Main Menu

Friday, July 26th, 2019

 

’ડિયર કોમરેડની રીમેકમાં જ્હાન્વી અને ઇશાનની જોડી ફરી ચમકે તેવી અટકળો

બોલિવૂડ અત્યારે સાઉથની ફિલ્મ્સની રિમેક તૈયાર કરવા તરફ વળ્યું છે. અત્યાર સુધીમાં સાઉથની અનેક ફિલ્મ્સનાં હિન્દૃીમાં વર્ઝન્સ તૈયાર થયાં છે. રિસન્ટલી રિલીઝ થયેલી શાહિદૃ કપૂર સ્ટારર ‘કબીર િંસઘ સાઉથની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડીની હિન્દૃી રીમેક છે. કરણ જોહરે પણ સાઉથની ફિલ્મ ‘ડિયર કોમરેડની હિન્દૃી રીમેક તૈયાર કરવાની જાહેરાત કરી છે.
આ ફિલ્મમાં કરણ ઇશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂરને સાઇન કરશે એમ કહેવામાં આવી રહૃાું છે. ઇશાન અને જ્હાન્વીએ કરણની જ ફિલ્મ ‘ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેમની બંને વચ્ચેની કેમિસ્ટ્રીને ખાસ પસંદૃ કરવામાં આવી હતી.


કારગિલ વિજય દિૃને અક્ષયે જવાનોનો ‘તેરી મિટ્ટી ગીત ગાતો વીડિયો શૅર કર્યો

અક્ષય કુમારે કારગિલ વિજય દિૃવસ પર ભારતીય સેનાને જવાનોનો સેલ્યૂટ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સૈનિકો એક્ટર અક્ષયની ફિલ્મ ‘કેસરીનું ગીત ‘તેરી મિટ્ટી… ગીત ગાતા જોવા મળે છે. અક્ષયે લખ્યું હતું, આ વીડિયોએ મારો દિૃવસ બનાવી દૃીધો. જ્યારે તમારું નાનકડું યોગદૃાન લોકો સુધી પહોંચે છે. આ સિવાય વધું શું જોઈએ. આપણાં ભારતના વીરોને લાખો સલામ…
અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં ‘ભારત કે વીરનો ઉલ્લેખ કર્યો છે. ‘ભારત કે વીર ગૃહ મંત્રલાય દ્વારા બનાવવામાં આવેલું એક ટ્રસ્ટ છે. જેના સાત ટ્રસ્ટીમાંથી એક ટ્રસ્ટી અક્ષય કુમાર પણ છે. આ ટ્રસ્ટનો ઉદ્દેશ સીએપીએફ જવાનોના પરિવારને મદૃદૃ કરવાનો છે, જેમાં દૃેશની સામાન્ય જનતા સરળતાથી મદૃદૃ કરી શકે છે. અક્ષયે કારગિલ વિજય દિૃવસ પર આ પોસ્ટ કરી છે.


