Main Menu

Tuesday, August 6th, 2019

 

સેનાએ માછિલ સેક્ટરમાં ઘૂસણખોરી કરતા પાંચ આતંકીઓને ખદૃેડ્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના એ પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાઇ રહેલ ઘૂસણખોરીને મોટી કોશિષને નિષ્ફળ કરતાં તેમને ખદૃેડી દૃેવાયા છે. કુપવાડા જિલ્લામાં માછિલ સેકટરમાં ગઇકાલે રાત્રે અંદૃાજે ૨.૩૦ વાગ્યાની આસપાસ ૫ થી આતંકી ભારતીય સરહદૃની અંદૃર ૫૦૦ મીટર અંદૃર સુધી ઘૂસ્યા હતા. પરંતુ ભારતીય સુરક્ષાબળોએ ઘૂસણખોરો પર ફાયિંરગ કરી દૃીધું ત્યારબાદૃ આતંકી પાછા પાકિસ્તાની સરહદૃમાં ઘૂસી ગયા. આ દૃરમ્યાન બચવા માટે આતંકીઓએ પણ ફાયિંરગ કર્યું હતું આ દૃરમ્યાન એક ભારતીય જવાન પણ ઘાયલ થયાના સમાચાર છે. સેનાએ કહૃાું કે ઘાયલ સૈનિકોને સુરક્ષિત નીકાળી લાવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
આપને જણાવી દૃઇએ કે પહેલાં ૩ ઑગસ્ટના રોજ ભારતીય સેના એ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના મ્છ્ના ૫-૭ સભ્યોને ઠાર કર્યા હતા. મ્છ્ના જવાનોના મૃતદૃેહ ભારતીય સરહદૃમાં છે. બંને બાજુ ચાલી રહેલા ગોળીબારના લીધે મૃતદૃેહોને અહીંથી હટાવ્યા નથી. એવામાં ભારતે પાકિસ્તાનની સામે મૃતદૃેહોને લઇ જવાની રજૂઆત કરી હતી.
સેનાએ ર્ન્ઝ્ર પર પાકિસ્તાની મ્છ્ના ૫-૭ કમાન્ડો અને આતંકી મર્યા છે. આ કાર્યવાહીની સાથે જ ભારતીય સેનાએ સ્પષ્ટ સંદૃેશો મોકલાવ્યો હતો કે ‘જન્નતમાં ઘૂસશો તો જહન્નૂમ મોકલી દૃેવાશે.


અનુચ્છેદ-૩૭૦ ખત્મ: કાશ્મીરની સ્થિતિ અંગે દૃોભાલે રિપોર્ટ મોકલ્યો

જમ્મુ-કાશ્મીરના અનુચ્છેદૃ ૩૭૦ અંતર્ગત મળેલા વિશેષઅધિકારોને હવે હટાવી દૃેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદૃ ઘાટીમાં સુરક્ષાને વધારવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પોતે પણ હાલ શ્રીનગરમાં છે અને નજીકથી હાલત પર નજર રાખી રહૃાાં છે. અજિત ડોભાલ કેન્દ્રના નિર્ણયને યોગ્ય રીતે લાગુ થવા સુધી ત્યાં જ રહેશે. એનએસએ અજિત ડોભાલ સતત ત્યાં લોકલ લોકોની સાથે બેઠક કરી રહૃાાં છે.
અનુચ્છેદૃ ૩૭૦ પર નિર્ણય બાદૃ જમ્મુ-કાશ્મીરથી જે ગ્રાઉન્ડ રિપોર્ટ સરકારને મળ્યો છે. એ રિપોર્ટ એનએસએ અજિત ડોભાલે કેન્દ્ર સરકારને મોકલ્યો છે. આ રિપોર્ટમાં શું ખાસ છે, વાંચો…
૧. ગૃહ મંત્રી અમિત શાહે રાજયસભામાં નિવેદૃન આપ્યું છે કે સમય આવવા પર જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદૃેશમાંથી પૂૂર્ણ રાજય બનાવવામાં આવશે. આ વાયદૃાનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે.
૨. જમ્મુ-કાશ્મીરમાં હાલ પણ સંપૂર્ણ રીતે શાંતિ છે. લોકો પોતાના રોજના કામ માટે હવે આરામથી અવર-જવર કરી રહૃાાં છે.
૩. સ્થાનિક લોકોનું માનવામાં આવે તો તેમના હિસાબથી કેન્દ્ર સરકારે તેમના નિર્ણયને બિલકુલ સારી રીતે લાગુ કર્યો છે.
૪. કાશ્મીરમાં આ મુદ્દાને લઈને સ્થાનિક નેતાઓએ એક અલગ માહોલ બનાવ્યો અને લોકોને ડરાવીને રાખ્યા છે.


