Main Menu

Thursday, August 22nd, 2019

 

કલમ ૩૭૦ના સમર્થનમાં ત્રણ યુવકોની બારડોલીથી ગાંધીનગર સુધી સાઇકલ યાત્રા

કેન્દ્રની નરેન્દ્ર મોદૃી સરકાર દ્વારા થોડા દિૃવસો પહેલા એક ઐતિહાસિક નિર્ણય કરતા જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દૃીધી હતી.આ નિર્ણય સરદૃાર વલ્લભભાઈ પટેલના અધૂરા સપનાને પૂર્ણ કર્યું હતું. આ સાહસિક નિર્ણયના સમર્થનમાં સરદૃારની કર્મભૂમિ એવા બારડોલીથી ત્રણ યુવાનો ૩૭૦ કી.મી સાઇકલ રાઈડ કરશે.
સુરત જિલ્લાના બારડોલીના યોગેશ પટેલ, અશોક મકવાણા અને નિલેશ પંચાલ દ્વારા એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક રાઈડના વિચાર સાથે એક અનોખી સાઇકલ રાઈડ કરવામાં આવી છે. સરદૃારની કર્મભૂમિ બારડોલીથી આ ત્રણે યુવાનો ૩૭૦ ની કલમના નાબૂદૃીના સમર્થનમાં ૨૪ કલાકમાં ૩૭૦ કિલોમીટર સાયકલ રાઈડ કરી ગાંધીનગર સી.એમ કાર્યાલય પહોંચશે.
આ ત્રણેય યુવકો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લઈ શુભકામના પાઠવશે. સરદૃારની કર્મભૂમિ અને તેમાં પણ ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી સાયકલ રાઈડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ત્રણે યુવાનોને સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક દ્વારા લેગ બતાવી રાઈડની શરૂઆત કરાવવામાં આવી હતી.


’વી કેન બી હીરોઝ’થી પ્રિયંકા ચોપડા નેટલિક્સ પર ડેબ્યુ કરશે

બોલિવૂડમાં ઓળખ બનાવ્યા પછી હોલીવુડમાં પણ પોતાની ખ્યાતિ સ્થાપિત કરનારી પ્રિયંકા ચોપડા હવે નેટલિક્સમાં પણ પોતાનો હાથ અજમાવવાની તૈયારીમાં છે. ક્વિિંટકો ગર્લ પ્રિયંકા ચોપડા નેટલિક્સની સુપરહિરો સિરીઝ, વી કેન બી હીરોઝમાં જોવા મળશે.
ફિલ્મ વિવેચક તરણ આદૃર્શે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. આ ફિલ્મનું નિર્દૃેશન સ્પાય કિડ્સના ડિરેક્ટર રોબર્ટ રોડ્રિગુએજ દ્વારા કરવામાં આવશે. આ પહેલા અભિનેત્રી ’ધ રોક’ સાથે ફિલ્મ ’બેવૉચ’ માં જોવા મળી હતી. તાજેતરમાં પ્રિયંકાની ’ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દૃર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.
પ્રિયંકા ચોપડાની આ આગામી ફિલ્મ અંગે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. અભિનેત્રીને તેના દૃેખાવ અને સારી સ્ટાઇલ માટે પસંદૃ કરવામાં આવી છે. તાજેતરમાં જ એક પ્રિયંકા ચોપડા ’બ્યૂટીકોન ફેસ્ટિવલ લોસ એન્જલસ ૨૦૧૯’ માં ભાગ બની હતી. આ સમય દૃરમિયાન જ્યારે એક પાકિસ્તાની મહિલાએ તેને પર નિશાન સાધ્યું હતું, ત્યારે અભિનેત્રીએ તેને યોગ્ય જવાબ પણ આપ્યો. આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં ફિલ્મ ’ધ સ્કાય ઇઝ િંપક’ માં જોવા મળશે.


