Main Menu

Monday, July 29th, 2019

 

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર

શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર કરવામાં આવી છે. સોમવારે ન્યૂઝીલેન્ડની ટીમની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિરીઝ માટે જાહેરાત થઈ છે. વિશ્ર્વ કપ ૨૦૧૯ની ફાઇનલમાં થયેલા પરાજય બાદૃ કીવી ટીમનો આ પ્રથમ પ્રવાસ છે.
કેન વિલિયમસનની આગેવાનીમાં કીવી ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટ મેચ રમશે. બંન્ને દૃેશો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બે મેચ ૧૪થી ૧૮ ઓગસ્ટ અને ૨૨થી ૨૬ ઓગસ્ટ વચ્ચે રમાશે. આ સિવાય શ્રીલંકાના પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ પણ રમશે.
એશિયામાં રમવા માટે ન્યૂઝીલેન્ડ ટીમની પસંદૃગીકારોએ સ્પિનરો પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને ૧૫ સભ્યોની ટીમમાં ૪ સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે. આ વિશે ન્યૂઝીલેન્ડ ટીમના હેડ કોચ ગૈરી સ્ટેડનું માનવું છે કે, શ્રીલંકામાં સ્પિનરોને મદૃદૃ મળશે. તેથી સ્પિનરોની ચોકડીના રૂપમાં એજાજ પટેલ, વિલ સમરવિલે, મિશેલ સેન્ટનર અને ટોડ એસલેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૧૪ ટેસ્ટ મેચની સિરીઝ ૬ દૃેશો વિરુદ્ધ રમશે. ૯ દૃેશો વચ્ચે ૧ ઓગસ્ટથી ૨૦૨૧ સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૭ ટેસ્ટ સિરીઝ રમાવાની છે.

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ લાથમ, જીત રાવલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વેટિંલગ, ટોમ બ્લુંડેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટોડ એસલે, ટિમ સાઉદૃી, વિલ સમરવિલે, નેલ વેગ્નર, એજાજ પટેલ અને ટ્રેન્ટ બોલ્ટ.


ટી-૨૦ બ્લાસ્ટમાં ગુપ્ટિલનો ધમાકેદૃાર અંદૃાજ… ૧૮ બોલમાં અડધી સદૃી ફટકારી

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ટી-૨૦ બ્લાસ્ટમાં સતત રનોનો વરસાદૃ થઈ રહૃાો છે. ક્યારેક ચોગ્ગા અને છગ્ગાનો વરસાદૃ તો ક્યારેક ઝડપી અડધી સદૃીના રેકોર્ડ બની રહૃાા છે. આ દૃરમિયાન રોમાંચમાં સતત વધારો થઈ રહૃાો છે. રવિવારે મોડીરાત્રે વોર્શટરશયર અને ડરહામ વચ્ચે રમાયેલી રમતમાં બે ધમાકેદૃાર અડધી સદૃી થઈ હતી. વોર્શટરશયર તરફથી રમતા ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ફક્ત ૧૮ બોલમાં અડધી સદૃી ફટકારી દૃીધી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે ૨૦ બોલમાં અડધી સદૃી ફટકારી હતી.
બે અઠવાડિયા પહેલા વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલ લોપ રહૃાો હતો. જોકે, ટી-૨૦માં તે ધીમે ધીમે ફોર્મમાં આવી રહૃાો છે. ડરહામ વિરુદ્ધ તો તેણે રનનો વરસાદૃ કરી નાખ્યો હતો. ગુપ્ટિલે ફક્ત ૧૮ બોલમાં અડધી સદૃી ફટકારી હતી. દૃર ઓવરમાં તેના બેટમાંથી છગ્ગો નીકળી રહૃાો હતો. અડધી સદૃી બનાવ્યા પછી તે સતત રન બનાવતો રહૃાો હતો. ગુપ્ટિલે ફક્ત ૩૧ બોલમાં ૮૬ રન ફટકારી દૃીધા હતા. આ દૃરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને ૧૦ છગ્ગા નીકળ્યા હતા. ગુપ્ટિલે ૭૨ રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. એટલે કે તેણે ફક્ત ૧૪ રન િંસગલ્સ અને ડબલ્સથી બનાવ્યા હતા. તેની ટીમ સામે ૧૮૨ રનનું લક્ષ્યાંક હતું. ૧૨ ઓવરમાં જ તેણે પોતાની ટીમને જીત સુધી પહોંચાડી દૃીધી હતી. ગુપ્ટિલ ૮૬ રન બનાવીને નોટ આઉટ રહૃાો હતો.
ગુપ્ટિલ સાથે ઓપિંનગમાં આવેલા ઓસ્ટ્રેલિયાના રિકી વેસલ્સે ખૂબ સારી બેિંટગ કરી હતી. તેણે ફક્ત ૨૦ બોલમાં અડધી સદૃી ફટકારી હતી. વેસલ્સે ૨૯ બોલમાં ૭૨ રન બનાવ્યા હતા. આ દૃરમિયાન તેણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. ગુપ્લિટ અને વેસલ્સે સાતમાં ઓવરમાં સ્કોર ૧૦૦ રનને પાર પહોંચાડી દૃીધો હતો.
ડરહામના બોલર લિયમ ટ્રેવેસકિસની એક જ ઓવરમાં ગુપ્ટિલ અને વેસલ્સે ૨૪ રન ફટકાર્યા હતા. તેની આ ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા લાગ્યા હતા.


