Main Menu

Wednesday, August 7th, 2019

 

કરીનાએ જાહેર કરી ઈચ્છા… ’તૈમુરને દૃાદૃાની જેમ ક્રિકેટર બનાવશે’

કરીના કપૂર ખાને તેના પુત્ર તૈમૂર અલી ખાન વિશે એક ખુલાસો કર્યો છે, જેની દૃરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી કરીના કપૂર આજકાલ ડાન્સ રિયાલિટી શો ’ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ હોસ્ટ કરી રહી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દૃેવ શો પર પહોંચ્યા હતા. આ શોમાં કપિલ દૃેવને જોઈને કરીના કપૂર ખાને તૈમૂર અલી ખાન વિશે પોતાના દિૃલની વાત કહી. કરીનાએ આ શો પર કહૃાું હતું કે તે તૈમૂરને તેમના દૃાદૃા મૈસૂર અલી ખાન પટોડીની જેમ ક્રિકેટર બનાવવા માંગે છે.
અભિનેત્રી કરીના કપૂર ખાન કપિલ દૃેવને જોઇને ’ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના સ્ટેજ પર ખૂબ જ ઉત્સાહિત હતી અને તૈમૂર અલી ખાન માટે કપિલ દૃેવ સાથે એક નાના બેટમાં ફોટોગ્રાફ પણ લીધા હતા.
આ સમય દૃરમિયાન પ્રેક્ષકોએ ખૂબ વખાણ કર્યા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૈમૂર અલી ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયોમાં તૈમૂર પાણીમાં રમતો જોવા મળ્યો, આ દૃરમિયાન તેની સાથે માતા કરીના કપૂર પણ હાજર હતી.


‘નચ બલિયે ૯ના વિનર ‘દૃબંગ ૩ ફિલ્મના ડાન્સ નંબરમાં દૃેખાશે

ટીવી રિયાલિટી શો ‘નચ બલિયેની નવમી સીઝન શરૂ થઇ ગઈ છે. આ કપલ ડાન્સ શોને સલમાન ખાન પ્રોડ્યૂસ કરી રહૃાો છે. આ સિવાય સલમાન ટીવી શો ‘ધ કપિલ શર્મા શો પણ પ્રોડ્યૂસ કરે છે. એટલે સલમાન ખાન હવે ફિલ્મોની સાથે ટીવી શો પણ પ્રોડ્યૂસ કરે છે. સલમાને તેના શોના વિજેતાને અલગ રીતે ખુશ કરવાનો વિચાર કર્યો છે. શોની વિિંનગ જોડીની લેડીને સલમાનની અપકિંમગ ફિલ્મ ‘દૃબંગ ૩માં પર્ફોર્મ કરવાનો સલમાન ચાન્સ આપશે. વિિંનગ જોડીની ફિમેલને સલમાનની ફિલ્મ ‘દૃબંગ ૩ના ડાન્સ નંબરમાં ઠુમકા લગાવવાનો મોકો મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાન અને તેની ટીમ શો પર નજર રાખી રહૃાા છે જેથી વિનર અનાઉન્સ થાય કે તરત તે ફિલ્મના સ્પેશિયલ સોન્ગ માટે શૂિંટગ કરે. સલામને પહેલેથી જ ટીમ સાથે પ્લાનની ચર્ચા કરી લીધી છે. ફિલ્મમેકર્સનો પ્લાન એવો છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ફિલ્મનું મોટાભાગનું શૂિંટગ કરી લેવામાં આવે.


