Main Menu

Tuesday, August 20th, 2019

 

આર્થિક વૃદ્ધિ ધીમી પડી એ િંચતાજનક બાબત છે: રઘુરામ રાજન

રિઝર્વ બૅક્ધના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહૃાું હતું કે આર્થિક ક્ષેત્રે ધીમી ગતિ ઘણી િંચતાજનક બાબત છે. ઊર્જા અને એનબીએફસી ક્ષેત્રની મુશ્કેલીને સરકારે ત્વરિત હાથ ધરવાની સાથે રિફોર્મના નવા માળખાની જરૂર છે. ખાનગી રોકાણ વધુ આવે તેવા પગલાં આવશ્યક છે. રાજન રિઝર્વ બૅક્ધના ગવર્નરપદૃે ૨૦૧૩થી ૨૦૧૬ સુધી રહૃાા હતા. દૃેશમાં જીડીપીની જે રીતે ગણતરી થાય છે તેમાં નવેસરથી ધ્યાન આપવા તેમણે સલાહ આપી છે.
૨૦૧૮-૧૯માં દૃેશમાં આર્થિક વૃદ્ધિ ધીમી પડીને ૬.૮ ટકા રહી છે જે ૨૦૧૪-૧૫ બાદૃ સૌથી ધીમી છે. સરકારના ૭ ટકા વૃદ્ધિના અંદૃાજ કરતા ખાનગી ક્ષેત્રના એનાલિસ્ટો નિષ્ણાતો તથા રિઝર્વ બૅક્ધ ઓછો મૂકી રહૃાા છે. ઑટો સેક્ટર સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહૃાો છે. હજારો લોકોએ રોજગારી ગુમાવી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર, એફએમસીજી સેક્ટર ઘટાડાનું વલણ દૃર્શાવે છે. ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરિંવદૃ સુબ્રમણ્યમના નિવેદૃનને ટાંકતા રાજને કહૃાું હતું કે ૨૦૧૧-૧૨ અને ૨૦૧૬-૧૭માં જીડીપી વૃદ્ધિ વધુ પડતી અંદૃાજી હતી જે ૨.૫ ટકા વધુની ધારણા મૂકી હતી.


INX મીડિયા કેસ: દિૃલ્હી હાઇકોર્ટે ચિદૃમ્બરમ્ની આગોતરા જામીન અરજી ફગાવી

INX મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે આરોપી બનાવવામાં આવેલા પૂર્વ નાણાપ્રધાન પી.ચિદૃમ્બરમની આગોતરા જામીન અરજી દિૃલ્હી હાઈકોર્ટે ફગાવી દૃીધી છે. જેથી હવે તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ હાઈકોર્ટ પાસે ૩ દિૃવસની મહોલત માંગી છે. આગોતરા જામીન ફગાવવામાં આવ્યા બાદૃ હવી ઈડી અને સીબીઆઈ ગમે ત્યારે ચિદૃમ્બરમની ધરપકડ કરી શકે છે. જોકે હાઈકોર્ટે અરજી ફગાવવા ચિદૃમ્બરમે હવે સુપ્રીમ કોર્ટના દૃરખવાજા ખખડાવ્યા છે.
સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચિદૃમ્બરમ વિરુદ્ધ ફરિયાદૃ દૃાખલ કરી હતી. જ્યારે ઈડીએ મનિ લોન્ડિંરગ મામલે ફરિયાદૃ દૃાખલ કરી હતી. જસ્ટિસ સુનીલ ગૌડેએ દૃરેક પક્ષની દૃલીલ સાંભળ્યા પછી ચિદૃમ્બરમના આગોતરા જામીન વિશે ૨૫ જાન્યુઆરી નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.
ચિદૃમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેટ પ્રોમોશન બોર્ડ પાસેથી ગેરકાયદૃેસર રીતે મંજુરી આપવા માટે ૩૦૫ કરોડ રૂપિયા લેવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી ચિદૃમ્બરને કોર્ટે બે ડઝન વાર અંતરિમ પ્રોટેક્શન એટલે કે ધરપકડથી રાહત આપી છે. આ કીસ ૨૦૦૭નો છે જ્યારે ચિદૃમ્બરમ દૃેશના નાણાંમંત્રી હતા.
આ મામલે સીબીઆઈ અને ઈડી અગાઉ જ ચિદૃમ્બરમના દિૃકરા કાર્તિની ધરપકદૃ કરી ચુકી છે. હાલ તે પણ જામીન પર બહાર છે. આ કેસમાં રસપ્રદૃ વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે ઈન્દ્રાણી મુખરજીની ૪ જુલાઈએ સરકારી સાક્ષી બની ગઈ. ૨૦૧૭માં સીબીઆઈએ આ મામલે ફોરેન ઈન્વેસ્ટમેંટ પ્રોમોશન બોર્ડથી મંજૂરી મેળવવા મામલે કેસ નોંધ્યો હતો. જ્યારે ઈડીએ મની લોન્ડિંરગનો કેસ નોંધ્યો હતો.


