Main Menu

Thursday, August 8th, 2019

 

સાવરકુંડલાના નેસડીમાં ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થતા મુશ્કેલીમાં મુકાયા

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે રહેતા ભરતભાઇ હરગોવિંદભાઈ મહેતા જે 25 વર્ષથી નેસડી ગામે રહી કર્મકાંડ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ વર્ષોથી કાચા અને જર્જરિત મકાનમાં રહેવા માટે મજબૂર હતા. તાજેતરમાં પડેલ વરસાદને લીધે તેઓનું આ મકાન જમીનદોસ્ત થયેલ છે. તેઓની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય જો રાજ્ય સરકાર દ્વારા તેઓને આર્થિક સહાય કરવામાં આવે તો તેઓ પોતાનું તૂટી ગયેલું મકાન ફરીવાર બનાવી તેમાં રહી શકે. તેઓ સરકાર દ્વારા બને તેટલી જલ્દી સહાય મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે.


અમરેલીમાં પુ. વિઠુબાવાશ્રીનો પ્રાગ્ટય ઉત્સવ ઉજવાયા

અમરેલીમાં પુ.પા.ગો 108શ્રી વિઠલેશરાયજી મહારાજશ્રી (પુ.વિઠુબાવાશ્રી)નો પ્રાગ્ટય ઉત્સવ તા. 5/8/19 સોમવારે યોજાયોે. પુ.પા.ગો108શ્રી વ્રજ જીવન લાલજી મહારાજ પુ.પા.ગો108શ્રી પુરસોતમલાલજી મહારાજ,પુ. પા.ગો108શ્રી દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞાથી અને પુ.પા.ગો.108શ્રી પુરસોતમલાલજી મહારાજશ્રી (પુ.રાજુબાવાશ્રી)ના સાનિધ્યમાં પ્રાગ્ટય ઉત્સવ નિમિતે તા. 5 સોમવારે પલનાથ નંદ મહોત્સવ સવારે 10 વાગ્યે, ગુલાબના હિંડોળા સાંજે 6:30 કલાકે,વધાઇ કિર્તન અને ગુણાનુવાદ સાંજે 7:00 વાગ્યે 108શ્રી વિઠલેશરાયજી મહારાજના ચિત્રજીને તીલક તથા કેસર સ્નાન રાત્રે 7:30 કલાકે, વચનામૃત તથા રાત્રે 8:30 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવેલ.જેનો વૈષ્ણવભાઇ બહેનોએ લાભ લીધો હતો.તા. 4 રવિવારે રાત્રે 9:00 વાગ્યે દ્વારકેશ પાઠશાળાના બાળકોનો પુષ્ઠીમાર્ગીય સાંસ્કૃૃતિક કાર્યક્રમ તથા પુરસ્કાર વિતરણ અને પ્રાગ્ટય ઉત્સવના મનોરથીઓનું અભિવાદન કરાયું હતું. શ્રી ગોવર્ધન નાથજી હવેલી ટ્રસ્ટ પ્રાગ્ટય ઉત્સવ સમિતિ અમરેલી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


અમરેલી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

અમરેલી માતૃશ્રી જીજી બેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા શાળાના મેદાનમાં વૃક્ષોના રોપાઓ રોપ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ સાંસ્કૃૃતિક કૃતિઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વાર તૈયાર કરવામાં આવેલ રાખી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે આચાર્યા ચંદ્રીકાબેન લાઠીયાએ મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી તેમજ જમ્મુ કાશ્મીરમાં 35 એ અને 370ની કલમ રદ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી દિપ પ્રાગટય બાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી પ્રજાપતિ , પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જાદવ, મે.ટ્રસ્ટી રમેશભાઇ વિઠલાણી, આચાર્યા ચંદ્રીકાબેન લાઠીયા, સી.આર.સી.ભાવનાબેન પટેલ, ન.પા.બાંધકામ સમિતીના ચેરમેન કોમલબેન રામાણી,ઉદ્યોગપતી મનસુખભાઇ ઉંધાડ, મહિલા શકિત કેન્દ્રના બીનલબેન, સખી વન સ્ટોપ સેન્ટરના વર્ષાબેન રાવળ, અમરેલી જિલ્લા વિ.હિ.પ. મહામંત્રી મનુભાઇ વેકરીયા, અભિયમના બહેન, શ્રી ભુતેયા શિક્ષણ કચેરી, પુર્વ પ્રીન્સિપાલ ડિ.જી.મહેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન રોહિતભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ. શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા નિર્મિત રક્ષા પ્રદર્શન ગોઠવાયું હતું.