સુષ્મા સ્વરાજ આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ સાંસદૃ હતા

સુષ્મા સ્વરાજ ભારતનાં સૌથી લોકપ્રિય મહિલા રાજકારણી હતાં. તેમના નિધનથી ભારતીય રાજકારણમાં એક ન પુરાય તેવી ખોટ પડી છે. સુષ્મા સ્વરાજના નામે અનેક રેકોર્ડ છે, જેને હવે દૃેશ યાદૃ કરશે. તેઓ ૧૯૭૭માં ૨૫ વર્ષનાં હતા ત્યારે તેઓ ભારતના સૌથી નાની વયના કેબિનેટ મંત્રી બન્યા હતા. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા ૮ મંત્રાલય મળ્યા હતા. ત્યારપછી ૨૭ વર્ષની વયમાં ૧૯૭૯માં તેઓ હરિયાણામાં ભાજપના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા.
સુષ્મા સ્વરાજનાં નામે જ રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીનાં પ્રથમ મહિલા પ્રવક્તા હોવાનું ગૌરવ રહૃાું હતું. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા રહૃાા હતા.
ઈન્દિૃરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ બીજા એવા મહિલા હતા, જેમણે વિદૃેશ મંત્રીનું પદૃ સંભાળ્યું હતું. છેલ્લા ચાર દૃાયકાઓમાં તેઓ ૧૧ ચૂંટણી લડ્યા હતા જેમાં ૩ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જ્યારે તેઓ સાત વખત સાંસદૃ રહી ચૂક્યા હતા.
પંજાબના અંબાલા છાવણીમાં ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૩માં જન્મેલા સુષ્મા સ્વરાજે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢમાંથી કાયદૃાની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે જયપ્રકાશ નારાયણના આંદૃોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ઈમર્જન્સીનો પૂરજોશથી વિરોધ કર્યા પછી તેઓ સક્રિય રાજનીતિમાં જોડાયા હતા. સુષ્મા સ્વરાજ ભારતીય સંસદૃના પ્રથમ અને એકમાત્ર એવા મહિલા સભ્ય હતા જેમને આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયન સન્માન પ્રાપ્ત થયું હતું.
સુષ્મા સ્વરાજે ૧૯૭૩માં સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પણ પ્રેક્ટિસ કરી હતી. તેમણે ૧૯૭૦ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદૃમાં જોડાઈને રાજનીતિ તરફ ડગ માંડ્યા હતા. તેમના પતિ સ્વરાજ કૌશલ પણ સોશિયાલિસ્ટ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથે ગાઢ સંબંધો ધરાવતા હતા. સુષ્મા સ્વરાજ જ્યોર્જ ફર્નાન્ડિઝની લીગલ ડિફેન્સ ટીમમાં સામેલ રહૃાા હતા. કટોકટી પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પિતા હરદૃેવ શર્મા અને માતા લક્ષ્મી દૃેવીનું તેઓ સંતાન હતા. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય અને અગ્રણી સભ્ય હતા.