‘તારક મહેતા કા…માં પલક સિધવાણી સોનુનું પાત્ર ભજવશ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લાં થોડાં સમયથી સોનુ (સોનાલિકા ભીડે) દૃેખાતી નહોતી. સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ આ શો છોડી દૃીધો છે. હવે, શોમાં નવી સોનુ જોવા મળશે. ચર્ચા છે કે ટીવી એક્ટ્રેસ પલક સિધવાણી આ રોલ પ્લે કરશે.
પલકે શોર્ટ ફિલ્મ્સ તથા જાહેરાતોમાં કામ કર્યું છે. આ ઉપરાંત વેબસીરિઝ ‘હોસ્ટેજમાં પણ કામ કર્યું છે. સોનુના રોલ માટે ઘણાં જ ઓડિશન્સ લેવામાં આવ્યા હતાં અને મોક શૂટ પણ કરવામાં આવ્યાં હતાં. અંતે, પલકને આ રોલ માટે પસંદૃ કરવામાં આવી છે. સૂત્રોના મતે, પલકે આ શોનું શૂિંટગ શરૂ કરી દૃીધું છે.
સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિધિ ભાનુશાલી હાલમાં મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને તે બ્રાઈટ સ્ટૂડન્ટ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે. તે સારા માર્ક્સથી ગ્રેજ્યુએશન પૂરું કરવા માંગે છે. જોકે, પ્રોડક્શન હાઉસે નિધિને શૂિંટગના કલાકો ઓછા કરી આપ્યા હતાં જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. જોકે, નિધિ માટે શૂિંટગ કરવું દિૃવસે દિૃવસે મુશ્કેલ બનતું જતું હતું અને અંતે તેણે શોને અલવિદૃા કહી દૃીધું હતું.


‘ભૂલભૂલૈયા-૨માં અક્ષય અને સારા ચમકશે..?!!

અનીસ બાઝમીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨માં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અન્ય લીડ કૅરૅક્ટર્સમાં કોણ જોવા મળશે એના વિશે મેકર્સ તરફથી કશું જણાવવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સારા અલી ખાન જોવા મળશે એમ કહેવામાં આવી રહૃાું છે. આ ફિલ્મને ડિરેક્ટ કરી રહેલા અનીસ બાઝમીએ આ અફવાઓ વિશે કહૃાું હતું.
‘ભૂલ ભૂલૈયા ૨માં અક્ષયની હાજરી વિશે બાઝમીએ કહૃાું હતું કે, ‘હું માનું છું કે, અત્યારે એના વિશે કહેવું જલ્દૃી થશે. કેમ કે, ઓલરેડી અમે લોકો કામ કરી રહૃાા છીએ અને જુઓ શું થાય છે. અક્ષયજીની સાથે ઘણી બધી ફિલ્મ્સ કરી છે. ખૂબ જ સુંદૃર યાદૃો રહી છે. અમારી વચ્ચે ગ્રેટ રિલેશનશિપ છે. તેઓ આ ફિલ્મમાં હશે તો હું પણ ખૂબ ખુશ થઇશ. આ ફિલ્મમાં સારા અલી ખાનની એન્ટ્રી વિશે બાઝમીએ કહૃાું હતું કે, ‘ના, હજી અમે લોકો એ ફાઇનલ કરી રહૃાા છીએ. અત્યારે તો ફિલ્મમાં કાર્તિક જ છે. હું પણ અત્યારે મારી ફિલ્મ ‘પાગલપંતીના એડિિંટગમાં બિઝી છું.


