Main Menu

Monday, August 12th, 2019

 

જાફરાબાદમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

આ વૃક્ષારોપણ નું કાર્યક્રમ સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ શ.ર્ય્.ં.તેમજ મહિલા સુરક્ષા સેવા સંસ્થાન અને કોલેજ ના શજીજી નાં સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ .આ કાર્યક્રમ નો શુભારંભ દીપ પ્રાગટ્ય કરીને મહેમાનો દ્રારા કરવામાં આવેલ.આ વૃક્ષારોપણનાં કાર્યક્રમ માં જાફરાબાદ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.એલ.કે. જેઠવા તથા નિવૃતછ.ભ.ઁ ઠાકર, તથા કોલેજના પ્રિન્સીપાલ ડો. શીલુ, તથા કોલેજના એસોસીએટ પ્રોફેસર શ્રી મેઘનાથી, તથા સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ નાં ચેરમેન શ્રી એચ.એમ. ઘોરીએ શ.ર્ય્.ં.ની સામાજિક તેમજ ચેરીટી ની વિશે પ્રવચન આપેલ.આ શ.ર્ય્.ં.નાં પ્રમુખ શ્રી રાકેશભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહેલ અને નિવૃત પોલીસ કમીશનરશ્રી ઠાકર એ પ્રસંગો ચિત પ્રવચન આપેલ તથા વિધાર્થીઓએ આનંદ અને હર્ષ ઉલાસ થી ઉજવેલ હતો.આ સમગ્ર કાર્યક્રમમાં નર્મદા સીમેન્ટ કંપની (જી.ણ.ઈહયૈ.)નાં શ્રી શાંતિલાલ ભરદિયા તથા મહિલા સુરક્ષા સેવા સંસ્થાન નાં પ્રમુખ ગીતાબેન જોશી તથા સદસ્યા નિધીબેન જોશી તેમજ અમરેલી જિલ્લા મધયસ્થ બેંકનાં ડાયરેક્ટ શ્રી યોગેશભાઈ બારૈયા તથા જઠાશંકભાઇ જોશી તથા સોલંકી સિદ્ધાર્થ, , તથા ભરત ભાઇ બારૈયા તથા કિશોરભાઈ બારૈયા વગેરે ઉપસ્થિત રહયા હતા.


અમરેલીમાં ટાવેરા કાર માંથી 36 બોટલ ઇંગ્લીશ દારૂ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો

અમરેલી શહેરમાં ટાવર રોડ વેરાઇ મંદિર પાસે રહેતા ઇસુફ ઉર્ફે બદરૂદીનને ટાવેરા ગાડી જીજે 3 જીએ 3585માં 36 બોટલ ઇંગ્લીશ દારૂ મોબાઇલ મળી
કુલ રૂ.2.25.930ના મુદામાલ સાથે પી.એસ.આઇશ્રી જેતપરીયા હે.કો. યુવરાજસિંહ, ભરતભાઇ, પરેશભાઇ, હિરેનસિંહ, પ્રભાતસિંહે મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.


નાગેશ્રીના વડલી ગામે જુના મન દુ:ખના કારણે યુવાન પર હુમલા

નાગેશ્રીના વડલીમાં જુના મનદુ:ખના કારણે ભરતભાઇ લાખાભાઇ સોલંકી ઉ.વ. 25નું બાઇક ઉભુ રખાવી હરેશ ટપુ મકવાણા, જયસુખ નોંઘણ સાંખટે ગાળો બોલી ધારીયા અને ઢીકા પાટુનો મારમારી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલીના નિચાણ વિસ્તારમાં પાણી ભરાયા

અમરેલીમાં ગઇ કાલ રાતથી સતત એકધારો વરસાદ પડતા ઠેર ઠેર રોડનું ધોવાણ થયાં ઉપરાંત અમરેલીના નિચાણ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને દરિયાના બેટ જેવી સ્થિતી સર્જાઇ હતી.
સતત વરસાદને કારણે ગરક થતા અમરેલીના જુના યાર્ડ પાસે મકાનની દિવાલ પડી ગઇ હતી અને બસ સ્ટેન્ડ પાછળ આવેલ ડિ.એલ.બી.સોસાયટી અને સીવીલ હોસ્પીટલના કેમ્પસમાં પાણી પાણી થઇ ગયું હતુ.
શહેરના મોટા બસ સ્ટેેન્ડ સહિત નિચાંણ વિસ્તારમાં બેટ જેવી સ્થિતી સર્જાતાભારે વરસાદને કારણે જિલ્લાનો કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહયો હતો અને વહિવટી તંત્ર પણ સતત એલર્ટ જોવા મળ્યું હતું.
હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી તેમ જાણવા મળ્યું છે.સાંજે વરસાદ બંધ થતા પાણી ઓસર્યા હતા.