કોંગ્રેસ ફસાઇ: કાશ્મીર ભારતનો આંતરિક મામલો?,સોશિયલ મિડિયામાં વિરોધ

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. આજે લોકસભામાં ચર્ચા દૃરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જોકે વિરોધ દૃર્શાવવામાં આપેલુ નિવેદૃન કોંગ્રેસને ભારે પડી શકે છે.
ચૌધરીએ સવાલ ઉઠાવતા કહૃાુ હતુ કે, જમ્મ-કાશ્મીરનો મામલો ભારતનો આંતરિક મામલો છે, તેવુ કેવી રીતે કહી શકાય? આ નિવેદૃનના પગલે લોકસભામાં ભાજપ સહિત બીજી પાર્ટીના કેટલાક સાંસદૃો પણ ચોંકી ઉઠ્યા હતા. ગૃહ મંત્ર અમિત શાહે પણ ચૌધરીના નિવેદૃન સામે વાંધો ઉઠાવ્યો હતો.
બીજી તરફ સોશ્યલ મીડિયા પર આ મુદ્દે કોંગ્રેસને ભારે રોષનો સામનો કરવો પડી રહૃાો છે. ટ્વિટર પર આ નિવેદૃન બાદૃ શેમ ઓન કોંગ્રેસ ટ્રેન્ડિંગમાં છે. જેને લઈને ૧૦,૦૦૦ ટ્વિટ થઈ ચુક્યા છે.
અધિર રંજન ચૌધરીએ કહૃાુ હતુ કે, એક ઁસ્એ સિમલા કરાર અને બીજા ઁસ્એ લાહોર કરાર કર્યો હતો. વિદૃેશમંત્રી જયશંકરે અમેરિકાના વિદૃેશ મંત્રી સાથે ચર્ચા કરીને કહૃાુ હતુ કે, આ મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છો તો પછી હવે આ ભારતનો આંતરિક મામલો કેવી રીતે થઈ ગયો..
તેમણે તો એટલે સુધી કહૃાુ હતુ કે, ગૃહ મંત્રી કહે છે કે, આ આંતરિક મામલો છે પણ ૧૯૪૮થી સંયુક્ત રાષ્ટ્રની તેના પર નજર છે.
જેના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહૃાુ હતુ કે, શું કોંગ્રેસનુ આ સ્ટેન્ડ છે કે, યુએન દ્વારા કાશ્મીરમાં મોનિટિંરગ થવુ જોઈએ.
અમિત શાહે આપેલા જવાબ બાદૃ કોંગ્રેસના નેતા બેકફૂટ પર આવી ગયા હતા અને તેમણે કહૃાુ હતુ કે, મારે માત્ર સ્પષ્ટીકરણ જોઈએ છે.