આંધ્રપ્રદૃેશમાં ટ્રેનનું એન્જીન ડબ્બાઓને લીધા વગર ૧૦ કિલોમીટર આગળ નીકળી ગયું!

આંધ્ર પ્રદૃેશમાં એક મોટી ટ્રેન દૃુર્ઘટના ટળી ગઈ છે. વિશાખા એક્સપ્રેસ ટ્રેનનું એન્જીન અચાનક ટ્રેનના ડબ્બાઓને લીધા વગર ૧૦ કિલોમીટર સુધી આગળ નીકળી ગયું હતું. આ ટ્રેન ભુવનેશ્ર્વરથી સિકંદૃરાબાદૃ જઈ રહી હતી. આ ઘટના બાદૃ રેલવેએ તપાસના આદૃેશ આપ્યાં છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઘટના સોમવારની છે. નરસીપટ્ટનમ અને તુલી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનનું એન્જીન ડબ્બાઓને છોડીને આગળ નીકળી ગયું હતું. ટ્રેનમાં સવાર લોકોને જ્યારે માલુમ પડ્યું કે ડબ્બા આગળ નથી વધી રહૃાા ત્યારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ટ્રેનનું એન્જીન ગાયબ છે. આ વાત જાણીને ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ આ અંગેની જાણકારી રેલવેના અધિકારીઓને આપી હતી.
આ બનાવને પગલે આ રૂટ પર દૃોડતી ગાડીઓ કલાકો સુધી મોડી પડી હતી. કારીગરોની મદૃદૃથી ટ્રેનના એન્જીનને ફરીથી ડબ્બાઓ સાથે જોડવામાં આવ્યું હતું, જે બાદૃ વિશાખા એક્સપ્રેસને ત્યાંથી રવાના કરવામાં આવી હતી.