મહારાષ્ટ્ર સરકારે ‘ઉરી મફતમાં બતાવવાનું કહેતા થિયેટર માલિકોએ વિરોધ નોંધાવ્યો

૨૬ જુલાઈને કારગિલ દિૃવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિૃવસે મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યના ૫૦૦ થિયેટર માલિકને સવારે ૧૦ વાગ્યાના શોમાં ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક મફતમાં ચલાવવાનો આદૃેશ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના આ આદૃેશનો થિયેટર માલિકોએ વિરોધ પણ કર્યો હતો.
રાજ્ય સરકારે મલ્ટીપ્લેક્સ માલિકોને એક સ્ક્રીન ફાળવવાનું તથા મોર્નિંગ શોમાં કેટલાં લોકો બેસી શકશે, તેની વિગતો ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આપવાનું કહૃાું છે. મુંબઈ તથા પૂનાના થિયેટર માલિકોએ સ્વીકાર્યું હતું કે તેમને રાજ્ય સરકારનો આ પરિપત્ર મળ્યો છે. તેમને સૂચના આપવામાં આવી છે કે ૨૬ જુલાઈ (શુક્રવાર)ના રોજ સવારે ૧૦ વાગ્યાનો શો કોલેજના વિદ્યાર્થીઓ તથા પૂર્વ ડિફેન્સ અધિકારઓ આઈ કાર્ડ બતાવીને ફિલ્મ મફતમાં જોઈ શકશે. જી-૭ મલ્ટીપ્લેક્સ તથા મરાઠા મંદિૃરના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર મનોજ દૃેસાઈએ કહૃાું હતું કે પત્રમાં રાજ્યના સીએમ દૃેવેન્દ્ર ફડનવીસે કહૃાું હતું કે રાજ્ય સરકાર આ ફિલ્મનું સ્ક્રીિંનગ બતાવીને યુવાનોને ડિફેન્સ ફોર્સમાં જવા માટે પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે. દૃેસાઈએ કહૃાું હતું કે એસી તથા લાઈટનું બિલ કોણ ભોગવશે? સરકાર જીએસટીમાં કોઈ જાતની રાહત આપતી નથી.


દિૃપેશ-અભિષેક અપમૃત્યુ કેસ: આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચીટ

 

ગુજરાત રાજ્યમાં બહુચર્ચાસ્પદૃ દૃીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં આસારામ તેમજ નારાયણ સાંઇને ક્લિનચીટ આપવામાં આવી છે. આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દૃીપેશ અને અભિષેકના મોતના મામલે નિવૃત જસ્ટિસ ડી.કે. ત્રિવેદૃીનો અહેવાલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે પુન:તપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી બાકી છે.

ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ ૨૦૦૮ દૃરમિયાન અમદૃાવાદૃના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દૃીપેશ અને અભિષેકના મોતના મામલે નિવૃત જસ્ટિસ ડી.કે. ત્રિવેદૃીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ડી.કે. ત્રિવેદૃીના રિપોર્ટમાં આસારામ અને નારાયણ સાંઇને ક્લિનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત તાંત્રિકવિધિ થયાના પણ કોઈ પુરાવા ન મળ્યાંની નોંધ કરવામાં આવી છે. દૃીપેશ કે અભિષેકના શરીરના કોઈ અંગો ગાયબ ન થયાની પણ નોંધ કરવામાં આવી છે.
ડી.કે.ત્રિવેદૃી તપાસ પંચ દ્વારા રજૂ કરવામાં આવેલાં અહેવાલ પ્રમાણે શાળાના બે બાળકોના મરણ અંગે સંપૂર્ણ વિગતો તપાસવામાં આવી છે. દૃીપેશ અનેઅભિષેકના તા.૦૩/૦૭/૨૦૧૮ના રોજ મોડી સાંજે ગુમ થવાનો બનાવ આશ્રમ મેનેજમેન્ટની નિષ્કાળજીના કારણે બનેલો છે. પંચનો એવો અભિપ્રાય છે કે, આ પ્રકારની નિષ્કાળજી કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. જ્યારે આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ભૂલ/ક્ષતિ કરવામાં આવેલ હોવાનું જણાતું નથી.
તેમાં વધુમાં જણાવાયું છે કે, ભવિષ્યમાં એવા બનાવ ન બને તે માટે જવાબદૃાર અધિકારીને ગૂરૂકુળની રૂબરૂ મુલાકાત લેવા, ૧૦ વર્ષથી નીચેના બાળકોને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવો, ડોકટર/વોર્ડન દ્વારા નિશ્ર્ચિત રજીસ્ટરમાં બાળકોના સુવાના સમયે નોંધ કરવી, સી.સી.ટી.વીકેમેરાની વ્યવસ્થા ગોઠવી, વિદ્યાર્થી અને સાધકોના મૂવમેન્ટ રજીસ્ટર રાખવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ હોવી જોઈએ. આ ઉપરાંત મેનેજમેન્ટ દ્વારા બાળકોના વાલીનો સતત સંપર્ક, કેમ્પસમાં રાત્રી દૃરમિયાન યોગ્ય લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થી માટે યોગ્ય રમતનું મેદૃાન, મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને નદૃી કિનારે લઈ જવાનું ટાળવું અને જો લઈ જવામાં આવે તો ગુરુકુળના જવાબદૃાર વ્યક્તિને સાથે મોકલવા વિગેરે ભલામણ કરવામાં આવી છે.
દૃીપેશ અભિષેકના મોતની તપાસ માટે નિમવામાં આવેલા તપાસ પંચની શરતો અને બોલી આ પ્રમાણે હતી. ૧) કમિશને તેમની તપાસમાં શાળાના બે બાળકોનાં મૃત્યુના બનાવ અંગેની સત્ય હકીકત અને તેના કારણો તપાસવા. ૨) બે બાળકોના મરણ અંગે પોલીસ દ્વારા થયેલ તપાસ અને લેવાયેલ પગલાં પુરતા હતા કે કેમ તેની તપાસ કરવી.


