Main Menu

Saturday, July 27th, 2019

 

ડેરીમાંથી નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

શાહીબાગમાં ઘેવર કોમ્પ્લેક્સમાં આવેલી ઉમિયા દૃૂધ ઘર નામની ડેરીમાંથી પોલીસે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી ઘીના પાંચ ડબ્બા કબ્જે કરી તપાસ શરૂ કરી છે.
ઘેવર કોમ્પ્લેક્સમાં આવેલી ઉમિયા દૃૂધ ઘર નામની ડેરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે શાહીબાગ પોલીસે ડેરીમાં તપાસ કરી હતી. પોલીસને વનસ્પતિ ઘી મળી આવ્યું હતું, જેમાં સોયાબીનું તેલ મિક્સ કરી તેને ઉકાળી ભેળસેળ કરી ઘી બનાવવામાં આવતું હતું. જેને તેઓ ઊંચા ભાવે વેંચતા હતા. પોલીસે અડધો તેલનો ડબ્બો, નળી, ગેસનો બાટલો અને ૧૦ કિલો ઘી કબ્જે કર્યું હતું. હાંસોલની ખોડિયારધામ સોસાયટીમાં રહેતા યોગેશ પટેલ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.


આઈસીસીએ કરી ભૂલ: મિંલગાની નિવૃતિ પર ખોટા આંકડા દૃર્શાવ્યા

શ્રીલંકાઈ યૉર્કરમેન લસિથ મિંલગાએ વનડે ઈન્ટરનેશનલને અલવિદૃા કહી દૃીધુ છે. શ્રીલંકાની ટીમે શુક્રવારે કોલંબોના આર. પ્રેમદૃાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ વન ડે મેચોની સિરીઝ પહેલા મેચમાં બાંગ્લાદૃેશને ૯૧ રનોથી માત આપીને પોતાના શ્રેષ્ઠ બોલર લસિથ મિંલગાને વિજયી વિદૃાય આપી.
વન ડે ઈન્ટરનેશનલમાં મિંલગાના યોગદૃાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદૃે પણ વખાણ કર્યા છે પરંતુ તેમણે પોતાના ઑફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર મિંલગાના વનડે કરિયર સાથે જોડાયેલા આંકડા દૃર્શાવવામાં ભૂલ કરી દૃીધી.
મિંલગાએ ૨૨૬ વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે, પરંતુ આઈસીસીએ ૨૨૫ મેચ લખી છે. મિંલગાએ પોતાની વનડે ઈન્ટરનેશનલ કરિયરમાં ૩૩૮ વિકેટ ફટકારી, પરંતુ આઈસીસીએ ૩૩૫ વિકેટોનો ઉલ્લેખ કર્યો છે.
આઈસીસી પોતાની આ ભૂલ પર સતત ટ્રોલ થઈ રહૃાુ છે. પોતાની આ ભૂલ વિશે તેમને જાણ નહોતી. ૨૨ જુલાઈએ પણ આઈસીસીએ ભૂલ કરી હતી જ્યારે તેમના ટ્વીટર પર દિૃગ્ગજ મુથૈયા મુરલીધરનની જગ્યાએ બીજા શ્રીલંકાઈ રંગના હેરાથની તસવીર શેર કરી દૃીધી હતી. બાદૃમાં ભૂલની જાણ થવા પર તેમને આ પોસ્ટને જ હટાવી લીધી હતી.


