Main Menu

Saturday, August 17th, 2019

 

અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વે શ્રી રૂપાલાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

અમરેલી,કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ શ્રીમતી શાંતાબેન ગજેરા સંકુલના પટાંગણમાં 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ 73માં સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખબ શુભકામનાઓ આપી હતી. એમણે બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજે ગજેરા સંકુલ ખાતે ભૂલકાઓ સારામાં સારું અને શિસ્તબદ્ધ રીતે શિક્ષણ મેળવે છે. એમણે સારું શિક્ષણ મેળવીને પોતાના પગ ઉપર ઉભા રહેવા માટેની તાલીમ મેળવવા માટેના શિક્ષણ પર વધુ ભાર મુક્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાશ્મીરમાં લેવાયેલા 370ની કલમ અંગેના નિર્ણય પર એમણે ખુબ જ વિસ્તારમાં વાત કરી હતી. એમણે 570 જેટલા રજવાડાઓ એકત્રિત કરીને એક સંયુક્ત રાષ્ટ્ર બનાવનાર લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ પ્રસંગે યાદ કરીને એમની ખુમારી પર ગર્વ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગજેરા સંકુલમાં નવનિર્મિત સ્વિમિંગ પુલનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, બેચરભાઈ ભાદાણી, વલ્લભભાઈ કાકડીયા, દિલીપભાઈ રામાણી, વસંતભાઈ ગજેરા, વલ્લભભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા ભાજપ કાર્યાલય
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે તા.15 ઓગષ્ટના રોજ કેન્દ્રીય રાજ્યકક્ષા ના કૃષી મંત્રી શ્રી પરશોામભાઇ રૂપાલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, અમરડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, વી.વી.વઘાસીયા, કૈાશીકભાઇ વેકરીયા, રવુભાઇ ખુમાણ, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ધીરૂભાઇ ગઢીયા, રણજીભાઇ વાળા, જયેશભાઇ ટાંક, હિરાભાઇ પડાયા, મધ્ાુભાઇ ચાવડા, ભાવનાબેન ગોંડલીયા, રજંનબેન ડાભી, દિનેશભાઇ પોપટ, જીતુભાઇ ડેર, અલ્કાબેન ગોંડલીયા સહીત ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવેલ કે આ દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના અને આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના હતા. એવા જ બે ગુજરાતીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવીને કાશ્મીરને સાચા અર્થમાં આઝાદી અપાવી છે. શ્રી રૂપાલાએ કાશ્મીેરના સમર્થનમાં સુત્રોચ્ચાર કરાવ્યા હતા.


અમરેલીમાં રાજસ્વી સન્માન સમારોહનું આયોજન

અમરેલી, અમરેલીમાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ દ્વારા રાજસ્વી સન્માન સમારોહ તા.18/8 રવિવારના ખેડુત તાલીમ કેન્દ્ર સારથી રેસીડેનસ્સી સામે અમરેલી સાંજના 6:30 કલાકે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સતાધાર પૂ. આપાગીગાની જગ્યાના મહંત પૂ. વિજય બાપુ આશીર્વચન પાઠવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રમુખ ભરતભાઇ ટાંક ઉપસ્થિત રહેશે. સન્માાનીય મહાનુભાવોમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, ગુજકો માસોલ ના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી તથા સન્માનનીય જ્ઞાતિ ગૌરવ જુનાગઢ મહાનગર પાલીકા તથા ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ પ્રમુખ ધિરૂભાઇ ગોહીલ નુ સન્માન કરવામાં આવશે. અતિથી વિશેષ જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હિરપરા, અમર ડેરી ના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયા, પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉઘાંડ,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઇ કાનાબાર, મહામંત્રી કૌશીકભાઇ વેકરીયા, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ મહીલા મંડળના પ્રમુખ ઉર્વિબેન બી.ટાંક તેમજ અમરેલી જ્ઞાતિના હોદેદારો તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સર્વે ગામના પ્રમુખ, આગેવાનો ઉપસ્થિત રહેશે.


