Main Menu

Friday, August 23rd, 2019

 

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે નડાળાનાં શિક્ષક શ્રી સોલંકી

રાષ્ટ્રીય કક્ષાએ નવાચાર શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરી ગુજરાતની ગરિમા વધારનાર શિક્ષકો પ્રકાશકુમાર સોલંકી, શ્રી નીંગાળા 1 પ્રાથમિક શાળા, તા. રાજુલા, અમરેલી તથા વનિતા રાઠોડ, આચાર્ય, શાળા નં.93, રાજકોટની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણી સાથેની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.


સતાધારમાં શ્રી રૂપાલાની ઉપસ્થિતીમાં પુ.જીવરાજબાપુની નિર્વાણ વિધી

જૂનાગઢ જિલ્લાના સતાધાર આપાગીગાની જગ્યા એ આજરોજ સદગત જીવરાજ બાપુની સમાધિનુ સંતો મહંતોની ઉપસ્થિતીમાં પુજન, જારણ વિધિ યોજાઇ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ વિશેષ ઉપસ્થિત રહી જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે સતાધારએ સૌરાષ્ટ્ર સહિત અનેક તીર્થોમાંનું વિશેષણ સમાન છે.સતાધાર એ તો જાગતુ પીરાણુ છે. અહીં અઢારે આલમ એક પંગતમાં બેસીને ભજન -પ્રસાદ ગ્રહણ કરે એ જ સામાજીક સમરસતા પ્રદિપ કરે છે.
જ્ઞાતિ સમાજ ગરીબ અમીર ના ભેદભાવ ચર્ચાના એરણે છે ત્યારે અહીં બધા એક સમાન બની જાય છે. સદગત પૂજ્ય જીવરાજબાપુ તેમની તપ-ભજન અને સાદગીની મુડી આપણી વચ્ચે મુકતા ગયા છે જેનાં વારસ હવે વિજયબાપ આ પરંપરાને વધુ ઓજસ્વી અને તેજસ્વી બનાવશે.
મંત્રીએ સતાધારમાં તેમનાં શૈષવકાળનાં સ્મરણોને તાજા કરતા જણાવ્યુ હતુ કે આપાગીગાની જગ્યાએ 13 વર્ષની ઉંમરનો પ્રવાસ યાદ કરતા જણાવ્યું હતું કે તે દિવસોમાં હું મારા બાળસખાઓ સંગાથે સતાધાર ત્રણ દિવસ રોકાયો હતો. ત્યારે નીજમંદિરની પાછળની બાજુએ સંતશીરોમણીશ્રી શામજીબાપુ ઓસરીમાં બેઠા હોય, ભાવીક દર્શન કરે, જરૂરિયાતમંદ પરિવાર કે વ્યક્તિ તેમનો છેડો પાથરે ત્યારે આ સંતશિરોમણી તેમની થેલીમાં હાથ નાખીને મુઠ્ઠી ભરીને પ્રસાદી આપતા, જેના ભાગ્યમાં જે હોય તે પ્રાપ્ત થતું. જે હજુ મારા માનસપટ પર દ્રશ્ય અકબંધ છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી રૂપાલાએ ઉપસ્થિત સંતસમુદાય અને ભાવીકોને સંબોધતા ઉમેર્યુ હતુ કે દેશ અને રાષ્ટ્ર પર સંતોની અમીદ્રષ્ટિ કૃપા ખૂબ જ મહત્વ ધરાવે છે. ધર્મની અને અધ્યાત્મની બાબતમાં ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગ્યાઓએ અનોખી કેડી કંડારી છે.
સતાધાર ખાતે સંતશ્રી જીવરાજબાપુની જારણ વિધીમાં સુરેવધામ ચાપરડાનાશ્રી મુકતાનંદ બાપુ, ચલાળાના વલકુબાપુ, તોરણીયાના મહંત રાજેન્દ્રદાસ બાપુ, સિહોરના ઝીણા રામબાપુ, બગસરાના જયરામ બાપુ,પાળીયાદના નિર્મલબા, ચેલૈયા ધામના રામરૂપદાસજી, સ્વામીનારાયણના સંતો, ફતેપુર, બગદાણા, જુનાગઢ સહીત રાજયભરના વિવિધ ધર્માલયોથી સંતો-મહંતો, સેવકો, અગ્રણીઓ સર્વશ્રી, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલ, અગ્રણીશ્રી નરેન્દ્રભાઈ સોલંકી,કીરીટભાઇ પટેલ, હરિભાઈ રીબડિયા, રતીભાઈ સાવલિયા, બાબુભાઈ સાવલિયા, ધનશ્યામભાઈ, નરેન્દ્રભાઈ કોટિલા, મનસુખભાઈ ડોબરિયા સહિત ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