સાવરકુંડલાવાળા દોશી શશીકાંત છબીલદાસનું અમરેલીમાં નિધન

,સાવરકુંડલાવાળા દોશી શશીકાંત છબીલદાસનું અમરેલીમાં નીધન થતા કાપડ બજારના વેપારીઓએ બંધ પાડી શોકાંજલી પાઠવી હતી.અમરેલીમાં 60 વર્ષ જુની કાપડની પેઢી વાળા દોશી શશીકાંત છબીલદાસ ઉ.વ.80 તે હિતેશભાઈ તથા કલ્પેશભાઈ દોશીના પીતાશ્રી અને સુરેશભાઈ ઘેલાણીના મોટાભાઈનું નિધન થતા સદ્ગતના માનમાં અમરેલી કાપડ બજારના વેપારીઓએ સ્વયંભુ બંધ પાડી શોક વ્યક્ત કર્યો હતો સદ્ગતની પ્રાર્થના સભા તા.26 શુક્રવારે સાંજે 4 થી 6 દશાશ્રીમાળી વાડી યુનિટ નં.2 અમરેલી ખાતે રાખેલ છે.


અમરેલીના વધું એક અનોખા સંયોગના સાક્ષી બનતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ

ભારતીય રાજકારણમાં જવેલ્લેજ બનતી ઘટના ઘટી હતી અને તેમા અમરેલીના વધ્ાુ એક અનોખા સંયોગના સાક્ષી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી બન્યા હતા.ભાજપના રાષ્ટ્રીય સહકારી આગેવાન અને રાજયના પુર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી અને રાજયના પુર્વ મંત્રી ભાજપ આગેવાન સ્વ. સવજીભાઇ કોરાટની સાથેની તસવીરનું વર્ષો પછી પુનરાર્તન થયું હતુ જે તે વખતે શ્રી દિલીપ સંઘાણી તથા શ્રી સવજીભાઇ કોરાટની વચ્ચે શ્રી નરેન્દ્રભાઇ મોદી હોય તેવી એક તસવીર કલીક થઇ હતી અને હવે બે દાયકા પછી આ કલીકનું પુનરાવર્તન અલબત જુદી રીતે થયું હતુ. અત્યારે શ્રી દિલીપ સંઘાણીના પુત્ર શ્રી મનીષ સંઘાણી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ છે અને રાજકોટ યુવા ભાજપના પ્રભારી અને સ્વ. સવજીભાઇ કોરાટના પુત્ર શ્રી પ્રશાંત કોરાટ હાલમાં રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે આ બે યુવા નેતાઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુલાકાત આપી હતી તે નવી તસવીર અને તેમના પિતાશ્રીઓની શ્રી નરેન્દ્રભાઇ સાથેની જુની તસવીર નજરે પડે છે.