‘ડ્રીમ ગર્લની ટીમ ગુજરાતમાં જન્માષ્ટમી સેલિબ્રેટ કરશ

આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ડ્રીમ ગર્લના રિસન્ટલી રિલીઝ કરાયેલા ટ્રેલરને ખૂબ પસંદૃ કરવામાં આવ્યું છે. ચોક્કસ જ આ વર્ષની ખૂબ રાહ જોવાતી ફિલ્મ્સમાં એનો સમાવેશ થાય છે. ફેસ્ટિવલ્સની આ સીઝનમાં ફિલ્મ્સના પ્રમોશનની નવી રીત પણ શરૂ થઈ ગઈ છે. જેના માટે ‘ડ્રીમ ગર્લની લીડ જોડી આયુષ્માન અને નુસરત ભરૂચા ટૂંક સમયમાં ગુજરાતમાં આવશે. આ ફિલ્મની સમગ્ર ટીમ ગુજરાતમાં જન્માષ્ટમી સેલિબ્રેટ કરશે.
આયુષ્માન તેની રાધે નુસરતની સાથે ગુજરાતમાં આવશે એમ જણાવવામાં આવી રહૃાું છે. અહીં જન્માષ્ટમીના સેલિબ્રેશન માટે આ ફિલ્મની ટીમ ખૂબ એક્સાઇટેડ છે. ‘ડ્રીમ ગર્લમાં આયુષ્માન એક એવું કૅરૅક્ટર પ્લે કરી રહૃાો છે કે જે છોકરો હોવા છતાં છોકરીના અવાજમાં લોકોની સાથે વાતો કરે છે. કેવી રીતે તે લોકોની ડ્રીમ ગર્લ બની જાય છે એ તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ જાણ થશે. આ ફિલ્મ ૧૩મી સપ્ટેમ્બરે રિલીઝ થશે.


એમેઝોનના જંગલમાં આગ લાગતા અનુષ્કા-અર્જુન કપૂરે બ્રાઝિલ માટે પ્રાર્થના કરી

દૃક્ષિણ અમેરિકા સ્થિત એમેઝોનના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ દૃુનિયાનું સૌથી મોટું રેઇન ફોરેસ્ટ છે. આ રેઇન ફોરેસ્ટમાં આ પહેલાં પણ અનેકવાર આગ લાગી છે. જોકે, આ વખતે આગ ભયાનક રીતે લાગી છે અને તેને કારણે બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં અંધકાર છવાઈ ગયો છે. એમેઝોનના જંગલો પૃથ્વીનો ૨૦ ટકા ઓક્સિજન ક્રિએટ કરે છે. અહીંયા છેલ્લાં ૧૬ દિૃવસથી આગ લાગી છે અને વિશ્ર્વના પર્યાવરણ માટે આ બહુ જ ખતરનાક છે. આ ઘટનાની ગંભીરતા સમજીને બોલિવૂડ સેલેબ્સે પોતાની િંચતા પ્રગટ કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર જંગલમાં લાગેલી આગની તસવીર શૅર કરીને કહૃાું, એમેઝોનનું જંગલ છેલ્લાં એક અઠવાડિયાથી સળગી રહૃાું છે. આ વાત ઘણી જ ડરામણી છે. આશા છે કે મીડિયા આના પર વધુ ધ્યાન આપશે.
અર્જુન કપૂરે કહૃાું હતું કે એમેઝોન રેઈન ફોરેસ્ટમાં આગ, આ ઘણી જ ભયાનક વાત છે. હું વિચારી પણ નથી શકતો કે આની અસર પૂરી દૃુનિયામાં કેવી થશે. આ ઘણું જ દૃુ:ખદૃ છે. એક્ટ્રેસ દિૃશા પટનીએ કહૃાું હતું, એમેઝોનના જંગલોમાં લાગેલી આગ ઘણી જ ભયાવહ છે. પૃથ્વીનો ૨૦ ટકા ઓક્સિઝન અહીંયાથી ક્રિએટ થાય છે. ૧૬ દિૃવસથી અહીંયા આગ લાગી છે. આના પર કોઈ મીડિયા કવરેજ નથી, કેમ?


જેનિફર વિન્ગેટ ’બેહદ-૨’થી ટીવી પર વાપસી કરશ

ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ, કુશલ ટંડન અને અનેરી વાજાણી સ્ટારર સોની ટીવીનો લોકપ્રિય શો બેહદૃ થી નાના પડદૃા પર ખૂબ ચર્ચામાં આવ્યાં હતા. જો કે બેહદૃ ઓક્ટોબર ૨૦૧૭માં ઓફ-એર થઈ ગયો હતો, ત્યારથી પ્રેક્ષકો આ શોની સીઝન ૨ ની આતુરતાથી રાહ જોઈ રહૃાા છે.
’બેહદૃ ૨’માં પોતાની હાજરીની પુષ્ટિ કરતી જેનિફરે ૨૧ ઓગસ્ટના તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શોના નિર્માતા પ્રિતિક શર્મા સાથે એક તસવીર પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેણે ખુલાસો કર્યો કે તે શોની નવી સીઝનમાં નજર આવશે. એવી ચર્ચા પણ થઈ હતી કે સુરભી જ્યોતિ ’બેહદૃ ૨’માં જેનિફરનું સ્થાન લઈ શકે છે.
’બેહદૃ ૨’ અંગે એક ચર્ચા છે કે ’નામકારણ’ અભિનેતા વિરાફ પટેલ શોમાં જેનિફર વિન્ગેટની સાથે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત અનેરી વાજાણી પણ ’બેહદૃ ૨’ નો ભાગ બની શકે છે. જો કે જેનિફરની વિરુદ્ધમાં સહ-કલાકારોની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.