કોટરેલે સેના પ્રત્યે ધોનીના સમર્પણની કરી પ્રશંસા, સાચો દૃેશભક્ત ગણાવ્યો

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે ભારતીય પ્રાદૃેશિક સેનામાં લેટિનેન્ટ કર્નલની ભૂમિકા માટે એમએસ ધોનીની પ્રશંસા કરતા ભારતના પૂર્વ વિશ્ર્વ કપ વિજેતા કેપ્ટનને સાચો દૃેશભક્ત ગણાવ્યો છે.
કોટરેલે ઘણા ટ્વીટ કર્યાં અને ધોની સાથે જોડાયેલો એક વીડિયો શેર કરતા આ અનુભવી વિકેટકીપરની પ્રશંસા કરી હતી. આ વીડિયો ૨૦૧૮નો છે જ્યારે ધોનીને દૃેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
કોટરેલે ટ્વીટ કહૃાું, ’આ વ્યક્તિ (ધોની) ક્રિકેટના મેદૃાન પર પ્રેરણા છે. પરંતુ સાથે તે દૃેશભક્ત પણ છે અને એક એવો વ્યક્તિ જે પોતાના દૃેશ માટે સમર્પિત છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સાથીઓની સાથે જમૈકામાં મારા ઘરમાં છું અને આ દૃરમિયાન વસ્તુ વિશે વિચારવાનો સમય મળ્યો.’
તેણે લખ્યું, ’મેં મિત્રો અને પરિવારની સાથે આ વીડિયોને શેર કર્યો કારણ કે તેને ખ્યાલ છે કે હું સન્માનને લઈને કેવો અનુભવ કરુ છું. પરંતુ પત્ની અને પતિ વચ્ચેની ક્ષણ ખરેખર દૃેશ અને જોડીદૃારના પ્રત્યે પ્રેરણાદૃાયી પ્રેમ દૃર્શાવે છે.’