બાબરાના બગીચાને અલીગઢી તાળા લાગી ગયા:ખંઢેર જેવી હાલત

બાબરામાં સ્વ.જૈતાભાઇ વાળાની યાદગીરીમાં તેમના પરિવાર દ્વારા દાનથી બગીચાનું નિર્માણ થયેલુ.તે બગીચાને અલીગઢી તાળા લાગી ગયા હોવા ઉપરાંત ખંઢેર જેવી હાલત સર્જાય છે.વારે તહેવારે બાળકોને ફરવા માટેનું એકમાત્ર સ્થળ હતુ.તે પણ બંધ થતા રોષ ફેલાયો છે.બાબરામાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના હસ્તે આ બગીચાનું લોકાર્પણ થયેલુ.તેને એક વર્ષ માંડ થયુ છે.પણ બગીચાની કોઇ દેખરેખ થતી ન હોવાથી ખંઢેર જેવી હાલત હોય પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોમાં લોકોને ફરવા માટે સુંદર માજાનો બગીચો લોકોને ખાસ કરીને બાળકોને આકર્ષણ રૂપ હતો.આજુ બાજુના ગામોમાંથી પણ લોકો આવતા.પરંતુ નગરપાલીકાની મેલી મુરાદને કારણે તાળા લાગ્યા હોય બીજી તરફ દાતાઓના દાનથી ઉભા થયેલા સ્થળની આ હાલત સર્જાતી હોય તો દાનવીરો પણ વિચાર કરે.તેવી સ્થિતી વચ્ચે રોષ ફેલાયો છે.આ બગીચાની હાલત સુધારી લોકો માટે જરૂરી સુવિધા સાથે કાર્યરત કરવા આ વિસ્તારમાંથી લોક માંગણી ઉઠવા પામી છે.


અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિદ્યાલયનો ફલોટ ખુલ્લો મુકાયા

અમરેલી શહેરમાં આવેલા સીનીયર સીટીઝન પાર્કમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ તથા પ્રજાપિતા ઇશ્ર્વરીય બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીના તહેવારો પ્રસંગે નિત્યસુધ્ધાનંદસ્વામી, સ્વામીનારયણ મંદિરના સંતો, પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા ફલોટનું દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જી.જે.ગજેરા, મનસુખભાઇ રૈયાણી, દડુભાઇ ખાચર, સુરેશભાઇ સોલંકી, ડીભાઇ બામટા સહિત હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલય દ્વારા તા. 22/8 થી તા. 24 સુધી સ્વર્ગની ચૈતન્ય જાતીનો કાર્યક્રમ 8:00 કલાક થી 12:30 સુધી રાખવામાં આવેલ છે.