ઇસરોની ઐતિહાસિક સફળતા: ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-૨

ઈસરોએ આજે ચંદ્રયાન-૨ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે ૮.૩૦થી ૯.૩૦ દૃરમિયાન ચંદ્રયાન-૨ને ચંદ્રની કક્ષા ન્મ્દ્ગઈં૧માં પ્રવેશ કરાવ્યો હતો. હવે ચંદ્રયાન-૨ ૧૧૮ કિમીની એપોજી (ચંદ્રથી ઓછા અંતરે) અને ૧૮૦૭૮ કિમીની પેરીજી (ચંદ્રથી વધારે અંતર) કક્ષામાં આગામી ૨૪ કલાક સુધી ચક્કર લગાવશે. આ દૃરમિયાન ચંદ્રયાનની ગતિને ૧૦.૯૮ કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને અંદૃાજે ૧.૯૮ કિમી પ્રતિ સેકન્ડ કરવામાં આવી હતી. આમ, ચંદ્રયાન-૨ની સ્પીડ ૯૦ ટકા ઘટાડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં સફળતા મળી છે.
આજથી ૧૮મા દિૃવસે એટલે કે ૭મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧.૫૫ વાગ્યે ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા શ્રીહરિકોટામાં હાજર રહેશે.
ઈસરો પ્રમુખ સિવને જણાવ્યું કે, ૭ સપ્ટેમ્બરે રાત્રે ૧.૫૫ વાગે ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. બીજો પડાવ ૨જી સપ્ટેમ્બરે છે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થશે. ૩ સપ્ટેમ્બરે ચંદ્રયાન ૩ સેકન્ડ માટે સ્થાન બદૃલશે. તેનાથી નક્કી થઈ જશે કે લેન્ડર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં.
ચંદ્રયાન-૨ની ગતિમાં ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો કારણકે તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાઈ ન જાય. ૨૦ ઓગસ્ટ એટલે કે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૨નો પ્રવેશ કરાવવો ઈસરો માટે ખૂબ પડકાર સમાન હતો. પરંતુ વૈજ્ઞાનિકોની કુશળતાના કારણે તે શક્ય બની શક્યું છે. ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-૨ ચંદ્રયાન દૃક્ષિણી ઘ્રુવ પર લેન્ડ કરશે. ચંદ્રયાન-૨ને ૨૨ જુલાઈએ શ્રીહરીકોટા કેન્દ્રથી રોકેટ બાહુબલી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ૧૪ ઓગસ્ટે ચંદ્રયાન-૨ને ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં નાખવામાં આવ્યો હતો.
ચંદ્રની ચારેય બાજુ ચાર કક્ષા બદૃલ્યા પછી ચંદ્રયાન-૨થી વિક્રમ લેન્ડ બહાર નીકળી જશે. વિક્રમ લેન્ડર સાથે પ્રજ્ઞાન રોવર પણ ઓર્બિટરથી અલગ થઈને ચંદ્ર તરફ આગળ વધવા લાગશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવન ચંદ્રની ચારેય બાજુ બે ચક્કર લગાવશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રના દૃક્ષીણ ધ્રૂવ પર ઉતરશે.
ઈસરોના ચેરમેન ડૉ. કે. સિવનના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં જતી વખતે એક મોટા પડકારમાંથી પસાર થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ ૬૫,૦૦૦ કિમી સુધી રહે છે. આ સંજોગોમાં ચંદ્રયાન-૨ની ગતિ ઓછી કરવી પડશે. નહીં તો તે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને તેની સાથે અથડાઈ જાય તેવી પણ શક્યતા છે. ગતિ ઓછી કરવા માટે ચંદ્રયાન-૨ને ઓનબોર્ડ પ્રોપ્લશન સિસ્ટમને થોડી વાર માટે ચાલુ કરવામાં આવશે. આ દૃરમિયાન એક નાનકડી ભૂલ પણ યાનને અનિયંત્રિત કરી શકે છે. આ માત્ર ચંદ્રયાન-૨ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ એક મોટો પડકાર છે.