બિપિન રાવતની પાક.ને ચેતવણી: ફરીવાર કારગિલ જેવા યુદ્ધની કોશિશ ન કરા

ભારતીય ખુશ્કીદૃળના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે પાકિસ્તાનને ચેતવણી આપી. તેમણે કહૃાું કે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ પાકિસ્તાનનું એક મોટુ દૃુસ્સાહસ હતું. મને પુરો ભરોસો છે કે ભવિષ્યમાં તેમની સેના આવી નાદૃાની નહીં કરે. તે આપણી તાકાત જાણી ગયા છે. હવે આપણી પાસે પહેલાથી વધુ સારા સર્વેલન્સ ડિવાઇસ ઉપલબ્ધ છે. તેનાથી ક્યાંયથી પણ ઘુસણખોરીનો પતો લગાવી શકાય છે. ૨૬ જુલાઇના કારગિલ યુદ્ધના ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહૃાા છે.
જનરલ રાવતે ક્હૃાું કે આપણા જવાન ઉંચાઇ પર ચોક્કસ છે. બીજી તરફ પાકિસ્તાની સેના તહેનાત છે. અમે હંમેશા તેમને બેકફુટ પર રાખ્યા છે અને આગળ પણ રાખીશું. હવે પાકિસ્તાન ક્યારેય કારગિલ જેવી ભૂલ નહીં કરે.સેના પ્રમુખતી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નિવેદૃન અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો. ઇમરાને અમેરિકાના પ્રવાસમાં કહૃાું હતું કે ૧૪ ફેબ્રુઆરીમાં કાશ્મીરના પુલવામા આતંકવાદૃી હુમલામાં સ્થાનિકો સામેલ હતા. પાકિસ્તાનનો તેમાં કોઇ હાથ નથી. તેના પર જનરલ રાવતે કહૃાું કે અમે સત્યથી સંપુર્ણપણે વાકેફ છીએ. તેથી કોઇ એક નિવેદૃનને લઇને આગળ નથી વધી શકીએ. અમારી ગુપ્ત એજન્સીઓએ આ હુમલામાં જરૂરી પુરાવા મેળવ્યાં છે.મહત્વપૂર્ણ છે કે, ૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિૃવસની ઉજવણી કરવામાં આવે છે. ૬૦ દિૃવસ સુધી ચાલેલા યુદ્ધમાં ભારતની જીત થઈ હતી.જે બાદૃ ૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિૃવસની ઉજવણી કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વોિંશગ્ટન સ્થિત યૂએસ ઇન્સ્ટીટયૂટ ઓફ પીસમાં સ્વીકાર કર્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાંક આતંકવાદૃીઓએ કાશ્મીરમાં લડાઇ લડી હતી. પુલવામા હુમલાને લઇને ઇમરાન ખાને કહૃાું કે જૈશ-એ-મોહમ્મદૃે આ હુમલાની જવાબદૃારી લીધી હતી જે ભારતમાં પણ સક્રિય છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું “ટેન્ટસિટી નર્મદા’ તોડી પાડવા આદેશ

ગુજરાતના ગૌરવ સમાન અને વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એક મોટું પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં આવતા પ્રવાસીઓની સુવિધા માટે અને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે તેની નજીકમાં ગરૂડેશ્ર્વર ખાતે એક ટેન્ટસિટી બનાવવામાં આવ્યું છે. આ ટેન્ટસિટીમાં ગેરકાયદૃે રીતે બનાવાયેલા ૩૦ ટેન્ટ તોડી પાડવાના જિલ્લા કલેક્ટર દ્વારા આદૃેશ આપવામાં આવ્યા છે.
હકીકતમાં ગરૂડેશ્ર્વર નજીક જે જગ્યાએ ટેન્ટસિટી ઊભું કરવામાં આવ્યું છે તે જગ્યા કેવડિયામાં આવેલી સ્વામિનારાયણ સંસ્થાને આપવામાં આવી હતી. સ્વામિનારાયણ સંસ્થા આ જગ્યાએ ગૌશાળા બનાવવાની હતી. જોકે, શરતભંગ કરીને અહીં ટેન્ટસિટી ઊભું કરી દૃેવાયું હતું.
આથી, જિલ્લા કલેક્ટર દ્વારા એક મહિલના પહેલા શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની નોટિસ પછી પણ તેમના આદૃેશનું પાલન કરવામાં આવતા ગુરૂવારે કલેક્ટરે નવો આદૃેશ આપ્યો છે. જે મુજબ આગામી ૪૮ કલાકમાં ટેન્ટસિટી સ્વૈચ્છિક રીતે હટાવી દૃેવા જણાવાયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા અહીં ગેરકાયદૃે રીતે ઊભા કરી દૃેવાયાલે ૩૦ ટેન્ટ તોડી પાડવાનો આદૃેશ આપ્યો છે. તંત્રએ નોટિસમાં જણાવ્યું છે કે, જો સ્વૈચ્છિક રીતે ગેરકાયદૃે રીતે બાંધવામાં આવેલા ટેન્ટ દૃૂર કરવામાં નહીં આવે તો તંત્ર જાતે જ કાર્યવાહી કરીને ટેન્ટસિટી દૃૂર કરશે.