થાઈલેન્ડ ઓપન: આજે સિંધુની નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર

સતત બે ટૂર્નામેન્ટોમાં જાપાનની અકાને યામાગુચી સામે હારનો સામનો કરનારી ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી િંસધુ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનમાં જ્યારે ઉતરશે તો તેની નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર હશે.
િંસધુએ ઈન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચીને લયમાં હોવાના સંકેત આપ્યા હતા પરંતુ જાપાન ઓપનમાં તેની સરફ ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી ન શકી. બંન્ને ટૂર્નામેન્ટોમાં તેણે યામાગુચી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટથી સાત મહિનાના ટાઇટલના દૃુકાળને પૂરો કરવા મેદૃાને ઉતરશે.
ચોથી વરીયતા પ્રાપ્ત િંસધુ મહિલા િંસગલ્સમાં પોતાના અભિયાનનો પ્રારંભ ચીનની હાન યૂઈ વિરુદ્ધ કરશે. જાપાન ઓપનના પ્રથમ રાઉન્ડમાં તે આ ખેલાડી વિરુદ્ધ જીત મેળવી ચુકી છે. િંસધુ જો શરૂઆતી પડકારને પાર કરી શકે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સ્થાનિક ખેલાડી રતચાનોક ઇંતાનોન સામે થશે.
ટૂર્નામેન્ટમાં સાઇના નેહવાલને સાતમી વરીયતા આપવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઈજાને કારણે કોર્ટથી દૃૂર છે. સ્વાસ્થ્યના કારણોથી તેણે ઈન્ડોનેશિયા અને જાપાન ઓપનમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. તે આગામી મહિને વિશ્ર્વ ચેમ્પિયનશિપ પહેલા લયમાં આવવા ઈચ્છશે. અહીં પ્રથમ રાઉન્ડમાં તેનો સામનો ક્વોલિફાયર ખેલાડી સામે થશે.
પુરૂષોના ડ્રોમાં શુભંકર ડેને પ્રથમ રાઉન્ડમાં જાપાનના ટોપ વરીય કેન્ટો મોમોટાના મોટા પડકારનો સામનો કરવો પડશે. જાપાન ઓપનના સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી કાંતાપોહ વાંગચારોનનો સામનો કરવો પડશે.


સિંગર ઉદિૃત નારાયણને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી

બોલિવૂડના જાણીતા પ્લે-બેક િંસગર ઉદિૃત નારાયણને છેલ્લાં એક મહિનાથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ઉદિૃત નારાયણે બે અઠવાડિયા પહેલાં જ પોલીસ ફરિયાદૃ કરી હતી. તેમણે કહૃાું હતું કે છેલ્લાં એક મહિનાથી અજાણી વ્યક્તિ ફોન પર નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે. આ વ્યક્તિએ હજી સુધી પૈસાની ડિમાન્ડ કરી નથી.
ફરિયાદૃ બાદૃ પોલીસ ધમકી આપનાર શખ્સની શોધખોળમાં લાગી છે. નંબરનું લોકેશન બિહારનું છે. પોલીસના મતે, ઉદિૃતને ચોરીના મોબાઈલથી ફોન કરીને ધમકી આપવામાં આવે છે. સૂત્રોના મતે, પોલીસની એક ટીમ બિહાર જઈને આ કેસની તપાસ કરવાની તૈયારીમાં છે. ઉદિૃત નારાયણ મુંબઈના અંધેરી વેસ્ટમાં રહે છે. બે અઠવાડિયા પહેલાં ઉદિૃત નારાયણે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદૃ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે નંબર પરથી ઉદિૃતને ધમકી આપવામાં આવે છે, તે નંબર સિક્યોરિટી ગાર્ડના નામ પર રજિસ્ટર છે. આ ગાર્ડ એ જ બિલ્ડિંગમાં છે, જે બિલ્ડિંગમાં ઉદિૃત નારાયણ રહે છે. પોલીસે જ્યારે ગાર્ડને પૂછ્યું ત્યારે તેણે કહૃાું હતું કે તેનો ફોન ત્રણ મહિના પહેલાં બિહારમાં ચોરી થઈ ગયો હતો. જોકે, મોબાઈલ ચોરી થયા બાદૃ પોલીસ ફરિયાદૃ કરવામાં આવી નહોતી. પોલીસને શંકા છે કે જે વ્યક્તિએ ગાર્ડનો ફોન ચોર્યો છે, તેમાં ઉદિૃત નારાયણનો નંબર હોવાને કારણે તે ફોન કરીને ધમકીઓ આપી રહૃાો છે.


