સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેનાથી મારે મારી કનેક્ટિંગ લાઇટ ચૂકી જવી પડી. મને આગલી લાઇટ માટે ૬ કલાક રાહ જોવી પડી. આ પહેલીવાર થયું છે જ્યારે મેં વિચાર્યું કે તે આ મુસાફરી ક્યારેય સમાપ્ત થશે નહીં. હું ખૂબ થાકી ગઇ હતી. પરંતુ હવે બધું સારું છે.


બ્રિટનના નવા પ્રધાનમંત્રી સાથે સૈફની દૃીકરી સારાનું કનેક્શન..!!

બ્રિટનમાં બ્રેક્સિટ મુદ્દા પર પ્રધાનમંત્રી થેરેસા મેના રાજીનામા પછી બોરિસ જોહનસને નવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા તરીકે યોજાયેલી ચૂંટણીમાં તેમણે ઝેરેમી હંટને લગભગ ૪૫,૦૦૦ મતથી હરાવ્યા છે. બોરિસ જોહનસનનો ભારત સાથે ખૂબ ઊંડો સંબંધ છે. ભારતના જાણીતા લેખક પત્રકાર ખુશવંતિંસહ તેના સંબંધી પણ છે. એટલું જ નહીં બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બોરિસ જોહનસનનો સંબંધ સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા િંસહ અને પુત્રી સારા ખાન સાથે જોડાયેલા છે.
પ્રખ્યાત ભારતીય પત્રકાર ખુશવંતિંસહના નાના ભાઈ દૃલજીત િંસહના લગ્ન એક શીખ મહિલાના દૃીપ સાથે થયા હતા. દૃલજિત િંસહ અને દૃીપની દૃીકરી મરીના બ્રિટનના નવા પ્રધાનમંત્રીની પત્ની બની. એટલું જ નહીં દૃીપની નાની બહેનના લગ્ન પણ ખુશવંત િંસહના નાના ભાઇ ભગવંતિંસહ સાથે થયા હતા.
ખુશવંત િંસહના સંબંધ સાથે બોરિસ જોહનસનો સંબંધ બોલિવૂડ સાથે પણ જોડાયેલો છે. હકીકતમાં સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા િંસહ ખુશવંત િંસહના પરિવારનો ભાગ છે. તેણી ખુશવંત િંસહની ભત્રીજી જેવી લાગે છે. આ સંદૃર્ભમાં બોરિસ જોહનસનનો સંબંધ અમૃતા િંસહ સાથે સારો રહૃાો છે. એટલું જ નહિ, અમૃતા અને સૈફની પુત્રી સારા અલી ખાનનો સંબંધ બોરિસ સાથે જોડાયેલો છે.


કેન્સરની જાણ થતાં જ દીકરો મને જબરજસ્તી ફ્લાઈટમાં બેસાડીને ન્યૂયોર્ક લાવ્યો : રીષિ કપૂર

બોલિવૂડ એક્ટર રીષિ કપૂરે તાજેતરમાં જ કહૃાું હતું કે તેઓ ઓગસ્ટ મહિનામાં ભારત પરત ફરશે. હવે તે ફરીવાર કેમેરાનો સામનો કરવા માટે તત્પર છે. તેઓ છેલ્લાં નવ મહિનાથી ન્યૂયોર્કમાં છે. હાલમાં રીષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં માતા કૃષ્ણા રાજ કપૂરના નિધન અંગે પહેલી જ વાર વાત કરી હતી. આ સિવાય દૃીકરો રણબીર કપૂર કેવી રીતે તેમને ન્યૂયોર્ક લાવ્યો તે અંગે પણ કહૃાું હતું.
રીષિ કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે તેમને કેન્સરની બીમારી હોવાની જાણ થઈ ત્યારે તેમનું પહેલું રિએક્શન કેવું હતું? જેના જવાબમાં રીષિએ કહૃાું હતું કે રિએક્ટ કરવાનો સમય જ નહોતો. તે સમયે તે દિૃલ્હીમાં શૂિંટગ કરતાં હતાં. નવી ફિલ્મના શૂિંટગને છઠ્ઠઓ દિૃવસ હતો. તેમનો દૃીકરો રણબીર તથા પરિવારના નિકટના સભ્યો દિૃલ્હી આવ્યા અને પ્રોડ્યૂસર્સને આખી વાત કહી હતી. તે જ સાંજે મુંબઈ પરત ફર્યાં અને તરત જ ન્યૂયોર્ક જવા રવાના થયા હતાં. પ્રતિક્રિયા કે આત્મનિરીક્ષણ કરવાનો સમય જ નહોતો. દૃીકરાએ તેમને જબરજસ્તીથી એરક્રાફટમાં બેસાડ્યાં અને તે ન્યૂયોર્ક લઈને આવ્યો હતો. બીમારીનો સ્વીકાર ધીમે ધીમે થયો હતો.