કાશ્મીરની 370 રદ થઇ ત્યારથી પાકીસ્તાનમાં સાગમટે બેસણું ચાલે છે : શ્રી પરસોતમભાઇ રૂપાલા

370ની નાબુદી પછી પહેલી વખત વતન અમરેલી આવેલ ભાજપના સ્ટાર પ્રચારક શ્રી પરસોતમભાઇ રૂપાલાની લાક્ષણીક શૈલી ભરી સ્પીચે સૌને હસાવ્યા હતા શ્રી જ્ઞપાુલાએ જણાવેલ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ દેશને મહાસતા તરફ પ્રયાણ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે તેનો દાખલો કાશ્મીરની 370મી કલમ રદ કરવાનો છે અને જયારથી આ કલમ રદ કરાય છે ત્યારથી પાકીસ્તાનમાં સાગમટે બેસણું ચાલે છે. આઝાદી પછી પહેલી વાર કોંગ્રેસ બુચ મારીેને બેસી ગઇ છે.શ્રી રૂપાલાએ અમરેલીના મહેમાન બનેલા કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર તરફ ઇશારો કરતા જણાવેલ કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મે અને મેહમાન એક સાથે આવ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બીજી ટર્મ સંભાળતા જ 14 લાખ કરોડના ધિરાણનો સાત કરોડ ખેડુતોને લાભ મળ્યો છે તેમ જણાવીને શ્રી રૂપાલાએ સરકારના ખેડુતલક્ષી પગલાઓનો ખ્યાલ આપ્યો હતો.


વાહનો ઉપર પ્લાસ્ટીક બાંધીને પણ જિલ્લાભરમાંથી પાંચ હજાર બહેનો ઉમટી

કોઇ મોટુ જબરુ આયોજન હોય અને ધોધમાર વરસાદ વરસી રહયો હોય ત્યારે સૌ કોઇ આ કાર્યક્રમને પડતો મુકવાની સલાહ આપે અને કાર્યક્રમ અગર ચાલુ રહયો તો તેમા વરસાદને કારણે હાજરી સાવ પાંખી રહે પણ અમરેલીમાં યોજાયેલી દસ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અશ્ર્વીન સાવલિયાનું આયોજન જડબેસલાખ રહયું હતુ અને વરસતા વરસાદમાં પણ સાધારણ સભામાં પશુપાલકો ઉમટયા હતા જિલ્લાભરમાંથી દુધના ટેમ્પા જેવા વાહનો ઉપર પ્લાસ્ટીક બાંધીને પણ જિલ્લાભરમાંથી પાંચ હજાર ઉપરાંતની પશુપાલક બહેનો ઉમટી પડી હતી અને વરસતા વરસાદમાં સાધારણ સભામાં ઉમેટેલ સહકારી ક્ષેત્રના સભાસદોને જોઇને અમરેલીના મહેમાન બનેલા કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર પણ ભારે પ્રભાવિત થયા હતા. અમરેલીમાં ટોચની દસ દસ સહકારી સંસ્થાઓની એક સાથે વાર્ષિક સાધારણ સભા અને રાજય તથા કેન્દ્ર સરકારના ચાર ચાર મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ બનાવતા શ્રી અશ્ર્વીન સાવલિયાએ સ્વાગત પ્રવચનમાં અમર ડેરીનો આછો ખ્યાલ આપતા જણાવેલ કે, જિલ્લાભરમાં 542 મંડળીઓમાંથી રોજનું દોઢ લાખ લીટર દુધ આવે છે અને દર મહીને ડેરી દ્વારા દુધ મંડળીઓને 24 કરોડ જેવું ચુકવણુ કરવામાં આવે છે.
બે કરોડના ખર્ચે બનેલા 100 મેટ્રીક ટનની ક્ષમતાવાળા અમર ડેરીના બાયપાસ પ્રોટીન દાણ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે તથા મીનરલ મીક્ષચર પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાના વરદ હસ્તે અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતીમાં ઉદઘાટન કરાયું અને બન્ને મંત્રીશ્રીઓના હસ્તે અમર ડેરીના નવા પ્લાન્ટે વૃક્ષારોપણ કરાયું આ ઉપરાંત અમરેલી જિલ્લાના માળીલાના વતની અને જુનાગઢના મેયર શ્રી ધીરૂભાઇ ગોહિલનું તથા મુખ્યમંત્રી એવોર્ડ વિજેતા શ્રી સુરેશ શેખવાનુ સન્માન કરાયું હતુ.