અર્જુન રામપાલે ઈમોશનલ પોસ્ટ શૅર કરી દૃીકરાનું નામ જાહેર કર્યું

બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ ૧૮ જુલાઈના રોજ ત્રીજીવાર પિતા બન્યો હતો. અર્જુનની પ્રેમિકા ગૈબ્રિએલાએ મુંબઈની િંહદૃુજા હોસ્પિટલમાં દૃીકરાને જન્મ આપ્યો હતો. દૃીકરાના જન્મથી અર્જુન ઘણો જ ખુશ છે. હવે, અર્જુને એક ઇમોશનલ પોસ્ટ શૅર કરીને દૃીકરાના નામની જાહેરાત કરી છે.
અર્જુને દૃીકરાની એક તસવીર શૅર કરી છે, જેમાં તેણે નાનકડાં દૃીકરાનો હાથ પકડ્યો છે. અર્જુને આ તસવીર શૅર કરીને કહૃાું છે, આંસુ, ખુશી, આભાર તથા રોશનીથી બનેલી એક િંકમતી વસ્તુ. અમારા જીવનમાં ઈન્દ્રધનુષના તમામ રંગો ભરાઈ ગયા. અમે ઘણાં જ નસીબદૃાર છીએ. જુનિયર રામપાલનું અમારા જીવનમાં સ્વાગત છે. તમારી દૃુઆઓ માટે ઘણો જ આભાર. બેબી અરિક રામપાલને હેલ્લો કહો.
ગ્રૈબિએલાએ પોતાના ન્યૂલી બોર્ન દૃીકરાની તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરી હતી. તેણે તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, થાકેલી છું પરંતુ પ્રેમમાં છું.


પ્રિયંકા ચોપરાએ ૩૭માં જન્મદિૃન પર અધધધ… ૩.૪૫ લાખની કેક કાપી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ૩૭મો જન્મદિૃવસ સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસે મિયામીમાં પોતાનો જન્મદિૃવસ પતિ નિક જોનસ, માતા મધુ ચોપરા, કઝિન પરિણીતી ચોપરા તથા પરિવારના નિકટના સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકાએ જન્મદિૃવસ પર ફાઈવ ટાયર કેક કાપી હતી. આ કેકની િંકમત હવે સામે આવી છે.
ડિવાઈન ડેલિકસી કેક્સે પ્રિયંકાના જન્મદિૃવસ પર ચોકલેટ તથા વેનિલાની મદૃદૃથી રેડ એન્ડ ગોલ્ડ કેક બનાવી હતી. આ કેકની િંકમત પાંચ હજાર ડોલર (અંદૃાજે ૩.૪૫ લાખ રૂપિયા) હોવાનું કહેવામાં આવી રહૃાું છે. પ્રિયંકાએ જન્મદિૃવસ પર રેડ એન્ડ ગોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. કેક તથા પ્રિયંકાનાં આઉટફિટ એકબીજાને મેચ થતાં હતાં.
પ્રિયંકા ચોપરાએ પરિવાર સાથે મિયામીમાં યૉટ પાર્ટી પણ કરી હતી. આ દૃરમિયાન પ્રિયંકા સ્મોિંકગ કરતાં જોવા મળી હતી. જેને લઈ પ્રિયંકા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ હતી.


