Main Menu

Wednesday, August 14th, 2019

 

અમરેલીમાં બે પોલીસ ચોકીઓનું ઉદઘાટન કરતા શ્રી અશોકકુમાર યાદવ

અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના આગોતરા આયોજનાના ભાગરૂપે અમરેલીના એસ.પી દ્વારા સ્પેશ્યલ સ્કવોર્ડની રચના કરી સરદાર સકર્લે પોલીસ ચોકી, બહારપરામાં પોલીસ ચોકી તથા અમરેલી જિલ્લા ટ્રાફીક કચેરી એમ ત્રિવિધ લોકાપર્ણ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવના વરદ હસ્તે એસપી શ્રી નિર્લિપ્ત રાયની વિશેષ ઉપસ્થિતિમાં આજે કરાયું હતુ.અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા મહીલા પીએસઆઇ શ્રી જીડી આહીર સહિત પાંચ સભ્યોની સ્પે. સ્કવોર્ડની રચના કરી અને અમરેલી નગરપાલિકાના સૌજન્યથી ચોકી બનાવીને આજે આ ચોકીનું લોકાર્પણ શ્રી અશોકકુમાર યાદવના હસ્તે કરાયું હતુ આજ પ્રકારે જિલ્લા ટ્રાફીક કચેરીનું અને નવનીર્મીત બહારપરા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.ડીવાયએસપી શ્રી ઓઝા, પોલીસ અધિકારીઓ એસઓજીના શ્રી કરમટા, એલસીબીના શ્રી વાઘેલા, અમરેલી સીટીના શ્રી મોરી, શ્રી પરાડીયા, શ્રી જેતપરીયા, શ્રી મકવાણા તથા શ્રી પટેલ અને જિલ્લા ટ્રાફીકના શ્રી ગોહીલ તથા શ્રી શેખવા, શ્રી કડછા, શ્રી ભેવલીયા, શ્રી જીડી આહીર, શ્રી વાવૈયા સહિતના અનેક અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ ઉપરાંત બહારપરામાં પોલીસ ચોકીના લોકાર્પણમાં અમરેલીના પ્રથમ નાગરીક એવા શ્રી જયંતીભાઇ રાણવા તથા અમરેલી મેડીકલ કોલેજના ટ્રસ્ટી એવા એન્ટવર્પ ના બીઝનેસમેન શ્રી ગીરધરભાઇ ગજેરા સંકુલના શ્રી ચતુરભાઇ ખુંટ, મેડીકલ કોલેજના શ્રી પીન્ટુભાઇ ધાનાણી, શ્રી આગેવાનો શ્રી રજાકભાઇ નુરી, શ્રી અજીજભાઇ ગોરી, યુનુસભાઇ ઓસમાણભાઇ મહીડા બસીરભાઇ પોપૈયાવાળા, યાસીનભાઇ નુરીવાળા,તથા શ્રી નાનભાઇ બીલખીયા,શ્રી સલીમભાઇ બીલખીયા, રાજુભાઇ બીલખીયા શ્રી ભોપાભાઇ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત હતા.જયારે જિલ્લા ટ્રાફીક કચેરીના ઉદઘાટન સમયે ભાજપના આગેવાન ડૉ. ભરતભાઇ કાનાબાર, જેમણે આ ચોકી તથા કચેરી બનાવવામાં સહયોગ આપ્યો તેવા શહેર વિકાસ સમીતીના ચેરમેન શ્રી પીપી સોજીત્રા, શ્રી દીપકભાઇ વઘાસિયા, શ્રી જયેશભાઇ ટાંક શ્રીે વિપુલભાઇ ભટ્ટી, શ્રી મુકુંદભાઇ મહેતા પાલિકાના ચીફ ઓફીસર શ્રી એલજી હુણ, શ્રી હસમુખ ખોરાસીયા વીગેરે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે બહારપરામાં લોકોએ કાયદો અને વ્યવસ્થા અંગે અને નવી ચોકી માટે સંતોષ વ્યકત કરતા આઇજી શ્રી અશોકકુમાર યાદવે આ માટે એસપી શ્રી નિર્લિપ્ત રાય તથા બહારપરા ચોકી માટે મહેનત કરનાર અમરેલી સીટીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી એમ એ. મોરીને બિરદાવી તેને માટે લોકોને આ બન્ને મહેનત અને યશના હકદાર હોવાનું જણાવ્યું હતુ.આઇજી શ્રી યાદવે લોકોની સાથે ચર્ચા કરી હતી અને લોકો માટે જ પોલીસ હોવાનું જણાવીને કોઇ પણ સમયે લોકો પોલીસ ઉપર વિશ્વાસ મુકી શકે તેવા પ્રયાસો પોલીસે કર્યા હોવાનું જણાવીને અમરેલી પોલીસની કામગીરીને બીરદાવી હતી.