અંટાળીયામાં શ્રી રૂપાલાની ઉપસ્થિતિમાં બ્રહ્મ ચોર્યાશી યોજાઇ

કેરીયાનાગસ ગામના સેવકગણ શ્રી ભાયાબાપા લાંભીયા દ્વારા બ્રહ્મ ચોર્યાસી યોજાતા કેન્દ્રીયમંત્રી પરસોતમભાઇ રૂપાલા, સવીતાબેન, ડો.ભાનુ કીકાણી, મનુ વેકરીયા, રામબાપા ચત્રોલ, બાલુ માતકીયા, ધવલ ગોલ, ખીમચંદ્રભાઇ ધાડપરે, નારણ લાઠીયા, પ્રહલાદ વામજી, કૌશિક વેકરીયા, દિનેશ સોળીયા, અશોક સાવલીયા, વી.ડી., બીપીનભાઇ, અમર જવેલર્સ હર્ષદમંત્રી નીતાબેન ઉમંગ સરખેદી, બ્રીજેશ પડસાળા, રામ એન્ટરરપ્રાઇઝ જગદીશ, કનુ માતરીયા, ટ્રસ્ટી વિઠલભાઇ માદલીયા, મનોજ વાળા, મહેશ દરબાર, નલીત બોકરવાડીયા, શરદબાપુ, સુરાદાદા, સુરેશ દેસાઇ કલેકટર પી.એ. બ્રીજેશ પડસાળા,આર.એસ.એસ. બજરંગદળ ભાજપ તમામ સમાજનાં અગ્રણીઓએ હાજરી આપી હતી. બ્રહ્મ ભોજન બાદ શ્રી રૂપાલાએ વૃક્ષારોપણ કર્યુ હતું.
અંતમાં ઘનશ્યામભાઇ લાંભીયાએ સર્વેનો આભાર માન્યો હતો.


પીઓકેને આઝાદ કરાવીને ભારતમાં સામેલ કરાવીશું:જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને નાબૂદૃ કરવા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે) અંગે નિવેદૃન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે પીઓકેને આઝાદૃ કરાવવાનો અને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે. તેમાં સંસદૃની પણ પૂર્ણ સહમતી છે. ભગવાનને પ્રાર્થના કરો કે આપણે આપણા જીવનકાળમાં આ પ્રસંગ જોઇ શકીએ.જીતેન્દ્ર િંસહે જણાવ્યું હતું કે, આપણે નસીબદૃાર છીએ કે આપણે આ બધું (આર્ટિકલ ૩૭૦ નાબૂદૃ ) જોયું. આપણી ત્રણ પેઢીઓએ આના માટે બલિદૃાન આપ્યું છે, હવે જઇને આ સંભવ થઇ શકયું છે. આ ઐતિહાસિક પગલા બાદૃ હવે આપણે હકારાત્મક સોચની સાથે કામ કરવું પડશે અને ગેર કાયદૃેસર રીતે હસ્તગત કરાયેલા પીઓકેને આઝાદૃ કરાવવાનું છે.અગાઉ રક્ષા મંત્રી રાજનાથ િંસહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે હવે જે પણ વાતચીત થશે તે પાક અધિકૃત કાશ્મરી (ર્ઁં) પર થશે. આપણા પાડોશી િંચતાને લીધે પાતળા થઈ રહૃાા છે. તેમનું પાચન ખરાબ થઈ ગયું છે. પાક હવે વિશ્ર્વના અન્ય દૃેશોના દૃરવાજા ખખડાવી રહૃાું છે.


ચંદ્રની નજીક પહોંચ્યું ચંદ્રયાન-2,આજે ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કરશ

ઈસરો દ્વારા ૨૨ જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ મંગળવારે ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કરશે. ૧૪ ઓગસ્ટના રોજ ચંદ્રયાનને ચંદ્ર સ્થાનાંતરણ પ્રક્ષેપવક્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યું હતું. હવે યાનના તરલ ઈંધણવાળા એન્જીનને શરૂ કરવામાં આવશે. જેથી ચંદ્રમાંની કક્ષાની અંદૃર પ્રવેશ અપાવી શકાય.
ચંદ્રયાન-૨ મિશનની દૃેખરેખ ઈસરલોના ટેલીમેટ્રી, ટ્રેિંકગ એન્ડ કમાંડ નેટવર્કમાં સ્થિત મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્ષ દ્વારા કરવામાં આવી રહૃાું છે. તેમાં બેંગલુરુમાં સ્થિત ભારતીય ડીપ સ્પેસ નેટવર્કનો પણ સહયોગ લેવામાં આવી રહૃાો છે.
ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરી ગયા બાદૃ ૨ સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ જવામાં આવેલા લેન્ડર વિક્રમને છોડશે. જે બાદૃ વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર કાપ્યા બાદૃ ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર પહોંચશે.