ભારતીય રાજનીતિના અજાતશત્રુ ‘સુષ્મા સ્વરાજ પંચમહાભૂતમાં વિલીન

ગઈકાલે રાત્રે હ્રદૃયરોગના હુમલા બાદૃ અંતિમ શ્ર્વાસ લેનારા પૂર્વ વિદૃેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના આજે દિૃલ્હીના લોધી રોડ સ્મશાનઘાટ પર સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વિલક્ષણ પ્રતિભા ધરાવતા અને ભારતીય રાજનીતિના પ્રતિભાવાન નેતા એવા સુષ્મા સ્વરાજ આખરે પંચમહાભૂતમાં વિલીન થયા છે. તેમની દિૃકરી બાંસુરીએ અંતિમ સંસ્કારની તમામ વિધીઓ કરી હતી. બાંસુરીએ જ તેમને મુખાગ્નિ આપ્યાં હતાં. સુષમા સ્વરાજને અંતિમ વિદૃાય અપાઈ તે વખતે ભાજપ ઉપરાંત અન્ય પક્ષોના વરિષ્ઠ નેતા તેમજ પીએમ મોદૃી, એલકે અડવાણી, અમિત શાહ પણ સ્મશાનમાં હાજર રહૃાા હતા. સુષ્મા સ્વરાજનું અવસાન એ સમગ્ર દૃેશ માટે મોટી ખોટ છે.
દૃેશ ઉપરાંત વિદૃેશથી પધારેલા મહાનુભાવો પણ સુષ્મા સ્વરાજની અંતિમ વિધિમાં હાજર રહૃાા હતા. આજે સ્વ. સુષમા સ્વરાજનો પાર્થિવ દૃેહ તેમના ઘરેથી ભાજપના મુખ્યાલયમાં લવાયો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નેતાઓ સ્વર્ગસ્થ નેતાના અંતિમ દૃર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
પૂર્વ વિદૃેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગઈકાલે રાત્રે દિૃલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. સુષ્મા સ્વરાજના અચાનક અવસાનથી દૃેશભરમાં શોકનું મોજુ છે. સુષ્મા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થયું.
ભાજપ કાર્યાલયથી સુષમા સ્વરાજના પાર્થિવ દૃેહને રાજનાથ િંસહ, જે પી નડ્ડા, રવિશંકર પ્રસાદૃ, પીયુષ ગોયલે કાંધ આપી હતી.
ભાજપના દિૃગ્ગજ નેતા અને પૂર્વ વિદૃેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદૃ આજે સવારે તેમના અંતિમ દૃર્શન માટે પહોંચેલા પીએમ મોદૃી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિૃગ્ગજ નેતાઓની આંખો પણ ભરાઈ આવી હતી.
સુષ્માજીને શ્રધ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસ સ્થાન પર મોટી સંખ્યામાં નેતાઓ ઉમટી પડ્યા હતા.પીએમ મોદૃી સુષ્માજીના પાર્થિવ દૃેહને જોઈને ભાવુક થઈ ગયા હતા.તેમણે સુષ્માજીની પુત્રીનો હાથ પકડીને અને માથે હાથ મુકીને સાંત્વના આપી હતી. જોકે તે વખતે પણ તેમનુ ગળુ ભરાઈ આવ્યુ હતુ.
મોદૃી સરકારની પહેલી ટર્મમાં વિદૃેશ મંત્રી તરીકે ખૂબ જ સક્રીય રહેનારા સુષમાએ ટ્વીટર પર પોતાની અલગ જ ઓળખ બનાવી હતી. તેઓ ટ્વીટર પર મદૃદૃ માગનારા કેટલાય લોકોના કામ તાત્કાલિક કરાવી આપીને સરાહનાને પાત્ર બન્યા હતા. વિઝા હોય કે પછી પાસપોર્ટનો પ્રશ્ર્ન, કે પછી વિદૃેશમાં કોઈ ભારતીય તકલીફમાં હોય, સુષમા સ્વરાજ હંમેશા લોકોની મદૃદૃ કરવા માટે તત્પર રહેતા હતા.
પૂર્વ વિદૃેશ મંત્રી સુષ્મા સ્વરાજે મોત સામે ૭૦ મિનિટ સુધી જંગ લડી હતી. કમનસીબે તેઓ આ જંગ હારી ગયા હતા.
મંગળવારે રાતે તેમણે છાતીમાં દૃુખાવા અને ગભરામણની ફરિયાદૃ કરી હતી.એ પછી તરત જ તેમને ૯-૨૬ વાગ્યે દિૃલ્હી,એઈમ્સમાં લઈ જવાયા હતા.બહુ પ્રયાસ કર્યા પછી પણ ડોક્ટરોની ટીમ તેમને બચાવી શકી નહોતી ત્યારે બે જુનિયર ડોક્ટરોની આંખમાં આંસુ આવી ગયા હતા.
ડોક્ટરોએ ૭૦ મિનિટ સુધી તેમને સીપીઆર ટ્રીટમેન્ટ આપી હતી.તેમના હાર્ટનુ પિંંપગ કર્યુ હતુ..તેમના હાર્ટને ફરી કાર્યરત કરવા માટે ઈલેક્ટ્રિક શોક પણ અપાયા હતા.એ પછી પણ તેમના ધબકારા ચાલુ ના થતા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા.આમ છતા સુષ્મા સ્વરાજના શરીરમાંથી ચેતના જવા માંડી હતી.
આખે ૧૦-૫૦ વાગ્યે તેમને મૃત જાહેર કરાયા હ તા.એક ડોક્ટરે નામ નહી આપવાની શરતે કહૃાુ હતુ કે, સુષ્માજીને હોસ્પિટલ લવાયા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો છે.અમે તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.


error: Content is protected !!