મરેલીના સીએ શ્રી એ.ડી. રૂપારેલના પુત્રવધું શ્રીમતી મોનીકા રૂપારેલે સીએની ફાઈનલ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી

અમરેલીના વિખ્યાત ચાર્ટડ એકાઉન્ટન્ટ અને સૌ થી જુની પ્રેક્ટિસ ધરાવતી ફર્મ એ.ડી.રૂપારેલ એન્ડ કંપની,ચાર્ટડ એકાઉન્ટટન્સની વ્યવસાયિક નિપુણતામાં એક પીછું ઉમેરાયેલ છે.એ.ડી.રૂપારેલના પુત્ર વધ્ાુ શ્રીમતી મોનીકા અખિલભાઇ રૂપારેલ, ગયી કાલે સીએ ફાયનલ પરીક્ષાનું પરિણામ આવતા તેમાં જળહળતી સફળતા મેળવેલ છે.આ સિદ્વિ માટે અવધ ટાઇમ્સ પરિવાર અભિનંદન સહ શુભેચ્છા પાઠવે છે.


અમરેલીમાં મસ્ત બનારસી પાનના નવા સોપાનનો પ્રારંભ

અમરેલી ક્રિષ્ના પેટ્રોલ પંપ સામે પુનિત ગેસ્ટ હાઉસમાં યોગેશભાઇ પટેલ દ્વારા એ ગૃપ ઓફ મસ્ત બનારસી પાન સેન્ટરનો નવા સોપાનનો આજથી પ્રારંભ કરેલ છે. તેમના આ નવા સોપાનને અમરેલી જિલ્લાનાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, વસંતભાઇ મોવલીયા સહિત સ્નેેહીજનો અને મીત્રોએ તેમના આ નવા સોપાનને બીરદાવીને શુભકામના પાઠવી હતી. આ ઉદઘાટન સમારોહમાં સગા સ્નેહી અને પરિવારજનો તથા વેપારીઓ અને શુભ ચિંતકોએ હાજરી આપી. શુભકામનાઓનો ધોધ વહેતો કર્યો હતો.


અમરેલીની 181 ટીમે લીલીયામાં નદીમાં આપઘાત કરવા જતી પાંચ માનવ જીંદગીઓ બચાવી લીધી

એક મહિલા તેના બાળકો ને લઈને આત્મહત્યા કરવા જાય છે તેવો કોઈ જાગૃત નાગરિકે 181 માં ફોન કર્યો અને તુરતજ ગણત્રીની મીનીટોમાં અમરેલી 181ની ટીમે લીલીયા પહોંચી જઇ અને આપઘાત કરવા જતી આ મહિલાને શોધી લીધી હતી અને ફરજ પરના કાઉન્સેલર પરમાર હિનાબેન તથા જાડેજા અલ્પાબેન અને પાઇલોટ દિવ્યેશભાઈએ આ મહિલા ને નદીમાં આવેલ પાણીમાં પડવા જતા રોકી લીધી હતી.181ની ટીમે આ મહીલાને પહેલા શાંત કરી વિશ્વાસમાં લઈ અને જીંદગીમાં આવેલ મુશ્કેલીઓનું નિરાકરણ આત્મહત્યા નથી તેવી સમજણ આપતા આ મહીલાએ તેમની આપવીતી કહેતા જણાવેલ કે પોતાના માતા પિતાની વિરુદ્ધ જઈ પોતાની મરજી થઈ પ્રેમલગ્ન કરેલા હતા અને આજે તેમને ચાર સંતાનો છે જેમાં 3 દીકરી અને 1 દીકરો છે પરંતુ પતિ કંઈજ કમાતો નથી અને દારૂ -જુગારની આદત છે.
ઘર ચલાવવાની આદમીની ફરજ હોય છે પણ આ મજનુ લગ્ન પછી ઘરમાં ઘરખર્ચ કે બાળકોનું ભરણ પોષણ કરતો નથી આ જિંદગી થી કંટાળી હવે મરવા સીવાય કોઈ રસ્તો ન દેખાતા આ મહીલાએ આત્મહત્યા કરવા ટ્રેનના પાટા પાસે ગયેલ પરંતુ કમનશીબ ત્યાં થી પસાર થતા કોઈ પોલીસ કર્મી એ ઘરે જવા અને જરૂર લાગે તો પોલીસ મદદ લેવા જણાવેલ પરંતુ પતિ સીવાય બીજો કોઈજ સહારો ન હોવાથી ફરી ઘરે જતી રહેલ.લીલીયા શહેર પાસેની નદીમાં આવેલા પુરમાં ત્રણ વર્ષના નાના બાળક સહિત ચારે ચાર સંતાનોને 181ના કાઉન્સેલર હિનાબેનએ આ મહીાલને તેમના અને તેમના બાળકોને મુસીબતોમાં મદદ આવી શકે તેવા મહિલાલક્ષી કાયદાઓ અને યોજનાઓની માહીતી આપી તેમને એક માં ની અંદર રહેલી શક્તિઓની પરખ કરાવી અને આત્મહત્યાના વિચારને ક્યારેય પોતાની જિંદગી માં ના લાવવા હિંમત આપવા અને આત્મવિશ્વાસ કેળવવા મદદ પુરી પાડવામાં આવેલ.
આ કામગીરી બાદ પ્રેમલગ્ન કરી પત્નીને હેરાન કરનારા દીલફેક મજનુંને પાઠ ભણાવવા માટે તે પતિ વિરુદ્ધ નજીકમાં આવેલ લીલીયા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી આગળ પોલીસ મદદ અપાવવામાં આવેલ આમ 181 દ્વારા પોતાના 4 બાળકો ને લઈ આત્મહત્યા કરવા જતાં મહીાલને બચાવી જીંદગીની નવી શરૂઆત કરાવી તેમને આશાનું કિરણ 181 અભયમ ટીમે આપી એક સાથે પાંચ પાંચ માનવ જીંદગી બચાવવાનું સુંદર કામ કર્યુ હતુ.