શ્રી ટાંક દંપતિના રાજસ્વી સન્માન કાર્યક્રમમાં ઉમટતો સમાજ

અમરેલીમાં ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ વતી જાણીતા સેવાભાવી ઉદ્યોગપતી શ્રી ભરતભાઇ ટાંક અને ઉર્વીબેન ટાંકના નેતૃત્વમાં અમરેલી ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાતા રાજસ્વી રત્નોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ.કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ શ્રી ટાંક દંપતીના પર્યાવરણ માટે અપાયેલા યોગદાનથી રાજીપો વ્યકત કરી અને તેમને પર્યાવરણની પર્યટનને વિકસાવવાની જવાબદારી સોંપી હતી.
જયારે શ્રી ટાંક દંપતી દ્વારા ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય અંગ ગૌમાતાને બચાવવા,સંવર્ધનના નિશ્ર્ચય સાથે ગાયસેવા અને ગાયની રક્ષા માટે વંદે ગૌમાતરમના નારા સાથે સામાજીક ક્રાંતિની શરૂઆતને કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા, સાંસદશ્રી કાછડીયા, પુર્વમંત્રીશ્રી ઉંધાડ, ડૉ.કાનાબાર સહિતના આગેવાનોએ બિરદાવેલ.
આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા,જુનાગઢના મેયર શ્રી ધીરૂભાઇ ગોહીલ,શ્રીમતી મીનાબેન ધીરૂભાઇ ગોહીલ,સાંસદશ્રી નારણભાઇ કાછડીયા,પુર્વમંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડ,શ્રીકૌશિકભાઇ વેકરીયા, ડો.ભરતભાઇ કાનાબાર, દિનેશભાઇ પોપટ,નટુભાઇ મસોયા, મુકુંદભાઇ મહેતા,અલ્કાબેન ગોંડલીયા, તથા ગુજરાત ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના પ્રમુખ અશોકભાઇ રાઠોડ,સાવરકુંડલાના ગોવિંદભાઇ પરમાર, એ.બી. યાદવ, ડો.કેશુભાઇ લાડવા, દિપકભાઇ મોરી, રાજેશભાઇ માલવી, ધારીના મધ્ાુભાઇ વાઘેલા,મુન્નાભાઇ વાઘેલા, જીરા ડાભાડીથી બાબુભાઇ મકવાણા,ખાંભાથી પ્રવિણભાઇ પરમાર,મહુવાના પ્રમુખ લાલજીભાઇ મકવાણા, લક્ષ્મણભાઇ વાળા, શ્રી નારાયણભાઇ મનાણી, કોડીયાકથી યોગેશભાઇ લાડવા, ઉનાથી પ્રકાશભાઇ ટાંક,બાબરાના સુરેશભાઇ ટાંક, કોટડાપીઠાથી સરપંચ ગોરધનભાઇ વાઢેર,અનીલભાઇ વાઢેર, ત્રંબોડાથી પ્રવિણભાઇ રાઠોડ,ભગુભાઇ કાચા,અને દેવળીયાના આગેવાનો તથા ગમાપીપડીયાના આગેવાનો ઇસાપર અને પાનસડાના આગેવાનો વાસાવડથી રાઘવજીભાઇ રાઠોડ,ચલાલાથી જયશુખભાઇ ચૌહાણ,લીલીયાથી ગોવિંદભાઇ ચાવડા,જામનગરથી વિશાલભાઇ લાખાણી,જુનાગઢથી કિશોરભાઇ ચોટલીયા,વજુભાઇ કાચા,ભરતભાઇ ભાલીયા,પી.પી જાધવ,રમેશભાઇ ટાંક,ધીરૂભાઇ ટાંક, દેવજીભાઇ ગોહીલ, રશીકભાઇ મોરવડીયા, અમુભાઇ રાઠોડ,અમુભાઇ મકવાણા,પરેશભાઇ મોરવડીયા, સુરતથી ભાવેશભાઇ ટાંક,પ્રમુખ યુવા સંગઠન ઉપપ્રમુખ સમસ્ત ગુજરાત રત્ન કલાકાર મંડળી તથા વિરલભાઇ માળવી,કેવીન ટાંક, ભાવનગરથી બાલાભાઇ વાળા, રામેશ્ર્વર સતસંગ મંડળના રસીલાબેન તથા બેહેનો અને જ્ઞાતીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
અમરેલી ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજ દ્વારા આયોજીત આ રાજસ્વી સન્માનમાં ભરતભાઇ કે.ટાંક પ્રમુખ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,હરજીવનભાઇ પી.ટાંક ઉપપ્રમુખ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,વાલજીભાઇ એચ.ટાંક ઉપપ્રમુખ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,રવજીભાઇ એલ.કાચા મંત્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,કૌશિકભાઇ કે.ટાંક સહમંત્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,રમણીકભાઇ બી.મારૂ ખજાનચી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,ભીખુભાઇ એમ.ટાંક સહ ખજાનચી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,કેશુભાઇ એન.ચાવડા ટ્રસ્ટી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી, મનસુખભાઇ ગેડીયા ટ્રસ્ટી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,જયેશભાઇ એચ.ટાંક ટ્રસ્ટી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી,મનસુખભાઇ ચૌહાણ ટ્રસ્ટી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ અમરેલી, રમણીકભાઇ બી.મારૂ પ્રમુખ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ કેળવણી મંડળ,વિજયભાઇ બી.મારૂ પ્રમુખ શ્યામ યુવક મંડળ અમરેલી, ભાવેશભાઇ પરમાર પ્રમુખ વિશ્ર્વકર્મા કારીગર મંડળ અમરેલી,વિજયભાઇ ચોટલીયા પ્રમુખ ગુર્જર ક્ષત્રીય કડીયા સેવા સંઘ અમરેલી,ઉર્વીબેન બી.ટાંક પ્રમુખ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ મહિલા મંડળ અમરેલીએ જહેમત ઉઠાવી હતી.