સુરતમાં રવીવારે પરજીયા સોની સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ

સુરત,શ્રી સુરત પરજીયા પટ્ટણી સોની સમાજ તથા શ્રી શિવશકિત પરજીયા મહીલા મંડળ દ્વારા આયોજીત પરજીયા તેજસ્વી વિદ્વાર્થી સન્માન સમારોહ કાલે તા. 18ના રોજ યોજાનાર છે.
સુરતમાં રવીવારે પરજીયા સોની સમાજ દ્વારા કરાયેલા આયોજનમાં દેશભરમાંથી પરજીયા સોની સમાજના આગેવાનોને આમંત્રણ અપાયા છે અને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહયો છે
આ સમારોહમાં મુખ્ય દાતા શ્રી મધ્ાુકાંંતાબેન હરીભાઇ ધકાણ હસ્તક શ્રી હરીભાઇ દેવદાનભાઇ ધકાણ વિસાવદરવાળા હાલ મુંબઇ છે તથા સહદાતા શ્રી જયશ્રીબેન હીંમતભાઇ સતીકુવર ભેરાઇવાળા હાલ મુંબઇ હસ્તક શ્રી ધર્મેશભાઇ હીંમતભાઇ સતીકુવર અને શ્રી વ્રજલાલભાઇ ગીરધરભાઇ ધાણક હસ્તક શ્રી સંજયભાઇ વ્રજલાલભાઇ ધાણક બગસરાવાળા છે.આ સમારોહ પટેલ સમાજની વાડી મીની બજાર વરાછા રોડ, સુરત ખાતે તા. 18ના રવીવારે સપોરે 2 કલાકથી યોજાશે અને સાંજે કાર્યક્રમ બાદ તમામ જ્ઞાતિજનો સમુહ ભોજન સાથે લેશે.


કુંડલા-રાજુલા હાઈવે પર આંબરડી ગામ નજીક એસ.ટી.બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો

આંબરડી,હાલ માંજ પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલા તરફથી આવી રહેલ રિનોલ્ટ પલ્સ કાર અને રાજુલાથી અમદાવાદ જતી એસ.ટી.બસ વચ્ચે આંબરડી નજીક ભયંકર ગોળાઈમા ધડાકાભેર ટક્કર સજોઈ હતી.કારમા કાર ચાલક પુત્ર તેના માતા અને અન્ય એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સવાર હતા, અકસ્માત થતા કારમા ડ્રાઈવર સાઈડ એરબેગ ખુલી જતા કાર ચાલક પુત્રનો સદનસીબે બચાવ થયો છે જયારે પાછળ સીટમા બેસેલ ચાલક પુત્રના માતાને કાચ વાગતા ઈજા પહોંચી હતી, તાત્કાલિક 108 મારફત તેમને સાવરકુંડલા સિવીલમા ખસેડવામા આવેલ છે.જ્યારે ચાલક પુત્ર અને અન્ય એક મહિલાનો સદનસીબે બચાવ થવા પામ્યો છે. અકસ્માતમા કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો, જ્યારે એસટી બસને પણ નુકશાન થવા પામ્યુ છે.એસટી બસના ચાલકે સમયસુચકતા વાપરી બસને ખેતરમા ઘુસાડી દેતા મોટી દુઘેટના થતા અટકી ગઈ હતી અને કાર ચાલકનો એરબેગ ખુલી જવાના કારણે બચાવ થયો હતો. કાર ચાલક સા.કુંડલાના ગીણીયા ગામના પ્રફુલ્લ દકુભાઈ કોઠીયા હોવાનુ જાણવા મળેલ, અકસ્માત સજોતા હાઈવે પર વાહનોની કતાર લાગી હતી, અકસ્માતની જાણ થતા સા.કુંડલા માકેેટયાડેના ચેરમેન દિપકભાઈ માલાણી પણ મદદે દોડી ગયા હતા. બનાવ જાણ સાવરકુંડલા રૂરલ પોલીસને કરાતા પીએસઆઈ જી.પી.જાડેજા, જમાદાર વિજયભાઈ રાઠોડ, સુરેન્દ્રસિંહ સરવૈયા સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાયેવાહી હાથ ધરેલ, રાજુલા એસટી ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવેલ.સદનસીબે અન્ય કોઈ ગંભીર ઈજા કે જાનહાનીની ઘટના થતા અટકી ગઈ હતી