‘ધ સ્કાય ઇઝ પિક્ધનું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાશે

પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિક્ધનું વર્લ્ડ પ્રીમિયર યોજવાનું છે. ‘ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૩ સપ્ટેમ્બરે પ્રીમિયર યોજવાનું છે. ફરહાન અખ્તરે ટ્વિટર પર જાણકારી આપતા લખ્યું કે, ‘દૃય ખુશીથી ભરાઈ ગયું. ન્યૂઝ શેર કરતાં ગર્વ થાય છે કે ધ સ્કાય ઇઝ પિક્ધનું ૧૩ સપ્ટેમ્બરે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર છે.
‘જય ગંગાજલ પછી આ ફિલ્મથી પ્રિયંકા બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા, ફરહાનની સાથે ઝાયરા વસીમ, રોહિત સરાફ પણ છે. ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ‘આરએસવીપી અને ‘રોય કપૂર ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતમાં ૧૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.


દેવરાકોન્ડાની ‘ડિયર કોમરેડની હિન્દી રિમેકને કરણ જોહર પ્રોડ્યૂસ કરશે

‘અર્જુન રેડ્ડી ફેમ સાઉથ સ્ટાર વિજય દૃેવરાકોન્ડાની આગામી ફિલ્મ ‘ડિયર કોમરેડ ૨૬ જુલાઈના રિલીઝ થવાની છે. વિજય દૃેવરાકોન્ડાની ફિલ્મ ‘અર્જુન રેડ્ડીની હિન્દૃી રિમેક શાહિદૃ કપૂર સ્ટારર ‘કબીર િંસહ આ વર્ષે જ રિલીઝ થઇ છે. હજુ આ ફિલ્મ થિયેટર્સમાં ચાલી રહી છે ત્યારે જ વિજયની બીજી ફિલ્મ ‘ડિયર કોમરેડની પણ હિન્દૃી રિમેકની જાહેરાત થઇ ગઈ. ‘ડિયર કોમરેડ હજુ રિલીઝ પણ નથી થઇ અને તેની પહેલાં જ તેની હિન્દૃી રિમેકનું પણ અનાઉન્સમેન્ટ થઇ ગયું. ફિલ્મમેકર કરણ જોહર ‘ડિયર કોમરેડ ફિલ્મની હિન્દૃી રિમેકને પ્રોડ્યૂસ કરવાનો છે. હિન્દૃી રિમેકની જાહેરાત કરતાં કરણ જોહરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘ડિયર કોમરેડને સૌથી પહેલા જોવાનો આનંદૃ. ખૂબ જ પાવરફુલ અને ઇન્ટેન્સ લવ સ્ટોરી. મને જણાવતા ખુશી થાય છે કે ધર્મા મૂવીઝ આ ફિલ્મની હિન્દૃી રિમેકમને પ્રોડ્યૂસ કરશે. આ માટે ઘણો ઉત્સુક છું.
આ ફિલ્મ તેલુગુ એક્શન ડ્રામા છે. ફિલ્મમાં વિજય દૃેવરાકોન્ડા અને રશ્મિકા મંદૃાના લીડ રોલમાં છે. આ લવ સ્ટોરીને ડેબ્યુ ડિરેક્ટર ભરત કામાએ ડિરેક્ટ કરી છે અને લખી પણ છે. ફિલ્મ ૨૬ જુલાઈના રોજ તમિળ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થવાની છે.


