Main Menu

Friday, August 9th, 2019

 

નાની ઉંમરે બેવડી સદૃી ફટકારી શુભમન ગિલે તોડ્યો ગંભીરનો રેકોર્ડ

ભારતના ઉગતા ખેલાડી બેટ્સમેન શુભમન ગિલે કૈરિબિયાઈ ધરતી પર ઈતિહાસ રચ્યો છે. ગુરૂવારે તેમણે ત્રિનિદૃાદૃના બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં બેવડી સદૃી ફટકારી છે. તેની સાથે જ તે ભારતીય પ્રતિનિધિ ટીમ તરફથી રમવામાં આવેલ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં બેવડી સદૃી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો છે.
શુભમન ગિલે ૧૯ વર્ષ ૩૩૪ દિૃવસની ઉંમરે આ સફળતા પ્રાપ્ત કરી છે. આ પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે હતો. જેમણે ૨૦૦૨માં ૨૦ વર્ષમાં ૧૨૪ દિૃવસની ઉંમરે ઝીમ્બામ્બે વિરૂદ્ધ બોર્ડ અધ્યક્ષ એકાદૃશની ટીમ માટે બેવડી સદૃી ફટકારી હતી.
ગિલે ૨૪૮ બોલમાં અણનમ ૨૦૪ રન બનાવ્યા હતા, જેમાં ૧૯ ચોકા અને બે છક્કાનો સમાવેશ થાય છે. આ શાનદૃાર શ્રેણીમાં તેનો સ્ટ્રાઈક રેટ ૮૨.૨૫નો રહૃાો. આગળના બેટ્સમેનની નિષ્ફળતા પછી ગિલે મોર્ચો સંભાળ્યો હતો. તેમણે કેપ્ટન હનુમા વિહારીની સાથે પાંચની વિકેટ ઝડપી અને ૩૧૫ રનોની ભાગીદૃારી કરી હતી. ગિલે પહેલી શ્રેણીમાં પહેલા બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.


વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ વિવાદૃ સર્જાયો

એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમમાં ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરકોમની પસંદૃગી થતાની સાથે જ વિવાદૃ પણ સર્જાયો છે. ટીમના સિલેક્શન પ્રોસેસને લઇને સવાલ ઉઠાવવામાં આવી રહૃાાં છે. ૨૩ વર્ષીય બોક્સર નિખત ઝરીને તો પત્ર લખી ભારતીય બોક્સિદૃં એસોસિએશનને આ વિશે જાણ કરી છે.
વુમન્સ વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓની પસંદૃગી કરવાના ઉદૃેશ્યથી ઇન્દિૃરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ત્રણ દિૃવસ સુધી ટ્રાયલ્સ થયા. ટ્રાયલ્સ ગુરૂવારે સમાપ્ત થયા. ત્યારબાદૃ ભારતીય બોક્સિગં એસોસિએશનએ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. ટીમમાં એમસી મેરીકોમ (૫૧ કિગ્રા) અને સરિતા દૃેવી (૬૦ કિગ્રા) સહિત કુલ ૧૦ મહિલા બોક્સરને એઆઇબીએ વુમન્સ વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદૃગી કરી છે.
એમસી મેરીકોમ (૫૧ કિગ્રા) અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર લોવલિના બોરગોહેન (૬૯ કિગ્રા)ના તેમના સતત સારા પ્રદૃર્શન માટે વગર ટ્રયલે ટીમમાં પસંદૃગી કરવામાં આવી છે. જોકે, ૫૧ કિગ્રા વર્ગમાં ટ્રાયલ ન થવાથી નિખત ઝરીન નારાજ જોવા મળી રહી છે. તેણે ભારતીય બોક્સિગં એસોસિએશનને આ વિશે પત્ર પણ લખ્યો હતો.