સહકારી ક્ષેત્રે અમરેલીનું આયોજન અદ્ભુત : કેન્દ્રીય મંત્રીશ્રી તોમર

અમરેલી જિલ્લાની એકી સાથે દસ સહકારી સંસ્થાઓ અમરેલી મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી દુધ સંઘ અમર ડેરી, અમરેલી જિલ્લા સ.ખ.વે.સંઘ, અમરેલી જિલ્લા સહકારી સંઘ, ગુજરાત મહીલા ક્રેડીટ કો.ઓ. સાોસાયટી, કૃષિ અને ગ્રામીણ વિકાસ રાજય કો.ઓ. ગાંધીનગર, સારહી સેવીંગ્સ એન્ડ કો.ઓ., સંઘાણી શરાફી સહકારી મંડળી, સરદાર પટેલ ક્રેડીટ કો.ઓ. સોસાયટી, ભાગ્યલક્ષ્મી મહીલા ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ, નર્મદા મહીલા બચત અને ધિરાણની વાષિર્ક સાધારણ સભા ભારત દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર સી. ફળદુ તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડિયાની ખાસ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ સભામાં જિલ્લા મધ્યસ્થ બેન્કના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયા, જિલ્લા સહ.ખ.વે. સંઘના ચેરમેન શ્રી જયંતિભાઇ પાનસુરીયા, અમરેલી સંઘના ચેરમેન શ્રી મનીષભાઇ સંઘાણી, મહીલા કો.ઓ. સોસાયટીના ચેરમેન શ્રીમતી ગીતાબહેન સંઘાણી સહિતે વર્ષ 2019/20ના અહેવાલો રજુ કર્યા હતા જેમને સવાર્નુમતે મંજુર કરવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા બેન્કના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવેલ કે, અમરેલી નવા એપીએમસીમાં બેન્કનું નવુ મુખ્ય બિલ્ડીંગ બનાવવામાં આવશે જયારે જિલ્લા સહકારી ખ.વે. સંઘના ચેરમેન શ્રી જયંતીભાઇ એ જણાવેલ કે, નવા યાર્ડ માં જમીન લઇ ગોડાઉન બનાવવામાં આવશે.
આ પ્રસંગે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાએ જણાવેલ કે જિલ્લાભરમાં 542 મંડળીઓમાંથી રોજનું દોઢ લાખ લીટર દુધ આવે છે અને દર મહીને ડેરી દ્વારા દુધ મંડળીઓને 24 કરોડ જેવું ચુકવણુ કરવામાં આવે છે.
આ પ્રસંગે ઇફકોના ચેરમેન અને દેશના સહકારી વડલા જેવા આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે, બેન્ક જયારથી ભારતીય જનતા પાર્ટીે પાસે આવ્યા પછી બેન્કમાં ઘણો બદલાવ આવ્યો છે અમર ડેરીમાં બેન્કના પૈસા દ્વારા આજે જિલ્લામાં શ્ર્વેત ક્રાંતિ આવી છે અને તેનો સીધો લાભ જિલ્લાના પશુપાલકોને મળી રહયો છે. પ્રાયવેટ કંપનીઓ અમુલ સામે આવી પ્રોડકટ આયાત કરવા માંગે છે.જે અમુલ સામે જો વિદેશી કંપનીઓ આવે તો ઘરઆંગણાના પશુપાલકોને નુકસાન થાય તે પ્રશ્ર્ને કેન્દ્રીય રાજયકક્ષાના કૃષિમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ આ બાબતે એમ જણાવેલ કે, કેન્દ્ર સરકાર દ્વારા અમુલ ડેરીને નુકસાન થાય તેવા પગલા નહી લેવાય. આ ઉપરાંત શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે સંગઠન હોય કે સહકાર હોય અમરેલી જિલ્લો પહેલેથી જ મોખરે રહ્યો છે. આજે સહકારી ક્ષેત્રે આટલા બદલાવ થયા છે ત્યારે જિલ્લામાં ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવા અનેક ક્ષેત્રમાં લોકો પગભર થયા છે. સહકારએ ખેતી, પશુપાલન જેવા ઉદ્યોગો સાથે સીધી રીતે સંકળાયેલું છે. આમ અમરેલી જિલ્લામાં આવા બદલાવો ના કારણે યુવાનોને રોજગારી મળી રહે છે તેમજ બીજા ઘણા આર્થિક લાભો પણ મળતા થયા છે.