‘ધ કપિલ શર્મા શો ફૅમ એક્ટ્રેસ સુમોનાએ ધૂમ્રપાન છોડ્યુ

કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની ‘મંજુના નામથી જાણીતી બનેલી સુમોના ચક્રવર્તી હાલમાં એક ખાસ કારણથી ચર્ચામાં આવી છે. સુમોનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેણે કહૃાું છે કે તે હવે ધૂમ્રપાન કરતી નથી. બે વર્ષ પહેલાં તેના માટે આમ કરવું મુશ્કેલ હતું પરંતુ તે આમ કરવામાં સફળ રહી હતી. હાલમાં સુમોના ‘ધ કપિલ શર્મા શોમાં ભૂરીનો રોલ પ્લે કરી રહી છે.
સુમોનાએ સ્મોિંકગ છોડવું કેટલું મુશ્કેલ હતું, તે અંગે પોસ્ટ કરી છે. તેણે કહૃાું હતું કે તેણે બે વર્ષ પહેલાં એક ખાસ ફ્રેન્ડના જન્મદિૃવસ પર સ્મોક કરવાનું બંધ કરી દૃીધું હતું. તે થોડાં સમય પહેલાં તુર્કી ગઈ હતી પરંતુ તેણે હજી સુધી નિકોટીનનો ઉપયોગ કર્યો નથી. આ મુશ્કેલ હતું, પરંતુ હવે તેનું શરીર આને પૂરી રીતે રિજેક્ટ કરે છે. તે એ રૂમમાં પણ રહી શકતી નથી, જ્યાં લોકો સ્મોક કરતાં હોય.
સુમોનાએ આગળ કહૃાું હતું કે આમ કરવું ઘણું જ મુશ્કેલ હતું પરંતુ ત્યાં સુધી, જ્યાં સુધી તેણે સ્મોક કરવાનું બંધ ના કર્યું. ત્યારબાદૃ બધું જ સરળ હતું. તે આ બધું કેમ કહી રહી છે? કારણ કે તે એક એક્ટર છે અને તેને ઘણાં લોકો ફોલો કરે છે. તેને આશા છે કે આ રીતે તે અન્યને પ્રેરણા આપે છે. તેના તરફથી આ નાનકડો ડોઝ છે.


કર્ણાટક બાદ મ.પ્રદૃેશમાં સરકાર પડશે..!!,ભાજપ-કોંગ્રેસ આમને -સામને

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર ધરાશાયી થયા પછી મધ્યપ્રદૃેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે કમલનાથ સરકારને પાડવાની ચેતવણી આપી છે. તેમને બુધવારે વિધાનસભામાં કહૃાું કે, જો અમારા ઉપરવાળા નંબર ૧ અને ૨નો આદૃેશ હશે તો કોંગ્રેસની સરકાર ૨૪ કલાક પણ નહીં ચાલે. ભાજપ નેતાના નિવેદૃન પર ગૃહમાં હોબાળો પણ થયો હતો. આ સાથે મુખ્યમંત્રી કમલનાથે તેમને જવાબ આપતા કહૃાું કે, તમારા નંબર ૧ અને ૨ સમજદૃાર છે, એટલા માટે આદૃેશ નથી આપતા. મધ્ય પ્રદૃેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ િંસહ ચૌહાણનું કહેવું છે કે, જો પ્રદૃેશમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગે તો તેના માટે અમે જવાબદૃાર નહીં હોઈએ.
કમલનાથે કહૃાું કે, આ નંબર એક અને બે કોણ છે? આ અંગે બધા જાણે છે. મધ્યપ્રદૃેશમાં અમારી સરકાર પાંચ વર્ષ પુરા કરશે. જો તમને લાગતું હોય તો આજે જ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લઈ આવો. સાબિત થઈ જશે કે સરકાર અલ્પમતમાં છે કે નહીં.
કમલનાથે કહૃાું કે, રાજકીય જીવનમાં તેમના પર કોઈ ડાઘ નથી. આ દૃરમિયાન ગોપાલ ભાર્ગવે આ ટિપ્પણી કરી છે. ભાર્ગવના નિવેદૃન પર ગૃહમાં કોંગ્રેસે હોબાળો શરૂ કરી દૃીધો હતો. તેમના સભ્યોએ ખરીદૃ વેચાણનો આરોપ લગાવ્યો હતો. કમલનાથે કહૃાું કે, અહીં બેસેલા ધારાસભ્યો વેચાયેલા નથી. હોબાળાના કારણે સ્પીકર એનપી પ્રજાપતિએ કાર્યવાહી પાંચ મિનીટ માટે સ્થગિત કરી દૃીધી હતી.
ભાજપના નેતા કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પડ્યા બાદૃ સવારથી જ મધ્યપ્રદૃેશમાં પણ કોંગ્રેસ સરકારની ઊંધી ગણતરી શરૂ થવા અંગે નિવેદૃનો આપી રહૃાા હતા. વિધાનસભાની બહાર ગોપાલ ભાર્ગવે કહૃાું હતું કે, કર્ણાટકની હવા હવે મધ્યપ્રદૃેશ સુધી પહોંચશે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ સરકારનું િંપડદૃાન થવાનું છે.


