Main Menu

Tuesday, August 20th, 2019

 

અમરેલી રોટરી કલબ દ્વારા શપથ ગ્રહણ સમારોહ યોજાયા

અમરેલી ઠાકર થાળમાં તા.17/8/19ને શનિવારના રાત્રીના રોટરી કલબ ઓફ અમરેલી સીટી તેમજ રોટરેક્ટ કલબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.રોટરી કલબ ઓફ અમરેલી સીટીના પ્રમુખ મેહુલભાઇ દેસાઇ,સેક્રેટરી પંકજભાઇ વોરા અને તેમની ટીમ તેમજ રોટરેક્ટ કલબ ઓફ અમરેલી સીટીના પ્રમુખ હાર્દિકભાઇ ભુવા તેમજ ધ્યેય પંડયા સેક્રેટરી અને તેમની ટીમને ઇન્સટોલેશન ઓફીસર રાજેશભાઇ કોઠારીએ શપથ ગ્રહણ કરાવ્યા હતા.જેમાં જોઇંટ સેક્રેટરી કૈલાશભાઇ પરીખ,ટ્રેઝરર તેજસભાઇ બંજારા સહિત ટીમ ઉપસ્થિત રહી હતી.આ પ્રસંગે ગતવર્ષનો રીપોર્ટ અનીલભાઇ આડતીયાએ આપ્યો હતો.તેમજ પુર્વ પ્રમુખ સંજયભાઇ ભુવાએ પોતાનુ વક્તવ્ય રજુ કરેલ.આ પ્રસંગે નગરપાલીકાના પ્રમુખ જયંતિભાઇ રાણવા, ડો.એન.એન દેસાઇ,એ.ડી.રૂપારેલ,દિનેશભાઇ ભુવા,તેમજ રોટરી કલબના મેમ્બર ઓફ અને ટાવર ચોક વેપારી એશોસીએશનના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.


સતાધારના મહંત પુ.શ્રી જિવરાજબાપુ બ્રહ્મલીન

સોમવારે રાત્રે 10 વાગ્યે સતાધારના મહંત પુ. શ્રી જીવરાજબાપુ બ્રહ્મલીન થતા સેવક સમુદાય અંતિમ દર્શને ઉમટી પડયો છે અને ઘેરો શોક છવાયો હતો. સતાધારના મહંતશ્રી પુ. શ્રી જીવરાજબાપુની તબીયત છેલ્લા થોડા સમયથી નાદુરસ્ત હોવાથી ગઇકાલે જ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પણ ખબરઅંતર પુછી દર્શન કર્યા હતા.આજે રાત્રીના સમયે એકાએક જીવરાજબાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તે સમાચારો પ્રસરી વળતા સેવક સમુદાય અને ભાવિકો અંતીમ દર્શને ઉમટી પડયા હતા પુ.બાપુના દેહાવસાનને કારણે ઘેરો શોક વ્યાપી ગયો છે.સતાધારથથી સાંજે જ સરંભડા આવેલા પુ. આપા ગીગા પરિવારના શ્રી મોટાભાઇ સવંટ રાત્રે સતાધાર જવા રવાના થયા છે તથા અમરેલીથી શ્રી ભરતભાઇ ટાંક અને શ્રીમતી ઉર્વીબહેન ટાંક પણ સતાધાર જવા રવાના થઇ ગયા છે. બનાવની જાણ થતા મહામંડલેશ્ર્વર અને સાધ્ાુ સમાજના પ્રમુખ પુ. મુકતાનંદબાપુ પણ સતાધાર જવા માટે મોડી રાત્રે રવાના થયા છે અને તેમના ત્યા પહોંચ્યા બાદ સમાધિનો સમય નકકી થનાર હોવાનું જાણવા મળેલ છે.


20-08-2019


20-8-2019-radhakrishna


error: Content is protected !!