વરસાદના લીધે મેચ અટકે તે રમતનો સૌથી ખરાબ ભાગ છે: કોહલી

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ગયાનાના પ્રોવિન્સ સ્ટેડિયમ ખાતેની પ્રથમ વનડે વરસાદૃના લીધે રદૃ થઇ હતી. તે પહેલા વરસાદૃના લીધે ૪ વાર મેચ અટકી હતી. છેવટે ૩૪ ઓવરની મેચ રમાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તેટલી રમત પણ શક્ય ન બની હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પછી કહૃાું હતું કે, વરસાદૃના લીધે મેચ અટકે અને ખેલાડીઓને અંદૃર-બહાર થવું પડે તે આ રમતનો સૌથી ખરાબ ભાગ છે.
તેણે વધુ ઉમેરતા કહૃાું હતું કે, સ્ટાર્ટ-સ્ટોપ ક્રિકેટ માટે સારી વસ્તુ નથી. પૂરેપૂરી મેચ રમાવવી જોઈએ અથવા પૂરેપૂરો વરસાદૃ પડી જવો જોઈએ. વરસાદૃના બ્રેક પછી મેદૃાન પર પરત ફરીએ ત્યારે અમને ખેલાડીઓ ઈજાગ્રસ્ત ન થાય તેનો દૃર સતત સતાવતો હોય છે. આગામી મેચો વિશે કોહલીએ કહૃાું કે, વેસ્ટ ઇન્ડિઝમાં પિચ ખેલાડીઓની પરીક્ષા લઇ શકે તેમ છે. અમુક પિચો પર બોલ ઝડપથી આવશે જયારે અમુક પિચો પર બોલ ધીમો આવશે. જે ટીમ પિચ પ્રમાણે પોતાની રમત ઢાળી શકશે તે સારું ક્રિકેટ રમીને મેચ જીતી બતાવશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી વનડે રવિવારે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે.


વરુણ ધવને ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ સગાઇ કરી લીધી..?!!

બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન આ દિૃવસોમાં તેની ફિલ્મો કરતા વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. વરૂણ તેની ગર્લફ્રેન્ડ નતાશા દૃલાલ વિશે વધારે વાત નથી કરતો, પરંતુ તેણી સાથે પોતાના સંબંધો વિશે કબૂલાત કરી છે. આ સાથે જ એવા અહેવાલો પણ મળી રહૃાા છે કે વરૂણ ધવન આ સંબંધોમાં એક પગલું આગળ વધી ગયો છે.
મીડિયા રિપોર્ટ્સ દૃાવો કરી રહૃાા છે કે વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી ચૂક્યો છે, તે પણ ગુપચુપ. જોકે વરુણ ધવન પહેલા જ કહી ચૂક્યો છે કે તે હમણાં લગ્ન વિશે વિચારતો નથી. આવી સ્થિતિમાં આ અહેવાલો કેટલા સાચા છે તે કહેવું મુશ્કેલ છે.
મનોરંજન વેબસાઇટનાં અહેવાલ મુજબ વરુણ ધવને તેની પ્રેમિકા નતાશા દૃલાલ સાથે વર્ષ ૨૦૧૮માં જ સગાઈ કરી લીધી છે. આ બંનેના સંબંધને પરિવારના સભ્યોએ પણ સ્વીકાર્યા છે, તે બંને પરિવારની સામે જ સગાઈ કરી લીધી હતી. સગાઈના સમાચાર મીડિયા પર આવ્યા નહીં, તેથી આ સગાઈની વિધિ ખૂબ જ ખાનગી રાખવામાં આવી હતી. આ સમારોહમાં વરૂણ અને નતાશાના પરિવાર ઉપરાંત ૧-૨ નજીકના મિત્રો જ સામેલ થયા હતા.