જુગાર નાથવા પાંચ ટીમને મેદાનમાં ઉતારતા શ્રી નિર્લિપ્ત રાય

હાલમાં શ્રાવણ માસ શરૂ હોય સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ વધારે હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે.
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ દ્વારા જુગારની બદીને દુર કરવા અને ખાસ કરીને શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઇ જુગારના કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા અમરેલી જીલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે તેમજ જાણીતા જુગારીઓને પકડી પાડી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય જે અન્વયે જુગારના કેસો કરવા પાંચ ટીમોની રચના કરવામાં આવેલ છે.
જેમાં શ્રી.ડી.કે.વાઘેલા, ઇન્ચાર્જ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલીનાઓની આગેવાની નીચે એલ.સી.બી. સ્ટાફની બે ટીમ તથા શ્રી.આર.કે.કરમટા, પો.સ.ઇ. એસ.ઓ.જી. અમરેલીનાઓની આગેવાની નીચે એસ.ઓ.જી. સ્ટાફની બે ટીમ તથા સુ.શ્રી.જી.ડી.આહીર, પો.સ.ઇ. એન્ટી રોમિયો સ્કોડ, અમરેલીનાઓની આગેવાની નીચે એક ટીમ એમ કુલ પાંચ ટીમોને જુગારની પ્રવૃતિને અંકુશમાં લેવા કાર્યરત કરવામાં આવેલ છે. આમ, પોલીસ અધિક્ષક શ્રી અમરેલી દ્વારા ખાસ એક્શન પ્લાન અમલમાં મુકી, જુગારના કેસો કરવા પાંચ ટીમોની રચના કરવામાં આવેલ હોય અમરેલી જીલ્લા પોલીસ જુગારીઓની પ્રવૃતિ ઉપર સતત વોચ ગોઠવી જુગારની બદીને ડામવા સતત પ્રયત્નશીલ છે.


સાતમ આઠમના તહેવારોમાં શકુનીઓને પકડવા પોલીસ તંત્ર દ્વારા દોડધામ શરૂ

સૌરાષ્ટ્રનાં નાના ગામડાથી માંડી મોટા શહેરમાં સાતમ આઠમના તહેવારોમાં ઠેર-ઠેર બાજીઓ મંડાતી હોય છે પણ આ વખતે જુગારીઓને પોલીસ ઝંપવા નહિં દે આજ થી શરૂ થયેલા સાતમ આઠમના તહેવારોમાં શકુનીઓને પકડવા પોલીસની દોડધામ શરૂ થઇ ગઇ છે અને પોલીસ તંત્ર દ્વારા જિલ્લાભરમાં સાતમના દિવસથી જ વ્યાપક દરોડાઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.


error: Content is protected !!