પીઓકે-અક્સાઇ ચીન ભારતનો જ હિસ્સો,ત્ોના માટે જીવ પણ આપી દૃઇશુ: શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ કશ્મીરને ખાસ દૃરજ્જો આપતી ૩૭૦મી કલમ અને ૩૫એની જોગવાઇ અંગેના સરકારી પગલાને લોકસભામાં રજૂ કર્યું હતું.
અમિત શાહે કહૃાું કે આ કોઈ પોલિટિકલ ચીજ નથી. આ કાયદૃાકીય વિષય છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે, તેના અંગે કોઈ કાયદૃાકીય વિવાદૃ નથી. ભારત અને જમ્મુ કાશ્મીરના બંધારણમાં ખુબ સ્પષ્ટ છે કે તે ભારતનો અવિભાજય અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ ૧ના તમામ ખંડ લાગુ છે. આ કલમ મુજબ ભારત એક તમામ રાજયોનો સંદ્ય છે. સીમાઓની વ્યાખ્યા કરતા તેમણે રાજયોની લિસ્ટ પણ આપી છે. જેમાં ૧૫માં નંબરે જમ્મુ કાશ્મીર છે. તેનાથી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે. તેના પર કાયદૃો બનાવવા માટે દૃેશની સૌથી મોટી પંચાયત સંસદૃને અધિકાર છે. અમને કોઈ કાયદૃો બનાવતા અને સંકલ્પ માટે કોઈ રોકી શકતા નથી.
જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ પર ચર્ચા દૃરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર પર નિયમો તોડવાનો આરોપ લગાવ્યો જેના પર અમિત શાહે કહૃાું કે તમે બતાવો કયો નિયમ તોડવામાં આવ્યો. તેમણે કહૃાું કે જમ્મુ કાશ્મીર અંગે કોઈ કાયદૃો બનાવતા અમને કોઈ રોકી શકે નહીં. તે દૃેશની સંસદૃનો અધિકાર છે.
કોંગ્રેસ નેતાએ જયારે કહૃાું કે કાશ્મીરને રાતો રાત વહેંચી દૃેવાયું અમને તેમના અંગે કોઈ જાણકારી મળતી નથી તો જવાબમાં અમિત શાહે કહૃાું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે. તેના અંગે કોઈ કાનૂની વિવાદૃ નથી. હું જયારે જમ્મુ અને કાશ્મીરની વાત કરું છું તો પીઓકે પણ તેમાં આવે છે. તેમણે વિપક્ષના હોબાળા પર કહૃાું કે હું એટલા માટે ગુસ્સામાં છું કે તમે પીઓકેને ભારતનો હિસ્સો નથી માનતા કે શું? અમે પીઓકે માટે જીવ આપી દૃઈશું. પીઓકે અને અકસાઈ ચીન ભારતનો ભાગ છે.
અમિત શાહે અધીર રંજનના સવાલનો જવાબ આપતાં કહૃાું કે ૧૯૪૮માં આ મામલો યુએન પહોંચાડવામાં આવ્યો હતો. તે પછી ઇન્દિૃરાજીએ શિમલા કરારમાં પણ તેનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કહૃાું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના પર કોઇ કાનૂની અથવા બંધારણીય વિવાદૃ નથી. તેમણે કહૃાું કે જમ્મુ-કાશ્મીરે પણ તેનો સ્વીકાર કર્યો છે. શાહે કહૃાું કે અનુચ્છેદૃ ૩૭૦માં આ વાતનો ઉલ્લેખ પણ છે. જમ્મુ-કાશ્મીર પર કાયદૃો બનાવવા માટે આ સંસદૃ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અમે રાષ્ટ્રપતિની મંજૂરી બાદૃ આ સંકલ્પ લઇને આવ્યાં છીએ.
અમિત શાહે કહૃાું કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે મુદ્દો સંયુકત રાષ્ટ્રમાં છે અને તેની પરવાનગી વિના આ બિલ અમે લઇ આવ્યાં છીએ, કોંગ્રેસ પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે.


બિહાર, આસામ, રાજસ્થાન, ઓરિસ્સા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોને મોરારિબાપુ દ્વારા સહાય અપાઇ

આ વર્ષે દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ ઉદભવી છે. આસામ-બિહાર જેવા રાજ્યો વિશેષ પ્રભાવિત થયાં છે અને અન્ય રાજ્યોમાં પણ પૂર પ્રકોપને કારણે પારાવાર નુકશાન થયું છે.
બિહાર અને આસામના પૂરગ્રસ્ત લોકોની સહાયતા અર્થે બંને રાજ્યોમાં રૂ. 11-11 લાખ તેમેજ ઓરિસ્સા, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયાની સહાયતા રાશિ શ્રી હનુમાનજીની પ્રસાદીરૂપે મોરારીબાપુએ મોકલવેલ છે. પ્રત્યેક રાજ્યનાં મુખ્યમંત્રી રાહતકોશમાં આ રાશિ મોકલવામાં આવશે. એ ઉપરાંત વડોદરામાં ભીષણ પૂરને લઈ 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂ. પાંચ-પાંચ હજારની સહાય મોકલાવેલ છે.
આમ આ રાહતની રકમ કુલ મળીને રૂ. 37,45,000 થાય છે.