અમરેલીના ગેંગરેપમાં પોલીસે 320 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કયુર્ર્ં

અમરેલી,અમરેલી શહેરમાં દોઢ માસ પહેલા સગીરા ઉપર થયેલ ગેંગ રેપના પાંચ આરોપીઓ વિરૂધ્ધ સાંયોગીક, વૈજ્ઞાનિક, ઇલેક્ટ્રોનીક અને દસ્તાવેજી પુરાવાઓ સાથે 320 પાનાનું ચાર્જશીટ રજુ કરાયું હતુ.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ગઇ તા.27/06/2019 ના રોજ પેટના દુખાવાની સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવેલ અમરેલીની સગીરાની ડોક્ટરે તપાસ કરતાં અને ેંઁ્ ટેસ્ટ કરતા આ સગીરા પ્રેગ્નેન્ટ હોવાનું જાણવા મળેલ. સગીરાના માતા પિતાએ તેણીને હિમ્મત આપતા ભોગ બનનાર સગીરાએ પોતાની સાથે થયેલ દુષ્કર્મની વાત કરતા આરોપીઓએ ભોગ બનનારને અવાર-નવાર ધાક-ધમકી આપી, ડરાવી, ધમકાવી, બળાત્કાર કરેલ હોવાની અને ભોગ બનનાર સગીર વયની, નાસમજ હોય, આરોપીઓના ડરના કારણે પોતાના ઉપર થતા અત્યાચારની હકિકત પોતાના માતા-પિતા કે અન્ય કોઇને જણાવેલ ન હતી અને આરોપીઓએ ગુજારેલ બળાત્કારના કારણે ભોગ બનનારને દોઢ માસનો ગર્ભ રહી ગયેલ હોવાની હકીકત બહાર આવેલ હતી.
આ વિગતો જાણી તેના દ્વારા અમરેલીના રહેવાસી પાંચ આરોપીઓ 1 યાહિયા ઉર્ફે આયન યુનુસભાઇ લુલાણીયા, ઉં.વ.20, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.અમરેલી, પાણી દરવાજા,2 જાવેદ ઉર્ફે જાવલો મજીદભાઇ પઠાણ, ઉં.વ.22, ધંધો.પ્રાઇવેટ નોકરી, રહે.અમરેલી, પાણી દરવાજા,3 અસગર ઉર્ફે અસરત શબ્બીરભાઇ મજીઠીયા, ઉં.વ.2ર, ધંધો.હેર કટીંગનો, રહે.અમરેલી, ખત્રીવાડ, 4 અરબાઝ ઉર્ફે અબુ દિલાવરભાઇ ઉર્ફે ફીરોજભાઇ ભટ્ટી (મજીઠીયા), ઉં.વ.19, ધંધો.મેળાની મજુરી, રહે.અમરેલી, ખત્રીવાડ અને 5 ઇમરાન ઉર્ફે ઇમુ હનીફભાઇ સૈયદ(કાદરી) ઉર્ફે કિશન ચંદુભાઇ સોલંકી, ઉં.વ.25, ધંધો.મજુરી, રહે.અમરેલી,મોટા કસ્બાવાડએ ભોગ બનનાર સગીર વયની હોવાની જાણકારી હોવા છતા, તેણીની અપરીપકવતાનો લાભ લેવા, તેણીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ભોગ બનનારની આબરૂ લેવાના ઇરાદે અવાર-નવાર તેણીનો પીછો કરી જાતીય માંગણી કરી, ભોગ બનનારને અવાર-નવાર ધાક-ધમકીઓ આપી, અમરેલી મુકામે, ઠેબી નદીના ડેમના પાળા પાસે બાવળની કાંટમાં, તથા ભોગ બનનારના ઘર પાછળ, ઠેબી નદીના કાંઠે, બોલાવી, લઇ જઇ ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ, પરાણે ઉગ્ર પ્રવેશ, જાતીય