બીસીસીઆઈએ શમીના વીઝા રદ્દ થતા અટકાવ્યા

ભારતના બોલર મોહમ્મદૃ શમીને અમેરિકાએ વીઝા આપવાની મનાઈ કરી દૃીધી હતી. ભારતીય ક્રિકેટને વેસ્ટઈન્ડિઝના પ્રવાસ અંતર્ગત ૩ ઓગસ્ટથી ટી-૨૦ મેચ રમવાની છે.
ટી-૨૦ ટીમમાં શમીની પસંદૃગી થઈ નથી પરંતુ તેમને વિન્ડિઝ પ્રવાસ પર જનારી ઓડીઆઈ અને ટેસ્ટ ટીમનો ભાગ બનાવાયા છે. ટીમ ઈન્ડિયાને અમેરિકાથી જ વેસ્ટ ઈન્ડિઝ જવાનું છે. એવામાં શમીએ અમેરિકાના વીઝા માટે અરજી કરી હતી. જેનો અમેરિકાએ ઈનકાર કર્યો હતો.
બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર આની પાછળ કારણ એ છે કે શમીની ઉપર તેમના પત્ની હસીન જહાંએ ઘરેલુ િંહસાનો કેસ કર્યો છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદૃ ચાલુ છે જે અત્યાર સુધી ઉકેલાયો નથી. જેના કારણે અમેરિકાએ શમીને વીઝા આપવાની મનાઈ કરી દૃીધી.
વેસ્ટ ઈન્ડિઝ જવા માટે જે ખેલાડીઓની પાસે અમેરિકાના વીઝા નહોતા, તેમના માટે પી-૧ વીઝા કેટેગરીમાં અરજી કરી હતી. ભારતીય ટીમ તરફથી જેટલા પણ ખેલાડીઓએ અરજી કરી હતી તેમાં શમી સિવાય તમામને વીઝા મળી ગયા છે.
શમીના વીઝા કેન્સલ થતા જ બીસીસીઆઈ તરત જ હરકતમાં આવ્યુ અને તેમના સીઈઓ રાહુલ જૌહરીએ આ મામલો તપાસ્યો. બાદૃમાં બીસીસીઆઈ તરફથી ડૉક્યુમેન્ટ અમેરિકી દૃૂતાવાસમાં જમા કરાવાયા ત્યારે શમીને વીઝા મળી શક્યા.


મોહમ્મદ આમિરે બ્રિટનની નાગરિકતા માગી, સ્પાઉસ વિઝા માટે અરજી કરી

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદૃ આમિરે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દૃીધા છે. વસીમ અકરમ અને રમીઝ રાજા જેવા દિૃગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો છે. આમિર હવે પાકિસ્તાન માટે રમવા નથી માગતા, તેમને બ્રિટનની નાગરિકતા માટે અરજી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમિર બ્રિટનમાં મકાન પણ ખરીદૃવાના છે જેથી ત્યાં સ્થાઈ થઈ શકે.
આમિરે ૨૦૧૬માં બ્રિટિશ નાગરિક નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના છાપા ‘ધ ટ્રિબ્યૂન પ્રમાણે આમિરે સ્પાઉસ વિઝા(પત્નીની નાગરિકતાના આધારે મળનારા વિઝા) માટે અરજી કરી છે. શરૂઆતમાં આ ૩૦ મહિના માટે જ મળતા હતા. ત્યારબાદૃ સંબંધિત વ્યક્તિ જો નક્કી કરેલા માપદૃંડોને પુરા કરે છે તો તેને સ્થાયી નાગરિકતા અને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી શકે છે. સ્પાઉસ વિઝા મળ્યા બાદૃ આમિર બ્રિટેનમાં આજીવન કામ પણ કરી શકે છે. હાલ તેઓ લંડનમાં ઘર ખરીદૃવાના પ્રયાસોમાં છે.
આમિર સ્થાયી બ્રિટિશ નાગરિકતા મામલે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મહત્વનું છે કે, સ્પોટ ફિક્સિગં મામલામાં બ્રિટિશ કોર્ટે તેમને દૃોષી ઠેરવ્યા હતા. આ મામલામાં તેઓ બ્રિટનની જેલમાં સજા પણ કાપી ચુક્યા છે. ગૃહ વિભાગ આ મામલામાં વાંધો ઉઠાવી શકે છે. સાથે જ એક પક્ષ એ પણ છે કે સજા કાપ્યા બાદૃ ઘણી વખત બ્રિટન જઈ ચુક્યા છે. સાથે જ તેમને કાઉન્ટી ક્રિકેટ પણ રમી છે. જો કે, એવી પણ શક્યતાઓ છે કે સારા વર્તનના કારણે ફિક્સિગંનો મામલો વચ્ચે ન પણ આવે.


વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરી, ક્રિસ ગેલનો સમાવેશ

વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં યુનિવર્સ બોસ ક્રિસ ગેલને સ્થાન આપ્યું છે. અટકળો હતી કે ગેલ વર્લ્ડકપ પછી નિવૃત્તિ લઇ શકે છે. જોકે ગેલે ભારત વિરુદ્ધ આ સિરીઝમાં રમવાનું નક્કી કર્યું હતું. તે ઉપરાંત ટીમમાં ઓપિંનગ બેટ્સમેન જોન કેમ્પબેલ અને ઓલરાઉન્ડર્સ રોસ્ટન ચેસ અને કીમો પોલની વાપસી થઇ છે. આન્દ્રે રસેલ ઇજાના લીધે વર્લ્ડકપની બહાર થયો હતો, તે આ સિરીઝમાં પણ ટીમનો ભાગ નથી. બન્ને દૃેશ વચ્ચે ૮ ઓગસ્ટના રોજ ગયાના ખાતે પ્રથમ વનડે રમાશે.
આ ક્રિસ ગેલની અંતિમ સિરીઝ બની શકે છે. તેણે વિન્ડીઝ માટે વનડેમાં ૧૦,૩૩૮ રન કર્યા છે. તે વિન્ડીઝ માટે બ્રાયન લારાના સર્વાધિક રનના રેકોર્ડથી માત્ર ૧૧ રન દૃૂર છે. વેસ્ટ ઇન્ડિઝના હેડ કોચ લોઇડ રાઇફરે કહૃાું હતું કે, ક્રિસ અમારા માટે મહત્ત્વનો પ્લેયર છે. તેની પાસે અનુભવ છે અને તેના જેવો ખેલાડી કોઈ પણ ડ્રેિંસગ રૂમમાં પોતાના નોલેજથી યોગદૃાન આપી શકે છે. અમે સ્ક્વોડમાં તેની હાજરીથી ખુશ છીએ.
વેસ્ટ ઇન્ડિઝની ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), જોન કેમ્પબેલ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેસ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, ક્રિસ ગેલ, શેલ્ડન કોતરેલ, ઓશેન થોમસ, શાઈ હોપ અને કેમર રોચ


આશા ભોંસલેએ કરી રમૂજી ટ્વીટ: ‘હરે કૃષ્ણ હરે રામ તો ગાઇ શકાય ને ?’

જય શ્રી રામ બોલવાના બહાને મોબ િંલિંચગ થઇ રહૃાું છે એવો આક્ષેપ કરતો પચાસ સેલેબ્રિટિઝના વડા પ્રધાનને લખાયેલા ખુલ્લા પત્રના જવાબમાં ટોચની પ્લેબેક િંસગર આશા ભોંસલેએ જોરદૃાર રમૂજ કરતી ટ્વીટમાં સવાલ પૂછ્યો હતો કે હિટ ગીત હરે કૃષ્ણ હરે રામ તો ગાઇ શકાયને ?
સ્વર્ગીય અભિનેતા ફિલ્મ સર્જક દૃેવ આનંદૃની હરે કૃષ્ણ હરે રામ ફિલ્મનું આ ટાઇટલ ગીત આર ડી બર્મને સ્વરબદ્ધ કર્યું હતું અને આશા ભોંસલેએ ગાયું હતું, આ ગીત એવરગ્રીન અને આજે છ દૃાયકા પછી પણ લોકપ્રિય રહૃાું છે.
રસપ્રદૃ વાત એ છે કે વડા પ્રધાનને પચાસ સેલેબ્રિટીઝે લખેલા પત્રના જવાબમાં બીજા ૬૦ સેલેબ્રિટીઝે વડા પ્રધાનને લખેલા પત્રમાં સપોર્ટ જાહેર કર્યો હતો. પહેલા પત્રમાં એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે મોબ િંલિંચગ અંગે તમે સંસદૃમાં ખેદૃ તો વ્યક્ત કર્યો પરંતુ આવા પ્રસંગો અટકાવવા શું કર્યું. બીજા પત્રમાં વડા પ્રધાનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આ બધા પત્રો વચ્ચે આશાજીએ વાતાવરણને હળવું કરતાં આ ટ્વીટ કરી હતી.