જુનાગઢમાં પરજીયા સોની સમાજનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

શ્રી પરજીયા પટણી સોની જ્ઞાતિ જુનાગઢ દ્વારા શ્રી નિર્મળ વ્રજ ફાઉન્ડેશન,પુર્વ જિલ્લા મહિલા મંડળ પ્રમુખ શ્રી નિર્મળાબેન વી.ધકાણના સહયોગથી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જુનાગઢમાં પરજીયા પટણી સોની જ્ઞાતિના સહયોગથી વિદ્યાર્થી સન્માન સમારોહ અને ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરજીયા સોની જ્ઞાતિનું સ્નેહ મીલન શ્રી મયારામ આશ્રમ, ગીરનાર દરવાજા રોડ, જુનાગઢ ખાતે યોજાઇ ગયું હતુ.
આ સમારોહમાં અવધ વેલફેર સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, વર્લ્ડ ફેડરેશનના પુુર્વ પ્રમુખ પ્રા. શ્રી ધીરૂભાઇ ધકાણ, રાજકોટથી પરજીયા સમાચારના તંત્રી શ્રી સુનીલભાઇ ધાણક તથા મહામંડળની કમીટી,શ્રી નરેન્દ્રભાઇ લુહાર ગાયકવાડ,શ્રી વિનુભાઇ ધકાણ, શ્રી મનસુખભાઇ ચલ્લા, શ્રી વિનુભાઇ થડેશ્ર્વર, શ્રી અમુભાઇ ધાણક, શ્રી કિશોરભાઇ ચલ્લા પરિવાર, શ્રી મુકેશભાઇ સાગર, રાજકોટ યુવા ગૃપના શ્રી અશ્ર્વીનભાઇ ધોરડા, જામનગર થી પરજીયા પ્રકાશના તંત્રી શ્રી નરેન્દ્રભાઇ ધકાણ, દેવભુમી દ્વારકાથી સોનીવાડીના કમીટી મેમ્બર શ્રી કનુભાઇ ઘઘડા,શ્રી ભગવાનજીભાઇ ઘઘડા, શ્રી હરીભાઇ ઘઘડા આરંભડાવાળા, મુંબઇથી શ્રી શૈેલશભાઇ સાગર તથા શ્રી હિતેશભાઇ ધાણક રામાપીર, અમરેલી થી શ્રી ધીરૂભાઇ જગડા, ધારીથી શ્રી ભગુભાઇ પટ્ટણી, શ્રી હસુભાઇ ધકાણ બગસરા મોમાઇ મા મંદિરના પ્રમુખ, શ્રીનરોતમભાઇ ધકાણ, વ્રજલાલભાઇ ધકાણ, શ્રી રજનીકાંતભાઇ ધકાણ બગસરા, સુરતથી શ્રી રસિકભાઇ ધકાણ, શ્રી પંકજભાઇ સાગર, શ્રી ગીરીશભાઇ સાગર, શ્રી ભરતભાઇ સાગર, પરજીયા ટેલેન્ટ ગૃપના શ્રી પરેશભાઇ ધકાણ, ગોપાલભાઇ ધકાણ, ભાણવડ વાડીના પ્રમુખ કિશોરભાઇ ધાણક, તથા વિનુભાઇ ઘઘડા, જામજોધપુરના શ્રી નલીનભાઇ કતીરા, નીતેશભાઇ ઘઘડા, આગેવાનો તથા ભાટીયા જ્ઞાતિના પ્રમુખ શ્રી નટુભાઇ ચલ્લા, કલ્યાણપુર તાલુકા મહીલા મંડળના પ્રમુખ મહીલા ભાજપના તાલુકા પ્રમુખ શ્રી રેણુકાબેન ચલ્લા પટેલકા, જામ ખંભાળીયા જ્ઞાતિના અગ્રણી શ્રી અશોકભાઇ કતીરા ખજાનચી, સાવરકુંડલા મહીલા મંડળના પ્રમુખ શ્રી લલીતાબેન ધકાણ તથા મહીલા આગેવાનો,સાવરકુંડલા ના આગેવાન શ્રી દિપકભાઇ સુરુ તથા વાડી કમીટી, ખાંભાથી શ્રી ત્રીભોવનભાઇ ચલ્લા રાજુલાથી શ્રી નરેશભાઇ ચલ્લા, કુતીયાણાથી શ્રી પ્રફુલભાઇ ઘઘડા, જસદણથી શ્રી સુરેશભાઇ ધોરડા,જેતપુરથી શ્રી પ્રહલાદભાઇ ચલ્લા, શ્રી ધનજીભાઇ ધાણક, વડોદરાથી મહીલા આગેવાન શ્રી કંચનબેન જગડા, મેંદરડાથી શ્રી હિરેનભાઇ સતીકુવર, વિસાવદરથી શ્રી કનુભાઇ ધકાણ, શ્રી રાજુભાઇ ધકાણ, શ્રી મનોજભાઇ ધકાણ અને રાણપુર-ભેસાણથી શ્રી હરસુખભાઇ ધકાણ, ઉપસ્થિત રહયા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી વજુભાઇ ધકાણ રાણપુરવાળા, ઉપપ્રમુખ હર્ષદભાઇ ધકાણ, મંત્રીશ્રી રમણીકભાઇ ચલ્લા, શ્રી અનુભાઇ પટ્ટણી, શ્રી ચીમનભાઇ થડેશ્ર્વર, શ્રી કમલભાઇ પટ્ટણી, યુવક મંડળના પ્રમુખ ઉતમભાઇ લુહાર, ઉપપ્રમુખ ભાસ્કરભાઇ ધોરડા, મંત્રીશ્રી જીગરભાઇ ધકાણ, સંદીપભાઇ ધોરડા,શ્રી ગીરીશભાઇ ધાણક, શ્રી દિલીપભાઇ લુહાર, શ્રી અમુભાઇ ઘઘડા, શ્રી જયંતીભાઇ ધકાણ, શ્રી ભાસ્કરભાઇ સતીકુવર, શ્રી ઉમેશભાઇ રાઠોડ, શ્રી ધીરુુભાઇ ચલ્લા અને પુર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા નિર્મળ વ્રજ ફાન્ડેશનના પ્રમુખ શ્રીમતી ર્નિર્મળાબહેન ધકાણ સહિતની ટીમે સુંદર આયોજન કર્યુ હતુ તથા સાંસ્કૃૃતિક કાર્યક્રમના આયોજક તરીકે મહિલા મંડળ પ્રમુખ રેખાબેન ધકાણ તથા સર્વે બહેનોએ સેવાઓ આપી હતી.


