Main Menu

Tuesday, August 13th, 2019

 

પાકિસ્તાન કાશ્મીર મુદ્દાન્ો દ્ધિપક્ષીય સ્તરે જ ઉકેલે: યુએનએસસી

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના મુદ્દે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે પ્રયત્નશીલ બન્યું છે. આ પ્રયાસમાં તેને એક મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન આ મુદ્દાને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ (ેંદ્ગજીઝ્ર) ગયું હતું. પરંતુ ત્યાં ેંદ્ગજીઝ્રના અધ્યક્ષ દૃેશ પોલેન્ડે સ્પષ્ટ કરી દૃીધું કે પાકિસ્તાને આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવો પડશે.
આ પહેલીવાર છે જ્યારે પોલેન્ડે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃની અધ્યક્ષતા આ મહિને પોલેન્ડની પાસે છે. સુરક્ષા પરિષદૃના સભ્ય દૃેશ એકની પછી એક દૃર મહિને અધ્યક્ષતા કરે છે. ભારતમાં પોલેન્ડના રાજદૃૂત એડમ બુરાકોવાસ્કીએ કહૃાું કે તેમને આશા છે કે બંને દૃેશ વાતચીતથી તેનું સમાધાન શોધી શકે છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલના તણાવ પર તેઓએ કહૃાું કે, પોલેન્ડનું માનવું છે કે કોઈ પણ વિવાદૃનું સમાધાન શાંતિપૂર્ણ રીતે જ કરી શકાય છે. યૂરોપીયન યૂનિયન તરફથી એમ પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતના હકમાં છીએ.


સક્કિમમાં મોટી ઉથલપાથલ: એસડીએફના ૧૦ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

સિક્કિમની મુખ્ય પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (જીડ્ઢહ્લ)ના ૧૦ ધારાસભ્યો મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામિંલગ સહિત ૪ અન્ય ધારાસભ્યોને બાદૃ કરતાં બાકીનાતામામ ધારાસભ્યોએ દિૃલ્હી આવીને ભાજપનું સભ્યપદૃ લીધું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામ માધવે તેમને પાર્ટીનું સભ્યપદૃ અપાવ્યું. સિક્કિમમાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતું નહોતું ખોલાવી શક્યું, પરંતુ એસડીએફના ૧૦ ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપની તાકાત વધી ગઈ છે.
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમમાં ૨૫ વર્ષ સુધી શાસન કર્યુ. સિક્કિમ વિધાનસભા ચૂંટણી ૨૦૧૯માં પવન કુમાર ચામિંલગની પાર્ટી એસડીએફના ૧૫ ધારાસભ્યો જીત્યા હતા. બીજી તરફ, ભાજપ એક સીટ પણ જીતી નહોતું શક્યું. પરંતુ એસડીએફના ૧૫માંથી ૧૦ ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપ એક જ ઝાટકે ઝીરોમાંથી ૧૦ થઈ ગઈ છે.
પવન ચામિંલગે ૧૯૩૩માં એસડીએફની રચના કરી હતી. પાર્ટીએ ત્યારબાદૃથી ૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બુહમતથી સરકાર બનાવી. જોકે, ૨૦૧૯માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એસડીએફને હારનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા (એસકેએમ)ની સરકાર છે. પ્રેમ િંસહ તમાંગ મુખ્યમંત્રી છે.