સગીર વાહન ચલાવતાં પકડાય તો માબાપ દૃંડાશે: નીતિન ગડકરી

સગીર વયના યુવક-યુવતી વાહન ચલાવતાં અને અકસ્માત કરતાં પકડાય તો હવે પછી એના માબાપને આકરી સજા થશે જેમાં મોટી રકમના દૃંડ અને જેલનો સમાવેશ થાય છે.
મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં બહાલી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે. આડેધડ વાહન ચલાવવા ઉપરાંત ગમે ત્યાં વાહન પાર્ક કરવું એ તેમની આદૃત બની ગઇ છે.
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સૂચવેલા સુધારા મુજબ હવે આવું ચાલશે નહીં. જો કે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. જે રાજ્ય આ સુધારો સ્વીકારવા તૈયાર ન હોય તો તેમ પરંતુ અમે આ સુધારો લાદૃવાના નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે.
સાથોસાથ હાલના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ સીટબેલ્ટ નહીં બાંધનારને ૧૦૦ રૂપિયા દૃંડ થતો હતો. કાયદૃામાં કરાયેલા સુધારા મુજબ હવે ૧૦૦૦ રૂપિયા દૃંડ થશે. શરાબ પીને વાહન ચલાવતાં પકડાયા તો અગાઉ ૨૦૦૦ રૂપિયા દૃંડ થતો હતો, હવે ૧૦ હજાર રૂપિયા દૃંડ થશે. બેફામ વાહન હંકારનારને અગાઉ ૫૦૦ રૂપિયા દૃંડ થતો હતો, હવે ૫૦૦૦ રૂપિયા દૃંડ થશે. આવા બીજા ઘણા સુધારા આ કાયદૃામાં કરવામાં આવ્યા છે.


ઈરાનમાં ખાતર પ્લાન્ટ સ્થાપવાની યોજના નથી: કેન્દ્ર સરકાર

ઈરાનમાં ખાતરનો પ્લાન્ટ સ્થાપવાની તથા આ દૃેશમાંથી આયાત કરવાની સરકારની કોઈ યોજના નથી, એમ રસાયણ – ખાતર ખાતાના પ્રધાન સદૃાનંદૃ ગૌડાએ લોકસભામાં જણાવ્યું હતું.
પાંચ નિષ્ક્રિય કેમિકલ ઉદ્યોગને સક્રિય કરીને આ ક્ષેત્રે સ્વાવલંબી બનવા તરફ કામગીરી થઈ રહી છે, એમ તેમણે કહૃાું હતું.
ફર્ટિલાઈઝરની ૭૫ ટકા માગને દૃેશ દ્વારા જ પહોંચી વળાય છે. બાકીના ૨૫ ટકા વિભિન્ન દૃેશોથી આયાત કરાય છે. અનેક કારણસર હાલ ઈરાનમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ સ્થાપવાની કોઈ યોજના નથી. ભાજપના સાંસદૃ કપિલ પાટીલે લોકસભામાં પ્રશ્ર્ન પૂછ્યો હતો કે ઈરાનમાં ખાતર પ્લાન્ટ સ્થાપવાની અને ત્યાંથી ખાતરની આયાત કરવાની કોઈ યોજના છે કે નહીં તેના પ્રત્યુત્તર પ્રધાને ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી.
ગોરખપુર, િંસદૃરી, બરોની, થલચર અને રામાગુંદૃમ સ્થિત નિષ્ક્રિય ફર્ટિલાઈઝર પ્લાન્ટને સક્રિય કરવા સરકાર પ્રયત્નશીલ છે. આ પાંચ પ્લાન્ટ સંપૂર્ણપણે કાયરત થશે પછી દૃેશ ખાતર ઉત્પાદૃનમાં સ્વાવલંબી બની જશે, એમ તેમણે કહૃાું હતું.


error: Content is protected !!