ચોર ગેંગ સામે ગેંગકેસ નોંધાવતી અમરેલી એલસીબી

દામનગરમાં અમરેલી એલસીબી પી.આઇ. ડી.કે.વાઘેલા અને સ્ટાફે રીઢા ચોરીના કિશોર ઉર્ફ્રે પંકેશ સુરા ટપુ વાઘેલા રહે.મોટા ેદેવળીયા તા.બાબરા,હરેશ વલકુ ચારોલા વાસાવડ તા.ગોંડલ,રણજીત ઉર્ફે કરો ધીરૂ સોલંકી રહે.વાસાવડ તા.ગોંડલ,ધીરૂ ઉર્ફે વજુ બચુ સોલંકી રહે.ધરાાળા તા.ગોંડલ,કાળુ સુરા વાઘેલા રહે.મોટા દેવળીયા,વીક્રમ ઉર્ફે ભાજપ વલકુ ચારોલા રહે.દેરડી કુંભાજી તા.ગોંડલ,હનુ ઉર્ફે ટેઢીયો સુરા વાઘેલા રહે.મોટા દેવળીયા તા.બાબરા,વિક્રમ ઉર્ફે વિકુ ધીરૂ સોલંકી રહે.વાસાવળ તા.ગોંડલવાળાને ઝડપી લઇ ઉપરોક્ત ગુન્હેગારો ઘરફોડ ચોરી કરવા ગેરકાયદેસર ટોળી બનાવી અમરેલી ભાવનગર,રાજકોટ,જુનાગઢ,સુરેન્દ્રનગર જીલ્લામાં રહેણાક મકાનોમાં બાઇકની ચોરી કરી આશરે એકાદ કરોડ રૂપીયાના સોના ચાંદીના ઘરેણાની ચોરીની કબુલાત આપી હતી.અલગ અલગ કર્તબો અજમાવી કુલ 14 જેટલી ચોરીઓમાં કુલ રૂા.97,55,400 જેટલાની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ.પોલીસે કુલ રૂા.72,04,982ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.