લશ્કરી વડામથકના સુધારાઓને રક્ષામંત્રી રાજનાથ િંસહની મંજૂરી

સંરક્ષણ પ્રધાન રાજનાથ િંસહે લશ્કરી વડામથકના પુનર્ગઠન સંબંધમાં લેવામાં આવેલા કેટલાક મહત્ત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. સૌથી મોટો નિર્ણય વડામથક ખાતેના ૨૦૬ અધિકારીઓને વિવિધ એકમો ખાતે ગોઠવવા વિશેનો છે. રાજનાથ િંસહે લશ્કરી વડાના અધ્યક્ષસ્થાન હેઠળ સાવધાની માટેના એક અલગ એકમ (વિજિલન્સ સેલ)ની સ્થાપનાને અને માનવ અધિકારોને લગતા વિષયો પર લક્ષ આપતા છત્ર સમા એક સંગઠનની રચનાને પણ લીલી ઝંડી આપી હતી. હાલમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ વિવિધ સંસ્થાઓ મારફત ચાલે છે.
ગયા વર્ષે ૧૩ લાખ જવાનોની ફોજ ધરાવતા ભારતીય લશ્કરે સુધારા સંબંધિત વ્યૂહરચનાને તેમ જ લશ્કરની લડાયક ક્ષમતા વધારવા વિશેની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. લશ્કરી વડામથક ખાતેના જે અધિકારીઓને અન્યત્ર મહત્ત્વના ક્ષેત્રે મોકલવામાં આવશે એમાં ત્રણ મેજર જનરલ, આઠ બ્રિગેડિયર, નવ કર્નલ અને ૧૮૬ લેટનન્ટ કર્નલ/મેજરનો સમાવેશ છે.
નવા વિજિલન્સ સેલમાં ત્રણ કર્નલ સ્તરના અધિકારીઓ નીમાશે. આ ત્રણેય અધિકારી લશ્કર, હવાઈદૃળ તથા નૌકાદૃળના હશે. રાજનાથ િંસહે મંજૂર કરેલા અન્ય સુધારાઓમાં લશ્કરી અધિકારીઓના માળખાની પુન:રચના કરવાનો, મહત્ત્વની સત્તાની અવધિ ઘટાડવાનો, વધતા મહેસૂલ ખર્ચને રોકવાનો અને લશ્કરી દૃળને યોગ્ય કદૃનું બનાવવાનો સમાવેશ છે.


મારા પિતાની ધરપકડ કરવી એ ટેલીવીઝનના રિયાલિટી શોની જેમ છે: કાર્તિ ચિદૃમ્બરમ્

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદૃમ્બરમની બુધવારે રાત્રે નાટ્યાત્મક રીતે સીબીઆઈની ટીમે તેમના જોરબાગ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી. આ અંગે તેમના પુત્ર કાર્તિ ચિદૃમ્બરમે ગુરૂવારે જણાવ્યું કે, આર્ટિકલ ૩૭૦ પરથી ધ્યાન હટાવવા માટે તેમના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇની કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે.
કાર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતાની ધરપકડ કરવી એ ટેલીવીઝનના રિયાલિટી શોની જેમ છે. આ કારણ વગરના નાટક છે. ઇમાનદૃારીથી તપાસ કરાઇ નથી. જે અધિકારી તપાસ કરી રહૃાા છે તેઓ પણ જાણે છે કે કોઇ કેસ જ નથી. પરંતુ કોઇની હિમ્મત નથી કે ફાઇલમાં લખી શકે કે કોઇ કેસ નથી. કેટલાક લોકોને ખુશ કરવા માટે આ બધી કાર્યવાહી કરાઇ રહી છે. દૃુર્ભાગ્યવશ ભારતમાં તપાસ સમાપ્ત થવાની કોઇ મર્યાદૃા નથી. એ હંમેશા ચાલું રહે છે. કોઇને હેરાન કરવા માટે આ એક ઉત્તમ હથિયાર છે. મારા પિતા દૃરેક વખતે પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર રહૃાા છે.