કડોદરાના એકસીડેન્ટમાં પોણા છપ્પન લાખનું વળતર મંજુર

કોડીનાર તાલુકાના કડોદરા ગામના ગુજરનાર દીપુભાઇ માલાભાઇ પરમાર તેનું મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે ટ્રકનં. જીજે -10-એકસ-5382 થી અકસ્માત થતા તેનું મૃત્યું નીપજેલ હતુ. જેનું વળતર મળવાની અરજી તેના વારસ પત્ની લીલાબેન દિપુભાઇ પરમારે કોડીનાર એડીશનલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં કરેલ. જે કોડીનારના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ શ્રી.એન.એલ.દવે તા. 31/7/19ના રોજ મંજુર કરી મરનારના વારસોને રૂ. 55,82,000/- પંચાવન લાખ બ્યાંંશી હજાર પુરા અરજીની તારીખ 9 ટકા વ્યાજ તથા ખર્ચ સાથે ઇફકો ટોકીયો વિમા કાુ.એ ચુકવી આપવા તેવો હુકમ કરેલ છે. કોડીનારમાં એડીશ્નલ ડિસ્ટ્રીક કોર્ટ આવતા ન્યાયની પ્રક્રિયા ઝડપી બનતા એક વર્ષમાં કેસનો નિકાલ થયો છે. મરનારના વારસો તર્ફે અમરેલીના જાણીતા એડવોકેટ એમ.જે.સૈયદ રોકાયેલા હતા.


અમરેલી શહેરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી,અશોકકુમાર યાદવએ જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવ્રુતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્તન રાયેએ જીલ્લાીમાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી,તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે મુજબ તા.04/08/2019 ના રોજ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી અમરેલી શહેર પો.સ્ટે વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિક્ત મળેલ કે છે જે હકિકત આધારે બાતમી માં વર્ણન વાળી જગ્યાએ રેઇડ કરતા સાતઆરોપીઓને રૂગ.29,2,80/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
જુગાર રમતાં રેઇડ દરમ્યાાન પકડાયેલ ,વિનુભાઇ વિઠ્ઠલભાઇ ચાવડા ઉ.વ.69 અમરેલી પાણીદરવાજા,રફીકભાઇ સમદુમીયા કાદરી ઉ.વ. 48 તારવાડી, અશરફભાઇ ગફારભાઇ મલ્લા (મેમણ) ઉ.વ.42 હઠીલા હનુમાન મંદિર પાસે, 5શરીફમીયા રજાકમીયા કાદરી ઉ.વ.67 મોટા કસ્બાવાડ, બાબુભાઇ ઉર્ફે બાલો પુંજાભાઇ માધડ ઉ.વ. 50 નાના ભંડારીયા, હંસરાજભાઇ બાલુભાઇ માંગરોળીયા ઉ.વ. 50 વડેરા જુના બસસ્ટેન્ડ પાસેજુગાર ની રેઇડમાં સામે કાર્યવાહી કરી મુદ્દામાલ જુગાર રમતા સાત શખ્સો પાસેથી રોકડા રૂા. 24260/-તથા ગંજી પતાના પાના નંગ-52 કિ.રૂા. 00/00 તથા મોબાઇલ ફોન નંગ-05 કિ.રૂા. 5000/-તથા પાથરણું કિ રૂ 20/- મળી કુલ રૂા.29,2,80/-નો મુદ્દામાલ પૈસા પાનાથી તીન પત્તિનોહારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય જે
તમામ વિરુધ્ધ અમરેલી સીટી પો.સ્ટેમાં જુગાર ધારા મુજબ ગુન્હો રજી કરાવી વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે આમ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી ટીમ દ્વારા અમરેલી શહેરના ચોરાપા વિસ્તારમાંથી લકક્ડ શેરીમાંરહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડામાં પૈસા પાના વડે તીનપત્તિનો હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને રેઇડ દરમ્યાન પકડી પાડવામાં સફળતા મળેલ છે.