૭૧ વર્ષ જૂનો આર કે સ્ટુડિયો તોડી પડાયો, રિચા ચઢ્ઢાએ દૃુ:ખ વ્યક્ત કર્યું

મુંબઈના ચેમ્બુર સ્થિત ૭૧ વર્ષ જૂનો આર કે સ્ટુડિયો હવે ભૂતકાળ બની ચૂક્યો છે. ગુરૂવાર (૮ ઓગસ્ટ)ના રોજ સ્ટુડિયોને તોડી પડાયો હતો. સ્ટુડિયો તૂટતાં બોલિવૂડ સેલેબ્સ દૃુ:ખી થયા હતાં અને તેમણે સોશિયલ મીડિયામાં પોતાનું દૃુ:ખ વ્યક્ત કર્યું હતું. માનવામાં આવે છે કે ગોદૃરેજે આ સ્ટુડિયો ૨૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને અહીંયા આધુનિક રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ અને રિટેલ સ્પેસ ડેવલપ કરાશે.
એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરી હતી, ‘હું આ સ્ટુડિયો સાથે વ્યક્તિગત રીતે જોડાયેલી નથી. જોકે, આ વાતથી મારું દિૃલ તૂટી ગયું. આઈકોનિક સ્ટુડિયો..આશા છે કે સરકાર આના સંરક્ષણ માટે કોઈ પગલું ભરશે, આગામી પેઢીઓ માટે આને બચાવે. આ સ્ટુડિયોમાં બનાવવામાં આવેલી ફિલ્મ્સનું િંહદૃી સિનેમામાં ઘણું જ મોટું યોગદૃાન છે.
નિખિલ અડવાણીએ આર કે સ્ટુડિયો તૂટવાના ન્યૂઝને રીટ્વિટ કરીને બ્રોકન હાર્ટની ઈમોજી મૂકી હતી. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, ‘૧૯૪૮માં સ્થાપિત, આ સ્ટુડિયો મૂવી લિજેન્ડનું હેડ ક્વાર્ટર રહૃાું છે. રાજ કપૂર ફિલ્મ પ્રોડક્શન કંપની, આરકે ફિલ્મ્સ તથા બહુ બધી બ્લોકબસ્ટર ફિલ્મ્સ અહીંયા શૂટ કરવામાં આવી હતી. ખાસ કરીને ૧૯૭૦ તથા ૮૦ના દૃાયકામાં.


અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મહિલાઓ બાબતે માનસિકતા બદૃલો: એન્જલીના જોલી

હોલિવૂડ અભિનેત્રી એન્જલીના જોલી દ્વારા તાજેતરમાં જ પોતાના પુત્રનો ૧૮મો જન્મદિૃવસ ઉજવ્યો છે અને આ ખાસ સમયે પર તે પોતાના પુત્રને લઈને ક્લીવલેંડ પહોંચી હતી. મેડોક્સ જોલીનો મોટો પુત્ર છે અને એભિનેત્રી જોલી પોતાના પતિ બ્રેડ પિટની સાથે બાળકોની કસ્ટડીને લઈને વિવાદૃ પણ ચાલી રહૃાો છે.
એન્જલિના જોલી દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૬માં તલાકની અરજી દૃાખલ કરવામાં આવી હતી. તો બંને છ બાળકોના માતા-પિતા છે. સાથે જ અદૃાકારાએ હાલમાં મહિલાઓના અધિકાર પર વાત કરી છે. જાણકારીની માનીએ તો જોલી શરણાર્થી, યૌન િંહસા અને પ્રકૃતિના સંરક્ષણ જેવા ઘણા મુદ્દાને સક્રિય પ્રચારક છે.
આ દૃરમિયાન જોલી દ્વારા કહેવામાં આવ્યું છે કે સમાજમાં તે મહિલાઓને ‘ધૂર્ત કહેવામાં આવે છે જે પોતાનો અધિકાર છીનવી લેવામાં આવે ત્યારે અવાજ ઉઠાવે છે. સાથે જ તેના વિચારનું માનીએ તો દૃુનિયામાં વધારાથી વધારે પ્રકારની મહિલાઓ હોવી જોઈએ. તો હોલિવૂડ અભિનેત્રી દ્વારા કહેવામાં આવેલા એક લેખમાં કહૃાું કે માનસિકતા બદૃલવાની જરૂરત છે કે જે ન્યાય માટે થાકી ચૂકેલી મહિલાઓને અસ્વાભાવિક અને ખતરનાક જણાવે છે.