મોદૃી રાજમાં CBI રાજકીય બદલો લેવાની એજન્સી બની ગઇ: કોંગ્રેસ

પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદૃમ્બરની બુધવારે તેમના ઘરેથી નાટ્યાત્મક રીતે ધરપકડ બાદૃ ગુરુવારે સવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આને રાજકીય ષડયંત્ર અને વ્યક્તિગત બદૃલાની ભાવનાથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. ચિદૃમ્બરમની ધરપકડથી કોંગ્રેસ લાલઘૂમ થઈ છે અને આકરી ટિકા કરી હતી. કોંગ્રેસે જણાવ્યું કે ગગડી રહેલું અર્થતંત્ર, નોકરીઓમાં છટણી અને રૂપિયામાં અવમૂલ્યનથી દૃેશનું ધ્યાન બીજીતરફ દૃોરવવા માટે મોદૃી સરકારે આ ખેલ રચ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદૃીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર પ્રકરણમાં મીડિયાની ભૂમિકા પર પણ પ્રશ્ર્નો ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે કેટલીક ચેનલ સરકારની કઠપુતળી બનીને કામ કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તાએ સત્ય મેવ જયતેનો નારો લગાવતા કહૃાું કે તપાસના અંતે સત્ય સામે આવી જશે.
સુરજેવાલાએ ચિદૃમ્બરમની ધરપકડ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ‘મોદૃી સરકાર સત્તામાં આવ્યાના છ વર્ષ પછી ૧૦ વર્ષ જૂના કેસમાં ચિદૃમ્બરમને બદૃઈરાદૃાથી ફસાવવામાં આવી રહૃાા છે. જેલમાં સજા કાપી રહેલી એક મહિલાના નિવેદૃનને આધાર બનાવીને આ કેસમાં ચિદૃમ્બરમની ધરપકડ કરાઈ છે. ૪૦ વર્ષના જાહેર જીવનમાં સ્વચ્છ છબિ ધરાવનાર વ્યક્તિની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહૃાો છે. આ એક આયોજીત કેમ્પેઈન છે. લોકશાહીની ધોળા દિૃવસે અને ક્યારેક રાત્રે હત્યા થઈ છે.
કોંગ્રેસે તપાસ એજન્સીઓની ભૂમિકાને પણ વખોડી હતી. કોંગ્રેસે જણાવ્યું કે, મોદૃી સરકારના શાસનમાં સીબીઆઈ રાજકીય બદૃલો લેવાની એજન્સી બની ગઈ છે. સુરજેવાલાએ ઉમેર્યું કે, પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે સીબીઆઈ અધિકારીઓ રાત્રે દિૃવાલ કૂદૃીને કોંગ્રેસના નેતાના ઘરમાં પ્રવેશ કરી તેમની ધરપકડ કરે છે. દૃેશ ભયંકર મંદૃીના આરે છે અને લાખો લોકો રોજગારી ગુમાવી રહૃાા છે. રૂપિયો એશિયામાં સૌથી ખરાબ પ્રદૃર્શન કરતું ચલણ છે. દૃેશનું ધ્યાન બીજે દૃોરવવા માટે મોદૃી સરકાર નવા ડ્રામા રચી રહી છે.
કોંગ્રેસે ઇંદ્રાણીને સાક્ષી બનાવા પર પણ પ્રશ્ર્ન ઉઠાવ્યા. કોંગ્રેસે કહૃાું કે જેલમાં બંધ ઇંદ્રાણી મુખર્જીની સાથે એ સાક્ષીના બદૃલામાં શું ડીલ થઇ છે, દૃેશ એ જાણવા માંગે છે.


error: Content is protected !!