આ કાર્યક્રમમાં તમામને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મે અને મેહમાન એક સાથે આવ્યા છે તે ગૌરવની બાબત છે શ્રી દિલીપભાઇ સંઘાણીએ અમરેલીમાંથી શરૂ કરેલ સહકારી ક્ષેત્રને આજે રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. અમરેલીમાં આરબીઆઇની ટીમ આવી હતી જે ખેડુતોના પ્રશ્ર્નોને સમજવા કેન્દ્રના કૃષિ મંત્રીએ આ ટીમને મોકલી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને પેન્શન સહાય યોજના જાહેર કરેલ છે જેમા દર માસે રૂપિયા સો ભરવાના રહેશે અને 60 વર્ષ પછી ખેડુતને પેન્શનનો લાભ મળશે આ યોજનામાં 40 વર્ષ સુુધીના ખેડુતો લાભ લઇ શકશે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બીજી ટર્મ સંભાળતા 14 લાખ કરોડના ધિરાણનો સાત કરોડ ખેડુતોને લાભ મળ્યો છે અને હજુ પણ 50 ટકા ખેડુતોને ધિરાણ મળેલ નથી તે માટે મંડળીઓ અને બેન્કો ધિરાણ મળે તે દિશામાં કામ કરે અને જિલ્લામાં જે ખેડુતો કિસાન ક્રેડીટ કાર્ડ થી વંચીત છે તેઓને લાભ અપાવવા અમરેલી જિલ્લાના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આ બાબતે ખેડુતોને લાભ મળે તેવી કાયર્વાહી કરાવે અને વ્યાજની સહાય પશુપાલકો અને માછીમારોને મળશે જે સહાય પણ કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા કરાવવામાં આવેલ.
આજે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ તેમનો સાથ સહકાર આપવો જરૂરી છે. કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે તાજેતરમાં લેવાયેલા કાશ્મીરની 370 કલમ હટાવવાના અભૂતપૂર્વ નિર્ણયને બિરદાવ્યો હતો. આ ઉપરાંત એમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે થયેલા સુધારામાં અમરેલી જિલ્લાનું ખુબ મોટું યોગદાન છે. દેશના મોટાભાગના ખેડૂતો, પશુપાલકો સહકારી ક્ષેત્રે જોડાયેલા છે ત્યારે અમરેલી જિલ્લો મોખરે છે. આ ઉપરાંત એમણે દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી લેવા અપીલ કરી હતી. આ મુદ્દા ઉપર વધુ વાત કરતા એમણે જણાવ્યું હતું કે આપણા ખેડૂતમિત્રોને સરકાર વગર વ્યાજના રૂપિયા આપે છે ત્યારે દરેક ખડૂત આ યોજનાઓનો લાભ લે તે દિશામાં સૌએ કાર્ય કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉદબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી તોમરે કહ્યું હતું કે સહકારિતા ક્ષેત્રે જીવનમાં પહેલીવાર અમરેલી જેવું આયોજન જોવાનો મોકો મળ્યો છે. આજે ગ્રામીણ જીવનમાં, શહેરી જીવનમાં તેમજ જીવનના તમામ સ્તરે સમગ્ર ભારતભરમાં સહકારની ભાવના પ્રબળ છે. કહેવાય છે ને કે જ્યાં સુમતિ છે ત્યાં જ લક્ષ્મી વસે છે અમરેલી