Main Menu

Wednesday, August 28th, 2019

 

સાવરકુંડલામાં 135 દુકાનદારોને પાલિકા દ્વારા નોટીસો

અમરેલી,
સાવરકુંડલામાં એકસો કરોડની મીલકતનો કેસ નગરપાલિકા સુપ્રીમ કોર્ટ માં જીતી ગયા બાદ આ જગ્યાના મેદાનમાં નવી પાલિકા કચેરી બની રહી છે અને મહુવા રોડ ઉપર પ્રેસ માર્કેટના નામે આવેલી આ જગ્યામાં મુખ્ય માર્ગ ઉપર 135 દુકાનો પણ આવેલી હોય આ તમામ દુકાનદારોને નગર પાલિકા દ્વારા 15 દિવસમાં દુકાનો ખાલી કરવાની નોટીસો આપવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી માહીતી અનુસાર આ જગ્યા પાલિકા દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલ પણ લીઝ હોલ્ડરે તે જગ્યા પેટા ભાડુઆતને આપી દેતા પાલિકાએ લીઝ રીન્યુ ન કરતા આ કેસ છે સુપ્રીમ સુધી ગયો હતો અને ત્યા પાલિકાની જીત થઇ હતી અંદરનો કબજો પલિકાએ સંભાળી લીધો છે પણ બહારની 135 દુકાનોના ભાડુઆતોને આ દુકાનો પંદર દિવસમાં ખાલી કરવા નોટીસો આપવામાં આવીે છે.


error: Content is protected !!