વડિયામાં વિજપુરવઠો ન મળતા વિજકચેરીએ ખેડૂતોનો હોબાળો

વડિયા ખેડૂતોએ 4 દિવસ થી પીજીવીસી એલ દ્વારા પાવર ન મળતા જીઈબી ખાતે કર્યો હોબાળોવડિયા ના ઢું ઢીયા પીપરિયા ગામે ખેડૂતો ને પૂરતો પોવેર આપવા બાબતે ખેડૂતો આવી પહોંચ્યા વડિયા જી ઇ બી ખાતેઢુંઢીયા પીપરિયા ના ખેડૂતો ને છેલ્લા ચાર પાંચ દિવસ થી સિંગલ ફેસ થ્રી ફેર પાવર મળતો નથી જેથી ખેતી તો ઠીક પીવા ના પાણી ની પણ સમસ્યા થતા લોકો વડિયા જી ઇં બી ખાતે અધિકારી ને રજુઆત કરવા પહોંચ્યાછેલ્લા ઘણા સમય થી ફીડર બદલવાનું છે કોઈ ફોન ઉપર જવાબ નથી આપતા એવા પ્રસનો ની રજુઆત સાથે રોસ પૂર્વક અધિકારી. ને રજુઆત કરી હતી


લાઠીના નારાયણ નગર ખાતે રહેતા યુવાને ગઆફાંસો ખાઈ જીવન ટુંકાવયુ

લાઠી તાલુકાના નારાયણ નગર ખાતે રહેતા સુધીરભાઈ ડાયાભાઈ મકવાણા દ્વારા ગઈકાલ રાત ના 7:00 આજુબાજુ ઘરેથી નીકળી ગયેલ ત્યા રે આજ સવારના 7:30 વાગે કાચંરડી ગામના સરપંચ પોપટભાઈ ની વાડી ખાતે ઝાડ સાથે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું દામનગર પોલીસ દ્વારા ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી .ડેડબોડી પીએમ માટે દામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે દામનગર પોલીસ પાસે થી મળતી માહીતી મુજબ સુધીર નામ ના યુવાન ને ધંધા ની બેરોજગારી સાથે લગ્ન ન થતાં હોય તો માનસિક અસર થય ગયેલ હોવાથી ગઈ રાત્રીના સમયે વાડી વિસ્તારમાં જયને ગળાફાંસો ખાઇ આપધાત કરવામાં આવ્યો હતો યુવાન આપઘાતના પગલે નાના એવાં ગામમાં હાહા કાર મચી જવા પામ્યો હતો ધટના સ્થળે લોકોનાં ટોળેટોળા જોવાં મળ્યાં હતાં …હાલ દામનગર પોલીસ સ્ટેશન ના હે.કોસ્ટ પી.આર દેસાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.. નામનાં યુવાન દ્વારા તેમનાં ભાઇ ની યગ્ની વિધી દરમ્યાન આગ મા કુદી ને આપઘાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં વિંધી મા હાજર રહેલા લોકો દ્વારા તેને બચાવી તાત્કાલિક ધોરણે ઢસા 112 માં ફોન કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો


error: Content is protected !!