કેન્દ્રને રાહત: કાશ્મીરમાંથી કલમ-૧૪૪ દૃૂર કરવા સુપ્રિમનો ઇન્કાર

જમ્મુ-કાશ્મીરને વિશેષ દૃરજ્જો આપતી કલમ ૩૭૦ હટાવ્યા બાદૃ અહીં તણાવભરી પરિસ્થિતિ બની રહી છે. જે બાદૃમાં સરકારે અહીં તમામ પ્રકારના પ્રતિબંધો મૂકી દૃીધા છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવી દૃેવા અંગે કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી લગાવવામાં આવેલા વિવિધ પ્રતિબંધ હટાવવાનો ઇક્ધાર કરી દૃીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલો ખૂબ જ ગંભીર છે, આથી સરકારને થોડો વધારે સમય મળવો જોઈએ.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા પછી સરકારે આખા જમ્મુ અને શ્રીનગરમાં કલમ ૧૪૪ લગાવી રાખી છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારી દૃેવામાં આવી છે. સરકારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ બંધ કરાવી દૃીધા છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને પૂછ્યું હતું કે આવું ક્યાં સુધી ચાલશે. આ અંગે એટર્ની જનરલે કહૃાુ હતુ કે પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે જ તમામ પ્રતિબંધો હટાવી લેવાશે. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. અમે દૃરરોજની સ્થિતિની માહિતી મેળવી રહૃાા છીએ. આ ખરેખરે સંવેદૃનશીલ સ્થિતિ છે, તમામ લોકોના હિત માટે આવું કરવું જરૂરી છે. આ વ્યવસ્થા દૃરમિયાન કોઈનું લોહી રેડાયું નથી, કે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં પ્રતિબંધો હળવા બનાવાયા હતા, જો આવી સ્થિતિમાં ત્યાં કંઈ થાય તો તેના માટે કોણ જવાબદૃાર ગણાશે?
એટર્ની જનરલના જવાબ બાદૃ સુપ્રીમ કોર્ટે આ મામલા અંગે બે અઠવાડિયા બાદૃ સુનાવણી કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી વિવિધ પ્રતિબંધ હટાવી લેવાની તેહસીન પૂનાવાલાની અરજી પણ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહૃાુ કે, આ ખરેખર સારી વાત છે કે સદૃનસિબે કોઈનો જીવ ગયો નથી. આ મામલે સરકાર પર ભરોસો કરવો પડશે તેમજ સરકારને થોડો સમય પણ આપવો પડશે.
પૂનાવાલાએ માગ કરી હતી કે કોર્ટ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દૃુલ્લા અને મહેબૂબા મુતી જેવા નેતાઓને છોડવાનો આદૃેશ કરે. વાસ્તિવકતા તપાસવા માટે એક ન્યાય પંચની રચના કરે. કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદૃ ૧૯ અને ૨૧ના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
નોંધનીય છે કે, ઘાટીમાં અત્યારે પણ મોબાઈલ ફોન, મોબાઈલ ઈન્ટરનેટ સેવા અને ટીવી કેબલ પર રોક લાગેલી છે. જો કે, જમ્મુમાં સંપૂર્ણપણે કલમ ૧૪૪ને હટાવી દૃેવામાં આવી છે અને કેટલાક ક્ષેત્રોમાં ફોનની સુવિધા શરૂ કરી દૃેવામાં આવી છે.


અમરેલીમાં લુખ્ખાઓને પાઠ ભણાવવા સ્પેશ્યલ સ્કર્વોડની રચના

અમરેલી,અમરેલી શહેરમાં તાજેતરના ગેંગ રેપ અને છેડતી તથા એસીડ એટેકની ધમકી જેવા બનાવોને પગલે પગલે કોઇ મોટો બનાવ ન બને તેના આગોતરા આયોજન ના ભાગરૂપે અમરેલીના એસ.પી દ્વારા સ્પેશ્યલ સ્કવોર્ડની રચના કરી અને અમરેલીના સરદાર સકર્લે પોલીસ ચોકી કાર્યરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.અને તેનું લોકાપર્ણ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવના વરદ હસ્તે એસપી શ્રી નિર્લિપ્ત રાયની વિશેષ ઉપસ્થિતિમાં આજે કરાનાર છે.
અમરેલીના સરદાર સર્કલથી નાગનાથ મંદિર, તથા લાઠી રોડ, ચિતલ રોડે શાળા-કોલેજો તથા એસટીના સ્ટોપ પોઇન્ટ આવેલા છે અને અવારનવાર હરામખોરો લખણ ઝળકાવતા હોય તેના માટે એકશન પ્લાનની જરુરત હતી ત્યારે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા મહીલા પીએસઆઇ શ્રી જીડી આહીર સહિત પાંચ સભ્યોની સ્પે. સ્કવોર્ડની રચના કરી અને આજે આ ચોકી કાર્યરત કરવામાં આવશે અમરેલી ડીવીઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી એમ.એસ. રાણા તથા અમરેલી સીટીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી એમ એ. મોરી દ્વારા અમરેલી નગરપાલિકાના સૌજન્યથી ચોકી બનાવીને આજે લોકો ખુલ્લી મુકાશે.


error: Content is protected !!