જિલ્લાના ગામડે ગામડે ભાજપના સદસ્ય નોંધતા શ્રી રૂપાલા

ભાજપના વરિષ્ઠ આગેવાન અને સંગઠનનું કુશળ નેતૃત્વ કરનાર કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ છેલ્લા બે દિવસમાં ભુતકાળ દોહરાવ્યો હતો જયારે ભાજપની સ્થાપના થઇ તે સમયથી રાજદુત બાઇક ઉપર ગામે ગામ જઇ અને ભાજપના સભ્યો નોંધનારા શ્રી રૂપાલાએ જિલ્લાના ગામડે ગામડે ભાજપના સદસ્ય નોંધ્યા હતા. શ્રી રૂપાલાએ બાબરા તાલુકાના દરેડ, જામ બરવાળા, કરીયાણા, ખંભાળા, કુંકાવાવના સનાળી, નાની કુંકાવાવ, અમરેલીના સણોસરા, ચાડીયા, દેવરાજીયામાં જઇ અને ભાજપના સદસ્યતા નોંધણી અભિયાન અતંર્ગત ાજપના સભ્યોની નોંધણી કરી હતી સભ્ય નોંધવા માટે આવેલા ભાજપના પાયાના આગેવાન શ્રી પરસોતમભાઇ રૂપાલાને ગામે ગામ સમસ્તે વધાવ્યા હતા. શ્રી રૂપાલાની સાથે ભાજપના દિગ્ગજ આગેવાન શ્રી દિલીપ સંઘાણી તથા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હીરપરા, શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિક વેકરીયા, શ્રી ભુપેન્દ્રભાઇ બસિયા, શ્રી વાલજીભાઇ ખોખરીયા (મામા), શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી પ્રેમજીભાઇ નાકરાણી, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી નીતીનભાઇ રાઠોડ, શ્રી લલીતભાઇ આંબલીયા, ખંભાળાના શ્રી સામતભાઇ રાતડીયા, શ્રી રમેશભાઇ ખાચર, શ્રી ભરતભાઇ વિરજીભાઇ પટેલ, શ્રી લાલજીભાઇ કડવાભાઇ જાદવ, શ્રી બાવાલાલ મોવલીયા, શ્રી રાજેશ કાબરીયા, શ્રી દિપક કનૈયા, શ્રી જયંતીભાઇ પલસાણા, મદદ કાયાર્લય અમરેલીના શ્રી મનોજભાઇ વાળા, શ્રી હિરેન વાળા, શ્રી ભરતભાઇ સાકરીયા, શ્રી ધીરૂભાઇ ગઢીયા, શ્રી ચુનીભાઇ ગઢીયા, શ્રી રવજીબાપા ગજેરા, શ્રી કાંતિભાઇ વેકરીયા, પુનીતભાઇ પલાસાણા, શ્રી જયંતિભાઇ પલસાણા, સંતો શ્રી સત્યનારાયણબાપુ તથા શ્રી ઘનશ્યામ સ્વામી, શ્રી દિલીપ સાવલીયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.


error: Content is protected !!