જાફરાબાદ નજીક લુણસાપુરમાં છકડો રીેક્ષા પલ્ટી મારી જતા ચાલકનુ મોત

જાફરાબાદ નજીક લુણસાપુરમાં છકડો રીેક્ષા નં. જી.જે 11 વાય 371 ના ચાલક વિષ્ણુુભાઇ શરમણભાઇ શિયાળ પુર ઝડપે અને બેફીકરાયથી રીક્ષા ચલાવી સ્ટેરીંગ નો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી જતા માથામાં ગંથીર ઇજા થતા મોત નીપજેલ તેમજ રીક્ષામાં બેઠેલાઓને નાની-મોટીે ઇજા કર્યાની શરમણભાઇ શિયાળે જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


લાઠીના ચાવંડમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્તઇ રાયએ જીલ્લાામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ રોજ તા.03/08/2019 ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાદર્જ પોલીસ ઇન્સ. શ્રી. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી.ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, ચાવંડ ગામે ઠાકરદ્રારા શેરીમાં ચંદુભાઇ બચુભાઇ નગવાડીયા નાં રહેણાંક મકાન પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા કુલ પાંચ ઇસમો પકડાઇ ગયેલ અને એક ઇસમ નાસી ગયેલ જે તમામ ઇસમો વિરૂધ્ધા જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ લાઠી પોલીસ સ્ટેમશનમાં સોંપી આપેલ છે અને નાસી ગયેલ ઇસમને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ:- (1) મહેશ ઉર્ફે લાલો ગોરખભાઇ વાણીયા, ઉ.વ.29, રહે.ચાવંડ તા.લાઠી (ર) ભીખુભાઇ બીજલભાઇ બાંભવા, ઉ.વ.45, રહે.ચાવંડ તા.લાઠી (3) ભરતભાઇ નાથાભાઇ બાંભવા, ઉ.વ.23, રહે.ચાવંડ તા.લાઠી (4) જીલુભાઇ કરશનભાઇ ડેર, ઉ.વ.33 રહે.ચાવંડ તા.લાઠી (પ) પ્રવિણભાઇ બાલાભાઇ નગવાડીયા, ઉ.વ.50 રહે.ચાવંડ તા.લાઠી નાસી ગયેલ આરોપીઓ:- (1) ચંદુભાઇ બચુભાઇ નગવાડીયા રહે.ચાવંડ તા.લાઠી પકડાયેલ મુદામાલ:- રોકડા રૂ.10,700/- તથા ગંજીપત્તાના પાના નંગ-52 તથા મોબાઇલ ફોન નંગ – 3 કિં.રૂ.10,500/- મળી કુલ કિં.રૂ.21,200/- નો મુદ્દામાલ
આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાઅર્જ પોલીસ ઇન્સ. શ્રી. ડી. કે. વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


જો ભાઇ આમ મા ની કાંખમાં બેસીને ડંકો નો વાગે પણ આમ ડંકા વાગે…

કાશ્મીરમાં થી કલમ 370 હટાવાતા ભાજપની આગામી સભાઓમાં કોંગ્રેસને ધોઇ નાખતા શ્રી રૂપાલાને કોંગ્રેસને ધોઇ નાખવાની તક મળી છે જેને શ્રી રૂપાલા પડતી નહી મુકે.
પોતાની સભામાં શ્રી રૂપાલા અવાર નવાર દાખલા આપતા હતા કે ડંકો તો પડયો જ છે પણ વગાડનાર કોઇ ન હતુ આજે 70 70 વર્ષ પછી ડંકો વગાડનારા આવ્યા છે અને શ્રી રાહુલ ગાંધી તરફ ગર્ભીર્ત ઇશારાથી જો ભાઇ આમ મા ની કાંખમાં બેસીને ડંકો નો વાગે આમ ડંકા વાગે… કહેતા ભાજપના તેજાબી વકતા શ્રી પરસોતમભાઇ રૂપાલાને વધ્ાુ એક સજજડ મુદો મળ્યો છે.


error: Content is protected !!