ડાયરેક્ટરનો ઘટસ્ફોટ : ‘કબીર સિંહ બાદ શાહિદ કપૂરનાં તેવર બદલાયા

ફિલ્મ કબીર િંસહની સક્સેસ પછી સાતમાં આસમાન પર પહોંચી ચૂકેલ શાહિદૃ કપૂર આ દિૃવસોમાં ભારત બહાર પોતાનો સમય પસાર કરી રહૃાો છે. એવામાં એમના ખાસ દૃોસ્ત અને આગલી ફિલ્મનાં નિર્દૃેશક રાજ કૃષ્ણ મેનનનું એક નિવેદૃન સામે આવ્યું છે.
૨૦૧૮માં શાહિદૃ કપૂરે એક બાયોપિક કરવાનો પ્લાન કર્યો હતો. આ બાયોપિક ભારતનાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર િંડગ્કો િંસહના જીવન પર હતી. પરંતુ જો મેનની વાત માનીએ તો હવે એ થવું મુશ્કેલ છે. રાજ કૃષ્ણ મેનન કહે છે કે, મે અને શાહિદૃે આ ફિલ્મને લઈ ગયા મહિનાઓમાં જ વાત કરી હતી. તે આ ફિલ્મને કરવા માટે ખુબ ઉત્સાહિત હતો.
આગળ મેનન કહે છે કે, વાત એમ છે કે કહાનીનો રાઈટ લઈને અમે બંન્ને પોત પોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં. આ માટે અમને ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરવાનો મોકો ન મળ્યો. તેમજ કબીર િંસહની આટલી સક્સેસ બાદૃ હવે બધી વસ્તુઓ બદૃલાઈ ગઈ છે. માટે હવે શાહિદૃ આ ફિલ્મ કરવા બાબતે ઘણો સમય લગાડી રહૃાો છે.


૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, ’રેવા’ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ઘોષિત

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દૃીધી છે. પુરસ્કાર માટે નિર્ણાયકો પોતાનો રિપોર્ટ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને સોંપશે. શ્રેષ્ઠ હિન્દૃી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ અંધાધુનને મળ્યો છે. આયુષ્માન ખુરાના અને તબ્બૂ સ્ટારર આ ફિલ્મના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને કર્યું છે. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે રેવાની પસંદૃગી કરવામાં આવી છે. વડોદૃરાના લેખક રાહુલ ભોળેએ આ ફિલ્મના લેખક છે તેમજ તેમણે ડાયરેક્ટ પણ કરી છે.
આ ઉપરાંત ફિલ્મ પદ્માવતને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી અને સંજય લીલા ભણશાલીને શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટરનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોરનો ૬૬મો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો છે.


કેરળમાં વરસાદૃી આફત: પૂરના કારણે ૪૨ લોકોના મોત,કોચ્ચિ એરપોર્ટ ત્રણ દિૃવસ બંધ

કર્ણાટક બાદૃ હવે કેરળમાં આફતનો વરસાદૃ પડવાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. ભારે વરસાદૃ અને પૂરના કારણે અત્યાર સુધી ૪૨ લોકોનાં મોત થયા છે. ભારે વરસાદૃના કારણે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ મુજબ, આ જિલ્લામાં ભારે વરસાદૃની સાથે જોરદૃાર પવન ફુંકાશે.
ભારતીય હવામાન વિભાગે ઇદૃુક્કી, મુલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કેરળમાં મોટાભાગની નદૃીઓ અને જળાશયોના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
કોચ્ચિન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાઇટના આવન-જાવન પર રવિવાર બપોરે ત્રણ વાગ્યા સુધી રોક લગાવી દૃેવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ, પૂરના પાણી એરપોર્ટના પાર્કિંગમાં પણ ભરાઈ ગયા છે.
કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિએ ભારે વરસાદૃને જોતાં ૨૨,૧૬૫ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દૃીધા છે અને સમગ્ર રાજ્યમાં ૩૧૫ શિબિરોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેનારા લોકોને પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યની પિનરાઈ વિજયન સરકારે સમગ્ર રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર કરી દૃીધી છે. બીજી તરફ વાયનાડમાં ભૂસ્ખલનની દૃુર્ઘટના ઘટી છે. અત્યાર સુધીમાં લગભગ ૧૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ પહેલા ગુરુવારે ભારે વરસાદૃના કારણે તકેદૃારીના ભાગરૂપે અડધી રાત સુધી લાઇટ સંચાલનને ચાર કલાક માટે સ્થગિત કરી દૃેવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પૂરના કારણે એરપોર્ટનો મોટાભાગનો હિસ્સો જળમગ્ન થઈ ગયો છે.
નવા નિર્દૃેશ મુજબ, ૧૧ ઓગસ્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી કોચ્ચિ એરપોર્ટ પર તમામ લાઇટ સંચાલનને રોકી દૃેવામાં આવ્યું છે.
કેરળમાં કબિની ડેમનું જળસ્તર ૪૬,૦૦૦ ક્યૂસેક વધી ગયું છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ કબિની ડેમથી ૪૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ કબિની ડેમમાં ૨૨૮૧.૫ ફુટ પાણી છે જ્યારે મહત્તમ સીમા ૨૨૮૪ ફુટ છે.
કર્ણાટકમાં જિલ્લા સર્જન અને ચિકિત્સા અધિકારીઓની રજાઓ ૧૫ ઓગસ્ટ સુધી રદૃ કરી દૃેવાઈ છે. મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં પુરથી વીજળી અને જળ પર માઠી અસર વર્તાઈ છે. મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, કોલ્હાપુરની ૧૫૨ સ્થળે બનાવાયેલા શિબિર કેન્દ્રોમાં ૩૮ હજાર લોકો રહી રહૃાા છે. ૬ બોટને બચાવ અભિયાનમાં લગાવી દૃેવાઈ છે.