અમરેલી જેલમાં કેદીઓએ કર્યો સત્સંગ : મેજી.શ્રી મકરાણીની ઉપસ્થિતિ

રાજય સરકાર દ્વારા કરાયેલા આદેશના પગલે પગલે રાજયભરની જેલોમાં રહેલા બંદીવાનોના માનસ પરિવર્તન અને સમાજમાં પુન:સ્થાપન માટે સપ્તાહમાં એક વખત ભકિત સંગીત યોજવાના કરાયેલા આદેશને પગલે પગલે અમરેલી જિલ્લા જેલ ખાતે જેલર શ્રી એમ. એમ. દવે દ્વારા બંદીવાન ભાઇઓ તથા સ્ટાફનો શનીવારે સત્સંગ યોજાયો હતો અને જોગાનુજોગે અમરેલીના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી મકરાણીની પણ જિલ્લા જેલની વિઝીટ હોય જેલમાં તેઓએ કેદીઓને ભકિત સંગીતના કાર્યક્રમમાં મળવાનું જણાવેલ અને જેલ પ્રશાસન દ્વારા તેમને ત્યા લઇ જવાયેલ જયાં કેદીઓએ તેમને તાળીઓના ગડગડાટથી આવકાર્યા હતા. યોજાયેલા આ ધર્મકાર્યથી પ્રભાવીત થઇ જેલમાના કેદીઓને માનસિક પરીતાપથી બચાવતા આ સત્સંગમાં ઉપસ્થિત રહી અને થી ખુશી વ્યકત કરી હતી.
અમરેલી જિલ્લા જેલમાં જેલર શ્રી એચ.એ. બાબરીયા તથા શ્રી એમ.એમ. દવે દ્વારા દર શનીવારે સાંજે પાંચથી છ સત્સંગ યોજાય છે
શનીવારે સાંજે સત્સંગના સમય દરમિયાન અમરેલીના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી એ.એચ.મકરાણી તથા એડીશનલ ચીફ જયુ.મેજીસ્ટ્રેટ શ્રી પવારની જિલ્લા જેલની વિઝીટ હોય તેઓએ અમરેલી જિલ્લા જેલમાં યોજાયેલા સત્સંગના કાર્યક્રમને નિહાળ્યો હતો અને જણાવેલ કે, હું અવાર નવાર જેલની વિઝીટમાં આવુ છુ અને જયારે આવુ છુ ત્યારે બંદીવાન ભાઇઓના ચહેરા ઉપર ગમ અને વિષાદના ભાવો હોય છે પણ આજે પહેલી વખત આવુ દ્રશ્ર્ય પહેલી વખત જોયું છે
તમે બધા જેલમાં છો એ ભુલી અને ભકિત સંગીતના કાર્યક્રમમાં એવા ડુબી ગયા છો કે દરેકના ચહેરા ઉપર ખુશી દેખાય છે તમે જેલમાં હોવ તેવું લાગતુ જ નથી તમે અંદર છો એટલે ગુનેગાર છો અને બહાર છે તે બધા સજજન છે
તેવુ નથી હોતુ તમે બધા સંજોગોનો શિકાર બની અને આવ્યા છોેઅને સમય અનુસાર પરિવારમાં પાછા ફરશો અને સમાજમાં પુન:સ્થાપિત થશો તેમ જણાવીને શુભકામનાઓ પાઠવી હતી. અને કેદીઓએ પણ તાલીઓના ગડગડાટથી તેમને વધાવ્યા હતા.
મેજીસ્ટ્રેટથીઓનું સ્વાગત કરનાર જેલર શ્રી દવે પોતે સંગીતના જાણકાર હોય સારા ગાયક અને તેમણે પણ ખુલ્લા દીલે ભજનો લલકાર્યા હતાઅને જેલમાં મંદિર જેવુ વાતાવરણ સર્જી દીધ્ાુ હતુ.
શ્રાવણ મહીનાની શરૂઆતે યોજાયેલા સત્સંગ દરમિયાન શ્રી દવેએ કેદીઓને સાચા ધર્મર્ની વ્યાખ્યા સમજાવતા જણાવેલ કે, અંધ શ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે .
જીવન એવુ જીવો કે લોકો ખુશ થઇ જાય અને પ્રેરણા લે કોઇને દુખી કરીને આપવાની થતી દાનદક્ષીણાનું કોઇ જ મહત્વ નથી.