હાર્દિૃક પંડ્યા સાથેનાં અફેરને લઈને ભડકી ઉર્વશી રૌતેલા

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એક વખત એક્સ બોયફ્રેન્ડ ક્રિકેટર હાર્દિૃક પંડ્યાને કારણે ચર્ચામાં છે. તેનું કારણ છે ઉર્વશી અને હાર્દિૃકના નામ પર બનેલ ફેક વીડિયો, જે યૂટ્યૂબ પર વાયરલ થઈ રહૃાો છે. ઉર્વશીએ આ વીડિયોનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં આવા ખોટા વીડિયો ન બનાવવાની અપીલ કરી છે. ઉર્વશીએ જે સ્ક્રીનશોટ શેર કર્યો છે, તેમાં લખ્યું છે કે, ઉર્વશીએ એક્સ બોયફ્રેન્ડ પાસે મદૃદૃ માગી. વીડિયોમાં હાર્દિૃક પંડ્યા અને ઉર્વશીની તસવીર લાગેલ છે.
ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું છે કે, ‘હું અપીલ કરું છું કે આ વિડીયો માટે જવાબદૃાર મીડિયા ચેનલ્સ પ્લીઝ યૂટ્યૂબ પર આવા વિડીયો અપલૉડ ના કરો. મારી એક ફેમિલી છે, જેમને જવાબ આપવાનો હોય છે અને આ મારા માટે સમસ્યા ઉભી કરે છે.”
આ પહેલા એવા સમાચાર હતા કે ઉર્વશીએ હાર્દિૃક પંડ્યાને વર્લ્ડ કપ માટેનાં પાસ અરેન્જ કરવા કહૃાું હતુ, પરંતુ હાર્દિૃકે ઉર્વશીને અટેન્શન આપ્યું નહોતુ. આ કારણે ઉર્વશી રૌતેલા વર્લ્ડ કપ જોઇ શકી નહોતી.


મુલાયમ સિઘ યાદવની તબિયત ફરી બગડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ

ઉત્તર પ્રદૃેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુલાયમ િંસઘ યાદૃવની તબિયત રવિવારે રાત્રે ફરી બગડતાં તેમને લખનૌની સિવિલ હૉસ્પિટલમાં દૃાખલ કરાયા હતા.
તેમના કુટુંબીજનોએ કહૃાું હતું કે મુલાયમ િંસઘે આખા શરીરમાં અસહૃા કળતર થઇ રહૃાાની ફરિયાદૃ કરી હતી એટલે અમે ડૉક્ટરોને તેડાવ્યા હતા. ડૉક્ટરોએ વધુ ચેકઅપ માટે હૉસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી.
અત્યાર અગાઉ પણ મુલાયમ િંસઘને એક કરતાં વધુ વખત હૉસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા. છેલ્લા થોડા મહિનાથી તેમની તબિયત અવારનવાર બગડતી રહે છે એમ તેમના કુટુંબીજનોએ કહૃાું હતું.


અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર: ત્રણના મોત, અનેક ઈજાગ્રસ્ત

અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં યોજાયેલા એક ફેસ્ટિવલ દૃરમિયાન અચાનક ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગોળીબાર એટલો ગંભીર હતો કે મૃત્યુ આંક વધે તેવી પૂર્ણ શક્યતા છે. ગોળીબાર કરનારો હત્યારો હજી પણ પોલીસની પકડમાં આવી શક્યો નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર દૃુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહૃાું કે ‘સુરક્ષા એજન્સીના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દૃેવાયું છે. નાગરીકો હવે સુરક્ષિત છે.
કેલિફોર્નિયામાં ગિલરોય ગાર્લિક ફેસ્ટિવલ દૃરમિયાન રવિવારે બપોરે અચાનક કોઈ અજ્ઞાત વ્યક્તિએ ગોળીબાર શરૂ કરી દૃીધો હતો. જ્યારબાદૃથી ઘટના સ્થળે ભાગદૃોડ થઈ ગઈ હતી. ગોળીબારમાં ત્રણ લોકોના મોતને ભેટ્યા છે તેમજ ઓછામાં ઓછા ૧૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એક સ્થાનીક અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસે એક સંદિૃગ્ધની ધરપકડ કરી લીધી છે.


error: Content is protected !!