એકજ દિવસમાં સામાન્ય વરસાદમાં શહેરના અનેક માર્ગ તુટયા અને 48 કલાક પાણીમાં રહયા છતા ચિતલ રોડ ન તુટયા

અમરેલી શહેરમાં છેલ્લા પંદર દિવસમાં બે વખત વરસાદને કારણે શહેરના રોડ તુટી ગયા હતા પણ સતત બન્ને વખત પાણીના મારા છતાએ અને 48 48 કલાક સુધી પાણીમાં ગરકાવ રહેલો ચિતલનો અંધશાળા પાસેનો રોડ તુટયો નથી આનુ કારણ શી ? તેવો સવાલ લોકો કરી રહયા છે.
ચિતલ રોડે હમણા બે દિવસ સુધી સતત વરસાદી પાણી ભરાયેલ રહયું હતુ અને સુધરાઇ સભ્ય શ્રી હંસાબહેને જાતે માથે રહી અને આ પાણીનો નીકાલ કરાવ્યો ત્યારે સૌને એમ હતુ કે પાણીમાં રહેલ રોડ તુટી ગયો હશે પણ સૌના આશ્ર્ચર્ય વચ્ચે આ રોડ સલામત રહયો છે.
જયારે પહેલા વરસાદમાં માત્ર ધીમીધારનના છાંટા પડયા શહેરના અનેક માર્ગો તુટી ગયા હતા તેના માટે જવાબદારોએ કોઇને રિર્પોટ નથી કર્યો કે નથી કોઇના ખુલાસા પુછાયા આવુ કેમ હશે તેનીે પણ ચર્ચા લોકોમાં ચાલી રહી છે.


અમરેલીમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમાધી સ્થાને વૃક્ષારોપણ

દશનામ ગોસ્વામી સમાજ દવારા આજ તારીખ 11/08/19 ને રવીવારે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો. જેમા સમાજના યુવા પ્રમુખ વિમલગીરી, તથા ઉપ પ્રમુખ, મયુરગીરી, રમેશગીરી, કમલેશગીરી, વિપુલગીરી, રુદ્રાક્ષગીરી, પરેશગીરી, ચીતંનગીરી(પીજીવીસીએલ), મૌલિકજતી, પંકજગીરી, વિજયપરી, અરવિંદગીરી, નટવરગીરી(પ્રતાપપરા ગીરીન્યુઝ) ઉપસ્થિત રહ્યા હતા.