જિલ્લો એ વાત ને સાર્થક કરે છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગુજરાતના મહાનુભાવો જેવા કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને દરેક ગુજરાતીઓમાં રહેલી દેશભક્તિ અને રાજ્યભક્તિની વિસ્તારપૂર્વક વાત કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સંસ્કારમાં સહકાર છે. આપણે આ સંસ્કારને આપણા સમાજ જીવનમાં ઉમેરવા તથા આપણા લોકતાંત્રિક જીવનમાં ઉતારવા અમરેલી જિલ્લો ખુબ મોખરે છે. અમરેલીના તમામ નેતાઓએ સહકારિતા ક્ષેત્રે ખુબ મોટું યોગદાન આપ્યું છે. આજે જયારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ન્યુ ઇન્ડિયા નું સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે આ સપનું સાકાર કરવામાં આપણે સૌ એમને સહભાગી થઈએ એવો અનુરોધ પણ કર્યો હતો.
આ કાર્યક્ર્મમાં તાજેતરમાં અવસાન પામેલા વરિષ્ઠ નેતા સ્વ. શ્રી. વિઠ્ઠલભાઈ રાદડિયા અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.અને વૃક્ષોનું વિતરણ કરાયું હતુ તથા ચેક વિતરણ કર્યા ક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ધીરુભાઈ ગોહિલ, ઇફકોના ઓલ ઇન્ડિયા માર્કેટિંગ ડાયરેક્ટર શ્રી યોગેન્દ્રકુમાર, ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ અમીન, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિન સાવલિયા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, મનીષભાઈ સંઘાણી, અમર ડેરીના એમડી ડૉ. આર.એસ પટેલ, જિલ્લા બેન્કના એમડી શ્રી ચંદુભાઇ સંઘાણી, જિલ્લા બેન્કના જનરલ મેનેજર શ્રી બી.એસ. કોઠીયા, વાઇસ ચેરમેન શ્રી અરૂણ પટેલ, જુનાગઢ કૃષિ યુનિ. વાઇસ ચાન્સેલર શ્રી પાઠક, પુર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી બાલુભાઇ તંતી, શ્રી વી.વી. વઘાસિયા, શ્રી મનસુખભાઇ ભુવા, કુંડલા યાર્ડના ચેરમેન શ્રી દિપક માલાણી શ્રી મનજીબાપા તળાવિયા, રાજયના સહકારી આગેવાન શ્રી ભાવનાબેન ગોંડલીયા, ચલાલા પાલિકાના પ્રમુખ શ્રી હિમતલાલ દોંગા, કૌશિક વેકરીયા, સહિતના સહકારી ક્ષેત્રે કાર્ય કરતા તમામ લોકો વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહ્યા હતા.


અમરેલી શહેરને આજથી સતત આઠ દિવસ સુધી પીવાનું પાણી વિતરણ બંધ

અમરેલી શહેરમાં આજથી સાત દિવસ મહિ યોજનાનું પાણી ઠપ થતા પાલીકા દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ થઇ જશે તેમ જાણવા મળ્યું છે. એકમાત્ર મહિ યોજના ઉપર જ આધારીત અમરેલી પાસે બીજો કોઇ સોર્સ નથી તેવા સમયે જ મહિ યોજનાનું પાણી પણ આજથી સાત દિવસ સુધી ઠપ થયુ છે. ઉપરથી પંપીગ મશીનમાં ખોટકો અને વરસાદના પાણી ભરાતા ઉપરથી જ પાણી વિતરણ બંધ કરાતા અમરેલીમાં આજથી પાણી વિતરણ બંધ થશે. જો કે ઠેબીમાં નવુ પાણી આવ્યું છે એટલે એકાદ બે દિવસ ચાલશે પાછળથી મુશ્કેેલી થશે તેવુ પાલીકા સુત્રો માંથી જાણવા મળ્યું છે.


error: Content is protected !!