હુમલો કરી, બળાત્કાર કરી, તથા ભોગ બનનારની સાથે પોતાની કામવાસના સંતોષવાના સમાન ઇરાદે એક-બીજા સાથે જઇ, વારા-ફરતી એક પછી એક, એમ વારંવાર સામૂહિક બળાત્કાર કરી, ભોગ બનનારને દોઢ માસનો ગર્ભ રાખી દઇ, તથા ભોગ બનનાર પાસે મુખ મૈથુન કરાવી, તથા સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય કરી, ભોગ બનનાર સાથે પરાણે શરીર સબંધ બાંધી, બળાત્કાર કરતા સમયે, પોતાના મોબાઇલ ફોનમાં ભોગ બનનાર ફરિયાદી તથા પોતાનો અશ્લીલ વિડિયો કલીપ ઉતારી, તથા ભોગ બનનાર સાથે ફોટા પાડી, પાંચેય આરોપીઓએ ભોગ બનનારની સગીર વય અને અપરીપકવતાનો લાભ લેવાના સમાન ઇરાદે, એક બીજાની મદદગારી કરી હતી તેની સામે સગીરાની ફરિયાદ પરથી અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 47/2019, ઇ.પી.કો. કલમ 376(ઘ)(છ), 376(2)(ન્), 376(2)(વ), 376(2)(શ), 376(3), 377, 354(ઘ)(છ), 341, 504, 506(2), 511, 34, 114 તથા પોક્સો એક્ટ કલમ-4, 6, 8, 12 14, 17, 18 તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ કલમ 67, 67(છ), 67(મ્) મુજબ ગુન્હો રજી. થયેલ હતો. જેની તપાસ અમરેલી સીટી પો.સ્ટે. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.એમ.એ.મોરીને સોંપવામાં આવેલ હતી.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાયએ આ બનાવમાં સઘન તપાસ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે પુરાવાઓ મેળવવા તપાસ કરનાર અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.એમ.એ.મોરી, તપાસ સબંધિત જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતા તે મુજબ તપાસ દરમ્યાન એફ.એસ.એલ.અધિ.શ્રી.ની મદદ લેવામાં આવેલ હતી અને પુરતા પુરાવાઓ મેળવી પાંચ આરોપીઓને અટક કરવામાં આવેલ.
પોલીસની તપાસ દરમ્યાન વૈજ્ઞાનિક, ઇલેક્ટ્રોનીક, સાંયોગીક પુરાવાઓ એકત્ર કરાયા હતા જેમા 1 ભોગ બનનારની મેડીકલ તપાસણી કરાવી ગુન્હા સમયે તેણીએ પહેરેલ કપડાંઓ કબ્જે લેવામાં આવેલ,2 ભોગ બનનારનું જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી રૂબરૂ ભિ.ઁ.ભ.ક.164 મુુજબનું નિવેદન લેવડાવતાં તેણીએ પોતાના નિવેદનમાં ફરિયાદ મુજબની હકીકત જણાવી હતી, 3 તપાસ દરમ્યાન ગુન્હાવાળી જગ્યાએથી કોન્ડમ અને તેનું રેપર મળી આવતા કબ્જે કરવામાં આવેલ હતું અને આ કોન્ડમમાં સીમેનની હાજરી મળી આવેલ હતી, 4 આરોપીઓને અટક કરી તેઓએ ગુન્હો કરતી વખતે પહેરેલ કપડાં તથા ગુન્હો કરવા માટે ઉપયોગમાં લીધેલ વાહનો રૂછસ્છલ્લછ ખઢજી રજી.