Main Menu

Monday, August 19th, 2019

 

અમરેલીમાં જીમ્નેશીયમ અને બેડમીન્ટન હોલ સાથે જેપી કોરડીયા અને બેચર બાપાના નામ જોડવા નિર્ણય

અમરેલી,અમરેલીના અખાડામાં અદ્યતન જીમ્નેશીયમ અને બેડમીન્ટન હોલ ખુલ્લા મુકવામાં આવ્યા છે.
અમરેલીના માર્કેટયાર્ડના ચેરમેન પીપી સોજીત્રાની સુજ અને એમ્પી ગ્રાન્ટ તથા અમરેલી નગરપાલીકાની ઉદાર સહાયને કરણે સુવિધાઓેનું નિર્માણ થયુ તેમાં જીમ સાથે જેપી કોરડીયા અને બેટમીન્ટન કોર્ટ સાથે બેચરબાપાના નામ જોડવાનો નિર્ણય લેવાતા સોનામાં સુગંધ ભળ્યા સમાન ઘટનાને બિરદાવેલ છે.અને ખુશી વ્યક્ત કરી છે.


અમરેલીમાં એટીએમમાં કલોનીંગ કરી નાણા ઉઠાવી લેનાર ગેંગને રીમાન્ડ ઉપર લેતી અમરેલી શહેર પોલીસ

અમરેલી,ગુજરાતભરમાં એટીએમ અંદર જઇ અને લોકોને ભરમાવીે અને તેના એટીએમ કાર્ડ નું કલોનીંગ કરી તેના એકાઉન્ટમાંથી નાણા ઉઠાવી લેતી ગેંગનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઇ અમરેલી સીટી પોલીસે આરોપીઓને સોમવાર સુધીના રીમાન્ડ ઉપર લીધા છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના ગણેશવાડી શેરી નં. 3 સોસાયટીમાં રહેતા નીતીનભાઇ મથુરભાઇ ભરખડા પોતાના નાનાભાઇ ધર્મેન્દ્ર સાથે બહારથી ખરીદી કરી અમરેલી આવ્યા હતા અને અમરેલીથી કુંડલા જવાના હતા ત્યારે નાગનાથ ઉતરી તેના નાના ભાઇના નાણા તેના ખાતામાં હોય તે ઉપાડવા ભીડભંજન પાસે આવેલ બીઓબીના એટીએમમાં નાણા ઉપાડવા ગયા ત્યારે ત્રણ હીન્દીભાષી શખ્સોએ તેને ટ્રાન્જેકશનમાં મદદરૂપ થવાના બહાને વાતોમાં વળગાડી મીની સ્ટેટમેન્ટ કઢાવી અને પાસવર્ડ જોઇ તેની પાસેથી કાર્ડ જોવાના બહાને લઇ અને તે કાર્ડર્ને મીની સ્કુલ સ્કીમર ડીવાઇસમાં નાખી તે કાર્ડ ના ડેટાનીે ચોરી કરી તેની ઉપરથી બીજુ કાર્ડ બનાવીને તેના આધારે તના ખાતાની તમામ રકમ 23000 જેવી ઉપાડી લીધી હતી.અને તેની જાણ નીતીનભાઇના મોબાઇલમાં મેસેજ આવતા થઇ હતી.દરમિયાન કેશોદમાંથી જુનાગઢ એસઓજીને આગેંગ આખા સૌરાષ્ટ્રમાં કાર્યરત હોવાની જાણ થતા તેણે ગોઠવેલ ટ્રેપમાં આ ગેંગ સપડાઇ હતી અને ત્રણ શખ્સો ઉપરાંત ચોથો સાથીેદાર કારમાં બેસી બનાવટી કાર્ડ બનાવતો હોવાનું જણાતા અને તેણે અમરેલી, કુંડલા, રાજુલા અને પીપાવાવ તથા વેરાવળ અને જુનાગઢ સહિત ગુજરાતભરમાં કળા કરી હોવાનુ અને તેની પાસેથી આ ડીવાઇસ અને બનાવટી સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. આ ચારેય આરોપીઓ વિનય બંગાલી ગુપ્તા (કંસારા) રે. મુળ યુપી હાલ મુંબઇ, વિનોદ મુન્નાલાલ વર્મા (કુરમી પટેલ)રે. મુળ યુપી હાલ ગોરેગાવ મુંબઇ તથા સુનીલકુમાર રામબરન વર્મા (કુરમી પટેલ)રે. ઉતરપ્રદેશ અને રાઘવેન્દ્ર ઉર્ફે ભોલો રામકીશોર યાદવ આહીર ઉતરપ્રદેશનો કબજો સંભાળી અને એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી એમ.એ. મોરી તથા તેમના ઇન્વેસ્ટીગેશન સ્ટાફના કપીલભાઇ બગડા, શ્રી રમેશભાઇ વાળા અને શ્રી દિનેશભાઇ મકવાણાની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી અને આરોપીઓએ જયાંથી એટીએમનું કલોનીંગ કર્યુ હતુ તેના સીસી ટીવી ફુટેજ તથા જયાથી નાણા ઉપાડયા હતા તે જગ્યાના સીસી ટીવી ફુટેજ કબજે કરી આઇટી એકટની કલમ ઉમેરી આરોપીઓને સજા થયા તેવા પુરાવાઓ એકત્ર કરવાનો પ્રારંભ કર્યો છે. રીમાન્ડ ઉપર રહેલા પોલીસ દ્વારા સોમવાર સુધી આરોપીઓની તપાસ થશે.અમરેલીની તપાસનીસ ટીમના શ્રી એમ.એ. મોરી તથા તેમના ઇન્વેસ્ટીગેશન સ્ટાફના કપીલભાઇ બગડા, શ્રી રમેશભાઇ વાળા અને શ્રી દિનેશભાઇ મકવાણાની ટીમ દ્વારા લોકોને અનુરોધ કરાયો છે કે, તેઓ જયારે એટીએમમાં નાણા ઉપાડવા જાય ત્યારે બીજી વ્યકતીને પાસે ન આવવા દે અથવા પોતાના કાર્ડ ન આપે અને પાસવર્ડ ન દેખાડવા દે.


અમરેલીથી વેરાવળ વચ્ચે બન્ને સોમવારે શ્રાવણ સ્પેશ્યલ ટ્રેન દોડશે

અમરેલી, અમરેલીથી સોમનાથ દર્શને જવા માટે રેલવે તંત્રએ આ શ્રાવણ મહીના ના બન્ને સોમવારે અમરેલી વેરાવળ વચ્ચે શ્રાવણ સ્પેશ્યલ ટ્રાન દોડાવવાનો નિર્ણય લીધો છે.ભાવનગર મંડળ વેરાવળ સ્ટેશન પર શ્રાવણ માસ દરમ્યાન ભીડને ધ્યાને રાખી વેરાવળ અમરેલી વચ્ચે એક શ્રાવણ સ્પેશ્યલ ટ્રેન ચલાવાનો નિર્ણય કરેલ છે.
આ ટ્રેન 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ સોમવારે નિર્ધારીત સમય મુજબ ચાલશે.આ પેસેન્જર ટ્રેન અમરેલી સ્ટેશનથી સવારે 6 વાગ્યે ઉપડીને સવારે 10:30 કલાકે વેરાવળ પહોંચશે.અને વેરાવળ સ્ટેશનથી 13:20 કલાકે ઉપડીને 17:50 કલાકે અમરેલી સ્ટેશન પરત ફરશે.


error: Content is protected !!