‘બચ્ચન પાંડેમાં અક્ષય કુમાર કૃતિ સેનન સાથે રોમાન્સ કરશ

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બચ્ચન પાંડેનો ફર્સ્ટ લુક રિલીઝ થઇ ગયો છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કૃતિ સેનન પણ લીડ રોલમાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મનું નામ ‘લેન્ડ ઓફ લુંગી હતું જે બદૃલીને ‘બચ્ચન પાંડે રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને ફરહાદૃ સામજી ડિરેક્ટ કરવાના છે જ્યારે સાજીદૃ નડિયાદૃવાલા ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ અજિત કુમાર સ્ટારર તમિળ ફિલ્મ ‘વીરમની રિમેક છે. ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના દિૃવસે રિલીઝ થવાની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કૃતિ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી દૃેખાશે. ‘હાઉસફુલ ૪ પછી કૃતિ અને ફરહાદૃ વચ્ચે સારું કનેક્શન છે. અક્ષય, સાજીદૃ અને ફરહાદૃે કૃતિને ‘બચ્ચન પાંડે માટે સાઈન કરવાનું નક્કી કર્યું. ‘બચ્ચન પાંડે ૨૦૧૨માં આવેલ અજિત કુમાર અને તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ ‘વીરમની રિમેક છે. અજિતની જેમ જ અક્ષય લુંગીધારી ગામડાંનો હીરો છે. ફિલ્મમાં બચ્ચન પાંડે લિંવગ, કેિંરગ, અિંહસાત્મક મોટા ભાઈમાંથી તેની પ્રેમિકાના પરિવાર માટે તેની ફેમિલી સાથે લડતો બતાવવામાં આવશે. અક્ષયનું પાત્ર કૃતિ સેનનના કેરેક્ટરના પ્રેમમાં પડે છે અને તે અક્ષયમાં ઘણો બદૃલાવ લાવે છે. જોકે, હાલ તો મેકર્સ મગનું નામ મરી પાડવા રાજી નથી કે આ ફિલ્મ ‘વીરમની રિમેક છે.


‘કેજીએફ: ચેપ્ટર-૨નું પ્રથમ પોસ્ટર રિલીઝ

‘કેજીએફ-ચેપ્ટર ૧ને ઓડિયન્સ તરફથી શાનદૃાર રિસ્પોન્સ મળ્યા બાદૃ એના મેકર્સે ‘કેજીએફ: ચેપ્ટર ૨નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ માટે આ વર્ષની શરૂઆતમાં શૂિંટગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના આ પોસ્ટરમાં ‘અધીરા નામના એક કૅરૅક્ટરને ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું છે.
આ પોસ્ટરથી આ ફિલ્મ માટેની ક્યુરિયોસિટીમાં વધારો થયો છે. જેમાં બંધ મુઠ્ઠીમાં િંસહની ઇમેજવાળી એક િંરગ જોવા મળે છે. જે મજબૂત સંકલ્પ, શક્તિ અને સંઘર્ષનો સંકેત આપે છે. લાર્જ સ્કેલ પર તૈયાર થઈ રહેલી આ ફિલ્મમાં શાનદૃાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જે ઓડિયન્સને શાનદૃાર વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપશે.


ના..હોય…નોરા ફતેહી સાથે ૨૦ લાખની છેતરિંપડી..!!