નં. ય્વ-14-છઊ-4427 તથા એક્ટીવા 4ય્ રજી.નં.- ય્વ-14-છશ-4755 ડીસ્કવરી પંચનામા કરી કબ્જે કરવામાં આવેલ હતા, 5 આરોપીઓની ફેસબુક ડીટેઇલ્સ અને કોલ ડીટેઇલ્સ પરથી આરોપીઓ સતત એક બીજાના તેમજ ભોગ બનનાર સગીરા સાથે સંપર્કમાં હોવા અંગેના પુરાવાઓ મળ્યા હતા,6 આરોપીઓના મોબાઇલ ફોન કબ્જે લઇ એફ.એસ.એલ. ખાતે પરીક્ષણ અર્થે મોકલતાં આરોપીઓ પૈકી યાહીયા ઉર્ફે અયાનના મોબાઇલમાંથી સગીરા ઉપર બળાત્કાર વખતે ઉતારેલ અશ્લીલ વિડીયો ક્લીપ મળી આવેલ હતી. અને આ વિડીયો ક્લીપમાં આરોપી યાહીયા ઉર્ફે અયાન તથા ભોગ બનનાર સગીરાની ઓળખને એફ.એસ.એલ. પરીક્ષણ અહેવાલ મારફતે પુષ્ટિ મળેલ છે અને વિડીયો ક્લીપમાં આરોપી યાહીયા ઉર્ફે અયાને પહેરેલ કપડાં તેના ઘરેથી ડીસ્કવરી પંચનામું કરી કબ્જે કરવામાં આવેલ, 7 આરોપીઓ તથા ભોગ બનનારની કોલ ડીટેઇલ્સ પરથી આરોપીઓએ ભોગબનનાર ફરિયાદીને અવાર નવાર કોલ કરેલાનુ તેમજ આરોપીઓએ મોડી રાત્રિના પણ ફરિયાદીને કોલ કરેલાનુ જણાયેલ છે અને આ કામના આરોપીઓ ભોગબનનારને અવાર નવાર ફોન કરી, ધાક ધમકી આપી, મોડી રાત્રીના ભોગ બનનાર સાથે શરીર સુખ માણવા પરાણે બોલાવી બળાત્કાર ગુજારતા હતા તે અંગે પુરાવાઓ મેળવેલ હતા, 8 ભોગ બનનારના ભૃણ તથા બ્લડ સેમ્પલ અને આરોપીઓના બ્લડ સેમ્પલ ડી.એન.એ. પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલવામાં આવતાં ભૃણના ડી.એન.એ. સાથે આરોપી અરબાઝ ઉર્ફે અબુ ભટી ઉર્ફે મજીઠીયાના ડી.એન.એ. મેચ થતા હોવાનો પરીક્ષણ અહેવાલ આવેલ હતો, 9 આરોપીઓની મેડીકલ તપાસણી સમયે પણ આરોપીઓએ મેડીકલ ઓફિસરશ્રી પાસે ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધેલ હોવાની સ્વેચ્છાએ કબુલાત આપેલ છે.અટક કરવામાં આવેલ પાંચેય આરોપીઓને ભોગ બનનાર સગીરાએ ઓળખ પરેડ દરમ્યાન તાલુકા એક્ઝી.મેજીસ્ટ્રેટશ્રી.અમરેલીનાઓ રૂબરૂ ઓળખી બતાવેલ છે.
આમ, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ તપાસ દરમ્યાન સજ્જડ પુરાવાઓ મેળવવામાં આવેલ છે અને પોલીસ અધિક્ષક સા.શ્રી.અમરેલીનાઓના માર્ગદર્શન તળે તપાસ કરનાર અધિકારીશ્રી દ્વારા પાંચેય આરોપીઓ વિરૂધ્ધ 3ર0 પાનાનું ચાર્જશીટ તૈયાર કરી નામ.કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.


error: Content is protected !!