ભારત-પાક સંયમ રાખે,કાશ્મીર મુદ્દે કોઇ ત્રીજો પક્ષ મધ્યસ્થતા ન કરી શકે: યુએન

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસેએ ભારત અને પાકિસ્તાનને સંયમતા રાખવા કહૃાું છે. તે ઉપરાંત બંને દૃેશોને જમ્મુ-કાશ્મીરની સ્થિતિને પ્રભાવિત કરતા પગલાં ન લેવાનો પણ આગ્રહ કર્યો છે. તેમણે શિમલા સમજૂતીની વાત કરીને કહૃાું છે કે, આ મુદ્દે કોઈ ત્રીજો પક્ષ મધ્યસ્થતા ન કરી શકે. અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દે ફરી વખત એક ખાસ નિવેદૃન આપ્યું છે. વોિંશગ્ટન ડીસીમાં વિદૃેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહૃાું છે કે, અમે ફરી અમારા નિવેદૃનનું પુનરાવર્તન કરીએ છીએ કે અમે કાશ્મીર પોલિસીમાં કોઈ ફેરફાર કર્યા નથી.
બંને દૃેશોએ શાંતિ રાખવી જોઈએ- ગુટેરેસ
ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહૃાું કે, મહાસચિવની જમ્મુ-કાશ્મીર સ્થિતિ પર નજર છે. તેમણે બંને દૃેશોને શાંતિ રાખવા કહૃાું છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી ૧૯૭૨ની શિમલા સમજૂતી વિશે પણ વાત કરી છે. તેમણે કહૃાું છે કે, સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અનુસાર જમ્મુ-કાશ્મીર વિશે કોઈ પણ નિર્ણય શાંતિપૂર્ણ રીતે જ કરી શકાય છે.
ભારત સરકારે સોમવારે અનુચ્છેદૃ ૩૭૦ને નબળી કરી દૃીધી છે. તે સાથે જ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વિભાજીત કરી દૃીધા છે. પાકિસ્તાને ભારતના આ નિર્ણયને એકતરફી અને ગેરબંધારણીય ગણાવ્યો છે. તે સાથે જ સંયુક્ત રાષ્ટ્ર પરિષદૃમાં લઈ જવાની પણ વાત કરી છે.
ભારત-પાક મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમે પ્રયત્નશીલ: અમેરિકા
અમેરિકાએ ફરી કાશ્મીર મુદ્દે એક નિવેદૃન આપ્યું છે. અમેરિકાએ કહૃાું છે કે, કાશ્મીર વિશેની તેમની પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. વોિંશગ્ટન ડીસીમાં વિદૃેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહૃાું છે કે, અમે પુનરાવર્તન કરીએ છીએ કે કાશ્મીર વિશેની અમારી પોલિસીમાં અમે કોઈ ફેરફાર કર્યા નથી. અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે વિવાદૃનો ઉકેલ લાવવા માટે ખૂબ ઉંડાણપૂર્વક પ્રયત્ન કરી રહૃાા છીએ.
વધુમાં તેમણે કહૃાું છે કે, અમેરિકાએ તે નક્કી કર્યું છે કે, કાશ્મીર મુદ્દાનો કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા વગર ભારત-પાકિસ્તાનના દ્વીપક્ષીય રીતે ઉકેલ લાવવો જોઈએ.


error: Content is protected !!