નોરા ફતેહીએ એક ઇન્ટરવ્યૂમાં તેના સંઘર્ષના દિૃવસોની વાત કરી હતી. તેણે દૃાવો કર્યો હતો કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતનાં પાંચ વર્ષ દૃરમિયાન હિન્દૃી ભાષા તેને બરાબર ન આવડતી હોવાના કારણે તેને હેરાન કરવામાં આવી હતી, તેની સાથે ૨૦ લાખ રૂપિયાની છેતરિંપડી કરવામાં આવી હતી અને તેનો પાસપોર્ટ પણ ચોરી લેવામાં આવ્યો હતો. તેણે કહૃાું હતું કે, ‘મેં હિન્દૃી શીખવાનું શરૂ કર્યું હતું, પરંતુ ઓડિશન્સ મારા માટે ખૂબ જ આઘાતજનક હતા. હું માનસિક રીતે ખરેખર તૈયાર નહોતી. લોકો કોઈ પણ ભૂલને માફ કરવા તૈયાર નહોતા. હું જાણે સર્કસ હોઉં એમ તેઓ મારી સામે જ મારા પર હસતા હતા. એ અપમાનજનક હતું. મને હેરાન કરતા હતા. હું મારા ઘરે પાછા જતી વખતે રડતી રહેતી હતી. એક કાસ્ટિંગ એજન્ટે મને એક વખત કહૃાું હતું કે, ‘અહીં અમને તારી જરૂર નથી. પાછી જતી રહે. હું એ બાબત ક્યારેય નહીં ભૂલું.
તેણે એવો પણ દૃાવો કર્યો હતો કે, તેને કેનેડાથી ઇન્ડિયામાં લાવનારી એક એજન્સીએ તેની સાથે વીસ લાખ રૂપિયાની છેતરિંપડી કરી હતી. તેણે કહૃાું હતું કે, ‘ઇન્ડિયામાં ફોરેનર્સની િંજદૃગી ખૂબ મુશ્કેલ છે. તેઓ અમારા રૂપિયા લઈ લે છે. મારી સાથે એમ બન્યું હતું. કેનેડાથી મને અહીં લાવનારી મારી પહેલી એજન્સી યાદૃ છે. મને લાગતું હતું કે, મને યોગ્ય ગાઇડન્સ નથી મળતું. એટલે હું એ એજન્સીનું કામ છોડી દૃેવા માગતી હતી. તેમણે મને કહૃાું હતું કે, ‘અમે તને તારા રૂપિયા આપવાના નથી. અને મેં એ સમયે વીસ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જે મેં એડ કેમ્પેઇન્સ કરીને કમાયા હતા.


‘નચ બલિયે-૯ના સેટ પર રેસલર વિવેક સુહાગે બબીતા ફોગાટને પ્રપોઝ કરી

‘નચ બલિયેની સીઝન ૯ વધુ ગ્લેમરસ અને મનોરંજનથી ભરપૂર છે. આ શોમાં રેસલર્સ બબીતા ફોગાટ અને વિવેક સુહાગે પણ ભાગ લીધો છે. વાત એવી છે કે, શોના શૂિંટગ દૃરમ્યાન સેટ પર જ વિવેકે તેની મંગેતર બબીતાને સુંદૃર રીતે પ્રપોઝ કર્યું હતું.
શોના આવનારા એપિસોડમાં વિવેક નેશનલ ટીવી પર બબીતાને રેસિંલગના ખાસ જોક્સ સંભળાવીને હરિયાણવી અંદૃાજમાં પ્રપોઝ કરતો દૃેખાશે. આ એપિસોડનું શૂિંટગ થઇ ચૂક્યું છે. જ્યારે વિવેકે બબીતાને પ્રપોઝ કરી ત્યારે ત્યાં શોની આખી ટીમ હાજર હતી. ત્યારે જજ રવિના ટંડને વિવેકની મસ્તી કરતાં પૂછ્યું કે, જો તું બબીતાને એકાંતમાં મળ્યો હોત તો તેને કઈ રીતે પ્રપોઝ કરત? આના જવાબમાં વિવેકે એકદૃમ ગંભીરતા અને શાલીનતાથી કહૃાું, ‘જબ તુ કુશ્તી લડે હૈ ના, જબ તને ચોટ લગે હૈ, મેરે દિૃલ મેં ઘણા દૃર્દૃ હોવે હૈ. વિવેકની આ જ અદૃાએ સૌનાં દિૃલ જીતી લીધાં.
વિવેક અને બબીતા બંને હરિયાણાનાં છે. બબીતા મહાવીર ફોગાટની દૃીકરી છે જેના પરથી ‘દૃંગલ ફિલ્મ બની હતી. તેઓ ૨૦૧૪માં દિૃલ્હીમાં એક રેસિંલગ ઇવેન્ટમાં મળ્યાં હતાં. ત્યારબાદૃ સંયોગથી બંને બબીતાની કુશ્તી એકેડમીમાં ફરીવાર મળ્યાં જ્યાં બબીતાએ કુશ્તી શીખી હતી.


error: Content is protected !!