બાબરા તાલુકામાં તસ્કરરાજ : ઉટવડ ગામમાં દરજી સમાજના કુળદેવીના મંદિરમાં દોઢ લાખની મતા ચોરાઇ

બાબરામાં જાણે તસ્કરરાજ હોય તેમ ચોરીના બનાવો સામાન્ય બન્યા છે સતત બનતા ચોરીના બનાવોથી પંથકની પ્રજામાં ભયની લાગણી જોવા મળી રહી છે સ્થાનિક પોલીસનો કોઈ ભય જાણે તસ્કરોને હોય નહીં તેમ અહીં શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યું છે દિવસ ઉગે ને કોઈ ગામમાં કોઈ એક ઘર કે મંદિર કે દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો નો હોય તેવું બનતું નથી !
બાબરામાં થોડા દિવસોમાં પહેલા દુકાનો અને ઘરમાં ચોરીના બનાવો બન્યા હતા અને લાખો રૂપિયાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું ત્યારે ફરી તાલુકાના ઉટવડ ગામમાં એક ધાર્મિક સ્થળપર ચોરીના બનાવો બનતા ભવિકોમાં અને લોકોમાં સ્થાનિક પોલીસ પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે
બાબરા તાલુકાના ઉટવડ ગામમાં આવેલ દરજી સમાજના જેઠવા પરિવારના કુળદેવી વીંજવાશલ માતાજીના મંદિરમાં ગત મોડી રાતે કોઈ અજાણ્યા ઈસમો મંદિરની દીવાલ ઠેકી માતાજીના ચાંદી અને સોનાના છતર જેમાં એક બે કિલોનું ચાંદી નું છતર તેમજ એક પોણા તોલાનું સોનાનું છતર અને અન્ય નાનામોટા 100 જેટલા ચાંદીના છતરની ચોરી થયાનું સ્થાનિક મંદિરના પૂજારી બાબુભાઇ હિંગુ દ્વારા જણાવ્યું હતું
બાબુભાઇ હિંગુએ જણાવ્યું હતું કે તેઓ વહેલી સવારે છ કલાકે માતાજીની પૂજા અર્ચના કરવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે માતાજીના મંદિરમાં ચોરી થઈ છે અને આ બાબતે તેઓ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા બાબરા દોડી ગયા હતા પણ સ્થાનિક પીએસઆઇ હાજર નહિ હોવાથી મોડી સાંજે આવવાનું કહેતા પૂજારી ઉટવડ પરત આવી ગયા હતા
બાબરામાં નવનિયુક્ત પીએસઆઇ પટેલ કાયદાના રક્ષણ માટે લોકો સામે દંડો ઉગામી રહ્યા છે ત્યારે સતત બનતા ચોરીના બનાવો સામે કેમ કોઈ નક્કર કાર્યવાહી નહિ કરતા તેવા વેધક સવાલો સ્થાનિક લોકોમાંથી ઉઠવા પામ્યા હતા ઉલ્લેખનીય છે કે બાબરા તેજુરી વિભાગ કચેરી માં કરોડો રૂપિયાની ચોરી થવા પામી હતી તેનો સુરાગ હજી સુધી પોલીસ મેળવી શકી નથી ત્યારે બાબરા શહેર તાલુકામાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો ને લઈ શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગયા છે આગામી દિવસોમાં જીલ્લા મા લોકો એ પોતાના ધંધા રોજગાર અને ધર ની જાતે સલામતી કરવી પડશે એવા દીવસો તંત્ર ના આશીર્વાદ આવશે


અમરેલીમાં માંદગી ને કારણે પિતાનું નિધન થતા ચારેય દિકરીઓએ કાંધ આપી અંતિમ વિધી કરી

અમરેલીમાં રત્ન કલાકાર યુવાનનું બીમારીના ષ્કારણે નિધન થતા ચારેય દિકરીઓએ કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીમાં ગજેરાપરા ખાતે રહેતા નિલેશ જયસુખભાઇ પરમારને છેલ્લા ત્રણ માસથી બીમારી હતી.જેની સરવાર કારગત ન નીવડતા સોમવારે તેમનું નિધન થયુ હતુ.તેમને પરિવારમાં પત્નિ અને ચાર દિકરીઓ જ છે.પિતાનું નિધન થતા દિકરી હેમાંશી,ઉર્વી સહિત ચારેય દિકરીઓએ પિતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યો હતો.આમ દિકરાની જેમજ દિકરીઓએ જવાબદારી નિભાવી.સમાજને નવો રાહ ચિંધ્યો હતો.આ બનાવે ભારે કરૂણાંતીકા સર્જી હતી.


error: Content is protected !!