2002માં અમરેલીમાં સુષ્માજીના સંભારણાની તસવીરી ઝલક

2002માં ગુજ2ાતની વિધાનસભાની ચુંટણીમાં, અમ2ેલીની બેઠક પ2થી હાલના કેન્દ્રના કૃષિમંત્રી શ્રી પ2શોત્તમભાઈ રૂપાલા ચુંટણી લડી 2હયા હતા ત્યા2ે, ગઈ કાલેજ દિવંગત થયેલ, ભાજપના 2ાષ્ટ્રીય સ્ત2ના વિ2ષ્ઠ નેતાઓ પૈકીના એક, દેશના પૂર્વ વિદેશમંત્રી શ્રીમતિ સુષ્મા સ્વ2ાજે અમ2ેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભ2તભાઈ કાનાબા2ના નિવાસ સ્થાને ભોજન લીધું હતું.
ભોજન બાદ, શ્રીમતિ સુષ્માબેને, ડો. કાનાબા2ના પિ2વા2જનો સાથે, ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યર્ક્તા સાથે ફોટા પડાવ્યાં હતાં. સુષ્માબેનની નમ્રતા અને સ2ળતાથી ઉપસ્થિત સૌ ખુબજ પ્રભાવિત થયા હતાં. તેમણે હોસ્પીટલના સ્ટાફ અને 2સોઈ ક2ના2 મહા2ાજ અને તેના પિ2વા2 સાથે પણ ફોટા પાડવામાં આનાકાની ક2ી નહોતી. ભોજન બાદ, તેમણે દીલ્હી તેમની દીક2ીને ફોન ક2ી જણાવ્યું કે, મૈને યહાં અમ2ેલી મેં પાર્ટી કે વિ2ષ્ઠ ડો. કાનાબા2 કે ઘ2 બહુત સ્વાદિષ્ટ ભોજન – બાજ2ે કી 2ોટી, ખીચડી ઔ2 યહાં કી કઢી ભી ખાયી આ ભોજન વખતે અમ2ેલી બેઠકના એ સમયના ઉમેદવા2 રૂપાલાજી, દીલીપભાઈ સંઘાણી, જુનાગઢના સાંસદ ભાવનાબેન ચીખલીયા, સ્વ. કશ્યપ જોષી, જયેશભાઈ ટાંક, અવધ ટાઈમ્સના ભ2તભાઈ ચૌહાણ, 2ઘુવી2 પાનના વિનુભાઈ ભાડ, એડવોકેટ મગનભાઈ સોલંકી તથા ડો. કાનાબા2ના પિતાશ્રી, તેમના પત્નિ ર્ક્તિીબેન અને પુત્ર નીલ તથા પુત્રી યોગિની હાજ2 હતાં.


અવધ નામ હી મુઝે બહુત પસંદ હૈ : સુષ્માજી

ચૂંટણી પ્રવાસમાં પધારેલ અજાતશત્રુ એવા સુષ્મા સ્વરાજ અમરેલી સરકીટ હાઉસ ખાતે અવધ ટાઇમ્સ નિહાળીને પ્રસન્ન થયેલ અને તેમણે આ તસવીર કલીક કરનારને કહેલ કે, અવધ બહુત અચ્છા હૈે… ઔર અવધ નામ હી મુઝે બહુત પસંદ હૈ.


error: Content is protected !!